________________
૪૬ આત્મવિશુદ્ધિ સિવાયનાં બીજા બધા કાર્યો મોહથી ઉત્પન્ન થયેલાં છે. મોહથી કર્મબંધ થાય છે અને કર્મબંધથી દુઃખ થાય છે, માટે મોહ એ જ મોટો શત્રુ છે. બધાં કાર્યોને એક બાજુ રાખી મોહરૂપ શત્રુનો નાશ કરવા તમે શુદ્ધ ચિતૂપ આત્માનું ઉત્તમ જ્ઞાન મેળવો અને તેનું ધ્યાન કરો.
પ્રકરણ દસમું
અહંકારનો ત્યાગ निरंतरमहकारं, मूढाः कुर्वांते तेन ते । स्वकीय शुद्ध चिद्रूपं, विलोकंते न निर्मलं ॥१॥
“અજ્ઞાની જીવો નિરંતર અહંકાર કરે છે. આ કારણે તેઓ પોતાના નિર્મળ શુદ્ધ આત્માને જોઈ શકતા નથી.”
આત્મજાગૃતિ ન હોય ત્યાં જ અભિમાન અને મમત્વભાવ પ્રગટે છે. તેમ જ અભિમાન અને મમત્વથી આત્મજાગૃતિ દબાતી પણ જાય છે, આ બન્ને વસ્તુઓ માયાના પ્રદેશમાં રહેલી છે. જડ માયાથી જ તેને પોષણ મળે છે. હું અને મારું એ શબ્દોમાં મારૂં એ શબ્દ આત્માથી જુદી કોઈ વસ્તુના સંગ્રહની ખાત્રી આપે છે અને હું શબ્દ તેથી થયેલા અજીર્ણ યાને અહંકારરૂપ વિકારનો ખ્યાલ આપે છે. આ બન્ને સ્થાનમાં આત્મજાગૃતિનું નામ નિશાન જણાતું નથી. જ્યાં આ અંધકાર હોય છે ત્યાં આત્મપ્રકાશ હોતો