________________
૧૦ * આત્મવિશુદ્ધિ
આપો, આત્મ જાગૃતિ થાય તેવું જ્ઞાન ભણો, ઇન્દ્રિયોનો જય કરો, ગૃહસ્થનાં વ્રતો અથવા ત્યાગ માર્ગનાં વ્રતો ગ્રહણ કરો, બ્રહ્મચર્ય પાળો, તીર્થ ભૂમિમાં પ્રવાસ કરો, સંયમ પાલન કરો, ધ્યાન કરો, ક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ પાળો. આ સર્વે શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં મદદગાર ઉપાયો છે.
દેવ, ગુરૂ, જ્ઞાન, તીર્થ અને પ્રભુની આકૃતિ આ શુદ્ધ આત્માનું ધ્યાન ધરવામાં ઉપયોગી સાધનો છે, માટે બુદ્ધિમાનોએ વારંવાર તેની સેવા કરવી.
શુદ્ધ આત્માનું સ્મરણ કાયમ બન્યું રહે તે માટે તેમાં વિઘ્નરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને લાગણીઓનો ત્યાગ કરવો અને આત્માને માટે હિતકારી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવવાળા સાધનો ગ્રહણ કરવાં. આ શુદ્ધ આત્માના અખંડ સ્મરણ માટે જ્ઞાની પુરુષો સર્વત્ર નિઃસ્પૃહ થઈને સંગનો ત્યાગ કરીને નિર્જન વનમાં કે પહાડોની ગુફામાં જઈને બેસે છે, કેમ કે જ્યાં સંગ છે ત્યાં જરૂર ચિંતા પ્રગટે છે, અને આત્મા સિવાય અન્ય કાર્યની ચિંતા શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનરૂપ પર્વતને ભાંગવામાં વજ્રની માફક કાર્ય કરે છે. તેમ જ આત્મ ધ્યાનરૂપ સૂર્ય અત્યંત નિર્મળ હોય છે છતાં મનુષ્યોની સોબતથી ઉત્પન્ન થતાં વિકલ્પોરૂપ વાદળોથી તે ઢંકાઈ જાય છે માટે સર્વ સંગ અને સર્વ વિકલ્પોનો ત્યાગ કરવાની આત્મ પ્રાપ્તિમાં મુખ્ય જરૂરિયાત છે.
આ સાથે શુદ્ધ આત્માનું ધ્યાન કરનારમાં લાયકાતની