________________
આત્મવિશુદ્ધિ ૩૭ અહો! આ વિશ્વમાં આત્મજ્ઞાનની રૂચિ ઉત્પન્ન કરાવનારા મનુષ્યો મળવા દુર્લભ છે, તેમ જ આત્મ સ્વરૂપને પ્રતિપાદન કરનારા શાસ્ત્રોની પ્રાપ્તિ થવી તે પણ દુર્લભ છે. આત્મજ્ઞાનવાળા જીવોનો સમાગમ થવો તે પણ મુશ્કેલ છે. આત્માનો ઉપદેશ કરનારા ગુરૂની પ્રાપ્તિ થવી તેનાથી પણ દુર્લભ છે. તેનાથી પણ ચિંતામણિની માફક ભેદજ્ઞાનની પ્રાપ્તિ થવી તે વિશેષ દુર્લભ છે. તપ કરનારા તપસ્વીઓ મળી આવવા તે સુલભ છે, શાસ્ત્રો ભણેલા પંડિતો પણ મળી આવવા સુલભ છે, પણ તેઓની અંદર ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરનારા જીવો ઘણા થોડાં જ હોય છે.
અગ્નિ જેમ ઘાસના ઢગલાને ક્ષણવારમાં બાળીને રાખ કરી દે છે તેમ ભેદજ્ઞાની ચિકૂપની પ્રાપ્તિમાં વિનરૂપ કર્મના ઢગલાને ઘણા થોડા વખતમાં બાળીને ક્ષય કરે છે. ઓ શાસ્ત્ર વિશારદ બુદ્ધિમાનો! તમે શુદ્ધ ચિતૂપની પ્રાપ્તિ માટે અખંડ ધારાએ ભેદજ્ઞાનની ભાવના કરો. પોતાના આત્માનો બોધ થવાથી સાક્ષાત્ સંવર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. આત્મબોધ ભેદજ્ઞાનથી પ્રગટ થાય છે, માટે મુમુક્ષુ જીવોએ ભેદજ્ઞાનની વારંવાર ભાવના કરવી.
આ જીવે વસ્તુની પરીક્ષા, શિલ્પાદિ સર્વ કળાઓ, અનેક શક્તિઓ અને વિભૂતિઓ પ્રાપ્ત કરી છે પણ ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરી નથી. ભેદજ્ઞાનરૂપ પ્રચંડ વાયુથી મોહરૂપ રજ ઉડી જાય છે, ભેદજ્ઞાનના પ્રકરણમાં શુદ્ધ