Book Title: Swadhyay 2001 Vol 38 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Catalog link: https://jainqq.org/explore/536149/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સ્વાધ્યાય સ્વાધ્યાય અને સંશોધનનું ત્રૈમાસિક પુસ્તક ૩૮ : અંક ૧ - ૨ વસંતપંચમી અને અક્ષયતૃતીયા અંક, વિ. સં. ૨૦૫૭ ORIENTAL INSTITUTE Jarilgan Tum ----- TDA-200000 90 cccce www.kobatirth.org ૩૩. સંપાદક મુકુંદ લાલજી વાડેકર AJA SAYAJIRAO પ્રાકૃત/ગુજરાતી (જૈન) કલ્પસૂત્ર [પ્રાચ્યવિદ્યામંદિરની હસ્તપ્રત, ક્રમાંક ૧૫૦૬૨ના મુખપૃષ્ઠ ઉપરનું નકશીદાર ચિત્ર] For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir UNIVERSITY OF सत्यं शिवं सुन्दरम् પ્રાચ્યવિદ્યામંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra (વસંતપંચમી - અક્ષયતૃતીયા અંક) વિ. સં. ૨૦૫૭ ૧. ર. ૭. ૪. ૫. -પુનર્મૂલ્યાંકન – કાલિન્દી પરીખ - ન્યાયભૂષણમાં ચિત્રરૂપનિરૂપણ - નિરંજન પી. પટેલ દધિપુરનગર(દાહોદ)ની સલેખ નિષિધિકા રવિ હજરનીસ, મુનીન્દ્ર જોશી આધુનિક સંસ્કૃત સાહિત્યમાં અંગ્રેજપ્રશસ્તિ – કાન્તિલાલ રા. દવે ૬. હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી - શંકરભાઈ સો. તડવી 9. ૮. ૧૦. ૧૧. - અનુક્રમ શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં સ્યમન્તકોપાખ્યાનની સમીક્ષા મનસુખ કે. મોલિયા ભાસો હાસ – ૧૩. નગર-સ્થળનામોની ભીતરમાં - ધર્મેન્દ્ર મ. માસ્તર સંસ્કૃત નાટકોમાં વાસ્તુશાસ્ત્ર - પ્રફુલ્લ એમ. પુરોહિત - ૯. જગન્નાથકવિકૃત ડાકુરેશસ્તોત્ર - એક અપ્રકાશિત સ્તોત્ર - મિલિન્દ એસ. જોષી ‘જીવદયાનો છંદ’ એક અનોખી જૈન કૃતિ - ઉષા બ્રહ્મચારી પોરબંદર – નરોત્તમ પલાણ - www.kobatirth.org ૧૨. નિવાપાંજલિ સ્વાધ્યાય ગ્રંથાવલોકન અને સાભાર સ્વીકાર પુસ્તક ૩૮ : અંક ૧ - ૨ જાન્યુઆરી - એપ્રિલ ૨૦૦૧ For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧-૧૧ ૧૩-૧૪ ૧૭-૨૫ ૨૭-૨૮ ૨૯-૩૫ ૩૭-૬૯ ૭૧-૭૫ ૭-૮૨ ૮૩-૮૭ ૮૯-૯૩ ૯૫-૯૯ ૧૦૧-૧૦૨ ૧૦૩-૧૧૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સ્વાધ્યાય વસંતપંચમી અને અક્ષયતૃતીયા અંક, વિ. સં. ૨૦૫૭ જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧ www.kobatirth.org શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં સ્યમન્તકોપાખ્યાનની સમીક્ષા મનસુખ કે. મોલિયા * તેમાં પણ પુરાણના વિવિધ વણ્યવિષયો શ્રીમદ્ભાગવતપુરાણ ભક્તિરસનો મહાર્ણવ છે. અન્ય પુરાણોની માફ્ક પ્રાપ્ત થાય છે, છતાં તેનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય તો ભગવદ્ભક્તિનું પ્રતિષ્ઠાપન જ છે. ભગવાન શ્રીકૃષ્ણનાં ગુણકીર્તન દ્વારા તેમનાં દિવ્ય કર્મોનું નિરૂપણ કરવાનો ભાગવતકારનો ઉદ્દેશ આદિથી અન્ત સુધી જોવા મળે છે. અન્ય પુરાણો શ્રીકૃષ્ણને વિષ્ણુના દશ અવતારોમાં સ્થાન આપે છે, જ્યારે ભાગવતપુરાણ અનુસાર શ્રીકૃષ્ણ વિષ્ણુના અવતાર નહિ, પરંતુ સાક્ષાત્ નારાયણ જ છે. ‘કૃષ્ણસ્તુ મળવાન્સ્લયમ્’ એ ભાગવતપુરાણનો પ્રતિઘોષ છે. તેના દશમા સ્કન્ધમાં નેવું અધ્યાયોમાં શ્રીકૃષ્ણચરિત્ર વર્ણવાયું છે. પરવર્તી સંસ્કૃત સાહિત્ય અને અન્ય ભારતીય ભાષાઓ પર દશમસ્કન્ધનો પ્રગાઢ પ્રભાવ રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની દિવ્યલીલાઓ અત્યન્ત સુમધુર અને આકર્ષક છે, પરંતુ તેમના જીવનના વિવિધ પ્રસંગોમાં સ્યમન્તક મણિનો પ્રસંગ અત્યન્ત વિશિષ્ટ પ્રકારનો જણાય છે. આ અભ્યાસલેખમાં સ્યમન્તકોપાખ્યાનની સમીક્ષા કરવામાં આવી છે. અહીં ભાગવતપુરાણ' ઉપરાંત વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૧ થી ૧૧ ગુજરાત રાજ્ય યુનિવર્સિટી અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના શ્રીદ્વારકાધીશ સંસ્કૃત અકાદમી, દ્વારકા ખાતે તા. ૧૪-૧૬ માર્ચ ૨૦૦૩ના રોજ યોજાયેલ ૨૭મા અધિવેશનમાં રજૂ કરેલ શોધપત્ર • સંસ્કૃત ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. ૨. પુસ્તક ૩૮ અંક ૧ - ૨ ૩. ૧. ભાગવતપુરાણ, ૧૦.૫૬.૧ થી ૧૦.૫૭.૪૨, સં.પ્રો.જે.એલ. શાસ્ત્રી, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ઈ.સ. ૧૯૮૮ વાયુપુરાણ, ૯૬.૧૯-૯૮, અનુ. રામપ્રતાપ ત્રિપાઠી, હિન્દી સાહિત્ય સંમેલન, પ્રયાગ, ઈલાહાબાદ, દ્વિતીય સંસ્કરણ, ઈ.સ. ૧૯૮૭ For Private and Personal Use Only વિષ્ણુપુરાણ, ૪.૧૩.૯-૧૬૨, અનુ. મુનિલાલ ગુપ્ત, ગોવિન્દ ભવન કાર્યાલય, ગીતાપ્રેસ, ગોરખપુર, ૧૯મું સંસ્કરણ, વિ.સં. ૨૦૫૫ Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનસુખ કે. મોલિયા મત્સ્યપુરાણ', બ્રહ્મપુરાણ', હરિવંશ', પદ્મપુરાણ અને અગ્નિપુરાણ ગ્રંથોમાં કામ આ કથાનકનો અભ્યાસ કર્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ હજારો વર્ષોથી સમગ્ર ભારતવર્ષની પ્રજા પર એવું આકર્ષણ જન્માવ્યું છે કે સામાન્ય માણસને તેમની પ્રત્યેક અલૌકિક લીલાઓમાં અપાર શ્રદ્ધા છે અને છતાં પણ તેમની ઐતિહાસિકતા અંગે લેશ પણ શંકા નથી. જ્યારે ઇતિહાસકારો, સંશોધકો અને વિદ્વાનો પર્યાપ્ત પ્રમાણોના અભાવે તેમની ઐતિહાસિકતા અંગે સાશક છે અને આ અંગે તેમનામાં એકમતીનો અભાવ છે. શ્રીકૃષ્ણ ખરેખર ઐતિહાસિક પુરુષ છે કે માત્ર કવિકલ્પનાનું એક પાત્ર છે તેનું સમાધાન શોધવાનો આ પ્રયાસ છે. વિવિધ પુરાણોમાં મળતા સ્યમન્તકોપાખ્યાનનો અભ્યાસ કરતાં સતત લાગ્યા કરે છે કે શ્રીકૃષ્ણ એક ઐતિહાસિક વ્યક્તિ હતા. ભગવાન શ્રીકૃષ્ણની અલૌકિક દિવ્યલીલાઓ તેમને અવતારી પુરુષ સિદ્ધ કરતી હોવાથી તેમની ઐતિહાસિકતાની સિદ્ધિમાં તે બાધક બને છે. પરંતુ સયમન્તકોપાખ્યાનમાં શ્રીકૃષ્ણ અને તેમની સાથેનાં અન્ય પાત્રો જેમ કે અર, બલરામ, સત્યભામા, શતધન્હા, કૃતવર્મા, યાદવો વગેરે પૂર્ણ રીતે માનવભાવોથી યુક્ત જણાય છે. આ પ્રસંગે શ્રીકૃષ્ણ પર મિથ્યા આરોપ લગાડવામાં આવે છે અને તેમાંથી મુક્ત થવા માટે તેમને એક સામાન્ય વ્યક્તિની માફક સતત સંઘર્ષ અને પુરુષાર્થ કરવો પડે છે. શ્રીકૃષ્ણના ચરિત્રમાં તેમના દિવ્યજન્મથી દેહોત્સર્ગ સુધીના પ્રસંગોમાં ચમન્તક મણિનો પ્રસંગ એ તેમના જીવનની એવી ઘટના છે કે જે સૌથી પ્રાચીન પૌરાણિક અંશ તરીકે મળે છે. અમઃકોપાખ્યાનનું સ્થાન આ બાબતે વિશેષ ગષણીય છે. જે પુરાણોમાં શ્રીકૃષ્ણની દિવ્યલીલાઓ વર્ણવવામાં આવી નથી તેવાં પુરાણોમાં પણ આ વૃત્તાન્ત પ્રાપ્ત થાય છે. પુરાણોના અભ્યાસુઓ જાણે છે કે વાયુપુરાણ, મત્સ્યપુરાણ અને બ્રહ્મપુરાણ વંશાવલીઓની પ્રાચીન પૌરાણિક પરમ્પરાનું પ્રતિનિધિત્વ કરતાં પુરાણો છે. આ પુરાણોમાં યદુવંશના વર્ણનપ્રસંગે સ્યમન્તક મણિનું વૃત્તાન્ત મળે છે. વંશવર્ણન દરમ્યાન જે તે વંશના મહાપુરુષોનાં વિશિષ્ટ કાર્યોનો ઉલ્લેખ કરવો એ પ્રાચીન પરમ્પરા છે. અગ્નિપુરાણ યદુવંશનું વર્ણન અતિ સંક્ષેપમાં આપતું હોવા છતાં ચાર શ્લોકોમાં સ્યમન્તક મણિનો પ્રસંગ નોંધે છે. હરિવંશ, વિષ્ણુપુરાણ અને પદ્મપુરાણમાં અમુક સ્વતંત્ર અધ્યાયોમાં શ્રીકૃષ્ણચરિત્ર વર્ણવાયું છે છતાં મ્યમન્તક મણિના પ્રસંગને તેમાં સ્થાન આપવાને બદલે યદુવંશવર્ણનમાં મૂકવામાં આવેલ છે. આ બધા પરથી એ સિદ્ધ થાય છે કે યદુવંશના એક મહાપુરુષના રૂપમાં શ્રીકૃષ્ણની સાથે આ ઘટના ઘણા જ પ્રાચીન સમયથી જોડાયેલ હશે. તેથી પુરાણોએ આ પ્રસંગને તેમના જીવનની વિવિધ ઘટનાઓ સાથે મૂકવાને બદલે યદુવંશવર્ણનના પ્રસંગે જાળવી રાખેલ છે. એક માત્ર ભાગવતપુરાણ આ ઘટનાને શ્રીકૃષ્ણચરિત્રના મધ્યમાં દશમસ્કન્ધમાં મૂકે છે. ભાગવતપુરાણ પરવર્તી કાળની રચના છે એ સર્વસ્વીકૃત છે. વળી, આ પુરાણની શૈલી અન્ય પુરાણો કરતાં ઘણી ૪. મત્સ્યપુરાણ, ૪૫.૩-૨૧, કલ્યાણ વિશેષાંક, સંખ્યા-૧, વર્ષ : ૧૮, ગીતાપ્રેસ, ગોરખપુર, ઈ.સ. ૧૯૮૪ બ્રહ્મપુરાણ, અ. ૧૬ અને ૧૭, સં. મનસુખરાય મોર, ગુરૂમંડલ ગ્રંથમાલા, પુષ્પ-૧૧, કલકત્તા, પ્રથમ સંસ્કરણ, ઈ.સ. ૧૯૫૪ હરિવંશ, ૧.૩૮.૧૨ થી ૧.૩૯.૪૨, સં. પંડિત રામચન્દ્ર કિંજવડેકર, ચિત્રશાળા મુદ્રણાલય, પૂના, પ્રથમ સંસ્કરણ, ઈ.સ. ૧૯૩૬ પદ્મપુરાણ, ૧.૧૩.૭૨ -૯૨, સે. ખેમરાજ શ્રીકૃષ્ણદાસ, નાગ પબ્લિકેશન્સ, દિલ્હી, દ્વિતીયાવૃત્તિ, ઈ.સ. ૧૯૯૬ ૮. અગ્નિપુરાણ, ૨૭૫.૪૦-૪૪, સં. હરિનારાયણ આપે, આનન્દાશ્રમ સંસ્કૃત ગ્રન્થાવલિ, ક્રમ-૪૧, આનન્દાશ્રમ મુદ્રણાલય, પૂના, ઈ.સ. ૧૯૦૦ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં સ્યમન્તકોપાખ્યાનની સમીક્ષા જ પરિષ્કૃત છે. તેના કર્તા સામાન્ય પુરાણની રચનાને બદલે અત્યન્ત પ્રશિષ્ટ સાહિત્યનો કાવ્યગ્રંથ રચતાં હોય એમ આ પુરાણની રચના કરે છે. તેમણે સ્યમન્તકોપાખ્યાનને યદુવંશની વંશાવલીમાં સ્થાન આપવાને બદલે શ્રીકૃષ્ણના ચરિત્રવર્ણનમાં મૂકેલ છે. શ્રીકૃષ્ણને પૂર્ણ પરમાત્મા તરીકે આલેખવાનો તેમને ઉદ્દેશ હોઈ આ કથાનકમાં તેમણે કેટલાક ફેરફારો કરવાનો સભાન પ્રયાસ કર્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે. આમ છતાં પણ આ કથાનક સાથે જોડાયેલી પ્રાચીન પૌરાણિક ઘટનાઓ અને તેમાંથી પ્રગટ થતું શ્રીકૃષ્ણનું માનવીય વ્યક્તિત્વ પૂર્ણ રીતે દૂર કરી શક્યા નથી. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે પુરાણવિદ્યાને એકસૂત્રિત કરીને પુરાણસંહિતાની રચના કરી તેમાં આખ્યાન, ઉપાખ્યાન, ગાથા અને કલ્પોક્તિ એમ કુલ ચાર ઉપકરણોનો આધાર લીધો હતો. વાયુપુરાણમાં તેનો નિર્દેશ આ પ્રમાણે થયો છે. आख्यानैश्चाप्युपाख्यानैर्गाथाभिः कल्पजोक्तिभिः । પુરાળસંહિતા પદ્મ પુરાયંવિશરતઃ ॥ વાયુપુરાણ, ૬૦.૨૧ ૩ ઉપરનો શ્લોક વિષ્ણુપુરાણ ૩.૬.૧૫માં પણ મળે છે, પરંતુ તેમાં ઋત્વનોòિમિઃ ના સ્થાને ૫શુદ્ધિમિઃ પાઠ વાંચવા મળે છે. વિવિધ વંશોમાં થયેલ પુરુષોના ચરિત્રને વર્ણવતો એક કે બે શ્લોક જેટલો અંશ ક્રમશઃ વિકાસ પામીને બૃહદ્દાકાર કથાનકમાં પરિણમવાની પ્રક્રિયા પુરાણગ્રંથોમાં જોવા મળે છે. આ પ્રક્રિયા દરમ્યાન અતિશયોક્તિરંજિત બાબતો ઉમેરાતી હોય છે તો પણ કોઈક જગ્યાએ તેનાં મૂળતત્ત્વોનો પ્રતિધ્વનિ પણ સચવાઈ રહેતો હોય છે. ભાગવતપુરાણ સિવાયના અન્ય પુરાણગ્રંથોમાં સ્યમન્તકોપાખ્યાનમાં શ્રીકૃષ્ણનું માનવીય વ્યક્તિત્વ સ્પષ્ટ રીતે જળવાઈ રહ્યું છે. ભાગવતપુરાણમાં પણ શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાનો પ્રતિધ્વનિ બુલંદ નથી તો પણ તેનો અણસાર તો સ્પષ્ટ રીતે મળે છે. શ્રીકૃષ્ણ પૂર્ણ અવતારી હોવા છતાં આ કથાનકના મૂળમાં રહેલા માનવીય ભાવોની રેખાઓને સાવ ભૂંસી શકાઈ નથી. ભાગવતપુરાણમાં બે અધ્યાયોમાં નિરૂપિત આ પ્રસંગનો ટૂંકસાર આ પ્રમાણે છે. For Private and Personal Use Only યદુવંશમાં અનમિત્રના પુત્ર નિઘ્નને સત્રાજિત અને પ્રસેન નામના બે પુત્રો હતા. સત્રાજિત સૂર્યનો પરમ ભક્ત અને મિત્ર હતો. સૂર્ય દ્વારા તેને મૂલ્યવાન સ્યમન્તક રત્નની પ્રાપ્તિ થઈ હતી. યદુરાજ ઉગ્રસેન માટે શ્રીકૃષ્ણે મણિની માગણી કરી હતી, પરંતુ સત્રાજિતે મણિ આપવાની ના પાડી દીધી હતી. એક વાર સત્રાજિતનો ભાઈ પ્રસેન મણિ ધારણ કરીને વનમાં ગયો ત્યારે એક સિંહે તેની હત્યા કરી નાખી. પછી જામ્બવાન નામના રીંછે સિંહની હત્યા કરીને મણિ લઈ લીધો. પ્રસેન પાછો ફર્યો નહિ. તેથી સત્રાજિતે શ્રીકૃષ્ણ પર પ્રસેનની હત્યા અને મણિની ચોરીનો આરોપ મૂક્યો. દ્વારકાવાસીઓ પણ કર્ણોપકર્ણ વાતો કરવા લાગ્યા. પોતાના પરનું આ મિથ્યા કલંક દૂર કરવા માટે શ્રીકૃષ્ણ કેટલાક લોકોને પોતાની સાથે લઈને મણિની શોધમાં નીકળી પડયા. પછી જામ્બવાનની ગુફા પાસે આવી પહોંચ્યા અને પોતાની સાથેના માણસોને ગુફાની બહાર બેસાડી તેઓ ગુફામાં ગયા. જામ્બવાન સાથેના અઠ્ઠાવીશ દિવસના યુદ્ધના અંતે તેને હાર આપીને શ્રીકૃષ્ણ સ્યમન્તક અને જામ્બવતીને મેળવી બહાર આવ્યા. ગુફાની બહાર રહેલા લોકો તો બાર દિવસો વીત્યા ત્યારે જ શ્રીકૃષ્ણનું અમંગળ થયાનું માનીને દ્વારકામાં ચાલ્યા ગયા હતા. પરંતુ શ્રીકૃષ્ણ હેમખેમ પાછા આવ્યા. તેમણે સાત્ત્વતોની સભામાં સઘળી હકીકત વર્ણવી અને સત્રાજિતને મણિ પરત કર્યો. આમ, શ્રીકૃષ્ણ પોતાની પર લાગેલા મિથ્યા આરોપમાંથી મુક્ત થયા. શ્રીકૃષ્ણ પર મિથ્યા દોષારોપણ કરવા બદલ સત્રાજિત લજ્જિત થયો. તેમની પ્રસન્નતા માટે તેણે પોતાની ઉત્તમ Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ મનસુખ કે. મોલિયા કન્યા સત્યભામા શ્રીકૃષ્ણને પરણાવી. અક્રૂર સત્યભામાને પરણવા માગતો હતો અને સત્રાજિતે આ અંગે વચન પણ આપ્યું હતું. પરિણામે સત્રાજિત અને શ્રીકૃષ્ણ પ્રત્યેની દુષ્ટવૃત્તિથી અક્રૂર અને કૃતવર્માએ શતધન્વાની મદદથી સયમન્તકની ચોરી કરાવવાનું પયંત્ર ગોઠવ્યું. શ્રીકૃષ્ણ અને બલરામ દ્વારકાની બહાર હતા ત્યારે શતધન્વાએ સત્રાજિતને મારી નાખ્યો અને સયમન્તક મણિ લઈ ગયો. પિતાની હત્યાથી વ્યથિત સત્યભામાએ વેરનો બદલો લેવા શ્રીકૃષ્ણને ખૂબ જ આગ્રહ કર્યો. શ્રીકૃષ્ણ અને બલરામે શતધન્વા સાથે સંઘર્ષ શરૂ કર્યો ત્યારે અક્રૂરે અગાઉ મદદ કરવાનું વચન આપ્યું હોવા છતાં મદદ કરી નહિ. શતધન્વા અક્રૂરને મણિની સોંપણી કરીને મિથિલા તરફ નાસી ગયો. બલરામ અને શ્રીકૃષ્ણ તેનો પીછો કર્યો. માર્ગમાં શતધન્વાની ઘોડી મૃત્યુ પામી અને તે પગપાળા ભાગવા લાગ્યો. બલરામને રથમાં જ એક સ્થળે ઊભા રાખીને શ્રીકૃષ્ણ એકલા જ તેની પાછળ ગયા અને તેનો વધ કર્યો. શ્રીકૃષણે ખૂબ તપાસ કરી પરંતુ શતધન્ધા પાસેથી સ્યમન્તક મળ્યો નહિ. તેથી તેઓ ખાલી હાથે પાછા ફર્યા. બલરામે શ્રીકૃષ્ણને મણિ શોધી કાઢવાનું કહ્યું અને પોતે મિથિલાનગરીમાં જતા રહ્યા. શ્રીકૃષ્ણના ભયથી અક્રૂર દ્વારકા છોડીને અન્યત્ર જતો રહ્યો તથા દરરોજ પુષ્કળ દક્ષિણાવાળા યજ્ઞો કરવા લાગ્યો. અફૂરના ચાલ્યા જવાથી દ્વારકામાં દુર્ભિક્ષ વગેરે અનિષ્ટો આવ્યાં છે એવું માનતા નગરજનોના આગ્રહથી શ્રીકૃષ્ણ અફૂરને દ્વારકા તેડી લાવ્યા. તેમણે મણિ જાહેર કરીને પોતાને મિથ્યારોપમાંથી મુક્ત કરવા સમજાવ્યા. અક્રૂરે પોતાની પાસેનો મણિ જાહેર કર્યો અને શ્રીકૃષ્ણ પરનું બીજી વખતનું મિથ્યા કલંક દૂર થયું. આ ઉપાખ્યાનના અંતે એવી ફલશ્રુતિ છે કે તેનું શ્રવણ, પઠન કે સ્મરણ કરનાર વ્યક્તિ દુષ્કીર્તિ અને પાપોમાંથી મુક્ત થાય છે. ભાગવતપુરાણ અને અન્ય પુરાણોમાં સ્યમન્તકોપાખ્યાનમાં મળતી કેટલીક બાબતો વિશેષ ધ્યાનાર્હ છે, જે શ્રીકૃષ્ણની ઐતિહાસિકતા તરફ નિર્દેશ કરે છે. જેમ કે, (૧) સત્રાજિત પ્રસેનના વધ અને સ્વમન્તકની ચોરી અંગે શ્રીકૃષ્ણ પર આરોપ મૂક્યો ત્યારે શ્રીકૃષ્ણનો પક્ષ લેનાર સમગ્ર દ્વારકામાં કોઈ નથી. ભાગવતપુરાણમાં ઉપાખ્યાનના આરંભે આ જ દ્વારકાવાસીઓ તેમને નારાયણ માનતા જોવા મળે છે. સૂર્યદેવ પાસેથી ચમન્તક મેળવીને સત્રાજિત દ્વારકામાં આવી રહ્યો હતો ત્યારે નગરજનો શ્રીકૃષ્ણને આ સમાચાર આપતી વખતે કહે છે, “હે ભગવાન, યદુવંશમાં અવતીર્ણ એવા આપને શોધવા દેવો સદા પ્રયત્નશીલ છે અને આજે સૂર્યદેવે તમને શોધી કાઢયા છે. તેઓ તમને મળવા આવી રહ્યા છે.” नारायण नमस्तेऽस्तु शङ्खचक्रगदाधर । दामोदरारविन्दाक्ष गोविन्द यदुनन्दन ।। एष आयाति सविता त्वां दिदृक्षुर्जगत्पते । मुष्णन् गभस्तिचक्रेण नृणां चभृषि तिग्मगुः ।। नन्वन्विच्छन्ति ते मार्ग त्रैलोक्यां विबुधर्षभाः । જ્ઞાત્વિજ પૂઢ ૧૬૬ ટૂછું ત્યાં ત્વન: મો || ભાગવત. ૧૦.૫૬.૬-૮ આ ઉપર્યુક્ત શબ્દોમાં શ્રીકૃષ્ણના મહિમાનું ગાન કરનાર લોકો તેમના પર મિથ્યા દોષારોપણના કાર્યમાં પણ સામેલ થાય અને કાનાફૂસી કરીને આ વાતને ફેલાવે તે પરસ્પર વિરોધી લાગે છે, લોકોના વ્યવહારમાં જોવા મળતો આ આંતરવિરોધ એવું અનુમાન કરવા પ્રેરે છે કે આ ઘટનામાં શ્રીકૃષ્ણ પર એક સામાન્ય માનવીની જેમ લોકોએ શંકા કરી હશે. પછીથી તેઓ પરમાત્માની પદવી પામતાં તેમના જીવનની આસપાસ અનેક અલૌકિક વાતો જોડાઈ હશે. સ્યમન્તક For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં ચમન્તકોપાખ્યાનની સમીક્ષા મણિના કથાનકમાં આવી અલૌકિકતાનો સંસ્પર્શ થયો હોવા છતાં તેમાં રહેલ લોકનિંદાવાળો આ અંશ દૂર કરી શકાયો નથી કારણ કે તેમ કરવાથી આ ઉપાખ્યાનનું અસ્તિત્વ જ નાશ પામે તેમ છે. પરિણામે ભાગવતપુરાણમાં એક તરફ લોકોના મુખમાં તેમને નારાયણ કહ્યા છે તો બીજી તરફ એ લોકો જ તેમના પ્રત્યે અવિશ્વાસ પણ ધરાવે છે. વાયુપુરાણમાં પણ દર્શાવ્યું છે કે મણિની લાલચે સત્રાજિતની હત્યા જેવું અધમ કાર્ય કરવાનો શ્રીકૃષ્ણ પર આરોપ મૂકવામાં સમગ્ર વૃષ્ણિ અને અંધક વંશના ગણમાન્ય લોકો સામેલ હતા. तत्कर्म ततो कृष्णस्य वृष्ण्यन्धकमहत्तराः । મળી દું તુ મન્વાનાસ્તમેવ વિરારાદિત્તે । વાયુપુરાણ, ૯૬.૩૫ ૫ (૨) ભાગવતપુરાણ મુજબ જામ્બવાન સાથેના અઠ્ઠાવીશ દિવસના યુદ્ધ દરમ્યાન ગુફાની બહાર રહેલા લોકો શ્રીકૃષ્ણનું અમંગળ થયાનું માની લઈને દ્વારકા જતા રહે છે. આ સમાચારથી વસુદેવ, દેવકી, રુક્મિણી અને અન્ય સ્વજનો દુઃખી થઈને શ્રીકૃષ્ણના મંગળ માટે પ્રાર્થના કરે છે. વિષ્ણુપુરાણ મુજબ આ યુદ્ધ એકવીશ દિવસનું હતું અને સાત-આઠ દિવસો બાદ ગુફાની બહાર રહેલા યદુસૈનિકો શ્રીકૃષ્ણને મરેલા માનીને જતા રહ્યા. દ્વારકામાં તેમના સ્વજનોએ તેમની ઉત્તરક્રિયા પણ કરી. વિષ્ણુપુરાણ નોંધે છે કે શ્રદ્ધાપૂર્વક આપવામાં આવેલા અન્ન અને જળથી શ્રીકૃષ્ણને પુષ્ટિ મળી અને તેઓ જામ્બવાનને હરાવવા સમર્થ બન્યા. હરિવંશ અને બ્રહ્મપુરાણ અનુસાર તો શ્રીકૃષ્ણને મૃત માનીને પાછા ફરનાર લોકોમાં બલરામ પણ છે. આમ, જામ્બવાન સાથેના શ્રીકૃષ્ણના યુદ્ધને લગતા ઉપર્યુક્ત પૌરાણિક સંદર્ભો તપાસતાં જણાય છે કે આ યુદ્ધમાં તેમણે મેળવેલો વિજય એ તેમનું દિવ્ય કે અલૌકિક લીલાકર્મ નહિ પરંતુ એક પ્રકારનું વીરકૃત્ય છે. ભાગવતકારે બલરામને શેષાવતાર માન્યા હોઈ શ્રીકૃષ્ણ અને જામ્બવાનના યુદ્ધપ્રસંગે તેમના મૃત્યુની શંકા સેવનાર લોકોમાં બલરામનો સમાવેશ કર્યો નથી. પરંતુ તેમને મૃત માનીને તેમની પાછળ ઉત્તરક્રિયા વગેરેના નિર્દેશમાં આ કથાનકના મૂળમાં રહેલા ઐતિહાસિક તથ્યનો સંકેત જરૂર થઈ જાય છે. (૩) જામ્બવાન પાસેથી સ્યમન્તક મેળવીને સમગ્ર યદુવંશીઓની સભા મધ્યે જાહેર કરીને શ્રીકૃષ્ણે પોતાના પરના મિથ્યારોપને દૂર કર્યો ત્યારે તેમના પર આ દોષારોપણ કરવા બદલ સત્રાજિત લજ્જિત થયો. તેમની પ્રસન્નતા માટે તેણે પોતાની પુત્રી સત્યભામા શ્રીકૃષ્ણને આપી. આ ઘટનામાં તેમની પર લાગેલા બીજી વારના આરોપનાં બીજ રોપાય છે. અક્રૂર સત્યભામાને મેળવવા માગતા હતા. તેમની આ ઇચ્છા રોળાઈ જવાથી કૃતવર્મા સાથે મળીને તેના ભાઇ શતધન્વા દ્વારા સત્રાજિતની હત્યા અને મણિની ચોરી કરાવી. For Private and Personal Use Only ભાગવતપુરાણ સ્યમન્તકોપાખ્યાન સિવાય સર્વત્ર અક્રૂરને ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત અને હિતૈષી તરીકે વર્ણવે છે. જ્યારે સ્યમન્તક પ્રસંગમાં તેમની ભૂમિકા નકારાત્મક છે. અક્રૂરનું આ પ્રકારનું દ્વિવિધ વ્યક્તિત્વ જોતાં જણાય છે કે સ્યમન્તક પ્રસંગમાં તેણે ભજવેલી ભૂમિકા તેના વાસ્તવિક વ્યક્તિત્વની પરિચાયક છે. અક્રૂરને ભગવદ્ભક્ત તરીકે પ્રસ્થાપિત કરનાર ભાગવતકાર તેની આ નકારાત્મક ભૂમિકાને દૂર કરી શક્યા નથી, તેમાં જ તેની વાસ્તવિકતા તરફનો સંકેત છે. અહીં અક્રૂરને તેમના આ પ્રકારના અશોભનીય વ્યવહારથી મુક્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોત તો આ બીજી વખતના મિથ્યા દોષારોપણની ઘટના જ અસ્તિત્વમાં ન આવી હોત. રાજપુરુષોમાં કન્યાપ્રાપ્તિ માટે આ પ્રકારે શત્રુતા ઊભી થવાની ઘટનાઓ સહજ હતી. અક્રૂરની ઈર્ષાવૃત્તિ અને પ્રતિશોધની ભાવના નીચેના શબ્દોમાં પ્રગટ થયાં છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનસુખ કે. મોલિયા योऽस्मभ्यं सम्प्रतिश्रुत्य कन्यारत्नं विगद्य नः । Tષર્મિ સત્રા િશ્નદ્ માતરમન્વિત | ભાગવત. ૧૦.૫૭.૪ સત્રાજિતની હત્યા અને મણિની ચોરી કરાવતી વખતે અક્રૂરે શતધન્વાને વચન આપ્યું હતું કે શ્રીકૃષ્ણ સાથેના વિગ્રહ વખતે તે મદદ કરશે. પરંતુ જ્યારે શતધન્વાએ મદદની માગણી કરી ત્યારે અક્રૂર કે કૃતવર્મા કોઈ મદદે આવ્યા નહિ. ઊલટાનું બન્ને જણા શ્રીકૃષ્ણના મહિમાનું ગાન કરવા લાગ્યા, જે તે બન્નેના આ કથાનકના વ્યવહાર સાથે જરાય સુસંગત નથી. કૃતવર્માએ શતધન્વાને કહ્યું, “ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામનો સામનો કરવા હું શક્તિમાન નથી. તેમની સાથે વેર બાંધનાર કોણ સુખે સૂઈ શકે ? તેમની સાથેના દ્વેષથી કંસ પોતાના અનુયાયીઓ સાથે માર્યો ગયો હતો અને જરાસંધ સત્તર વખત તેમનાથી હારીને રથ વગરનો બનીને પાછો ફર્યો હતો.” અક્રૂર પણ અનન્ત, અનાદિ, આત્મસ્વરૂપ અને અદ્ભુત કર્મો કરનાર ભગવાનના ગુણોનું સંકીર્તન કરે છે અને શતધન્વાને મદદ કરતો નથી. તે વિશ્વના સર્જન, રક્ષણ અને સંહાર કરવાનું ઈશ્વરનું ત્રિવિધ કમે, માયા, ગોવર્ધનધારણ વગેરે લીલાઓ ઈત્યાદિ અલૌકિક કર્મોને યાદ કરીને તેમને નમસ્કાર કરે છે. य इदं लीलया विश्वं सृजत्यवति हन्ति च । चेष्टां विश्वसृजो यस्य न विदुर्मोहिताजया ।। यः सप्तहायनः शैलमुत्पाट्यैकेन पाणिना । दधार लीलया बाल उच्छिलीन्ध्रमिवार्भकः ।। नमस्तस्मै भगवते कृष्णायाद्भुतकर्मणे । મનન્તાયાદ્વિમૂતાય ફૂટસ્થાયામને નમ: || ભાગવત. ૧૦.૫૭.૧૫-૧૭ શતધન્વા દ્વારકા છોડીને મિથિલા તરફ નાસી જાય છે ત્યારે અક્રૂર જ મણિને સંતાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. શતધન્યાના મૃત્યુ પછી તે દ્વારકા છોડીને જતો રહે છે અને મણિના પ્રતાપે પ્રાપ્ત થતી સંપત્તિથી પુષ્કળ યજ્ઞો કરીને સુરક્ષાનું કવચ ઊભું કરે છે. કથાનકના અંતે શ્રીકૃષ્ણ તેને ખૂબ સમજાવે છે ત્યારે માંડ માંડ તે મણિને જાહેર કરે છે. અકૂરના પાત્રની આ બધી લાક્ષણિક્તાઓમાં તેનું લાલચુ, ધૂર્ત, વિશ્વાસઘાતક, કાયર, સ્વાર્થી અને કૃષ્ણદ્રોહી વ્યક્તિત્વ છતું થાય છે. તેના મુખમાં મૂકવામાં આવેલા શ્રીકૃષ્ણ મહિમાના ઉપર્યુક્ત શબ્દો કૃત્રિમ બની રહે છે. આ શબ્દો અફૂરના નહિ પરંતુ ભાગવતકારના પોતાના છે, કારણ કે સમગ્ર વૃત્તાંત દરમ્યાન અક્રૂર જે પ્રકારે વર્તન કરે છે તેની સાથે તેઓ ક્યાંય પણ સુસંગત નથી. વિશ્વના સૃષ્ટિ, રક્ષણ અને સંહાર કરનાર પરબ્રહ્મ શ્રીકૃષ્ણના સાચા સ્વરૂપને ઓળખવા છતાં તેમના પર અતિશય હીન કક્ષાનો આરોપ મૂકવામાં અફૂરની કોઈ અગમ્ય લીલા છે એવો બચાવ કરી શકાય તેમ નથી. પોતાના આરાધ્ય દેવને કલંકિત કરવામાં તેનો કોઈ સહેતુ શોધી કાઢવો અશક્ય છે. શ્રીકૃષ્ણને થયેલી સત્યભામાની પ્રાપ્તિને સહન નહિ કરીને તેઓ આજીવન લોકનિંદાના શિકાર બને તેવું પડ્ય– ઘડવામાં તેનું કયું ભક્તકર્મ હોઈ શકે ? આમ, અમન્તકોપાખ્યાનમાં અક્રૂરના પાત્રની અસલિયત તેના અનાવૃત્ત સ્વરૂપમાં પ્રગટ થઈ ગઈ છે. ભાગવતકારે તેનું વ્યક્તિત્વ બેવડા પ્રકારે એટલા માટે નિરૂપ્યું છે કે એક તરફ તેઓ એક્રરને પરમ ભાગવત માને છે, તો બીજી તરફ આ ઉપાખ્યાનના મૂળમાં ધરબાયેલા પ્રાચીનતમ ૯. ભાગવતપુરાણ, ૧૦.૫૭.