________________
૪૨ ♦ આત્મવિશુદ્ધિ
માટે અનેક વિધિ નિષેધની મોટી મોટી દીવાલો ચણી રહ્યાં છે અને વાડામાં બકરાંઓને પુરે તેમ અજ્ઞાની મનુષ્યોને ભરમાવીને વિવિધ લાલચો બતાવીને તેમાં પુરી રહ્યાં છે, આવી આવી અનેક પ્રવૃત્તિઓમાં આ વિશ્વના જીવો જોડાઈ ગયા છે. આમાં સુખી થવું, શાંતિ મેળવવી, મોટા થવું એ તેમનો ઉદ્દેશ હોય છે. આ ઉદ્દેશ તેમનો પાર પડતો નથી, કેમ કે આ ભૂલ ભૂલામણીવાળી મોહ રાજાની બીછાવેલી જાળ છે, તેમાં પક્ષીઓની માફક ઉપર ઉપરની મોહક ચેષ્ટાઓથી ભાન ભૂલી જીવ સપડાય છે અને છેવટે સુખને બદલે દુઃખ પામી પોતાનો પ્રાણ ખોવે છે. ખરા બુદ્ધિમાનો તો એક જ્ઞાન સ્વરૂપ આત્માને જ સુખ અને શાંતિનું સ્થાન માનીને મોહનો ત્યાગ કરી આત્મામાં પ્રીતિ કરે છે. પુન્ય પ્રકૃતિથી પ્રાપ્ત થયેલાં દેવોનાં અને મનુષ્યોનાં સુખ તે સુકા ઘાસ જેવાં છે. તેને જો કેળવી જાણે તો ગાય અગર ભેંસોની માફક સુકા ઘાસમાંથી દુધ અને દુધમાંથી ઘી બનાવી શકાય છે. જો ન કેળવી જાણે તો એટલે તેનો દુરૂપયોગ કરે તો ઘાસમાં અગ્નિ મૂકવાથી તેની રાખ થાય છે, તેમ તે સુખનો નાશ થવા સાથે ભાવી જન્મ પણ દુઃખમય પ્રાપ્ત કરે છે. પુન્ય પ્રકૃતિને લઈને મળેલી અનુકૂળતાનો લાભ લઈને આત્મમાર્ગમાં આગળ પણ વધી શકાય છે અને મોહમાં આસક્ત બની શક્તિનો દુરૂપયોગ કરી અનેક જીવોને દુઃખ આપી વિષયોમાં આસક્ત થઈને પાછળ પણ હઠી જવાય છે. આશ્ચર્ય છે કે અલ્પ બુદ્ધિવાળા જીવો આ મોહના ઘર