________________
આત્મવિશુદ્ધિ જ ૨૧ તે શુદ્ધ આત્માના લક્ષ વિના દુનિયામાં ધર્મિષ્ટ ગણવાને માટે જ કર્યા.
એકેન્દ્રિયાદિ જીવોમાં તે તે જાતના અનેક શરીરો ધારણ કર્યા, પણ અજ્ઞાનપણામાં મારા શુદ્ધ આત્માનો અનુભવ મેં ન કર્યો. લોકોનો વ્યવહાર, રાજાઓની નીતિ, સંબંધીઓના સગપણ, દેવોનો આચાર, સ્ત્રીઓનો સદાચાર અને સાધુઓની ક્રિયાઓ એ બધું હું સમજ્યો, ક્ષેત્રના સ્વભાવો જાણ્યા, કાળની અકળ ગતિમાં પણ પ્રવેશ કરવા માથું માર્યું, પણ તીવ્ર મોહના ઉદયને લઈ હું જ્ઞાન સ્વરૂપ છું!' એવો દઢ નિશ્ચય પહેલાં મને કોઈ વાર ન થયો. અરે! શીયાળાના દિવસોમાં નદીને કિનારે વસ્ત્રો વિના રહ્યો. ગ્રીષ્મઋતુમાં પહાડી પ્રદેશોના પ્રખર તાપમાં ફર્યો અને વર્ષાઋતુમાં અનેકવાર વૃક્ષોની નીચે રહ્યો પણ મારા શુદ્ધ
સ્વરૂપમાં હું કોઈપણ વખત ન રહ્યો. ' અરે! સ્વર્ગાદિની ઇચ્છાથી સ્વ-સ્વરૂપને જાણ્યા વિના મેં અનેક કષ્ટો ઉઠાવ્યાં, વિવિધ પ્રકારે કાયક્લેશ સહન કર્યો, શાસ્ત્રો ભણવા પાછળ મહેનત કરવામાં પણ મેં કચાશ ન રાખી, પણ આત્મજાગૃતિ વિના ખારી જમીનમાં બીજા વાવવાની માફક મારો સર્વ પ્રયાસ નિષ્ફળ ગયો. આત્મજાગૃતિ કરાવનાર શાસ્ત્ર કે સત્ ક્રિયાની પ્રાપ્તિ મને ન થઈ. વિશ્વમાં પર્યટન કરતાં અનેક ગુરૂઓ કર્યા અને મેળવ્યા પણ શુદ્ધ આત્મ સ્વરૂપને બતાવનાર, કહેનાર કે