૧૨-૧૩ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં ચમન્તકોપાખ્યાનની સમીક્ષા અંગોને સર્જાશે બદલી શકે તેમ નથી. વાયુપુરાણમાં અક્રૂરની ખંધાઈ વધારે વાસ્તવિક રીતે વર્ણવાઈ છે. શતધન્વાને મદદ નહિ કરવા પાછળ ભાગવતપુરાણમાં અક્રૂરનું શ્રીકૃષ્ણ પરત્વેનું પરમાત્મા તરીકેનું જ્ઞાન કારણભૂત કહ્યું છે, જે અક્રૂરના વર્તનથી તદ્દન વિરોધી જણાય છે. પરંતુ વાયુપુરાણમાં તેની સ્વાર્થી મનોવૃત્તિને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે.” અક્રૂરની દુવૃત્તિનો પર્યાપ્ત પરિચય વિષ્ણુપુરાણમાં પણ મળે છે. તે અનુસાર શતધન્વાએ જ્યારે અક્રૂરને અમન્તક સોંપ્યો ત્યારે તેણે શતધન્વા પાસે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે તે પ્રાણાન્ત પણ કોઈને આ સોંપણી વિશે વાત કરશે નહીં, ત્યાર પછી જ તેણે મણિ સ્વીકાર્યો હતો. આમ, શતધન્વાને પોતાની રમતનું એક હથિયાર બનાવીને પોતાનું કાર્ય સાધી લીધું હતું. શ્રીકૃષ્ણ આજીવન આ કલંકના ભોગ બનીને પીડાતા રહે તે માટે તેણે કાંઈ બાકી રાખ્યું નહોતું. અનેક વર્ષો પછી જ્યારે મણિ જાહેર કરવાની અનિવાર્ય સ્થિતિ આવી પડી ત્યારે તેણે જે ખુલાસો કર્યો તેમાં કુટિલતાની ચરમસીમા જોવા મળે છે. તેણે શ્રીકૃષ્ણને કહ્યું, “હે ભગવાન, શતધન્વાએ આ મણિ મને જ સોંપ્યો હતો. તે મૃત્યુ પામ્યો ત્યારે હું વિચારતો જ હતો કે શ્રીકૃષ્ણ આજકાલમાં જ એ મણિ મારી પાસેથી માગશે. તેની ચિંતામાં આટલા સમય સુધી ઘણી જ મુશ્કેલીએ મેં આ મણિને સાચવ્યો છે. તેને ધારણ કરવાના કષ્ટને લીધે મારું મન સમગ્ર ભોગોમાં વિરક્ત બન્યું હતું અને મેં સુખની જરાય પરવા કરી નથી. સમગ્ર રાષ્ટ્રને ઉપકારક આવડા નાનકડા મણિને પણ સાચવી રાખવા હું સમર્થ નથી એવું આપ માની લેશો એવા વિચારથી મેં તમને આ વાત જણાવેલ ન હતી. તો હવે આપ આ ચમન્તક મણિને ઈચ્છા પ્રમાણે ધારણ કરો અને જેને આપવો હોય તેને આપી દો.'''' અક્રૂરના આ શબ્દોમાં સમાઈનો રણકો નથી, પરંતુ કપટીવૃત્તિની ચાલ છે. તે કટિવસ્ત્રમાં મણિને સંતાડીને સભામાં બેઠો હતો. શ્રીકૃષ્ણ વગેરે તપાસ કરે તો પકડાઈ જવાનો પૂરેપૂરો ભય હતો. તેથી મણિને જાહેર કર્યા સિવાય અન્ય કોઈ માર્ગ બચ્યો ન હતો. ઉપર્યુક્ત શબ્દોમાં રહેલી તેની ધૂર્તતા તેણે આ શબ્દો ઉચ્ચાર્યા પહેલા કરેલ સ્વગતોક્તિમાં સારી રીતે વ્યક્ત થયેલ છે. શ્રીકૃષ્ણના ક્રોધથી બચવા અક્રૂરે યજ્ઞરૂપી કવચ ધારણ કરવા અંગે વિષ્ણુપુરાણ સ્પષ્ટ જણાવે છે કે યજ્ઞદીક્ષિત ક્ષત્રિય કે વૈશ્યને મારવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. આથી અક્રૂર હંમેશા યજ્ઞદીક્ષાનું કવચ ધારણ કરી રહ્યા હતા.' (૪) ભાગવતપુરાણ સિવાયનાં અન્ય પુરાણો જણાવે છે કે અક્રૂર દ્વારકા છોડીને કાશીમાં જતા રહ્યા પછી દ્વારકામાં વરસાદ પડવાનું બંધ થયું અને જાતજાતનાં અનિષ્ટો ઉત્પન્ન થવા લાગ્યાં. લોકો એકબીજાને મારવા લાગ્યા. ૧૦. વાયુપુરાણ, ૯૬.૬૮ ११. भगवान्ममैतत्स्यमन्तकरत्नं दशतधनुषा समर्पितमपगते च तस्मिन्नद्य श्वः परश्वो वा भगवान् याचयिष्यतीति कृतमतिरतिकृच्छ्रेणैतावन्तं कालमधारयम् ।। तस्य च धारणक्लेशेनाहमशेषोपभोगेष्वसङ्गिमानसो न वेद्मि स्वसुखकलामपि ।। एतावन्मात्रमप्यशेषराष्ट्रोपकारि धारयितुं ન ફાતિ મવમવત રૂટ્યાત્મના જ તિવાન્ ! તત્િ સમન્નર પૃધતામિયા મિમતં તસ્ય સમર્થતામ્ વિષ્ણુપુરાણ, ૪.૧૩.૧૪૧-૧૪૪ १२. किमत्रानुष्ठेयमन्यथा चेद् ब्रवीम्यहं तत्केवलाम्बरतिरोधानमन्विष्यन्तो रत्नमेते द्रक्ष्यन्ति अतिविरोधो न क्षेम इति सश्चिन्त्य તમવિનાન્મારભૂતં નારાય નમાઝૂરઃ II વિષ્ણુપુરાણ, ૪.૧૩.૧૪૦ १3. अक्रूरोऽप्युत्तममणिसमुद्भूतसुवर्णेन भगवद्ध्यानपरोऽनवरतं यज्ञानियाज ।। सवनगतौ हि क्षत्रियवैश्यौ निनन्ब्रह्महा भवतीत्येवंप्रकारं વવષે વિષ્ટ ઇવ તથ્વી | વિષ્ણુપુરાણ, ૪.૧૩.૧૦૮-૧૦૯ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ८ www.kobatirth.org મનસુખ કે. મોલિયા કેટલાક લોકો કહેવા લાગ્યા કે અક્રૂર દ્વારકા છોડીને ગયા છે તેથી આ ઘોર આપત્તિઓ આવી પડી છે. અક્રૂરના પિતા શ્વલ્ક અંગે પણ એવી માન્યતા જોડાયેલી હતી કે તેઓ જ્યાં જ્યાં જતા હતા ત્યાં વરસાદ પડતો હતો અને અનિષ્ટો શમી જતાં હતાં. દ્વારકાના કુકુર અને અંધક વંશના લોકો અક્રૂરને પ્રસન્ન કરીને કાશીમાંથી દ્વારકા તેડી લાવ્યા. અક્રૂરના આગમનથી દ્વારકામાં વરસાદ પડયો અને અનિષ્ટો શમી ગયાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વારકામાં અક્રૂરની અનુપસ્થિતિને લીધે અનિષ્ટો આવવા અંગેની આ માન્યતા ધરાવનાર લોકોની ભાગવતકારે હાંસી ઉડાવી છે. તેઓ કહે છે, “આવું કહેનારા લોકો અગાઉ કહેલી વાતને વિસરી જઈ રહ્યા છે. જેમના દેહમાં બધા મુનિઓનો નિવાસ છે એવા પરમાત્માની જ્યાં હાજરી હોય ત્યાં અનિષ્ટો કઈ રીતે આવી શકે ? अक्रूरे प्रोषितेऽरिष्टान्यासन्वै द्वारकौकसाम् । शारीरा मानसास्तापा मुहुदैविक भौतिकाः || इत्यङ्गोपदिशन्त्येके विस्मृत्य प्रागुदाहृतम् । મુનિવાસનિવારો વિ ઘટેતારિદર્શનમ્ ।। ભાગવત.૧૦,૫૭,૩૦-૩૧ ભાગવતપુરાણમાં શ્રીકૃષ્ણ સાક્ષાત્ નારાયણ છે. અક્રૂરના ચાલ્યા જવાથી દ્વારકામાં વિઘ્નો આવે અને તેના નિવારણ માટે અક્રૂરને તેડી લાવવાનો પ્રયાસ કરવામાં આવે તે વાત વિસંગત બની રહે છે. તેથી ભાગવતકાર લોકોની આ પ્રકારની માન્યતા વ્યર્થ છે એમ નોંધે છે. આમ છતાં લોકોના આગ્રહને વશ થઈને શ્રીકૃષ્ણ અક્રૂરને તેડી લાવ્યા તે વાત પણ નોંધે છે. મૂળ કથાનક સાથે જોડાયેલી આ વાતને તેઓ છોડી શક્યા નથી. આ ઉપાખ્યાનમાં પોતાની માન્યતાનો રંગ ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેમાંની કેટલીક બાબતોને સર્વાંશે છોડી ન શકાય તેવી છે એવું ભાગવતકારના પ્રયાસથી જણાય છે. આ અપરિહાર્ય વિગતોમાંથી આ પ્રસંગની ઐતિહાસિકતા ધોતિત થાય છે. વિષ્ણુપુરાણમાં અક્રૂરને તેડી લાવવાનો મત ધરાવતા લોકો તો ત્યાં સુધી જણાવે છે કે અપરાધી વ્યક્તિ ગુણવાન હોય તો તેની બહુ તપાસ કરવી જોઈએ નહિ. અક્રૂરના અપરાધોને ભૂલીને પણ તેને અભયવચન આપી દ્વારકામાં લાવવા જોઈએ એવો લોકમત ઊભો થયો હતો. અક્રૂરની પાસેના મણિને લીધે તેની પાસેથી અઢળક સંપત્તિ અને તેણે કરેલા દાન-દક્ષિણાથી ભરપૂર યજ્ઞોને લીધે લોકોએ તેનો પક્ષ લીધો જણાય છે. દ્વારકામાં રહેલા શ્રીકૃષ્ણવિરોધી અને અક્રૂરરપક્ષપાતી લોકોએ અનિષ્ટોની આપત્તિ દૂર કરવા અક્રૂરનો પક્ષ સબળ બને તેવા પ્રયાસો કર્યાનું પણ જોવા મળે છે. વાયુપુરાણમાં સ્પષ્ટ નિર્દેશ સાંપડે છે કે શ્રીકૃષ્ણ સામેના પોતાના સંઘર્ષમાં અક્રૂર લોકોનો ઉપયોગ કરી રહ્યા હતા. અક્રૂરે શતધન્વાને વચન આપતી વખતે કહ્યું હતું. ‘‘શ્રીકૃષ્ણ સામે સંઘર્ષ કરવાનો પ્રસંગ આવ્યે હું તારા પક્ષે રહીને મદદ કરીશ. તેમાં દ્વારકાવાસીઓ મારા પડખે ઊભા રહેશે.'' वयमभ्युपपत्स्यामः कृष्णेन त्वं प्रधर्षितः । મમ ત્ર દ્વારાઃ સર્વાં વશે તિષ્ઠત્ત્વસંશયમ્ || વાયુપુરાણ, ૯૬.૧૬ આ મુદ્દાની સમીક્ષા કરતાં કહી શકાય કે શ્રીકૃષ્ણનો પ્રભાવ સમગ્ર યદુવંશમાં જે રીતે વધતો જતો હતો તેનાથી અસહિષ્ણુ લોકોએ તેમને કલંકિત કરવા પુષ્કળ પ્રયત્નો કર્યા હતા, જેનું નેતૃત્વ અક્રૂર કરી રહ્યા હતા. For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં ચમક્તકોપાખ્યાનની સમીક્ષા , રાજપરિવારોમાં આવી ઘટનાઓ ઘણી સહજ હોય છે. પોતાના જ્ઞાતિજનો વચ્ચે ભેદ પડવાના ભયે શ્રીકૃષ્ણ આ બધું સહન કરતા રહ્યા હતા. (૫) ચમન્તકોપાખ્યાનમાં બલરામે ભજવેલી ભૂમિકા પણ વિશેષ સમીક્ષણીય છે. ભાગવતપુરાણમાં બલરામની ભૂમિકાને બહુ મહત્ત્વ આપ્યું નથી પરંતુ અન્ય પુરાણોમાં તેમનું સમગ્ર વર્તન બહુ જ નકારાત્મક છે. ભાગવતકારે બલરામના વ્યક્તિત્વનું નકારાત્મક પાસું પ્રગટ ન થઈ જાય તે માટેનો સભાન પ્રયાસ કર્યો છે. તે મુજબ શતધન્વાને મારીને શ્રીકૃષ્ણ ખાલી હાથે પાછા ફર્યા ત્યારે બલરામ કહે છે, “એમાં સંદેહ નથી કે શતધન્વાએ અન્ય કોઈને મણિ આપ્યો હશે. તું દ્વારકામાં જ અને મણિની તપાસ કર. હું મારા પ્રિય મિત્ર વિદેહરાજને મળવા મિથિલા જાઉં છું.” तत आह बलो नूनं स मणि: शतधन्वना । #હ્નિચિત્ પુરુપે સ્તસ્તમન્વેષ પુરં વ્રન || ભાગવત. ૧૦,૫૭.૨૩ ત્યારબાદ બલરામ ઘણો સમય મિથિલામાં રહ્યા અને દુર્યોધનને ગદાનું શિક્ષણ આપ્યું. મણિ વિના ખાલી હાથે પાછા ફરેલા શ્રીકૃષ્ણ પ્રત્યેની બલરામની ઉક્તિમાં સૌમ્ય શબ્દપ્રયોગ દ્વારા ભાગવતકારે તેમના પાત્રને શ્રીકૃષ્ણ પ્રત્યેના મિથ્યા દોષારોપણના કર્મમાંથી બચાવી તો લીધું છે પરંતુ તેમની શંકાવૃત્તિ ભાગવતપુરાણમાં જ અન્યત્ર સુપેરે પ્રગટ થઈ ગઈ છે. કથાનકના અંતિમ ભાગમાં શ્રીકૃષ્ણ અકૂરને મણિ જાહેર કરવા સમજાવે છે ત્યારે તેઓ સ્પષ્ટ રીતે કહે છે કે મારા મોટાભાઈને મારા ઉપર વિશ્વાસ નથી. तथापि दुर्धरस्त्वन्यस्त्वय्यास्तां सुव्रते मणिः । વિનુ મામાનઃ સમ્યક્ ન પ્રત્યેતિ માં પ્રતિ | ભાગવત. ૧૦.૫૭.૩૮ - વાયુપુરાણ વગેરે ગ્રંથોમાં બલરામનું વ્યક્તિત્વ ભાગવતપુરાણ કરતાં તદ્દન ભિન્ન સ્વરૂપનું છે. શ્રીકૃષ્ણ પર લાગેલ બીજી વારના મિથ્યા આક્ષેપમાં બલરામ જ સૌથી વધારે જવાબદાર છે. વાયુપુરાણ કહે છે કે શ્રીકૃષ્ણ શતધવાને હણીને આવ્યા કે તરત જ બલરામે ‘વં ’િ કહી મણિની માગણી કરી. શ્રીકૃષ્ણ પોતાને મણિ મળ્યો નથી એવું કહ્યું ત્યારે તેઓ અત્યન્ત ગુસ્સે થઈને વારંવાર તેમનો તિરસ્કાર કરવા લાગ્યા. શ્રીકૃષ્ણને ધિક્કારતા બલરામ કહે છે, “તું મારો ભાઈ છે તેથી આ બધું સહન કરું છું. તારું કલ્યાણ થાઓ. હવે મારે દ્વારકાથી, તારાથી કે યદુવંશીઓથી કાંઈ જ પ્રયોજન નથી.” भ्रातृत्वान्मर्षयाम्येष स्वस्ति तेऽस्तु व्रजाम्यहम् । વં ન જે દ્વારકા વ ન ર વૃnિfમઃ || વાયુપુરાણ, ૯૬.૭૭ વિષ્ણુપુરાણમાં પણ શ્રીકૃષ્ણ પ્રત્યેનો દુર્ભાવ વ્યક્ત થયો છે. તેઓ શ્રીકૃષ્ણને અર્થલોલુપ કહી નિંદા કરે છે. શ્રીકૃષ્ણ ખાધેલાં શપથવચનોને પણ તેઓ જૂઠાં ગણાવે છે. તેમને રાજી કરવાના શ્રીકૃષ્ણના એકેય પ્રયત્ન સફળ થતા નથી." ઉપાખ્યાનના અંતે અક્રૂર સાત્વતોની સભામાં મણિ જાહેર કરે છે ત્યારે તેને મેળવી લેવાની બલરામની તીવ્ર લાલસા વિષ્ણુપુરાણમાં જોવા મળે છે. શ્રીકૃષ્ણ મહામુશ્કેલીએ બલરામને મણિ માટે અનધિકારી હોવાનું સમજાવીને તે ફરીથી અફૂરને જ સોંપે છે. १४. धिक्त्वां यस्त्वमेवमर्थलिप्सुरेतच्च ते भ्रातृत्वान्मया क्षान्तं तदयं पन्थास्स्वेच्छया गम्यतां न मे द्वारकया न त्वया न चाशेषबन्धुभिः સાર્થમમfમર્મમઘતોડીવાર પરિત્યાક્ષિ ..... /વિષ્ણુ. ૪.૧૩.૧૦૧ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 0 મનસુખ કે. મોલિયા ભાગવતપુરાણમાં બલરામના મિથિલા મનના સાચા કારણને છૂપાવવાનો પ્રયાસ થયો છે જ્યારે હરિવંશ. વાયુપુરાણ, બ્રહ્મપુરાણ વગેરેમાં તેમની મણિ મેળવવાની અભીપ્સા અને શ્રીકૃષ્ણ પ્રત્યેનો અવિશ્વાસ કોઈ પણ જાતના બહાના વિના સ્વાભાવિક રીતે જ વર્ણવ્યાં છે. બલરામને મનાવીને ફરીથી દ્વારકામાં તેડી લાવવા માટે શ્રીકૃષ્ણ કરવા પડેલા પ્રયાસો અંગે પણ પુરાણો નોંધ લે છે. આમ, ભાગવતપુરાણ અને અન્ય પુરાણોમાં પ્રાણ અમઃકોપાખ્યાનનું ઉપરના પાંચ મુદ્દાઓની દષ્ટિએ અધ્યયન કરતાં જણાય છે કે તેમાં શ્રીકૃષ્ણના જીવનમાં તેમના જ સ્વજનો દ્વારા કરવામાં આવેલ મિથ્યારોપ અને તેમાંથી નિષ્કલંક બની બહાર આવવા માટે સતત પ્રયત્નશીલ એક માનવીની સંઘર્ષગાથા નિરૂપિત થઈ છે. શ્રીકૃષ્ણ માનવમાંથી પરમાત્માની પદવી પામ્યા છતાં પણ તેમની આ સંઘર્ષગાથા પુરાણોએ જાળવી રાખી છે. તેમાં ઘણા ફેરફારો થતા રહ્યા છે. આમ છતાં આ ઉપાખ્યાનનાં વિવિધ પાત્રોના માનવીય ભાવો વત્તા-ઓછા અંશે ટકી રહ્યા છે. વાયુપુરાણ મુજબ શ્રીકૃષ્ણ સાઠ વર્ષના લાંબા સમય સુધી આ આરોપ નીચે રહ્યા હતા. આ આંકડો પુરાણોની સહજ શૈલી અનુસાર અતિશયોક્તિરંજિત હોય તો પણ આ યુગપુરુષે પોતાના જીવનનાં કેટલાં બધાં વર્ષો મિથ્યારોપણના દોષ નીચે લોકનિંદાનો સામનો કરીને વીતાવ્યાં હશે તેની કલ્પના પણ કંપાવી મૂકે તેવી છે. અને આમ છતાં તેઓ પોતાના જીવનનાં રાજનૈતિક, સામાજિક, પારિવારિક, ધાર્મિક વગેરે ક્ષેત્રોમાં યુગનિર્માતાને છાજે તેવાં કાર્યો સતત કરતા રહ્યા છે તેનો વિચાર કરીએ છીએ ત્યારે જ શ્રીકૃષ્ણનું કૃષ્ણત્વ એટલે શું તેની કંઈક સમજ પડે એમ છે. શ્રીકૃષ્ણનાં યુગસંજેક અને યુગપરિવર્તક કાર્યોએ જ તેમને માનવમાંથી મહામાનવ, દવ, અવતાર, અવતારી પુરુષ, ભગવાન કે પરબ્રહ્મ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. અમન્તક મણિના પ્રસંગમાં એ વાતની સતત પ્રતીતિ થયા કરે છે કે શ્રીકૃષ્ણ એક ઇતિહાસપુરુષ હતા. યાદવોની વેરવૃત્તિ અને ગળાકાપ સત્તાલાલસાના કારણે તેમને ઘણું સહન કરવું પડ્યું હતું . તેમને શિશુપાલ, પૌંડ્ર કે જરાસન્ધ જેવા બાહ્યશત્રુઓ જ નહિ પરંતુ અક્રૂર, સત્રાજિત, બલરામ જેવા સ્વજનોનો પણ વિરોધ સહન કરવો પડ્યો હતો. સ્યમન્તક મણિને લગતો સૌથી પ્રાચીન ઉલ્લેખ યાસ્કના નિરૂક્તમાં મળે છે." તેમાં જીરુ: શબ્દને ધારણાર્થક ત્ (મ્યા..) ધાતુમાંથી નિષ્પન્ન માન્યો છે. ટ્રો રતિઃ | ટહુ ધાતુ ધારણાર્થક હોવા બાબતે યાસ્ક લોકપ્રમાણ આપતાં ‘એ#Rી તે મામ્ ' (અક્રૂર મણિને ધારણ કરે છે.) એ ઉક્તિ ટાંકે છે. અહીં ચમક મણિનો જ નિર્દેશ છે. નિરક્તના ટીકાકાર દુર્ગાચાર્યની ટીકામાં આનું વિશેષ સ્પષ્ટીકરણ મળે છે. * યાસ્કાચાર્યનો આ નિર્દેશ એ વાતને સિદ્ધ કરે છે કે તેમના સમયે લોકો અક્રૂર અને મણિ અંગેની વાત જાણતા હતા. સ્યમન્તકોપાખ્યાનનું અધ્યયન કરતાં એક બીજી બાબત પણ નોંધપાત્ર છે. વિવિધ પુરાણોમાં આ મણિના પ્રભાવ અંગે કહ્યું છે. વાયુપુરાણ મુજબ જે રાષ્ટ્રમાં સ્યમન્તક મણિ હોય ત્યાં કાલાનુસાર વરસાદ પડે છે અને રોગોનો ભય સતાવતો નથી. હરિવંશ અને બ્રહ્મપુરાણમાં એક વિશેષ બાબત દર્શાવી છે કે આમન્તક મણિ દ્વારા ચાંદીની પ્રાપ્તિ થતી હતી. જ્યારે ભાગવતપુરાણ જણાવે છે કે તેમાંથી દરરોજ આઠ ભાર સોનું ઝરતું હતું. ૧૫. નિરુક્ત, ૨.