________________
૩૪
આત્મવિશુદ્ધિ
પ્રકરણ આઠમું જs શૈલીનો વિવેક भेदोविधीयते येन, चेतनाद्देहकर्मणोः ।
तज्जात विक्रियादीनां, भेदज्ञानंतदुच्चते ॥१॥ “ચેતનાથી (આત્માથી) દેહ તથા કર્મનો, અને તેનાથી ઉત્પન્ન થયેલી વિકિયાદિનો-ઉપાધિનો જે જ્ઞાનવડે ભેદ કરાય છે તે ભેદજ્ઞાન કહે છે.” કતફળ જેમ પાણીથી મેલને જુદો પાડે છે અને હંસ જેમ પાણીથી દૂધને જુદું કરે છે તેમ જેઓ આત્માને દેહ તથા કર્મોથી જુદો અનુભવે છે તેઓને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
ગમે તેવું પાણી મેલું હોય પણ તેમાં કતક નામના ફળનું ચૂર્ણ કરીને નાખવામાં આવતા મેલ નીચે બેસી જાય છે. અને પાણી નિર્મળ થઈને ઉપર રહે છે. આ દૃષ્ટાંતે પાણીમાં મેલની માફક આત્મામાં કર્મો એકરસ થઈ રહેલાં છે. તેને કર્મ તથા આત્માના જુદાં જુદાં લક્ષણોદ્વારા જુદાં જુદાં નિણિત કરવામાં આવતાં આત્માને દેહ માનવાની અને દેહને આત્મા માનવાની ભૂલ દૂર કરાય છે. આનું નામ ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાનની મદદથી, કર્યો આત્માથી જુદાં થઈ વિખરાઈ જાય છે, અથવા ખરી પડે છે, અને આત્મા નિર્મળ થઈ રહે છે. મનુષ્યો જેમ પથ્થરમાંથી સોનાને જુદું કરે છે, શરીરથી વસ્ત્રને જુદું અનુભવે છે, તપાવેલા લોઢાથી અગ્નિને જુદી કરે છે, શેરડીમાંથી રસને જુદો કરે છે,