________________
આત્મવિશુદ્ધિ જ ૩૯ ભ્રમણ કરવાનું હોય તેવાને પણ આત્મા તરફ લાગણી ન જ હોય.
આ મારા અને પારકા, એમ સજીવ તથા નિર્જીવ પદાર્થના સંબંધમાં ચિંતન કરવું તે મોહ છે, કેમ કે તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં વિશ્વમાં કોઈનું કાંઈ પણ નથી. આણે મને માન આપ્યું, આણે મારું અપમાન કર્યું, આણે મારી ઉજ્વળ કીર્તિ વધારી અને આ માણસે મારી અપકીર્તિ કરી, એ ચિંતન કરવું તે જ મોહ છે.
હું કરું? ક્યાં જાઉ? ક્યાંથી કેવી રીતે સુખી થાઉં? કોનો આશ્રય લઉં! શું બોલું. એવું એવું બધું મોહનું જ ચિંતન કહેવાય. સજીવ અજીવ પદાર્થમાં રાગ કરવો કે દ્વેષ ધરવો, આ સર્વ મિથ્યા બુદ્ધિ જ ગણાય. કેમ કે આત્મા તો કેવળ શુદ્ધ ચિતૂપ જ છે, હું દેહ છું અથવા દેહ મારો છે, હું પુરુષ છું, હું સ્ત્રી છું. અથવા આ સંબંધીઓ છે તે મારા છે; એવું તાત્ત્વિક દૃષ્ટિએ ચિંતવવું તે મોહ છે. એ મોહને જીતવાનો ઉપાય એ છે કે તે હું નથી અને મારા તે નથી. હું શુદ્ધ આત્મા છું.' આવું વારંવાર ચિંતવવું અને તેના દેઢ સંસ્કાર મન ઉપર પાડવા.
હે આત્મનુ તું તારી પોતાની ચિંતા કર, બીજાની ચિંતા કરવાનું મૂકી દે. ચિંતા કરવાથી કાર્યની સિદ્ધિ થતી નથી. બીજાના સુખ દુઃખમાં તું વધારો કે ઘટાડો કરી શકે તેમ નથી. જે મનુષ્ય જેવું પરીણામે જેવે રસે જે જે કર્મ