૨.૭ (શ્રીમદભગવદુર્ગાચાર્યકૃત ત્રાજ્વર્યાખ્યવ્યાખ્યાનુસારી), સં. પંડિત મુકુન્દ શમ બક્ષી, નિર્ણયસાગર મુદ્રણાલય, મુંબઈ, ઈ.સ. ૧૯૩૦ १६. अक्रूरो नाम राजा वृष्ण्यन्धकाधिपतिः स, मणिं स्यमन्तकनामानं भक्तितुष्टेन भगवता भास्करेण प्रदतं, ददते शिरसा धारयतीति एवं ઢો િત ધારણાર્થsfમમાઉન્ત શિષ્ટT: 1 નિરુક્ત, ઉપર્યુક્ત, દુર્ગાચાર્યની ટીકા, ૨.૨.૭ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીકૃષ્ણની ઐતિહાસિકતાના સંદર્ભમાં સ્યમન્તકોપાખ્યાનની સમીક્ષા ચમન્તકના પ્રભાવ અંગેની આવી વિગતો પુરાણોમાં મળે છે પરંતુ “સાચાં રત્નોની સાથે અનિષ્ટો આવે છે.’’ આવી લૌકિક માન્યતા પણ પ્રવર્તે છે, જે સ્યમન્તકની બાબતમાં સાચી પડતી જણાય છે. સ્યમન્તક મેળવનાર પ્રસેન અને તેનો ભાઈ સત્રાજિત બન્ને હત્યાના ભોગ બન્યા છે. રાષ્ટ્રના હિત માટે તેને મેળવવાની ઇચ્છા માત્ર કરવાથી શ્રીકૃષ્ણ બબ્બે વખત વિધ્યારોપના ભોગ બન્યા છે. મણિની ચોરી કરનાર શતધન્યા પણ મૃત્યુને ભેટયો છે. પ્રસેન પાસેથી મણિ પડાવી લેનાર સિંહનું મૃત્યુ થયું છે અને સિંહ પાસેથી મણિ લેનાર જામ્બવાનનો શ્રીકૃષ્ણના હાથે પરાભવ થયો છે. મણિને સંતાડીને રાખનાર અક્રૂરે પણ પોતાનાં સુખશાન્તિ ગુમાવ્યાં છે અને શ્રીકૃષ્ણના ભયના ઓથાર નીચે તે સતત જીવતો રહ્યો છે. તેણે દ્વારકાને પણ છોડી દેવાની સ્થિતિમાં મૂકાવું પડયું છે. આમ, સ્યમન્તક સાથે કોઈક પ્રકારે પણ સંબંધ ધરાવનાર વ્યક્તિને અનિષ્ટનો ભોગ બનવું પડયું છે. For Private and Personal Use Only ૧૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકોને : ૧. પાનની એક જ બાજુએ, ટાઈપ અથવા કૉપ્યુટરમાં તૈયાર કરેલા અને એ શક્ય ન હોય તો શાહીથી સુવાગ્ય અક્ષરે લખેલા લેખો મોકલવા. ટાઈપ કૉપ્યુટર નકલમાં ભૂલોને સુધાર્યા પછી જ લેખ મોકલવો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડાણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખની કાર્બન નકલ મોકલો ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. લેખમાં અવતરાગો, અન્ય વિદ્વાનોના મંતવ્યો ટાંકવામાં આવે તો તે અંગેનો સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાદટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ, પ્રક એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩. ‘સ્વાધ્યાયમાં છપાયેલ સર્વ લેખોનો કૉપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાંનો કોઈ અંશ લેખિત પરવાનગી વગર પુનર્મુદ્રિત કરવો નહીં. ૪. સંક્ષેપશબ્દો પ્રયોજતા પહેલાં એ શબ્દો અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. ૫. પાદટીપોનો ક્રમ સળંગ રાખી જે તે પ્રેમ ઉપર તે તે પાદટીપોનો નિર્દેશ જરૂરી છે. સ્વાધ્યાય સ્વાધ્યાય અને સંશોધનનું વૈમાસિક સંપાદક : મુકુંદ લાલજી વાડેકર વર્ષમાં ચાર અંક બહાર પડે છે - વસંતપંચમી અંક, અક્ષયતૃતીયા અંક, જન્માષ્ટમી અંક, અને દીપોત્સવી અંક લવાજમ : ભારતમાં ....... રૂા. ૪૦.૦૦ (ટપાલ ખર્ચ સાથે) પરદેશમાં ......... યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા માટે ...... ૧૨.૦૦ ડૉલર (ટપાલ ખર્ચ સાથે) યુરોપ અને અન્ય દેશો માટે ........ પીં. ૭.૦ (ટપાલ ખર્ચ સાથે) આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમ વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું. નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યામંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા - ૩૮૦ ૦૦૧. જાહેરાતો : આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખો સંપાદક, ‘વાધ્યાય', પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા - ૩૮૦ ૦૦૧. For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસોહાસ -પુનર્મૂલ્યાંકન કાલિન્દી પરીખ - ૧રમી સદીમાં જયદેવે ભાસને કવિતાકામિનીના હાસ તરીકે વર્ણવ્યો છે. મારું હાસ: વિર: રિસે વિE: . અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે માસ ટ્રાસ: એટલે ભાસનાં નાટકોમાં નિરૂપાયેલો હાસ્યરસ કે કવિતારૂપી કામિનીનો હાસ? જે રીતે કાલિદાસનાં નાટકોમાં શૃંગાર અંગભૂત હોય છે તે રીતે ભાસનાં નાટકોમાં હાસ પ્રધાનપણે જોવા મળતો નથી. કાલિદાસનાં નાટકોમાં શૃંગાર જ મુખ્ય હોય છે તેથી તેમના માટે દ્રિા વિસ: કહેવામાં કશું અનૌચિત્ય નથી. જ્યારે કોઈ કવિ/નાટ્યકારના રસને પ્રસવામાં આવતો હોય ત્યારે તે રસ પ્રધાનપણે જ નિરૂપાયેલો હોવો જોઈએ, નહીં કે ગૌણરૂપે. અહીં ભાસનાં નાટકોમાં આવતો હાસ્યરસ ગૌણ સ્વરૂપે જોવા મળે છે. બહુધા વીર અને કરુણરસનું જ નિરૂપણ થયેલું છે. ભાસનાં મહાભારત પર આધારિત છે નાટકો છે મધ્યમવ્યાયોગ, દૂતવાક્ય, દૂતઘટોત્કચ, કર્ણભાર, ઉમંગ અને પંચરાત્ર. મધ્યમ-વ્યાયોગના પ્રારંભમાં - પ્રથમ દશ્યમાં ઘટોત્કચને યુગાન્ત ભગવાન શિવની ભયંકર મૂર્તિ જેવી કે પક્ષીઓ માટે બાજ જેવો, પ્રાણીઓ માટે સિંહ જેવો અને સાક્ષાત મૃત્યુ જેવો એમ અનેક રીતે વર્ણવવામાં આવે છે. ઘટોત્કચની વિપ્રપરિવારમાંના કોઈ એકની આહાર માટે લઈ જવાની વાત કેશવદાસ સહિત સમગ્ર પરિવાર માટે ભયપ્રદ બની રહે છે. ભીમ અને ઘટોત્કચના મલ્લયુદ્ધ, વગેરેમાં વીરરસ જ ઝળકે છે. બંનેના સંવાદમાં કિંચિત હાસ્યનું નિર્વહણ થયેલું જોવા મળે છે. અંતમાં તૃતીય દશ્યમાં હિડિમ્બા-ભીમનું મિલન ભયના ઓથારમાંથી હળવારામાં પરિણમે છે. પરંતુ આ હળવાશ ભીમ- હિડિમ્બામાં હાસ્યરૂપે નહીં પણ શૃંગારમાં પર્યવસિત થાય છે. જે હાસ્ય જ નિરૂપવું હોત તો “ નો પ્રયોગ ભાસ શા માટે કરત? “દૂતવાક્યમ દુર્યોધનના સંવાદો એ ગરમાગરમ વાર્તાલાપ જ છે. શ્રીકૃષ્ણ દુર્યોધનને, પાંડવોને અર્થે રાજ્ય આપવાનું કહે છે ત્યારે તે કહે છે - प्रहरति यदि युद्ध मारुतो भीमरूपी प्रहरति यदि साक्षात् पार्थरूपेण शक्रः । परुषवचनदक्ष त्वद्रचोभिर्न दास्ये तृणमपि पितृभुक्ते वीर्यगुप्ते स्वराज्ये ।। તથા શ્લોક ૪૦, ૪૧ વગેરેમાં પણ વીરરસ જ ધોતિત થાય છે. અંતમાં શ્રીકૃષ્ણ દ્વારા સુદર્શન વગેરે વિવિધ આયુધોને બોલાવવામાં આવે છે તેમાં અદ્ભુતરસનું પોષણ થાય છે. “સ્વાધ્યાય' - પૂ. ૩૮, અંક ૧- ૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૧૩ થી ૧૬ • ૩, દેનાબેંક સોસાયટી, અમરેલી-૩૬૫૬૦૧. મધ્યમવ્યારા, શ્લોક ૬ તૂતવાક્ય, શ્લોક ૩૫ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલિન્દી પરીખ ‘દૂતઘટોત્કચ’માં દુઃશલા, ગાંધારી ઇત્યાદિ નારીપાત્રોના વિલાપમાં કરુણ જ ઘૂઘવે છે. ધૃતરાષ્ટ્રની ઉક્તિ મનુસ્ત વૈધાં ન રોપતે ।'માં પણ કરુણ જ છે. દૂતઘટોત્કચનો રૂપકપ્રકાર જ ઉત્સૂષ્ટિકાંક છે કે જેમાં મુખ્ય રસ તરીકે કરુણ જ હોવાનું દશરૂપક, સાહિત્યદર્પણ વગેરે દ્વારા મનાયું છે. તૃતીય અંકમાં જ્યારે દુર્યોધન કહે છે. વયંન પૂતાતાઃ ।' ત્યારે દૂત બનીને આવેલો ઘટોત્કચ દન્તોન્ન ભીંસીને, મુઠ્ઠી ઉગામતો યોદ્ધા જ બની રહે છે, જે વીરરસને જ પ્રતિબિંબિત કરે છે. ‘કર્ણભાર’ અને ‘ઊરુભંગ'ને સંસ્કૃત સાહિત્યની ઉત્તમ ટ્રેજેડી-કરુણાંતિકા કહેવામાં આવી છે. નાટયાચાર્ય ભરત મુજબ નાટક સુખાંત હોવું જોઈએ. તેથી એરિસ્ટોટલમાં ટ્રેજેડી' અંગેનાં લક્ષણો તપાસતાં નિયતિની અવળચંડાઈને કારણે નાયકનાં પરાક્રમો વિફળ બની જતાં હોઈ ફલતઃ નાટકના રૂપમાં દયા અને ભીતિ દ્વારા એવી લાગણીનું શુદ્ધિકરણ સાધતું અનુકરણ તે tragedy. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કર્ણભાર છે. बुध्वा मां च शशाप कालविफलान्यस्त्राणि च सन्त्विति । તે જ રીતે ‘ઊરુભંગ’નો ઉદાત્તીકરણ પામેલો દુર્યોધન ‘શિક્ષાન્વિત' હોવા છતાંય કૃષ્ણે પ્રેરેલા છળનો ભોગ બની મૃત્યુને વરે છે. આ છળથી ક્રોધે ભરાયેલા બલરામને શાંત પાડતાં કહે છે - વર્ ધ વિપ્રચાત્ર વયં ચ નટા: પ પશ્ચાતાપની આગમાં શેકાઈને ઉદાત્તીકરણ પામતો દુર્યોધન સહૃદયીની સહાનુભૂતિનું પાત્ર બને છે. ‘મં’ એ tragedy છે. તેથી અહીં પણ કરુણરસ જ મુખ્ય છે. ‘પંચરાત્ર’ની રૂપકસમીક્ષા કરતાં ડૉ. પુસાળકર, પં. બળદેવ ઉપાધ્યાય વગેરે વિદ્વાનો તેને સમવકાર માને છે. ‘સમવકાર’માં પ્રધાન રસ વીર હોય છે અને તે પણ ત્રણેય પ્રકારનો હોય છે તથા શૃંગાર ગૌણરૂપે પ્રયોજવામાં આવે છે. તે મુજબ ‘પંચરાત્ર’માં મુખ્ય રસ તરીકે વીરરસ છે અને તે ત્રણેય પ્રકારનો છે. દુર્યોધનનો ધર્મ વીર, દ્રોણાચાર્યનો યા વીર તથા અન્યોમાં યુદ્ધ વીરરસ છે. અહીં શૃંગાર નથી. ભીમ અને અર્જુનના અભિમન્યુ સાથેના સંવાદમાં વાત્સલ્ય તેમ જ હાસ્ય છે. તૃતીય અંકમાં અર્જુન તથા ભીમ અભિમન્યુને જાણી જોઇને ચીડવે છે. તેની માતા તથા કૃષ્ણ વિશેના પ્રશ્નોથી અભિમન્યુ ચીડાય છે. સુલમાસ્તે તે ખનના ? અપિ ાઢી ટેવવીપુત્ર: વેરાવઃ ? તેના પ્રત્યુત્તરમાં અભિમન્યુ પૂછે છે : ‘કિં મવાન્ ધર્મરાનો મે મીમસેનો ધનાયઃ ।'' અર્થાત્ તમે મારા બાપ છો કે આમ સ્ત્રીની વાત પૂછો છો ? ક્રોધને લીધે અજાણતાં સત્ય બોલી જતા આ બાળયોદ્ધાનાં વચનોથી બમણું હાસ્ય પેદા થાય છે. આમ, ‘પંચરાત્ર ને સમવકાર પ્રકારનું રૂપક લઇએ તો હાસ્યરસ જરૂરી મનાયો નથી, તો પણ ભાસે ક્યાંક ક્યાંક હાસ્ય દાખલ કર્યું છે. પણ પંચરાત્રને તપાસતાં તેનો મૂળ હેતુ પુત્યસંગ્રહઃ પ્રવૃદ્ધઃ । છે. તેમાં દીક્ષિત થતા દુર્યોધનને નિરૂપી નાટયકારનો હેતુ ‘શમ’ સ્થાપવાનો છે અને ‘શમ' એ શાંતરસનો સ્થાયી મનાયો છે. For Private and Personal Use Only રામાયણ આધારિત અભિષેક અને પ્રતિમાનાટકમાં હાસ્યરસને અવકાશ જ ક્યાં છે ? તેમાં ય ‘પ્રતિમા’ કરુણરસનું નિર્વહણ કરવા જ રચાયું હોય તેમ લાગે છે. શોકથી આક્રંદ કરતા, પોતાને દોષિત ઠરાવતા, પશ્ચાતાપથી ૩. સૂતવટાષ, શ્લોક છ ૪. એજન, શ્લોક ૪૮ ૫. ૩,રમા, શ્લોક ૩૧ ૬. સમાન નાં લક્ષણો માટે જુઓ, શ્રીધનસવિરચિતં દ્વારૂપમ્, તૃતીયપ્રધારા ૭. પંચરાત્ર,તૃતીય અંક Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાસો હાસઃ - પુનમૂલ્યાંકન ૧૫ ભરેલા દશરથની અંતિમ ક્ષણોનું હૃદયદ્રાવક ચિત્ર, તો રાજા દશરથ અને કંચુકિના વાર્તાલાપમાં કરુણ પરાકાષ્ઠાએ પહોંચે છે. કંચુકિ જ્યારે સુમન્ત પાછા આવ્યા હોવાનું જણાવે છે ત્યારે દશરથ પૂછે છે : રામ સાથે ? કંચુકિ : ના, મહારાજ રથ સાથે. દશરથ : શું? શું ? કેવળ રથ સાથે ? અને મૂછ પામે છે. ફરી ભાનમાં આવતાં રાજા : શું તે એમ ના કહ્યું કે સુમ– એકલા પાછા આવ્યા છે ? અહીં રાજાની પુન: પૃચ્છામાં કરૂણરસ ઘેરો બન્યો છે. ઉપરાંત કૈક્ષીના ચરિત્રનું ઉદારીકરણ કરી ભાસ તેની સાથે poetic justice કરે છે. વાસ્તવમાં આ જ નાટકનો કેન્દ્રવર્તી ઉદેશ છે. લોકકથા પર આધારિત અવિમારકમાં કથાવસ્તુ તો પ્રણયનું છે. પરંતુ નાયકને એક વિદ્યાધર એવી જાદૂઈ વીંટી આપે છે કે જેનાથી નાયક પોતાની ઈચ્છા પ્રમાણે દશ્ય કે અદશ્ય બની શકે છે. જે અદ્ભુતરસ પૂરો પાડે છે. નગરની મધ્ય રાત્રિનું દશ્ય વિવિધ રસોનું પરિચાયક બની રહે છે. સંગીતનો આનંદ માણતું પ્રેમાળ યુગલ શૃંગારનું ઉદ્દીપક બની રહે છે. રાત્રિના સંગીની હાજરીમાં જ એકઠા થતાં ગુંડાઓ ભયનું સામ્રાજ્ય ફેલાવે છે, તો ચીસ પાડતો ઘુવડ જુગુપ્સાને પ્રેરે છે. હા, ચાદરમાં વિદૂષકના છબરડાઓ હાસ્યને સર્જે છે, પરંતુ બ્રાહ્મણ-ખાતરપાડુના ગણિકાની દાસી માટેના રંગદર્શી પ્રેમનું ગૌણ કથાવસ્તુ મુખ્ય કથાવસ્તુ સાથે એ રીતે જોડાયું છે કે તે હળવા શૃંગારને વ્યંજિત કરે છે. “હરિવંશ' પર આધારિત ‘બાલચરિત’માં વીર, ભયાનક અને રૌદ્રની સાથે અદ્ભુત મુખ્ય રસ તરીકે નાટ્યકારને અભિપ્રેત છે. કારણ કે આરંભથી અંત સુધી અભુત તત્ત્વ જ વ્યાપેલું છે. ભયંકર શસ્ત્રો સાથે કાત્યાયિનીદેવીનું પ્રગટ થવું, બેડીઓનું આપોઆપ ખૂલી જવું, બે અર્જુનવૃક્ષોનું ઊથલાઈ પડવું, ઘેનક અને કેશિન રાક્ષસોનો નાશ, યમુનાના ધરામાં કાળીનાગનું રોમાંચક દમન, ઇત્યાદિ રોમાંચક, ચમત્કારપૂર્ણ પરાક્રમો અદ્દભુતરસનું જ નિર્વહણ કરે છે. ઇતિહાસ પર આધારિત ‘સ્વપ્નવાસવદત્તસ’ અને ‘પ્રતિજ્ઞાયૌગન્દરાયણઆ બે ઐતિહાસિક નાટકો છે. તેમાંના ‘પ્રતિજ્ઞાયૌગન્દરાયણ'ને મીરવર્ષે તાત્ત્વિક રીતે ‘મર્દાના નાટક’ કહ્યું છે જે ખરે જ સાચું છે. કેમ કે અહીં યુદ્ધો અને મોમાં ભય, રૌદ્ર, વીર, જુગુપ્સા જેવા રસો ઝપાઝપી કરતા હોય તેમ લાગે છે. ઉન્મત્તકના દશ્યમાં મધમત્તાવસ્થાની ધન્યતા વર્ણવાઈ છે. જે સુરાથી પૂરેપૂરા મત્ત છે તે ધન્ય છે. જે સુરાથી અનુલિત છે તે ખરેખર ધન્ય છે. જે સુરાથી સ્નાન કરે છે તેઓ સાચે જ ધન્ય છે. તેઓ કેટલા ધન્ય છે કે જે સુરાની મૂચ્છમાં સુસ છે પ્રતિમાનાટિલ, દ્વિતીય અંક તિજ્ઞાાન્યરીય, તૃતીય અંક For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલિન્દી પરીખ અહીં નાટયકાર ભાસ હાસ્યકાર ભાસ બની જતા જોવા મળે છે. જ્યારે આનાથી ઊલટું “સ્વપ્નવાસવદતમાં નાટ્યતંતુથી વિક્ષિપ્ત થયેલ અત્યંત તંગ પરિસ્થિતિને નિવારવા માટે જ આવતું હાસ્ય સ-આયાસ આવેલું જણાય છે. અલબત્ત સંસ્કૃત નાટકોમાં ભાગ્યે જ જેનો જોટો જડવો મુશ્કેલ છે તેવી સાદંત સંપૂર્ણ કૃતિ તો ‘સ્વપ્નવાસવદત્તમ્' જ છે. છઠ્ઠા અંકમાં વિદૂષકને રાખવાની યુક્તિ ભાસની કરકસરની કલાને અનુમોદિત કરે છે. નાટકમાં રહેલા કાવ્યત્વને નાયવેગ પર કે નાટયવેગને કાવ્યત્વ પર હાવિ થવા દેવામાં આવ્યું નથી. આ સુંદર ગૂંથણીને કારણે જ ભાસ કવિતાસુંદરીનું હાસ્ય બની રહ્યો છે. ભાસનાં નાટકોમાં પ્રયોજાયેલી unity of place, unity of time and unity of action અજોડ અને અદ્વિતીય છે. વસ્તુનું સંવિધાન, દશ્યસંવિધાન અને રસસંવિધાન કવિતાકામિનીના હૃદયને ઝંકૃત કરી દે તેવાં છે. કથાની ગૂંથણીનું પોત એવું તો મુલાયમ અને છતાંય ઘટ્ટ છે કે ક્યાંય ખજૂરાઓ જોવા મળતા નથી. ભાસનાં નાટકો એ patch-work નથી. ઊલટું તે એવું એક દુકૂલ છે જેને ધારણ કરીને કવિતા-કામિનીનું ચિત્ત પ્રફુલ્લિત થયું હોય અને તેથી જયદેવે તેને કવિતાકામિનીનો હાસ કહ્યો હોય ઉપરોક્ત નાટકોમાં હાસ્યરસ નથી એમ કહેવાનો આશય નથી. પરંતુ ક્યાંય હાસ્ય પ્રધાન કે મુખ્ય રસ તરીકે નથી આવતો. આ બધાં જ નાટકોમાં હાસ્યરસ તો મોદક પર ભભરાવેલી ખસખસ સમાન છે. ખસખસને મોદક તો ન જ કહી શકાય ને ? તેથી, લાગે છે કે માસ સ; એટલે કવિતાકામિનીનું મધુર સ્મિત. ટી. ગણપતિશાસ્ત્રી દ્વારા અદભૂત રીતે જેની લાક્ષણિકતા દર્શાવવામાં આવી છે તે આર્ષકાવ્યોની સરળતા, પ્રૌઢતા અને પ્રાંજલતાની યાદ અપાવી જાય છે. ક્વચિત્ જ આવતા કઠિન છંદોને બાદ કરતાં અનુષ્ટ્રપની સરળતા અને મધુરતા, વિવિધ રસોનું નિર્વહણ, પાત્રોનાં મનોસંવેદન અને સંવેગોને શ્લોકોમાં નિરૂપી, શ્લોકોમાં આવતા ગેયતત્વને નિવારવા બે કકડા કરી સંવાદોમાં મૂકવાની તેની સંવાદસૂઝ, અને તેથીય વધુ sublimation of character એટલાં તો સંતર્પક બની રહે છે કે કવિતાકામિનીની સાથે સાથે સહદયનું ચિત્ત એકઘન, નિર્વિઘ્ન ચર્વણાને પામે છે. જે સહૃદયોનું આહલાદકારિત્વ છે તે જ “માસ :” છે. For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યાયભૂષણમાં ચિત્રરૂપનિરૂપણ નિરંજન પી. પટેલ ન્યાય-વૈશેષિક દર્શનમાં અવયવીને અવયવોથી સંપૂર્ણ ભિન્ન પદાર્થ માનવામાં આવે છે. ન્યાયમતે કાર્ય કરતાં કારણ તદ્દન ભિન્ન વસ્તુ છે. દા.ત. પટ કાર્ય છે. તેનાં કારણો તખ્તઓ છે. અવયવીનું રૂપ અવયવોના રૂપથી ભિન્ન હોય છે. પટરૂ૫ તન્તરૂપથી ભિન્ન છે કારણ કે, - પટરૂપ અને તન્દુરૂપનાં કારણો ભિન્ન છે. પટરૂપનું સમવાયિકારણ પટ છે. તખ્તરૂપ તેનું અસમાયિકારણ છે. પટના સમવાધિકારણ તખ્તઓમાં કેટલાક તખ્તઓ લાલ, લીલા, પીળા વગેરે રંગના હોય છે. આ તખ્તઓ વડે બનેલા પટમાં તે બધાં રૂપો સ્વીકારવાં પડે. પરન્તુ લાલ કે પીળાં રૂપો સમગ્ર પટને વ્યાપીને રહેતાં નથી. તખ્તને વ્યાપીને રહેતાં હોવાથી તેને તખ્તનાં રૂપો કહેવાય, પટનાં રૂપો ન કહેવાય. તો તખ્તરૂપથી ભિન્ન પટરૂપ હોવું જોઈએ, તો આ રૂપ કયું ? આ સમસ્યાના સમાધાનરૂપે વૈશેષિકો કહે છે કે પટને એક ચિત્રરૂપ હોય છે.' શુક્લ, નીલ, પીત, રક્ત, હરિત, કપિશ એ ૬ રૂપપ્રકારોની જેમ સાતમો સ્વતંત્ર રૂપ પ્રકાર તે ચિત્રરૂપ. ભિન્ન ભિન્ન રંગોના મિશ્રણથી બનેલું એક રૂપ તે ચિત્રરૂપ. ચિત્રરૂપનું નિરૂપણ કરતાં પહેલાં આ ચર્ચામાં ઉપયોગી બે શબ્દોના અર્થો સ્પષ્ટ કરી લઈએ. ન્યાય-વૈશેષિક દર્શનમાં ગુણોના બે પ્રકાર છે. (૧) વ્યાપ્યવૃત્તિગુણ (૨) અવ્યાખ્યવૃત્તિગુણ. જે ગુણ પોતાના આધાર રૂપ દ્રવ્યમાં સંપૂર્ણ રીતે વ્યાપીને રહે તે વ્યાપ્યવૃત્તિગુણ. દા.ત. પટમાં રહેલો લાલ રંગ સમગ્ર પટને આવરીને રહે છે તેથી તે લાલ રંગને વ્યાપ્યવૃત્તિગુણ કહેવાય. જે ગુણ પોતાના આધારરૂપ દ્રવ્યમાં સંપૂર્ણ રીતે વ્યાપીને ન રહે તે અવ્યાપ્યવૃત્તિગુણ. દા.ત. કપિ-વૃક્ષ સંયોગ. કપિનો સંયોગ વૃક્ષની સાથે નહિ પણ ડાળ સાથે છે. આખા વૃક્ષને વ્યાપીને રહેતો નથી. તેથી કપિ-વૃક્ષ સંયોગને અવ્યાપ્યવૃત્તિગુણ કહેવાય. ન્યાયસારમાં અયૌગિપ્રત્યક્ષના નિરૂપણ પ્રસંગે યૂકાર્યમ્ (પ્રત્યક્ષ)ના સંદર્ભમાં અવયવિ-ની ચર્ચા આરંભાય છે. તેના અન્વયે ચિત્રરૂપની ચર્ચાનો પૂર્વપક્ષ ઊભો થાય છે. બૌદ્ધો અવયવીરૂપ દ્રવ્યને સ્વતંત્ર પદાર્થ તરીકે સ્વીકારતા નથી. આ સંદર્ભમાં તેઓ ચિત્રરૂપનો અસ્વીકાર કરે છે, તેઓ તૈયાયિકની સામે પ્રશ્ન કરે છે કે લાલ અને અલાલ એવા તંતુઓથી અવયવી પટ ઉત્પન્ન થાય ત્યારે તેનું રૂપ કેવું માનવું ?” અર્થાતુ અનેક રૂપો એક ચિત્રરૂપને કેવી રીતે ઉત્પન્ન કરે ? સ્વાધ્યાય' - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૧, પૃ. ૧૭ થી ૨૫ • ડી-૧૨, યુનિ. સ્ટાફ કોલોની, નાનાબજાર, વલ્લભવિદ્યાનગર (જિ. આણંદ). 9. Annambhasta, Tarka Samgraha, Athalye & Bodas, Bombay, Sanskrit Series, No. LV, 1963, pp. 151 to 153 ___ I यस्तर्हि रक्तारक्तैरेवावयवैरवयवी निष्पादितस्तस्य किं रूपमिति ? ન્યાયભૂષણ, ભાસર્વજ્ઞ, સંપા. સ્વામી યોગીન્દ્રાનન્દ, પદર્શન પ્રકાશન પ્રતિષ્ઠાન, વારાણસી, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮, પૃ. ૧૧૨ I Rવં નિત્રત કાઢિ પં વા દર થKI चित्रं तदेकमिति चेदिदं चित्रतरं ततः ।। २/२०० तत्रावयवरूपं चेत् केवलं दृश्यते तथा। 'नीलादीनि निरस्यान्यचित्रं यदीक्षसे ।। २/२०२ પ્રમાણવાર્તિક (મનોરથ નન્દિની વૃત્તિ), ધર્મકીર્તિ, સંપા. સ્વામી દ્વારકાદાસ શાસ્ત્રી, બૌદ્ધભારતી, વારાણસી, ૧૯૮૪ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ નિરંજન પી. પટેલ અહીં ન્યાયપક્ષનો કોઈક એકદેશી ઉત્તર આપે છે – વિવિધ રંગના તંતુઓથી ઉત્પન્ન થયેલા પટમાં કોઈ વિશિષ્ટ રૂપ હોતું નથી દા.ત. પટ અવયવી (કાર્યો છે. તેના અવયવો (કારણરૂપ) નીલ, પીત વગેરે વિરુદ્ધ રપ ઉત્પન્ન થાય છે એમ માનીએ તો વિરોધ આવે. તન્તુ શ્વેત હોય તો પટ પણ શ્વેત જ ઉત્પન્ન થાય. તન્તનું રૂપ (કારણરૂ૫) પટરૂપ(કાર્યરૂપ)ને જન્માવે. આમ, પટમાં વિશેષ રૂપ ઉત્પન્ન ન થાય. એકદેશી કહે છે- નીલ, પીત વગેરેમાં રૂપ– (સામાન્ય) તો રહે છે. તેથી રૂ૫ સામાન્ય માનવામાં વિરોધ નથી. જેમ બધી ગાયોમાં ગોત્ર (સામાન્ય) રહે છે તેમ નીલ, પીત વગેરે તખ્તઓમાં રૂપ– (સામાન્ય) તો રહે શંકા કરે છે કે રૂપ સામાન્ય રહે છે એમ તમે કેવી રીતે કહો છો. તેના જવાબમાં એકદેશી કહે છે- સામાન્યરૂપ ઉત્પન્ન થાય છે તે અવયવીના દર્શનથી જ જણાય છે. પૂર્વપક્ષ કહે છે કે આ બધી માથાકૂટ મૂકી દ્રવ્યને નીરૂપ જ માનો તો શો વાંધો ? તૈયાયિક એકદેશી કહે છે કે જો દ્રવ્યને રૂ૫ રહિત માનવામાં આવે તો તેનું પ્રત્યક્ષ થશે નહિ અને ચાક્ષુષ પ્રત્યક્ષમાં રૂપ' અનિવાર્ય છે. દ્રવ્યનું પ્રત્યક્ષ થતું હોવાથી તેને નીરૂપ કેવી રીતે માની શકાય ? વળી, જે દ્રવ્યને નીરૂપ માનીશું તો એક મોટી આપત્તિ એ આવશે કે એકના રૂપથી બીજી વસ્તુ દેખાશે એટલે કે પ્રત્યક્ષ થાય, એકરૂપનું જણાય. અન્ય વસ્તુ પ્રત્યક્ષ થશે. ઘટનું રૂપ જણાશે. પટનું રૂપ આમ અતિપ્રસંગ થાય, વાસ્તવમાં આમ બનતું નથી. નૈયાયિક એકદેશી બીજી આપત્તિ તરફ નિર્દેશ કરતાં કહે છે કે જો દ્રવ્યને નીરૂપ માનીશું તો – જે રૂપ ઉત્પન્ન થાય છે તેનો વિશેષરૂપથી નિર્દેશ થશે નહિ. એટલે કે લાલ ઘોડો, શ્વેત ઘોડો એવો નિર્દેશ થશે નહિ. અત: એમ સિદ્ધ થાય છે કે પટનું રૂપ નીલ, પીત વગેરે વિશેષ રહિત રૂપ સામાન્યને ઉત્પન્ન કરે છે. નૈયાયિક એકદેશી કહે છે કે સ્ફટિકની પાસે રક્તમણિ મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ સ્ફટિકમાં પડે છે તેથી એક ક્ષણ સ્ફટિક પણ રક્તવર્ણનો હોય તેમ જણાય છે. પરન્તુ મણિને સ્ફટિક પાસેથી લઈ લેવામાં આવે તો સ્ફટિક તેના સ્વરૂપમાં જણાય છે, તેમ જુદા જુદા અવયવોનો સમ્બન્ધ થવાથી જુદા જુદા રંગનાં નીલ, પીત વગેરે રૂપો દેખાય છે પરંતુ વાસ્તવમાં આવું બનતું નથી. તેથી અવયવીમાં ચિત્રરૂપ જ જણાય છે. બૌદ્ધો કહે છે કે જો ઉપર્યુક્ત મત માનવામાં આવે તો એક આપત્તિ એ આવશે કે પરમાણુનાં રૂપો જુદાં જુદાં હોય છે. દા.ત. બે પરમાણુઓ ભેગા થાય ત્યારે દ્વાણુક (અવયવી) બને અને તેમાં વિશેષરૂપથી ભિન્ન રૂપ ઉત્પન્ન થાય અર્થાત્ યણુક પણ પરસ્પર વિરોધી એવા વિશેષરૂપવાળા પરમાણુમાંથી ઉત્પન્ન થાય છે. તેથી દ્વયણુકના રૂપનો નિર્દેશ થશે નહિ. આનો પ્રત્યુત્તર આપતા નૈયાયિક એકદેશી કહે છે કે પરમાણુનું રૂપ અતીન્દ્રિય છે, તેથી રૂપ વિશેષ દેખાશે જ નહિ. ભાસર્વજ્ઞ એકદેશીના ઉપર્યુક્ત સમાધાનને અટકાવીને ચિત્રરૂપ એક સ્વતન્ત રૂપ છે એ સિદ્ધ કરવાનો ઉપક્રમ કરે છે. . વિરોષરમે તુ વિરોધો ન સામાન્યામે નીતારિપુ સર્વત્ર પત્મિન: સમવતુ | ન્યાયભૂષણ, પૃ. ૧૧૨ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યાયભૂષણમાં ચિત્રરૂપનિરૂપણ - ૧૯ - ભાસર્વજ્ઞ કહે છે કે બધી ક્રિયાઓ જીવોના અદટ (સૂક્ષ્મ સંસ્કાર) ઉપર આધાર રાખે છે. અવયવોનાં જે રૂપો દેખાય છે એ સૃષ્ટિની ઉત્પત્તિમાં રૂપનો આધાર જીવનાં અદષ્ટો છે. તેવી રીતે “રૂપ' ઉત્પન્ન થવામાં પુરુષાર્થનો ઉપયોગ નથી એમ ન માનવું." પૂર્વપક્ષ કહે છે કે સર્વત્ર એ પ્રમાણે (જીવનાં અદષ્ટોને આધારે) રૂપ ઉત્પન્ન થાય એમ માનીએ તો પુનઃ વિશેષ રૂપની પ્રાપ્તિનો વિરોધ આવે છે. પૂર્વપક્ષનો ઉત્તર આપતા ભાસર્વજ્ઞ કહે છે કે આ બધી આપત્તિઓને છોડીને ચિત્રરૂપ જ ઉત્પન્ન થાય છે એમ માનો કારણ કે તેનું બાધ વિના પ્રત્યક્ષ થાય છે." પૂર્વપક્ષ કહે છે કે એક બાજુ તમે એક રૂપ ઉત્પન્ન થાય છે એમ કહો છો અને પાછું ચિત્રરૂપ કહો છો, આ પરસ્પર વિરોધી બાબત હોવાથી વિરોધ આવે છે. - ભાસર્વજ્ઞ કહે છે, આવું માનવામાં વિરોધ આવશે નહિ કારણ કે ચિત્રરૂપના જ્ઞાનનો સંભવ હોવાથી એક જ અવયવી નીલ, પીત, રક્ત વગેરે ધર્મોનું અધિકરણ બને છે. જેમ કે, ગેરુ વગેરે રંગથી રંગાયેલું કપડું ચિત્રપટરૂપે જણાય છે. પૂર્વપક્ષ કહે છે કે નીલ રંગ, પત રંગનો (નીલત્વ, પીતત્વ જાતિઓ) પરસ્પર વિરોધી હોવાથી તેમનો એક જ અધિકરણમાં સમવાય થાય એ ઉચિત લાગતું નથી.* ભાસર્વજ્ઞ તેના પ્રત્યુત્તરમાં કહે છે નીલત્વ-પીતત્વ વગેરે જાતિઓ એક જ અધિકરણમાં કેવી રીતે રહે શકે એવો તમે (બૌદ્ધો) જે વિરોધ કરો છો તે વિરોધ સિદ્ધ થતો નથી. પૂર્વપક્ષ કહે છે કે એક બિન્દુ પર બન્ને નીલ, પીત (રંગ) તથા નીલત્વ, પતિત્વ (જાતિ) રહેતી હોય તે • દેખાતું નથી. ભાસર્વજ્ઞ ઉપર્યુક્ત મતનો પરિહાર આ પ્રમાણે કરે છે. નીલકમળમાં ઉત્પલત્વ (સામાન્ય) અને તેમાં રહેલો નીલ રંગ (નીલત્વ જાતિ) એક બિંદુમાં રહે છે. આમ, નીલત્વ, ઉત્પલત્વ વિરોધી જાતિ પણ એક જ બિન્દુમાં રહે છે તેથી તેમાં વિરોધ આવતો નથી. ૪. તિવ, સમસ્યાદાયત્તત્વદમ્ય = પુરુષાર્થોપોાિનામવાન્ એજન, પૃ. ૧૧૩ . ૩થવા વિમેવ તદ્રુપમુત્રં ચૈવવિધિતમસાત્ એજન ૬. 