________________
આત્મવિશુદ્ધિ
પ્રકરણ બીજું
શુદ્ધ આત્માનું આશયન
येयाता यांतियास्यति, योगिनः सर्वसंपदं । समाराध्यैवचिद्रूपं, શુદ્ધમાનંવવિર ।।9।
“જે યોગીઓ આત્માની સર્વ સંપત્તિને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વે શુદ્ધ અને આનંદના મંદિર સમાન જ્ઞાનસ્વરૂપ આત્માનું આરાધન કરીને જ છે.”
જેમ માટી વિના ઘડો ન બને, સુતર વિના વસ્ત્ર ન થાય, ધાતુ વિના ઘરેણાં ન બને, લાકડાં વિના ગાડું ન થાય અને બીજ વિના ધાન્યની ઉત્પત્તિ ન બને, તેમ બીજાં અનેક મદદગાર હોવા છતાં શુદ્ધ આત્માના સ્મરણ વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. શુદ્ધ આત્માનું સ્મરણ કરવું તે મોક્ષવૃક્ષનું બીજ છે, સંસાર સમુદ્ર તરવાની તે નાવ છે. દુઃખરૂપ અટવીને બાળનાર અગ્નિ છે. કર્મોથી ભય પામેલાનું રક્ષણ કરનાર કિલ્લા સમાન છે. વિકલ્પોરૂપી ધુડને ઉડાડી દેનાર વાયુ છે. આત્મ સ્મરણથી પાપનો નિરોધ થાય છે. મોહને જીતવાનું તે બળવાન્ શસ્ત્ર છે. અશુદ્ધ પરિણામરૂપ રોગનું તે અવંધ્ય ઔષધ છે અને તપ, વિદ્યા તથા ગુણોને રહેવાના ઘર સમાન છે.
શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્માના ધ્યાનથી જે કાંઈ આનંદ પ્રગટે છે તેના એક અંશ જેટલો પણ આનંદ આ દુનિયાના