________________
૬ આત્મવિશુદ્ધિ સ્વામીને પ્રાપ્ત થતો નથી. શુદ્ધ આત્માના સ્મરણથી આત્મિક સુખ થાય છે, મોહ અંધકાર દૂર થાય છે, આવતા આશ્રવ કર્મને આવવાના માર્ગો રોકાય છે, દુષ્કર્મનો નાશ થાય છે. વિશુદ્ધિ વધે છે, ભગવાનની તાત્ત્વિક આરાધના થાય છે, જ્ઞાનદર્શન–ચારિત્રની પ્રાપ્તિ થાય છે, મનુષ્ય જન્મ સફળ થાય છે, સંસારના ભયનો નાશ થાય છે, સમતા વધે છે. પુરુષોનો મેળાપ થાય છે અને યશ કીર્તિમાં વધારો થાય છે.
શુદ્ધ આત્મભાવમાં રહેનારમાં શ્રુતજ્ઞાન, વિરતિભાવ અને શિયળ ગુણ પ્રગટે છે, ઇન્દ્રિયોનો જય થાય છે, તપ વધે છે, સમ્યક્દષ્ટિ ખુલે છે, સદ્ભાવના વધે છે, મૂળ ઉત્તમ ગુણો રૂપ ધર્મ નજીક આવે છે, ઉત્તમ ગુણોનો સમુદાય પ્રગટે છે, પાપ ઓછું થાય છે, બાહ્ય-અત્યંતર સંગમાંથી આસક્તિ ઘટે છે, ઉગ્ર ઉપસર્ગો દૂર થાય છે અને અંતરંગ વિશુદ્ધિમાં વધારો થાય છે.
શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તેના જેવું કોઈ ઉત્તમ તીર્થ નથી. શ્રુત સમુદ્રથી ઉત્પન્ન થયેલું તે ઉત્તમ રત્ન છે. શુદ્ધ આત્માનું સ્મરણ એ સુખનું નિધાન છે, મોક્ષનું શીઘગામી વાહન છે.
પહાડોમાં જેમ મેરૂપર્વત, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, વાતોમાં સુવર્ણ, પીવાલાયક પદાર્થોમાં અમૃત, મણિમાં ચિંતામણિ, પ્રમાણિક પુરુષોમાં તીર્થકર, ગાયોમાં કામધેનુ,