1 નીત્વારિત્રાતીના વિરુદ્ધતાત્ર સમવાયો ન પુ રૂતિ વેત્ | એજન તથા 1 नीलादिश्चित्रविज्ञाने ज्ञानोपाधिरनन्यभाक् । મરાન ઉતર્યું વિવેચનું | પ્રમાણવાર્તિક, ૨/૨૨૦, પૃ. ૧૬૨ અન્યત્ર સનિત્સિદ્ધિતિ વેત્ | ન્યા. ભૂ., પૃ. ૧૧૩ अथैकायतनत्वेऽपि नानेकं दृश्यते सकृत् ।। સાવમાસ: કિં વિયુગુ તિરુઢિપુ પ્રમાણવાર્તિક, ૨/૧૯૭, પૃ. ૧૬૦ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરંજન પી. પટેલ (સાધ્ય) ભાસર્વજ્ઞ કહે છે કે ભિન્ન-ભિન્ન જાતિવાળા રૂપથી ઉત્પન્ન થયેલું એવું જે અવયવી રૂપ (ચિત્રરૂપ) તે અનેક જાતિનું અધિકરણ બને છે. આ અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. અવયવીનું રૂપ (પક્ષ) નીલત્વ વગેરે અનેક જાતિથી યુક્ત એવું અવયવીરૂપ (સાધ્ય) તે તે જાતિવાળા રૂપને ઉત્પન્ન કરતું હોવાથી (હેતુ) શ્વેત રેશમી વસ્ત્રના રૂપની જેમ (ઉદાહરણ) અત: નીલત્વ વગેરે અનેક જાતિઓથી યુક્ત એવું અવયવીનું રૂપ છે. (નિગમન) ચિત્રપટને ચિત્રરૂપ હોય છે. (પક્ષ) તે એક છે. અવયવીનું રૂપ હોવાથી (હેતુ) નીલકમળનું રૂપ હોય તેમ (ઉદાહરણ) તેથી ચિત્રપટનું એક જ ચિત્રરૂપ હોય છે. (નિગમન) આમ, અનુમાન પ્રમાણથી ચિત્રરૂપની એકતા સાધવામાં આવે છે. પૂર્વપક્ષ (બૌદ્ધો) કહે છે કે બુદ્ધિ અનેક આકારોને ધારણ કરે છે (ચિત્રાકારા હોય છે.). બૌદ્ધો માને છે કે અનેક જાતની વાસના થી ભરેલી એવી બુદ્ધિ ચિત્રકાર હોય છે. (કોઈ પણ વસ્તુનું જ્ઞાન આપણને થાય ત્યારે તે જ્ઞાનની મન ઉપર છાપ પડે છે. તેને સંસ્કાર વાસના કહે છે. અનાદિ જ્ઞાન પ્રવાહમાં કે સંતાનમાં પૂર્વેક્ષણનું જ્ઞાન તે વાસના), આ વાસનાને લીધે જ નીલ પદાર્થના આકારવાળું જ્ઞાન એમ જ્ઞાનમાં ભેદ થાય છે. જાતિભેદોથી વ્યાવૃત્તિભેદ (ઘટ શબ્દનો અર્થ અપોહવાદ પ્રમાણે ઘટેતર ભિન્ન પદાર્થ એવો થાય છે) અને શક્તિભેદ (વાસનાત્મક) થાય છે. ભાસર્વજ્ઞ કહે છે કે જે લોકો (બૌદ્ધો) અવયવીનો સ્વીકાર કરતા નથી તેમને પણ ચિત્રરૂપનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનનો વિષય પણ કહેવો પડશે અર્થાત અવયવી બતાવવો પડશે. અવયવો જોડાતા તે અવયવોમાંથી જે ઉત્પન્ન થાય છે તેને નૈયાયિકો અવયવી કહે છે. આ અવયવી અવયવોનો સમૂહમાત્ર નથી, પરંતુ અવયવોથી ભિન્ન એક નવો જ સ્વતન્ત પદાર્થ છે. દા.ત. પટ કાર્ય છે. તેનાં કારણો તખ્તઓ છે. હવે કોઈ કારણ પોતે પોતાને ઉત્પન્ન કરી શકે નહિ. તત્ તત્ત્વને ઉત્પન્ન કરી શકે નહિ અર્થાત્ તતુ તખ્તને ઉત્પન્ન ન કરતાં પટને ઉત્પન્ન ૮. પુચ મિનેનાતીય વ્ય વસ્થાને નાધિકાર સન્મતે, ..... નાિિત | ન્યાયભૂષણ, પૃ. ૧૧૩ ९. यथैव बुद्धिर्भवता चित्राकारोपगम्यते । તવૈવ ઢિ યાહ્યોf fષતત્ર જિં ત: I પ્રમાણવાર્તિક, ૩/૨૦૯ અપોહ શબ્દ બૌદ્ધદર્શનનો પારિભાષિક શબ્દ છે તેનો અર્થ સદ્-વ્યાવૃત્તિ- તમિત્ર એવો થાય છે. દસ ઘટ વ્યક્તિઓમાં ઘટ: ઘટ: આ પ્રકારની અનુગત પ્રતીતિ થાય છે. તેનું કારણ મટવૃત્તિ ‘ઘટfમમિત્રત્વ' છે. એટલે ઘટતર ભિન્ન પદાર્થ તે ઘટ. જ્યારે નૈયાયિકો દસ ઘટ વ્યક્તિઓમાં ઘટ: ધટ: એવી એકાકાર પ્રતીતિના કારણરૂપે ‘ઘટત્વ સામાન્યને માને છે. તેમના મતે સામાન્ય એક અને નિત્ય છે જ્યારે બૌદ્ધો ક્ષણભંગવાદમાં માને છે. તેમના મતે બધા જ પદાર્થો ક્ષણિક છે તેથી ‘સામાન્યને તેઓ માનતા નથી. તેના સ્થાને ઘટ ઘટ એવી અનુગત પ્રતીતિના કારણરૂપે “અપોહ'ને માને છે. For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યાયભૂષણમાં ચિત્રરૂપનિરૂપણ કરે છે તેથી અવયવોથી ભિન્ન (તખ્તઓથી ભિન્ન) અવયવી (પટરૂપી કાર્ય) સિદ્ધ થાય છે.' બૌદ્ધો “સ્વલક્ષણ અને પરમાણુમાં અભેદ માને છે. તેમના મતે પરમાણુઓના સમૂહના સંઘાતથી જ ઘટ, પટ વગેરે સ્થૂળરૂપે જણાય છે. તો પછી અવયવી નામનો અલગ પદાર્થ માનવાની જરૂર શી ? ‘આ ઘટ છે, આ પટ છે' એવી બુદ્ધિ પરમાણુઓ જ પેદા કરે છે. અવયવીરૂપ કોઈ સ્વતન્ચ દ્રવ્ય નથી. આ બૌદ્ધસિદ્ધાન્તની વિરુદ્ધમાં ભાસર્વજ્ઞ ચિત્રરૂપનું જે જ્ઞાન થાય છે તે (જ્ઞાનનો) વિષય અર્થાત અવયવી બતાવવાનો ઉપક્રમ કરે છે. બૌદ્ધો પરમાણુથી વિલક્ષણ એવા અવયવને વિષય તરીકે માને છે. આ બૌદ્ધસિદ્ધાન્તની વિરુદ્ધમાં તૈયાયિકો કહે છે કે પરમાણુને અવયવી ન કહેવાય. પરમાણુથી ભિન્ન દ્રયણુક, ચણકને અવયવી કહેવાય એટલે કે બે પરમાણુઓના સંયોગથી દ્વાણુક બને તો તેને અવયવી કહેવાય. આ દ્વયણુકમાંથી ત્રણુક જન્મે તો દ્રયણુક અવયવ બને અને વ્યણુક અવયવી બને. એક ઉદાહરણથી તેને સમજીએ. દા.ત. ૫ટ એ કાર્ય (અવયવી) છે. તખ્તઓ એનાં કારણો (અવયવો) છે. હવે આ તખ્તઓમાં તત્ત્વરેસાઓ રહે છે ત્યારે તખ્તઓ અવયવી બને અને તત્ત્વરેસાઓ અવયવ બને. ભાસર્વજ્ઞ કહે છે કે પરમાણુઓ અતીન્દ્રિય હોવાથી ચક્ષુનો વિષય બનતા નથી, પરમાણુમાં ઉદ્દભૂત રૂપ ન હોવાથી તે વિષય બનતા નથી. નૈયાયિકોના મતે જે વસ્તુ પ્રકટ સ્વરૂપવાળી હોય તેનું જ પ્રત્યક્ષ થાય. પરમાણુમાં આવું ઉદ્ભૂત (પ્રકટ) સ્વરૂપ ન હોવાથી ચક્ષુનો વિષય બનતા નથી. બૌદ્ધમત પ્રમાણે જે પોતાના આકારના જ્ઞાનને ઉત્પન્ન કરે તે વિષય. દા.ત. આ ટેબલ છે (વિષય). ટેબલનો જે આકાર તે જ આકાર જ્ઞાનમાં ધારણ કરે ત્યારે જ્ઞાન થાય છે. ઉપર્યુક્ત મતની વિરુદ્ધમાં ભાસર્વજ્ઞ કહે છે કે પરમાણુ પોતાના આકારનું જ્ઞાન ઉત્પન્ન કરી શકે નહિ. દા.ત. આ ઘટ છે કે આ પટ છે એવું જે જ્ઞાન થાય છે તેમાં ઘટના કે પટના પરમાણુઓ જ્ઞાનનો વિષય બનતા નથી પરન્તુ સર્વત્ર જે જ્ઞાન થાય છે તે સ્થળ આકારરૂપે જ થાય અથતુ ઘટરૂપે જ થાય. વિલક્ષણ આકારને ११ नहि कारणमात्मानं निर्वर्तयतीति। ન્યાયદર્શનમ્ (ભાગ, વાર્તિક-તાત્પર્યટકા વૃત્તિ સહિતબુ), શ્રીઅમરેન્દ્ર મોહનતતીર્થન તથા શ્રીતારાનાથ ન્યાયતકતીર્થોન સંસ્કૃત, મુન્શીરામ મનોહરલાલ પબ્લિ. પ્રા. લિ., બી.આ., ૧૯૮૫, પૃ. ૪૮૦ १२. 1 सेनावनवद् ग्रहणमिति चेन्नातीन्द्रियत्वादणूनाम् । न्यायसूत्र, २.१.३७ I vમાનવ: પ્રીમતીન્દ્રિયનું સર્શિતા જ ન જ્ઞાનોત્તર: | ન્યાયસૂત્ર, ૪.૨.૧૪ ૨૩. 1 ન જ પરમાણૂનાં સ્વારિજ્ઞાનનન+મતિ, સર્વત્ર ચૂનાથી ચૈત્ર સનાતન ન્યા. ભૂ, ૧૧૪ વાચસ્પતિ મિશ્રએ તાત્પર્યટીકામાં બૌદ્ધમતનું ખંડન આ પ્રમાણે કર્યું છે. (T) ન ૧ યમાનુમસા પરમાવો વવિનં जनयन्ति तेनैव स्थूलबुद्धिम्, कृतमवयविने ति साम्प्रतम्, यदाभासा हि बुद्धिस्तदस्या आलम्बनप्रत्ययः न चेयं परस्परल्यावृत्तपरमसूक्ष्मपरमाण्वालम्बना तथा सति स्थूलभेदात् तदेकमिति न स्यात् । બૌદ્ધો કહે છે કે પરમાણુઓ જ્યારે ભેગા થાય છે ત્યારે તેમાં એક આગન્તુક ધર્મ પેદા થાય છે અને આ ધર્મ જ ઘટજ્ઞાન, પટજ્ઞાનને જન્માવે છે. અત: અવયવીને માનવાની જરૂર નથી. તેના પ્રત્યુત્તરમાં વાચસ્પતિ કહે છે ઘટ જ્ઞાન (બુદ્ધિ) પટજ્ઞાન (બુદ્ધિ) થાય છે. આ વિષયોનું કારણ હોવું જોઈએ પરસ્પરવ્યાવૃત્ત. સૂક્ષ્મ પરમાણુઓ તેમનું વિષયરૂપ કારણ ન બને, તેથી પરમાણુ સમૂહો ભેગાં મળવાથી અવયવી ઉત્પન્ન થાય તેમ માનવું જોઈએ, આમ અવયવી વિના એક સ્થળ વિષયનું જ્ઞાન થાય નહિ. પરમાણુઓ સ્થળ ન હોવાથી તેનું જ્ઞાન સંભવે નહિ. ન્યાયદર્શનમ્ (વૃત્તિસહિત), પૃ. ૫૦૨ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ નિરંજન પી. પટેલ ઉત્પન્ન કરનાર જે વિષય બને તો ચક્ષુ વગેરે પણ વિષય બને (ઈન્દ્રિયો ઇન્દ્રિયાતીત હોવાથી વિષય બનતી. નથી). પદાર્થ હોય તેના કરતાં તેનું ભિન્ન જ્ઞાન થાય તો અર્થાત્ હોય ગાય અને જ્ઞાન થાય અશ્વનું. જો આવું બને તો ગમે તે વસ્તુ ગમે તે જ્ઞાનનો વિષય બને. ઘણા બધા લાલ, અલાલ અવયવોથી ચિત્રરૂપ બને છે અને આપણને જ્ઞાન થાય છે ચિત્રરૂપનું. હવે તમે તેના વિષય તરીકે લાલ, પીળાને માનો તો મુશ્કેલી થશે કારણ કે લાલ રંગનો વિષય જુદો છે, પીળા રંગનો વિષય જુદો છે એટલે કે આપણને જ્ઞાન થાય છેચિત્રરૂપનું, તો તેનો વિષય પણ ચિત્રરૂપ જ હોવો જોઈએ. ભાસર્વજ્ઞ કહે છે. કે ચિત્રરૂપનું જે જ્ઞાન (અવયવીનું) થાય છે તેના વિષય તરીકે ચિત્રરૂપને તમે માનતા નથી તો તમે તેનો વિષય બતાવો ? લાલ, પીળો એવું જે જ્ઞાન થાય છે તે અવયવીનો વિષય લાલ, પીળો બને અને ચિત્રરૂપનું જ્ઞાન થાય ત્યારે તેનો વિષય ચિત્રરૂપ બને, અતઃ અવયવીનો તમારે સ્વીકાર કરવો પડશે. બૌદ્ધમત પ્રમાણે પરમાણુમાં જ એવી શક્તિ છે જે નીલાદિ આકારને ધારણ કરે છે અર્થાત્ નીલકમલના પરમાણુઓ જ્ઞાનમાં નીલરૂપને જ ઉત્પન્ન કરે અને તેથી તેને વશ વર્તીને પરમાણુ પણ વિષય બને. ભાસર્વજ્ઞ કહે છેઃ આ મત યોગ્ય નથી કારણ કે, જે જ્ઞાન નીલાદિ આકારે અનુભવાય છે તે સ્થૂળરૂપે જ • અનુભવાય છે. પરમાણુનું જ્ઞાન થતું જ નથી. અતઃ અવયવીનો તમારે સ્વીકાર કરવો પડે. બાહ્ય સ્થળ આકારનું પ્રત્યક્ષ થાય છે તેનાથી ભિન્ન (સંયોગ ન પામ્યું હોય તેવું, જેમાં પરમાણુઓનો સંયોગ ન થયો હોય તેવા આકારનું (નીલાદિ) જ્ઞાન કોઈને થતું નથી. દા.ત. આપણને થાંભલાનું જે પ્રત્યક્ષ થાય છે તે થાંભલારૂપે જ થાય છે; પરમાણુરૂપે પ્રત્યક્ષ થતું નથી, તેથી પરમાણુઓના સંયોગથી અવયવી ઉત્પન્ન થાય છે એ સ્વીકારવું જોઈએ. અવયવી વિના એક સ્થળ વિષયનું જ્ઞાન થઈ શકે નહિ કારણ કે પરમાણુઓ સ્થળ હોતા નથી. બૌદ્ધો પ્રશ્ન કરે છે કે નીલાદિ જ્ઞાન થાય છે તેને ઉત્પન્ન કરનારા નીલ પરમાણુઓ છે કે નીલ સ્થળ પદાર્થો છે તે કેવી રીતે નક્કી કરશો ? ભાસર્વજ્ઞ કહે છે નીલાદિ આકાર જ્ઞાનમાં જ રહે છે. એનાથી નીલાદિ આકારથી બીજો પદાર્થ તમે (વિજ્ઞાનવાદી બૌદ્ધો) માનતા નથી અર્થાત્ ઘટનું પ્રત્યક્ષ થાય, ઘટનો આકાર જ્ઞાન ધારણ કરે પછી ઘટનું જ્ઞાન થાય તે વિજ્ઞાનને તમે સ્વીકારો છો અને બાહ્ય ઘટને તમે સ્વીકારતા નથી. બૌદ્ધો (વિજ્ઞાનવાદી) વિજ્ઞાન(ચિત્ત)ની સત્તાને વાસ્તવિક માને છે લંકાવતારસૂત્રમાં ચિત્તની જ સત્તાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચિત્તની જ પ્રવૃત્તિ થાય છે, ચિત્તની જ વિમુક્તિ થાય, ચિત્ત સિવાય અન્યત્ર વસ્તુ ઉત્પન્ન થતી નથી, તેનો નાશ થતો નથી, ચિત્ત જ (વિજ્ઞાન) એક માત્ર તત્ત્વ છે. ચિત્ત એ જ આલયવિજ્ઞાન. યોગાચારી બૌદ્ધો બાહ્ય દશ્યજગતની સત્તાનો અસ્વીકાર કરે છે. ચિત્ત જ એકાકાર છે. તે જ આ જગતમાં અનેક રૂપે દેખાય છે. ક્યારેક દેહરૂપે તો ક્યારેક ભોગરૂપે અવભાસે છે અર્થાત્ ચિત્તની જ સત્તા છે, બાહ્ય અર્થની નહિ.૧૫ ૨૪. કુતચાર્ય વિરોષ વધાર્વતિ નીરાધાવાવ વહ્યોદ્દાનવં ન ચૂકાયાક્રાતિ ન્યા. ભૂ., પૃ. ૧૧૪ નોંધ : ઉદ્યોતકર અને વાચસ્પતિ મિશ્રએ ૨.૧.૩૬ સૂત્રની ટીકામાં આ મતનું માર્મિક વિવેચન કર્યું છે. ૧૫. ચિત્ત પ્રવર્તત નિરં વિમેવ વિમુરા નિરં હિનાય નશ્ચિત્તમેવ નિરુધ્ધ . લંકાવતારગાથા, ૧૪૫ બૌદ્ધદર્શનમીમાંસા, બલદેવ ઉપાધ્યાય, ચૌખમ્બા ભવન, વારાણસી, ત્રીજી આવૃત્તિ, ૧૯૭૮ चित्तमालयविज्ञानं मनो यन्मननात्मकम् । J&ાતિ વિષયાન કેન વિજ્ઞાન દ્િ તત્તે || એજન,૧૦૨ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન્યાયભૂષણમાં ચિત્રરૂપનિરૂપણ ૨૩ ભાસર્વા કહે છે કે પ્રત્યક્ષ અને અનુપલબ્ધિ પ્રમાણથી (આ બન્ને પ્રમાણો દ્વારા) અર્થવિશેષ તેના આકારનો હેતુ અને ફળ કેવી રીતે નક્કી થાય ? ઘટ વિશેષ કારણ બને અને પોતાના આકારને જ્ઞાનમાં ઉત્પન્ન કરે તો તે કાર્ય બને. ઘટ પ્રત્યક્ષ દેખાય તો તેનું જ્ઞાન ઉત્પન્ન થાય (પ્રત્યક્ષ). ઘટ ન હોય તો તેનું જ્ઞાન ન થાય (અનુપલબ્ધિ). બાહ્ય ઘટ હેતુ બને અને જ્ઞાનનો આકાર કાર્ય (ફળ) બને. ઘટ અને પટનું ધૂળરૂપે જ ગ્રહણ થાય છે તેથી તે બાહ્ય પદાર્થ છે એમ માનવું પડે. આ અર્થપત્તિ પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. આમ આપણા બન્નેમાં યોગક્ષેમ સરખા છે અર્થાત્ તમે અવયવીને માનવામાં મુશ્કેલી બતાવો છો તો તમારામાં પણ આવી મુશ્કેલી આવે છે તેથી સ્થૂળ આકારનું ગ્રહણ થાય છે તેમ માનવું પડે. જો સ્થૂળ આકારને ન માનીએ તો ઘટ-પટનું જ્ઞાન કેવી રીતે થાય ? બૌદ્ધો આના પ્રત્યુત્તરમાં કહે છે કે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને સ્થૂળરૂપે દેખાય છે. પરંતુ મૂલતઃ તો તે પરમાણુઓ જ છે, ને જ્ઞાન તો પરમાણુનું જ થાય છે. બૌદ્ધો રથના ઉદાહરણથી આ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરે છે. રથ નામનો કોઈ અવયવી પદાર્થ નથી. એના પૈડાં, ચક્ર, ધરી જુદાં પાડો, પછી બતાવો – રથ ક્યાં છે અર્થાત્ અવયવી નામનો કોઈ પદાર્થ હોતો નથી. ભાસર્વા કહે છે કે આનું ખંડન પહેલાં કરેલું છે. પરમાણુ એકઠા થયેલા ન હોય તેવા-જે સૂક્ષ્મ છે એવા પરમાણુઓમાં સ્થૂળ આકારનું જ્ઞાન થાય તો તે જ્ઞાન બ્રાન્ત કહેવાય.