________________
૩૨ જ આત્મવિશુદ્ધિ
શુદ્ધ ચિતૂપના સપ્લાનરૂપ પર્વત ઉપર આરોહણ કરવા માટે બુદ્ધિમાને વ્યવહારનું આલંબન લેવું અને તે ધ્યાનમાં તે ભૂમિકામાં જ્યાં સુધી સ્થિર રહી શકાય ત્યાં સુધી વ્યવહારના આલંબનનો ત્યાગ કરી નિશ્ચય આત્મ-સ્વરૂપમાં રહેવું. આ ધ્યાનરૂપ પર્વતથી જ્યારે નીચે ઉતરવાનું થાય ત્યારે તરત જ વ્યવહારનું આલંબન લઈ લેવું.
મહેલ ઉપર ચડતાં જેમ નિસરણી–દાદરનું અને દોરડું પકડવાનું આલંબન લેવામાં આવે છે તે વ્યવહાર રૂપ છે અને ઉપર ચડી ગયા પછી આ બને આલંબનો મૂકી દઈ ઉપર જે કાર્ય કરવાનું હોય તે રૂપ નિશ્ચયનું આલંબન લેવામાં આવે છે. પાછું જ્યારે ઉતરવાનું હોય છે ત્યારે વ્યવહારરૂપ દાદરાનું અને દોરડાનું આલંબન લેવું પડે છે. તેમ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જવા માટે કોઈ ઉત્તમ વિચાર, સગુણ, જાપ કે આકૃતિ આદિનું આલંબન લેવામાં આવે છે. આ આલંબનની મદદથી મન જ્યારે આત્મામાં લય પામી જાય છે એટલે આત્માનો ઉપયોગ બીજા આલંબનો મૂકી આત્માકારે થઈ રહે છે તે નિશ્ચય છે. આ કાર્ય છે. આ વખતે આલંબનની જરૂર પડતી નથી, છતાં કોઈ કદાગ્રહી આલંબન પકડવા જાય તો આ ભૂમિકામાંથી નીચો પડે છે. આવી નિર્વિકલ્પ સ્થિતિમાંથી પાછો સવિકલ્પ સ્થિતિમાં આવે એટલે તેણે પાછું કોઈ આલંબન પકડી લેવું. આવી રીતે નિશ્ચય અને વ્યવહાર અને ઉપયોગી થાય છે.
જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે તે સર્વે