________________
આત્મવિશુદ્ધિ જ ૩૧ લાગેલો મેલ અને સોનામાં મળેલી માટી, એ તરફ નજર રાખી વ્યવહાર તેને અશુદ્ધ કહે છે, ત્યારે વસ્ત્ર અને સોના સામી દૃષ્ટિ આપી નિશ્ચય કહે છે કે આપણી જે વસ્તુ છે તે તો બરોબર છે. વસ્ત્ર અને સોનું ક્યાંય ગયું નથી, માટે નકામી હાય વોય શા માટે કરો છો? તમે ગમે તેટલો પ્રયત્ન કરો પણ જે અંદર છે તે જ બહાર આવશે. અને બહાર આવેલું છે તે આપણું છે જ નહિ. તે ભલે આવ્યું પણ આપણે તે ગ્રહણ કરવાની જરૂર નથી. અંદર રહેલ આત્મા તે કાયમ છે, બહારના આવેલાં કર્મો તે આપણાં છે જ નહિ, પછી ભલેને તે અહીં રહે કે બીજે સ્થળે રહે તેની સાથે આપણે લેવા દેવા નથી. આ પ્રમાણે પોતાની મૂળ વસ્તુ સામે લક્ષ બાંધી નિશ્ચય પોતાના માર્ગમાં આગળ વધે છે. છતાં બહારનો અને અંદરનો અન્ય સાથેનો સંબંધ જેટલે અંશે ઓછો થાય છે તેટલે અંશે વ્યવહારમાં સોનાની માફક આત્માની વિશુદ્ધિ થાય છે.
अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः । शुध्यत्यलिप्त या ज्ञानी क्रियावान् लिप्तया दृशा ॥१॥
–श्रीमान् यशोविजयजी નિશ્ચય નયથી આત્મા લેપાયેલો નથી, વ્યવહાર નથી લેપાયેલો છે જ્ઞાની “હું લેપાયો નથી' એવી નિર્લેપ દષ્ટિએ નિવૃત્તિને માર્ગે શુદ્ધ થાય છે અને ક્રિયાવાન હું લેપાયેલો છું' એમ માનીને પ્રવૃત્તિ કરતાં શુદ્ધ થાય છે.