* તેઓ બૌદ્ધોને પ્રશ્ન કરે છે કે બધા પરમાણુઓ જ્ઞાનમાં એક જ આકારને ઉત્પન્ન કરે છે કે દરેક પરમાણુ પોતપોતાના ભિન્ન-ભિન્ન જ્ઞાનને ઉત્પન્ન કરે છે ? જો એક જ આકારને જ્ઞાનમાં ઉત્પન્ન કરતાં હોય એવું માનીએ તો પ્રત્યક્ષ પ્રમાણથી જે જ્ઞાન થાય તે સાધારણ આકારનું જ્ઞાન ગ્રહણ કરે. દા.ત. કાળી ગાય, ધોળી ગાયનું પ્રત્યક્ષ થાય ત્યારે તમે કહો છો તેમ હોય તો કાળાપણું સફેદપણાનું જ્ઞાન થાય, ‘ગૌ’ વિશેષનું જ્ઞાન ન થાય અર્થાત્ બધા પરમાણુઓ સામાન્યને ઉત્પન્ન કરતા હોય તો વિશેષનું જ્ઞાન ન થાય. આ ગાય છે એવા જ્ઞાનમાં પ્રાતિપદિક ‘ગોનું જ્ઞાન થાય, ‘ગૌઃ'નું જ્ઞાન ન થાય. વળી, જુદા જુદા આકારનું એક જ જ્ઞાનરૂપે ગ્રહણ થાય તો તે જ્ઞાન ભ્રાન્ત થાય. કાળી ગાય શ્વેત ગાયરૂપે દેખાય તો તે જ્ઞાન ભ્રાન્ત કહેવાય. પરમાણુઓ એક આકારના હોય તો ચિત્રરૂપનું જ્ઞાન થાય નહીં,એક આકારવાળાને ચિત્રતા ન કહેવાય. ઉપર્યુક્ત પ્રશ્નોનો જવાબ આપતાં નૈયાયિક એકદેશી કહે છે કે પ્રત્યેક પરમાણુ જુદા જુદા આકારના જ્ઞાનને ઉત્પન્ન કરે છે એમ માનો તો ? ભાસર્વજ્ઞ એકદેશીના મતને અટકાવતા કહે છે કે આ યોગ્ય નથી કારણ કે, અભિન્ન (એક જ) જ્ઞાનમાં આકારભેદનો સંભવ નથી. દા.ત. એક સાથે ત્રણ (લાલ, લીલા, પીળા) પરમાણુઓ જુદા જુદા આકારને ઉત્પન્ન કરે છે. હવે જ્ઞાન તો એક સમયે એક જ આકારને ધારણ કરે છે. ત્રણેય આકારને જ્ઞાન એક સાથે કેવી રીતે ધારણ કરે ? આમ આકારભેદ માનશો તો જ્ઞાનભેદ થશે. ભાસર્વજ્ઞ કહે છે. અહીં તાદાભ્યનો વિપર્યય થશે. દા.ત. આ ઘટ છે. અહીં ઘટના આકાર-જ્ઞાન વચ્ચે તાદાભ્ય હોય છે. હવે પદાર્થ ત્રણ હોય અને જ્ઞાન એક જ થાય તો તમારા પોતાના સિદ્ધાન્તમાં વિરોધ આવશે, જ્ઞાન-આકારમાં સ્વીકારેલા તાદાભ્યનો બાધ થાય તો પછી કાં તો તાદાભ્યના સિદ્ધાન્તને છોડો અથવા ચિત્રરૂપ સ્વીકારો. - બૌદ્ધો કહે છે કે આકારભેદ થાય તો જ્ઞાનનો પણ ભેદ થાય અર્થાતુ ત્રણ પ્રકારના આકાર હોય તો જ્ઞાન પણ ત્રણ હોય. ૧૬. વૈમસંનિતાબ્લ્યુ, પરમાનુષ તથાારે ફાને માનવ થાત્ | ન્યા. ભૂ., પૃ. ૧૧૪ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૪ www.kobatirth.org ભાસર્વજ્ઞ કહે છે કે આ યોગ્ય નથી. અહીં અનુભવનો વિરોધ આવે છે. કોઈ પટમાં પાંચ રંગ હોય તેમાં આપણને પાંચેય રંગોનું જ્ઞાન થતું નથી, પરન્તુ ચિત્રરૂપનું જ જ્ઞાન થાય છે. વળી એક જ થાંભલામાં લાખ પરમાણુ હોય તો જ્ઞાન પણ લાખ્ખો થાય પરન્તુ આપણને તો એક જ જ્ઞાન થાય છે થાંભલાનું.” Acharya Shri Kailassagarsuri Gyanmandir પરસ્પર આકાર જેમણે જાણ્યા નથી એવી સ્થિતિ હોવાથી જ્ઞાનને પોતાને ખબર નથી. જુદા જુદા આકારો તેમાં પડેલા છે. તો પછી અનેક પરમાણુઓમાં સ્થૂલાદિ આકારનું જ્ઞાન ક્યાંથી થાય ? અવયવીનું જ્ઞાન તમારા સિદ્ધાન્ત પ્રમાણે થશે નહિ અર્થાત્ દરેક જ્ઞાનનો એક એક આકાર હાય છે તે જ્ઞાનો પરસ્પરનાં જ્ઞાનોને જાણતાં નથી. જેમ કે ઘટજ્ઞાનનું સન્તાન પટજ્ઞાનના સન્તાનને જાણતું નથી. નિરંજન પી. પટેલ ભાસર્વજ્ઞ બૌદ્ધોને પ્રશ્ન કરે છે કે તમે આકારભેદે જ્ઞાનભેદ માનો છો, પરન્તુ પરમાણુઓ સ્થૂળરૂપે જ દેખાય છે, તે કેવી રીતે કહી શકાય ? તમે સાબિત કરી આપો. બૌદ્ધો પ્રત્યુત્તરમાં કહે છે કે બુદ્ધિમાં જ આકાર ધારણ થાય છે. બાહ્ય અર્થ (પદાર્થ) હોતો નથી. વિજ્ઞાનવાદી બૌદ્ધો વસ્તુ-પદાર્થ જ્ઞાનમાં જ રહે, તેનું બાહ્ય અસ્તિત્વ હોતું નથી એમ માને છે. ભાસર્વજ્ઞ તેનો પરિહાર કરતાં કહે છે કે એક જ બુદ્ધિ અનેક આકારોના જ્ઞાનને કેવી રીતે દેખાડે ? તમે અભિન્ન સ્વરૂપવાળા જ્ઞાનમાં ચિત્રરૂપ માનો છો એટલે કે એક આકાર(સ્વરૂપ)વાળું જ્ઞાન હોય તેનું ચિત્રરૂપ માનો તો પછી અવયવીએ શો અપરાધ કર્યો, જેનું તમે ખંડન કરો છો.' બૌદ્ધો કહે છે કે એક જ સ્વરૂપવાળા જ્ઞાનની ચિત્રાકારતા અમે ઇચ્છતા નથી. પ્રત્યેક જ્ઞાનમાં જુદા જુદા આકારવાળાં જ્ઞાન થાય એ બધાં જ્ઞાન એક સાથે ઉત્પન્ન થાય તેવાં અનેક વિજ્ઞાનને અમે ચિત્ર કહીએ છીએ.૦ I ભાસર્વજ્ઞ આ મતનું નિરસન કરતાં કહે છે- આ યોગ્ય નથી કારણ કે, પ્રત્યેક જ્ઞાન પોતાનો જ અનુભવ કરે, એક જ્ઞાન બીજા જ્ઞાનના આકારને અનુભવી શકે નહિ. દા.ત. લાલ આકારવાળું જ્ઞાન, લીલા આકારવાળું જ્ઞાન પોતપોતાનું જ્ઞાન કહે, ચિત્રરૂપ છે એવું ન કહે. જો તમે ચિત્રરૂપને માનો તો અવયવીનો પણ સ્વીકાર કરવો પડે કારણ કે અવયવીને માન્યા સિવાય ચિત્રરૂપને સમજાવી શકાય નહિ અર્થાત્ એક જ્ઞાન બીજા આકારના જ્ઞાનનો અનુભવ કરી શકે નહિ. એક સાથે અનેક જ્ઞાન ઉત્પન્ન થાય તે ચિત્ર એમ માનો તો પણ ચિત્રરૂપ સમજાવી શકાય નહિ કારણ કે દરેક જ્ઞાન પોતાના જ્ઞાનને કહે, ઘટજ્ઞાનનું સન્તાન. પટજ્ઞાનનું સન્તાન એકબીજાને અનુભવી શકે નહિ. બૌદ્ધો કહે છે કે એક જ સન્તાનમાં ઉત્પન્ન થતાં એવાં બે જ્ઞાનો કલ્પનાને ઉત્પન્ન કરે, જેમાં ચિત્રાકારનો નિશ્ચય થાય એમ માનો તો શો વાંધો ? ૧૭. મેવ સ્તમ્માવિજ્ઞાનમનુમૂયતે ન પ્રતિપરમાણુમિત્રાન્યપરસંછ્યાતાનિ જ્ઞાનાનીતિ । ન્યા. ભૂ., પૃ. ૧૧૪ ૧૮. વિજ્ઞાનવાદી બૌદ્ધો બાહ્ય પદાર્થનો અભાવ માને છે. માત્ર વિજ્ઞાનનું જ અસ્તિત્વ સ્વીકારે છે. બાહ્ય થાંભલા જેવા પદાર્થને પરમાણુઓથી ભિન્ન કે અભિન્ન એ બેમાંથી કોઇ પણ રીતે સમજાવી શકાય નહિ. અંદરનું વિજ્ઞાન જ ઘટ પટાદિના આકારો ધારણ કરીને ઘટાદિનું જ્ઞાન કરાવે છે. વિજ્ઞાનમાં જ ઘટજ્ઞાન પટજ્ઞાન એવા ભેદો થાય છે. પ્રમાણવાર્તિક, ૨-૨૨૦, પ્રત્યક્ષપરિચ્છેદ П ૧૯. યુદ્ધિપ્લેના સતા વયં ચિત્રાવારા મવેત્ । ગમિત્રાત્મનશ્ચિત્વાત્યુપામે સત્ત્વવવિના હ્રોઽપરાયઃ વૃતો, યેનાસૌ સર્વજો પ્રસિદ્ધોઽપિ નિષિતે । ન્યા. ભૂ., પૃ. ૧૧૫ ૨૦. પ્રમાણવાર્તિક, ૨-૨૧૦, પ્રત્યક્ષપરિચ્છેદ For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ન્યાયભૂષણમાં ચિત્રરૂપનિરૂપણ ભાસર્વા કહે છે કે જેનું જ્ઞાન બહુ સ્પષ્ટ હોય છે તેને ચિત્રજ્ઞાન થાય છે, તેથી ચિત્રજ્ઞાનને જુદું જ્ઞાન માનવું પડે જ્યારે તમે વિકલ્પવાળાં જ્ઞાનોને માનતા નથી.' www.kobatirth.org બૌકો કહે છે કે કલ્પના એક આકારની થાય તો જુદા જુદા આકાર ન દેખાય ત્યારે ચિત્રાકાર કેવી રીતે જણાય ? જો ભિન્ન આકાર માનો તો એક આકારવાળા વિકલ્પમાં અનેક આકારોનું જ્ઞાન કેવી રીતે થાય ? ભાસવા કહે છે કે વિકલ્પના ખંડનથી વાસનાનું ખંડન સમજવું, બૌદ્ધોના મત પ્રમાણે વાસનાને કારણે જગત દેખાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજો કહે છે એક સાથે ઉત્પન્ન થયેલાં અનેક જ્ઞાનો તેનું ઉપાદાન એક જ આલયવિજ્ઞાન તે જ્ઞાનોને પરસ્પર જાણે છે એમ માનો તો શો વાંધો ?૨૨ ૧. ૨૩ ભાસર્વજ્ઞ કહે છે કે આ યોગ્ય નથી. જો એક જ્ઞાન બીજા જ્ઞાનના આકારને સ્વીકારતું હોય એમ જોવા મળે તો પછી તે જ્ઞાનને એકાકાર કેમ કહેવાય ? ઘટજ્ઞાન પટાકાર રહિત હોય છે. જ્ઞાન થાય ઘટનું અને જણાય પર. આવું જ્ઞાન કેવી રીતે સંભવે ? જ્ઞાન આકાર ધારણ કરે ઘટનો અને પટ આત્મભૂત થાય એવું ન બને. આમ, બૌદ્યોની આકારની કલ્પના પ્રમાણ વિનાની છે. આમ, ચિત્રરૂપ સ્વીકારવું પડશે. ૨૧. ક્ષયન પોતે પ્રત્યક્ષ નિષ્પતિ ૨૫ સંદર્ભગ્રંથો : ન્યાયદર્શનમ્ (વાસ્યાયન ભાષ્ય સંબંધિત) છે, ગૌતમમુનિ, સંપા. સ્વામી દ્વારિકાદાસ કારવી, બૌદ્ધભારતી પ્રકાશન, વારાણસી, બીજી આવૃત્તિ, ૧૯૭૬ 2. બદર્શન (દ્વિતીય ખંડ), ન્યાય-વૈશેષિક, લે. નગીન છ. શાહ, યુનિ. ગ્રન્થનિર્માણ બોર્ડ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪ तरङ्गा उदधेर्यद्वत्पवनप्रत्ययेरिताः । नृत्यमानाः प्रवर्तन्ते व्युच्छेदश्च न विद्यते ।। आलयोपस्तथा नित्यं विषयपवनेरितः । પ્રત્યો સર્વેમાં ત્રિતો નામમંથઃ । પ્રથા, ૨.૧૨૩, પૃ. ૧૩૮ ૨૨. આલયવિજ્ઞાન અને પ્રવૃત્તિવિજ્ઞાનની કલ્પના વિજ્ઞાનવાદી બૌદ્ધોની નિલ્ડ કલ્પના છે. આલયવિજ્ઞાનમાં જગતના સમગ્ર ઘર્મોનું બીજ નિહિત છે તેમાં ઉત્પન્ન થાય છે, તેમાં વિલીન થાય છે. લંકાવતારસૂત્રમાં આલયવિજ્ઞાનને સમુદ્ર સાથે સરખાવ્યું છે. For Private and Personal Use Only વિઐસ્તરાવિજ્ઞાનનૃત્યમાનઃ પ્રવર્તતે ।। લંકાવતારસૂત્ર, ૨/૯૯,૧૦૦, ઉષ્કૃત – બૌદ્ધદર્શનમીમાંસા ૨૩. નૈતક્તિ, પવિ દિ જ્ઞાન જ્ઞાનાબારાવાર ચીડવવુંવચરે, તે મારે સવારનું ના? વર્ષ સત્રામ્ય વિનમ્ ... વિશ્રાપિતામહ્ત્વના ગાહિતિ ) ન્યો.બુ. પૃ. ૧૧૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીસયાજી સાહિત્યમાળા રૂા. પૈ. ૧૬.૦ ૧૭.૦૦ ૧૩.૦ ૧૫.૦ ૧૧.૫૦ ૧૫.૦૦ ૩૧.૦ ૩૪૩ ભારત-રત્ન - શ્રી ઉપેન્દ્રરાય જ. સાંડેસરા (૧૯૬૭) ૩૪૪ મહાગુજરાતના મુસલમાનો ભાગ ૧-૨ - કરીમ મહંમદ માસ્તર (૧૯૭૯) ૩૪૬ પેટ્રોલિયમ - શ્રી પદ્મકાન્ત ૨. શાહ (૧૯૭૦) ૩૪૭ પંચદશી તાત્પર્ય - સ્વામી પ્રણવતીર્થજી (૧૯૭૧). ૩૪૮ અખો અને મધ્યકાલીન સંતપરંપરા - (સ્વ.) ડૉ. યો. જ, ત્રિપાઠી (૧૯૭૨) ૩૪૯ શ્રીમદ્ ભાગવત : ભાગ ૨ - (વ.) નાગરદાસ અ. પંડયા (૧૯૭૨) ૩૫૦ ચરકનો સ્વાધ્યાય ભાગ ૧ - (સ્વ.) બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૩) ૩૫૧ ગુજરાતનો પૉટરી ઉદ્યોગ - શ્રી શાંતિલાલ પી. પુરોહિત (૧૯૭૫) ૩૫ર ઊંડાણનો તાગ - શ્રી છોટુભાઈ સુથાર (૧૯૭૫) ૩૫૩ ભારતીય વીણા - (સ્વ.) પ્રો. રસિકલાલ એમ. પંડ્યા (૧૯૭૮) ૩૫૪ ચરકનો સ્વાધ્યાય ભાગ ૨ - (સ્વ.) બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૯) ૩૫૫ ચાંપાનેર : એક અધ્યયન - પ્રો. રમણલાલ ના. મહેતા (૧૯૭૯) ૩૫૬ દ્વારકાના પ્રદેશનો સાંસ્કૃતિક ઇતિહાસ - (સ્વ.) શ્રી ક. ન. જોષી (૧૯૭૯) ૩૫૭ આધુનિક ગુજરાતના સંતો ભાગ ૨ - ડૉ. કેશવલાલ ઠકકર (૧૯૯) ૩૫૮ સૂર્યશક્તિ - શ્રી પદ્મકાન્ત ર. શાહ (૧૯૮૧) ૩૫૯ કવિ ગિરધર : જીવન અને કવન - ડૉ. દેવદત્ત જોશી (૧૯૮૨) ૩૬૦ વનૌષધિ-કોશ - અધ્યા. કે. કા. શાસ્ત્રી (૧૯૮૨). ૩૬૧ સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય - (સ્વ.) શ્રી કનૈયાલાલ ભા. દવે (૧૯૮૩) ૩૬૨ વૈષ્ણવતીર્થ ડાકોર - (સ્વ.) ડૉ. મંજુલાલ ૨. મજમુદાર (૧૯૮૪) ૩૬૧ વૃદ્ધત્રયી અને લધુત્રયી - (સ્વ.) બાપાલાલ ગ. શાહ (૧૯૮૪). ૩૬૩ વડોદરા એક અધ્યયન - પ્રો. રમણલાલ નાગરજી મહેતા (૧૯૮૭) ૩૬૪ મહારાજા સયાજીરાવ ત્રીજા - (સ્વ.) પ્રો. હસિત હ. બૂચ (૧૯૮૮) ૩૬૫ નાભાજીકૃત ભક્તમાલના ઐતિહાસિક ભક્તો-એક અધ્યયન - શ્રી મૂલશંકર હી. કેવલિયા (૧૯૮૮) ૩૬૬ લેસર (પરમતેજ) - શ્રી પદ્મકાન્ત ૨. શાહ (૧૯૯૦) ૩૬૮ અવચીન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ - (અનુ.) એ. જે. રાવલ અને વી. એસ. લેલે ૩૬૯ મંજુલવિમર્શ - શ્રી જે. પી. ઠાકર (૧૯૯૨) ૩૭૦ પ્રાણવહસ્રોતોના રોગો : શ્વાસ-દમ - વૈધ મણિભાઈ બ્રહ્મભટ્ટ (૧૯૮૫) ૩૭૧ વડોદરાનાં મંદિરો - કુ. મંજુલા એમ. સોની (૧૯૮૫) ૩૧૭ આહારવિજ્ઞાન - (પુનઃમુદ્રણ) ડૉ. જયશંકરે છે. પાઠક અને (રૂ.) અનંતરાય મ. રાવળ (૧૯૯૦) ૩૭૨ ભવાઈ : સ્વરૂપ અને લક્ષણો - કૃષ્ણકાંત ઓ. કડકિયા (૧૯૯૬) ૩૭૩ શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજી - ડૉ. લવકુમાર મ. દેસાઈ (૧૯૯૬) ૩૭૪ નાભાજીકૃત ભક્તમાલના ઐતિહાસિક ભક્તો - એક અધ્યયન ભાગ ૨ - શ્રી મૂલશંકર હી. કેવલિયા (૧૯૯૮) પ્રાપ્તિસ્થાન : યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, પ્રો. સી.સી. મહેતા ઑડિટોરિયમ, જનરલ ઍજ્યુકેશન સેન્ટર સામે, ડી.એન. હોલ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે, પ્રતાપગંજ, વડોદરા - ૩૮૦ ૦૦૨. ૩૬.૦૦ ૪૪.૦ ૪૫.૦૦ ૫૩.૦૦ ૫૧.૦૦ ૩૬.૦૦ ૭૯.૦૦ ૪૮.૦૦ ૩૩.૦ ૪૪.૦ ૪૯.૦૦ ૪૪.૦ ૪૮.૦ ૧૮૮.૦૦ ૨૩૬.૦૦ ૧૭૬.૦ ૬૮.૦૦ ૬૦.૦૦ ૧૯૩.૦૦ ૧૯૫.૦૦ ૧૦૬.