________________
ર
વિશદાર્થ :
-
આત્મબોધ
શ્રેયોમાર્ગમાં આગળ વધવા માટે ગુરુના ઉપદેશની પતત જરૂર છે. ઉપદેશને અંગે પુષ્કળ સાહિત્ય રચાયેલું છે. પ્રસ્તુત આત્મબોધ પણ ઉપદેશનો ગ્રન્થ છે. તેમાં શ્લોક તો માત્ર પચ્ચીસ છે. પણ દરેક શ્લોક ઉપદેશના તે તે વિષયને સમજાવતો હોવાથી મહત્ત્વનો બની જાય છે. આ ગ્રન્થમાં બાવીસ વિષયોનો સમાવેશ છે. તે વાત ગ્રન્થકાર આગળ જણાવશે. ગ્રન્થના પ્રારંભમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ સ્વરૂપ સમર્થ મંગળ કર્યું છે. આ પાર્શ્વનાથની પ્રસિદ્ધિ કોઈ અનેરી છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ, પૂજ્યપાદ વીરવિજયજી કવિ વગેરે તો ડગલે ને પગલે આ નામના સ્મરણપૂર્વક રચનાઓ રચે છે. અનેક મહાપુરુષો આ આરાધ્યપાદ પરમાત્માનું નામ લે છે ને કાર્યસિદ્ધિને સાધે છે. અહીં પણ એ સ્મરણથી સઘઃ કાર્યસિદ્ધિ થઈ છે. અહીં ૧૧ વિશેષણોથી એ પ્રભુને સ્તવ્યા છે.
(૧) શ્રેયઃ- આ વિશેષણમાં કલ્યાણ-લક્ષ્મી સાથેના વિલાસથી અદ્ભુત રસ ઉત્પન્ન કરતાં અનુભવતા કહ્યા છે. સામાન્ય રીતે સાહિત્યમાં નાયિકા સાથે નાયકના વિલાસથી શૃંગારરસ જન્મે પણ અહીં અદ્ભુત રસ જન્મે છે. એ અદ્ભુત છે. અને વાસ્તવ છે. (૨) ધીર (૩) ગંભીર અને (૪) ઉત્કૃષ્ટ એ ત્રણ વિશેષણો સ્પષ્ટ છે. ધીરતા મેરુસમાણી, ગંભીરતા સાગરસમાણી અને ઉત્કૃષ્ટતા તો સર્વથી અધિક-અજોડ પરમાત્મામાં છે. (૫) દેવેન્દ્રાર્ચિત પરમાત્મા ત્રણે લોકના પૂજ્ય છે. એમાં દેવો તો જધન્યથી ક્રોડની સંખ્યામાં નિરંતર સેવા કરતા હોય છે. (૬) કોમલ અને (૭) નિર્મલ એ બે વિશેષણો પ્રભુના જીવનમાં (સહજભાવે) સ્વાભાવિક રીતે જ
=