________________
આત્મવિશુદ્ધિ જ ૨૭
પ્રકરણ સાતમું નિશ્ચય અર્થે વ્યવહાર व्यवहारं विना केचिन्नष्टाः केवल निश्चयात् । निश्चयेन विना केचित् केवलव्यवहारतः ॥१॥ द्वाभ्यां दृग्भ्यां बिना न स्यात् सम्यग् द्रव्यावलोकनम् । यथा तथा नयाभ्यां चैत्युक्त स्याद्वादवादिभिः ॥२॥
જેમ બે નેત્રો વિના વસ્તુનું અવલોકન બરાબર થતું નથી તેમ બે નય વિના દ્રવ્યોનું અવલોકન યથાર્થ થતું નથી. વ્યવહાર નય વિના કેવળ નિશ્ચય નથી કેટલાક નાશ પામ્યા છે ત્યારે કેટલાએક જીવો નિશ્વય નય વિના એકલા વ્યવહાર નયથી માર્ગથી પતિત થયાં છે એમ તીર્થંકર દેવોએ કહેલું છે.”
વ્યવહાર અને નિશ્ચય બને નયોને ગૌણ મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુનો યથાર્થ બોધ થાય છે. જે વખતે વ્યવહારની મુખ્યતા હોય તે વખતે નિશ્ચયની ગૌણતા હોય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય તે વખતે વ્યવહારની ગૌણતા હોય. આમ બન્ને દૃષ્ટિઓમાં જ્યારે જેની જરૂરિયાત હોય ત્યારે તેનો ઉપયોગ, બીજી દૃષ્ટિનો તિરસ્કાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે તો વસ્તુ તત્ત્વનો યથાર્થ અનુભવ થાય છે.
જેનો અનુભવ મેળવવાનો હોય છે તે તરફ વ્યવહાર પ્રવૃત્તિ કરાવે છે ત્યારે નિશ્ચય તે વસ્તુ જ્યાં છે ત્યાં પહોંચી