________________
આત્મવિશુદ્ધિ ૨ ૧ ૫
આગળ પાછળ ઉભી કરીને આ સારૂં, આ નઠારૂં, આ મારૂં, આ પારકું, આ જોઈએ, આ ન જોઈએ ઇત્યાદિ રાગ–દ્વેષવાળા વિકલ્પોની જાળમાં ફસાવે છે, આત્મ ભાન ભૂલાવે છે. જ્ઞાતા દૃષ્ટાપણારૂપ પોતાનો ધર્મ ભૂલી કર્તા ભોક્તારૂપે બનેલો આત્મા એ મનનું કોકડું ઉકેલવા પ્રયત્ન કરે છે; પણ જેમ જેમ વધારે વિકલ્પો કરે છે તેમ તેમ તેનું કોકડું વધારે ને વધારે ગૂંચવાતું જાય છે, આખરે શક્તિ ગુમાવી, ભાન ભૂલી આ માયાના ચકરાવામાં—વમળમાં ગોથાં ખાધા કરે છે. પણ જો આત્મા પોતાના સ્વરૂપમાં પાછો આવે તો જેમ હજારો વરસનું સ્વપ્ન આંખો ઉઘાડતાં નાશ પામે છે તેમ અનંતકાળનું અજ્ઞાન કે લાંબા કાળની ભૂલો તરત જ સુધરી જાય છે અને આત્મા પોતાના સ્વરૂપમાં આનંદ કરે છે. સ્વરૂપમાં પાછું આવવું એટલે હું અનંત શક્તિવાન્ જ્ઞાતા દૃષ્ટારૂપ શુદ્ધ આત્મા છું. આ ભાન થવું. આમાં કાંઈ વધારે મહેનત નથી. ફક્ત દિશા બદલાવી નાખવી. પશ્ચિમ ભણી પગ ચાલે છે તેને બદલે પૂર્વ સન્મુખ મુખ રાખવું એટલે પગ પણ પૂર્વ સન્મુખ ચાલવા માંડશે. માયા તરફની પ્રવૃત્તિને મૂકીને આત્મા તરફ પ્રવૃત્તિ કરવી એ દિશા બદલાવવા બરોબર છે. આટલું કરવામાં આવે તો આત્મ પ્રાપ્તિ સુગમ છે. તેટલું કરવામાં ન આવે તો અનંત કાળે પણ આત્મ પ્રાપ્તિ થવી દુર્લભ છે. આત્મ પ્રાપ્તિ થવી એટલે આત્મા ક્યાંયથી મળી આવે છે એમ નહિ, પોતે જ આત્મા છે, તેનું તેને ભાન થવું તે આત્મ પ્રાપ્તિ થવા