________________
આત્મવિશુદ્ધિ જ ૨૯ આત્માની વિશુદ્ધતા પણ વૃદ્ધિ પામતી હોય છે.
જે મનુષ્ય મોક્ષનો અર્થ છે તેનો માર્ગ તાત્ત્વિક છે. અને જે સ્વર્ગનો ઇચ્છુક છે તેનો માર્ગ વ્યવહારિક છે. શુદ્ધ આત્મા તરફ દૃષ્ટિ–નિશાન બાંધી તેના તરફ પ્રવૃત્તિ કરનારનો માર્ગ તે મોક્ષનો માર્ગ છે. ખરું તત્ત્વ તે જ હોવાથી તે માર્ગને તાત્ત્વિક માર્ગ કહેવામાં આવે છે. ત્યારે આત્મભાન ભૂલેલા અને આ વિશ્વની માયાજાળમાં જ સુખ માનનારા, તે સુખની ઇચ્છાથી ધાર્મિક ક્રિયાઓ દેવલોકનું નિશાન બાંધીને કરે છે તો તે સ્થિતિ તેને પ્રાપ્ત તો થાય છે પણ આ માર્ગ તે વ્યવહારૂ એટલે દુનિયાનો માર્ગ છે, સંસારના ચક્રમાં પરિભ્રમણ કરવાનો માર્ગ છે, એટલે ખરી રીતે તે માર્ગ જ નથી. જેમ ત્યાગીઓનો અને ગૃહસ્થીઓનો માર્ગ જુદો છે, તેમ પરમાર્થનો અને દુનિયાનો માર્ગ જુદો જુદો જ છે. ક્રિયા ભલે બન્ને એક જ જાતિની કરે છતાં દૃષ્ટિનો ભેદ હોવાથી–નિશાન જુદું હોવાથી, જેમ સાધનો એક સરખા હોવા છતાં બીજના ભેદને લીધે ફળમાં ભેદ પડે છે તેમ આ માર્ગમાં પણ ફળનો ભેદ પડવાનો જ. એક કર્મની નિર્જરા કરશે ત્યારે બીજો શુભ ક્રિયા કરતો હોવાથી પુન્યનો બંધ કરશે.
હે આત્મદેવા વ્યામોહ ઉત્પન કરનાર આ વ્યવહારના માર્ગની ગતિને મૂકીને દોષરહિત સુખદાયી નિશ્ચય નામના માર્ગમાં તું પ્રવૃત્તિ કર. આ માર્ગમાં ચિંતા,