________________
આત્મવિશુદ્ધિ × ૪૩
તુલ્ય લક્ષ્મી, સ્ત્રી, શરીર, સંતતિ અને જમીનમાં સુખ માની બેઠા છે!!
આ જીવ પરમાર્થથી બંધાયેલો નથી છતાં મોહના પારાથી ભીરૂ બની પોપટની માફક કે વાનરાની માફક પોતાના અજ્ઞાનથી પોતાને બંધાયેલો માની તેમાં જ વધુ ને વધુ હેરાન થતો જાય છે. પવન ચકીના એક ભાગ ઉપર બેઠેલો પોપટ આનંદ કરતો હતો, તેવામાં પવન ચકી ફરવા લાગી પોપટે જાણ્યું કે હું પડી જઈશ, તેથી તે સળીયાને તેણે મજબુતાઈથી પકડ્યો. તેથી તે પવનચકીની સાથે ઊંચે નીચે ફરવા લાગ્યો. જેમ જેમ તેને મજબુત પકડે છે તેમ તે પોતાને મજબુત રીતે તેની સાથે જ ચોંટાડી રાખે છે. જો તેને મૂકી દે તો તરત જ તેનાથી છુટો થઈ શકે તેમ છે પણ પોતાની ભૂલથી અને તેને છોડી દઈશ તો હું પડી જઈશ આવા ખોટા ભ્રમથી હેરાન થાય છે. તેમ આ જીવ પણ આ મોહને તથા મોહના સાધનોને જેમ જેમ વળગતો જાય છે તેમ તેમ તે વધારે વધારે બંધાતો જાય છે. પોપટની માફક ખરી મુક્તિનો ઉપાય તો એ જ છે કે તેણે તે સર્વને છોડી દેવું. તે સિવાય આ જીવને છુટવાનો બીજો કોઈ પણ ઉપાય નથી.
સાંકડા મોઢાવાળા વાસણમાં વાનરાએ હાથ નાખી તેમાંની વસ્તુની મુઠી ભરી. મોઢું સાકડું એટલે ભરેલી મુઠી નીકળી ન શકી. અજ્ઞાનતા અને મોહને લઈ વાનરાએ