૦૦ For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દધિપુરનગર(દાહોદ)ની સલેખ નિષિધિકા રવિ હજારની મુનીન્દ્ર જોશી* કર્ણાટ-કર્ણાટકનાં જૈન સ્મારકો સાથે નિસિદ્ધિ કે નિસિધિ ઘણી જગ્યાએ જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાં નિષિધિકા, નિસિધિ, નિસીધા અને નિસિદ્યાલયમ્ વગેરે શબ્દો છે. કેટલાક પ્રાકૃત ગ્રંથોમાં નિસીદ્યા પ્રયોગ કરેલો છે. સંસ્કૃત ટીકાકાર મલયગિરિ તેનું રૂપાંતર નિસિદ્દા-સ્થાનમ કરે છે. આમ આ શબ્દોનાં અનેક સ્વરૂપો જેવાં મળ્યાં છે. જેમ કે નિસીપી, નિસિદા, નિસિધીકા, નિસિપીગ, નિસધી, નિસિદી, નિસિધ્યામ, નિસિધ્યાય કે નિરાધ્યાય વગેરે. વ્યુત્પત્તિશાસ્ત્ર અને એના અર્થ અન્વયે તેમાં કોઈ ખાસ ફેર નથી. જેનો અર્થ બેઠક, બેસવાની જગ્યા કે ધાર્મિક વિધિ માટેની બેઠક, એક એવી જગ્યા જેનો ઉપયોગ કોઈએ સમાધિ-મૃત્યુ માટે કરેલો હોય. મતલબ કે નિસિદ્ધિ એ સ્મૃતિ-સ્મારક છે, જ્યાં પવિત્ર સાધુ, સાધ્વી, ગૃહસ્થ કે ગૃહિણીએ સ્વૈચ્છિક મૃત્યુ મેળવેલ હોય અથવા તો મૃત્યુ પહેલાના અંતિમ શ્વાસ છોડયા હોય. ટૂંકમાં નિસિદ્ધિ મરણોત્તર સ્મૃતિ-સ્મારક છે. જ્યાં કોઈ પવિત્ર વ્યક્તિએ ધાર્મિક સંસ્કાર મુજબ આ સ્થળે અંતિમ શ્વાસ લીધા હોય, અંતિમ ક્રિયા થઈ હોય, કે એનાં અસ્થિ દાટવામાં આવ્યાં હોય. નિસિધિમાં ચોરસ વેદિકા પર શિલાપટ્ટ મૂકી ચારે તરફ યષ્ટિ (સ્તંભ) પર પથ્થર કે ઇંટોનું આચ્છાદન કરવામાં આવે છે. પીઠિકા પર પગલાંની છાપ કે પાદુકા જોવા મળે છે. ક્યારેક સંબંધિત વ્યક્તિની આકૃતિ કે રેખાંકન કંડારવામાં આવે છે. લેખમાં સંબંધિત વ્યક્તિએ કઈ રીતે સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકાર્યું, કયા દાતા દ્વારા કોની ઉપસ્થિતિમાં આ સ્મારક બનાવવામાં આવ્યું ? વગેરે જણાવવામાં આવે છે. ઉપરોક્ત વિવેચન બાદ અહીં પ્રસ્તુત અદ્યાપિ અપ્રસિદ્ધ નિસિદ્ધિની વિગત જોઈએ. પ્રસ્તુત નિષિધિકા પ્રાચીન દધિપુરનગર અને હાલના દાહોદના શ્રી દૂધેશ્વર મહાદેવના પરિસરમાં પ્રવેશની ઉત્તર દિશાએ આવેલી છે. દૂધેશ્વર શિવાલય દધિમતિ નદીના દક્ષિણ તટે આવેલું છે. લોકવાયકા અનુસાર અત્રે દધીચિ ઋષિનો આશ્રમ હતો. ૫ ‘સ્વાધ્યાય' - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ર૦૧, પૃ. ૨૭ થી ૨૮ • ડી-૧૦, શ્રીમધુરમ્ એપાર્ટમેન્ટ્સ, ન્યુ સમા રોડ, વડોદરા. ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતું, શેલત ભુવન, એલિસબ્રિજ પાસે, અમદાવાદ - ૩૮૦ ૦૧. A.N. Upadhye, "Nisidhi - It's Meaning," Memorial Stones- A study: their origin, significance and variety, (Ed.) S. Settar, Gunther D., Sontheimer, Dharwad, 1982, pp. 45-46 રાય પ્રસનીય સૂત્ર : ૨૮, તે પરની મલયગિરિની આગોદય ટીકા પ્રાચીન દધિપુરનગર-દાહોદ માટે જુઓ, રવિ હજરનીસ અને મુનીન્દ્ર જોશી, “દધિપુરનગર(દાહોદ)ના શ્રી દૂધેશ્વર મહાદેવનો વિ.સ. ૧૮%નો શિલાલેખ," સામીપ્ય, ઓક્ટોબર ૯૭ - માર્ચ ૧૯૯૮, પૃ. ૫૩-૫૪ ૪. એજન, પૃ. ૫૩ ૫. એજન, પૃ. ૫૪ For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮ રવિ હજરનીસ અને મુનીન્દ્ર જોશી નિષિદ્ધિ ખુલ્લી જગ્યામાં આધુનિક બાંધેલી ઓટલી વચ્ચે યષ્ટિરૂપે જડી દીધેલી છે. એ પાષાણમાંથી નિર્મિત. મિશ્રઘાટની હોઈ, સમગ્ર માપ ૧.૪૬ x ૦ર૭ ૦.૨૩ સે.મિ. છે. નીચેથી ઉપર તરફ જતાં ક્રમશ: લેખ કંડારેલ ચોરસઘાટ, ઉપર અષ્ટકોણ, તથા વૃત્તાકાર, પુનઃઅષ્ટકોણ પટ્ટીકા, તે પર ખગાસનમાં અંકિત શિલ્પ સાથેની અષ્ટકોણ પટ્ટી અને ચારે તરફના ચોરસ ભાગમાં ચારે બાજુ પર્યકાસનસ્થ પ્રતિમા શોભે છે. જેની ઉપરના ભાગે અનુક્રમે ચોરસ અને વૃત્તાકાર આમલક તથા ટોચ પર કળશ બતાવેલ છે. સૌથી નીચેના ખગાસનસ્થ મૂર્તિના ચોરસ ભાગમાં દેવનાગરી લિપિમાં લેખ કોતરેલો છે. લેખ પ્રમાણમાં સુવાચ્ય ન હોવા છતાં લખાણ નીચે મુજબ હોય તેમ લાગે છે. લેખ ચાર પંક્તિનો છે : संवत १२३२ भाग સિરયુરિવાર/૨/(?) -ટ: રતસિંદુ: “ (૩) – ટોતિઃ || પ્રસ્તુત લેખમાં રત્નસિંહ, દેવલોકગતઃ તથા સંવત ૧૨૩ર સ્પષ્ટ વાંચી શકાય છે. નિષિધિકા તેની મિતિ પરથી સંવત ૧૨૩૨ (ઈ.સ. ૧૧૭૬)નો સમયકાળ બતાવે છે. જે ઐતિહાસિક અને પુરાતત્ત્વની રીતે મહત્ત્વનું છે. લેખમાં ઉલ્લેખિત રત્નસિંહ નામથી મહદઅંશે તે રાજપૂત હોવાનું ફલિત થાય છે, જે શ્રેષ્ઠી, સામંત કે તત્કાલીન સમયમાં મોભાનું સ્થાન ધરાવનાર જૈનધર્માવલંબી હોવાનું સુસ્પષ્ટ છે. પ્રસ્તુત નિષિધિકામાં કંડારેલ ખગ્રાસન અને પર્યકાસનસ્થ તીર્થકર તેના દિગંબર સંપ્રદાયનો નિર્દેશ કરે છે. લેખમાં જણાવેલ રત્નસિંહ તે કોણ ? એનો ઉત્તર તો ગ્રન્થપ્રશસ્તિઓ કે ગુર્નાવલીઓ મળી આવે તો થઈ શકે. આ અંગે વધુ સંશોધન અપેક્ષિત છે. નોંધ લેખનમ બો)ની નોંધ : “દધિપુરનગર(દાહોદ)ની સલેખ નિષિધિકા”ની માહિતી આપવા બદલ દાહોદના શ્રી ભરત સોની, શ્રી સૈફી કડીવાલા અને સર્વેક્ષણમાં સાથે જોડાવા માટે શ્રી નટુભાઈ પટેલ તેમ જ શ્રી બારિયાના, લેખકો ઋણી છે. For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આધુનિક સંસ્કૃત સાહિત્યમાં અંગ્રેજપ્રશસ્તિ काव्यं यशसेऽर्धकृते व्यवहारविदे शिवेतरक्षतये । सद्यः परनिर्वृतये कान्तासम्मिततयोपदेशयुजे || Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન્તિલાલ રા. દવે આ સુપ્રસિદ્ધ કારિકામાં મમ્મટાચાર્યે પ્રાચીન સાહિત્યોપાસકોનાં સાહિત્યનાં પ્રયોજનો ગણાવ્યાં છે. આ ઉપરાંત પણ સાહિત્યનાં કેટલાંક પ્રયોજનો છે અને એ પ્રયોજનોથી પ્રેરાઈને કેટલાક કવિઓ સાહિત્યનિર્મિતિ કરવા પ્રવૃત્ત થયા છે. (પણ મુખ્યત્વે) ધન અને માનની અભિલાષાથી રાજા મહારાજાની સ્તુતિપરક કાવ્યરચના કરવા ઘણા કવિઓ અને મહાકવિઓ ઉઘુક્ત થયા હતા. કમનસીબે દીર્ઘકાલીન પારતંત્ર્યને લીધે આ રાજાઓમાં પરધર્મી રાજાઓની સંખ્યા ઘણી મોટી છે. આ પરકીય સત્તાધીશોએ સંસ્કૃતના અધ્યયનનો પ્રચાર કરવા માટે અથવા સંસ્કૃત ભાષાને એની પ્રાચીન પ્રતિષ્ટા પાછી અપાવવા માટે કોઈ ખાસ પ્રયત્ન કર્યો નથી, તો પણ તેમણે અનેક પ્રતિભાસંપન્ન સંસ્કૃત સાહિત્યકારોનો યથાવસર સત્કાર કરેલો જોવા મળે છે. જગન્નાથ પંડિત જેવા સંસ્કૃત કવિને મોગલ રાજસભામાં મોટું સન્માન પ્રાપ્ત થયું હતું. અંગ્રેજ સત્તાધીશોએ પણ ‘મહામહોપાધ્યાય’ એવું બહુમાન આપીને અનેક સંસ્કૃત વિદ્વાનોનો સત્કાર કરી એ પરંપરા લાંબા સમય સુધી ચાલુ રાખી હતી. આ રીતે રાજસન્માનથી સંતુષ્ટ થયેલા અથવા રાજસન્માનની અપેક્ષા રાખનારા અનેક સંસ્કૃત કવિઓએ પરકીય પ્રશાસકોનાં જીવનચરિત્રો સંસ્કૃત કાવ્યોમાં વિવિધ રીતે ઉતાર્યાં છે. જેઓની સત્તા ઉથલાવવા માટે પ્રખર દેશભક્તોએ આજીવન દુઃખ વેઠયું એવા પરકીય પ્રશાસકોનાં ચરિત્ર માટે પોતાની પ્રતિભાનું હનન કરનાર કવિઓ સંસ્કૃત સાહિત્યકારોમાં નિર્માણ થયા એ ખેદની વાત છે. અંગ્રેજ પ્રશાસકોની પ્રશસ્તિ અર્થે રચાયેલી આવી કૃતિઓમાં મહારાણી વિક્ટોરિયા, એડવર્ડ સપ્તમ, જ્યોર્જ પંચમ વગેરે શાસકો ઉપરાંત બ્રિટિશ સામ્રાજ્ય અને તેની સાથે સંબંધિત વ્યક્તિઓ અને બનાવોને કેન્દ્રમાં રાખીને પણ અનેકવિધ સર્જનો થયાં છે. મહારાણી વિક્ટોરિયાવિષયક પ્રશસ્તિ-રચનાઓ : ઈ.સ. ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ, ઇ.સ. ૧૮૫૮માં બ્રિટિશ તાજના પ્રતિનિધિ તરીકે મહારાણી વિક્ટોરિયાએ ભારતીય પ્રજાને ન્યાય, નિષ્પક્ષતા અને ધાર્મિક સહિષ્ણુતાની ખાતરી સાથે અપનાવેલી સુધારાવાદી નીતિના પરિણામસ્વરૂપે, પ્રજામાં એક અનેરા આશાવાદનો ઉદય થયો. પ્રજાએ આ નવા શાસનતંત્રને ‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૨૯ થી ૩૫ • અનુ. સંસ્કૃત વિભાગ, સ.પ. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. ૧. ૨. For Private and Personal Use Only કાવ્યપ્રકાશ, ઉલ્લાસ ૧/૨ ડૉ. શ્રીધર ભાસ્કર વર્ણકર કૃત, ડૉ. અનંતરાય જે. રાવળ અને શ્રી વિજયા લેલે અનુવાદિત, અર્વાચીન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, પ્રથમ સંસ્કરણ, ૧૯૯૨, પૃ. ૪૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૦ www.kobatirth.org ૪. ૫. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈશ્વરદત્ત વરદાન ગણી લીધું. ઇ.સ. ૧૮૭૭માં ભરાયેલા દિલ્હીદરબાર અને વિક્ટોરિયાને એનાયત થયેલ ‘મહારાણી’ના ખિતાબના કારણે, આનંદવિભોર બનેલ પ્રજા અને પ્રજાના મુખરૂપ ભારતીય સર્જકોમાં મહારાણી વિક્ટોરિયાનાં પ્રશસ્તિકાવ્યો લખવાની જાણે કે હોડ જામી. ‘સૂનૃતવાદિની' નામના સુપ્રસિદ્ધ સાપ્તાહિકમાં સંસ્કૃતના મૂર્ધન્ય સર્જકસંપાદક અપ્પાશાસ્ત્રી રાશિવડેકરે ‘ચન્દ્રવર્તિન્યા થોષપત્રમ્' શીર્ષકવાળા એક ખાસ તંત્રીલેખમાં આ ‘વિક્ટોરિયા-ઢંઢેરા'નું ઉમળકાભેર સ્વાગત કર્યું, તો ભારતેન્દુ હરિશ્ચંદ્રે આ શબ્દોમાં વિક્ટોરિયાને આવકાર આપ્યો : श्रीमत्सर्वगुणाम्बुधेर्जनमनोवाणीविदूराकृते કાન્તિલાલ રા. દવે नित्यानन्दघनस्य पूर्णकरुणाऽऽसारैर्जनान् सिञ्चतः । शक्तिः श्रीपरमेश्वरस्य जनताभाग्यैरवाप्तोदया સામ્રાન્ચે નિતન વિજ્ઞયિની ટેવ વરીવૃષ્યતે ।।' (વિક્ટોરિયા-પ્રશસ્તિ, પૃ. ૭૪૬) મહારાણી વિક્ટોરિયાવિષયક રચનાઓમાં કાકીના-નરેશના રાજકવિ બંગાળનિવાસી કવિ શ્રીશ્વર વિદ્યાલંકાર વિરચિત, ‘વિનયિનીા’ (૧૯૦૧) એક ‘મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ' તરીકે નોંધપાત્ર રચના છે. અંગ્રેજી સભ્યતા, સંસ્કૃતિ અને ઇતિહાસનું દિગ્દર્શન કરાવવાના પ્રયોજનથી રચનામાં આવેલી આ કૃતિમાં, અંગ્રેજી કવિતાનો ભારોભાર પ્રભાવ છે. આ કાવ્યકૃતિનું અભિવાદન કરતાં હર્મન યાકોબીએ લખ્યું છે :'I admire the facility with which you handle Sanskrit, and the richness and the propriety of contents with which you adorn a subject, so foreign to Sanskrit muse. આવી એક અન્ય મહત્ત્વપૂર્ણ કૃતિ છે, વિક્ટોરિયામવમ્'- (ઇ.સ. ૧૮૯૯) શ્રી સમ્પન્કુમાર નરસિંહાચાર્ય દ્વારા વિરચિત આ કાવ્યના પ્રકાશન અંગે રસપ્રદ વિવાદ છે. શ્રી સમ્પકુમારે પોતાની આ રચના પ્રકાશન અર્થે તે કાળના સુપ્રસિદ્ધ વિદ્વાન અને ‘સંસ્કૃત-ચંદ્રિકા' સાપ્તાહિકના સંપાદક અપ્પાશાસ્ત્રી રાશિવડેકર પાસે મોકલી હતી. મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના ચાકચિક્યભર્યાં વચનોથી અત્યંત પ્રભાવિત થઈને, મહારાણીનું ઉમળકાભેર સ્વાગત કરનાર, પણ પાછળથી અંગ્રેજોની બેધારી કૂટનીતિનો પાર પામી ગયેલા અપ્પાશાસ્ત્રીને, આ કાવ્યમાં કરવામાં આવેલી વિક્ટોરિયાની અતિશયોક્તિપૂર્ણ પ્રશસ્તિ પસંદ ન આવવાથી, તેમણે આ કાવ્યનું પ્રકાશન અટકાવ્યું. બાદમાં કવિ દ્વારા વારંવાર કાવ્યના પ્રકાશન બાબત પૂછપરછ કરવામાં આવતાં, સંપાદકે આખરે આ રચના અંક ૭/૧૮માં પ્રકટ તો કરી પરંતુ કાવ્યની નીચે જ સંપાદકીય નોંધ પણ મૂકી કે, ‘આવાં અંગ્રેજપ્રશસ્તિપરક, કાવ્યો લખવાં હવે સંસ્કૃતના કવિઓ માટે શોભાસ્પદ નથી'. શ્રી થ૩૪૭૫મારે વિક્ટોરિયાના જીવનચરિતને આલેખતા એક અન્ય, ‘વજ્રવર્ત-વિક્ટોરિયા’ નામના કાવ્યની પણ (ઈ.સ. ૧૯૦૨માં) રચના કરી છે. આ જ શીર્ષક હેઠળ શ્રી મહેશચંદ્ર તર્કચૂડામણિએ પણ (ઇ.સ. ૧૯૦૯માં) એક પ્રશસ્તિકાવ્યનું સર્જન કર્યુ છે, જેમાં વિક્ટોરિયાના ચરિત્રનું અહોભાવમંડિત આલેખન છે. શ્રીપતિ ઠાકુરના ‘વિવટોરિયાષ્ટકમ્’માં પરંપરાગત સ્તોત્રકાવ્યની અષ્ટક રચનામાં ‘દેવી’ તરીકે વિક્ટોરિયાનું આલેખન કરી ભક્તિભાવસભર કાવ્યાંજલિ અર્પવામાં આવી છે. બંગાળનિવાસી કવિ ત્રૈલોક્યમોહન ગુહે ‘fતમારતમ્’ નામના, ૨૧ સર્ગીય મહાકાવ્યમાં બ્રિટિશ સામ્રાજ્ય અને તેની અધિષ્ઠાત્રી સામ્રાજ્ઞી વિક્ટોરિયાનાં જીવન અને કાર્યોનું, ઓજસ્વી શૈલીમાં નિરૂપણ કર્યું છે. ગુરુપ્રસન્ન ભટ્ટાચાર્યના ‘વધિનીયમ્મૂ’ નામના ચંપૂકાવ્યમાં પણ મહારાણી વિક્ટોરિયાની યશોગાથાનું ગદ્યપદ્યમિશ્રિત ૩. સૂનૃતવાદિની, અંક નં. ૧/૧૫ For Private and Personal Use Only વિક્ટોરિયાપ્રાપ્તિ, ભારતેન્દુ ગ્રન્થાવલી, કાશી નાગરી પ્રચારિણી સભા, સંવત્ ૧૯૯૧, પૃ. ૭૪૬ ઉષ્કૃત : ડૉ. રાધાવલ્લભ ત્રિપાઠી, સંસ્કૃત સાહિત્ય, બીસવીં શતાબ્દી, ડૉ. હરિસિંહ ગૌર વિશ્વવિદ્યાલય, સાગર, મધ્યપ્રદેશ, પ્રથમ સંસ્કરણ, ૧૯૯૯, પૃ. ૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આધુનિક સંસ્કૃત સાહિત્યમાં અંગ્રેજપ્રશસ્તિ (૩૧ શૈલીમાં ભાવપૂર્ણ નિરૂપણ છે. મહારાણી વિક્ટોરિયાની ગોલ્ડન જ્યુબિલી પ્રસંગે, કેરલવર્મ વલિય કોઈબ્રાન વિરચિત “વિક્ટોરિયારિતમ્' (ઈ.સ. ૧૮૮૭) ૧૦૩ શ્લોકોની સ-રસ કાવ્યકૃતિ છે, જેમાં મહારાણી વિક્ટોરિયાના વનની મહત્વપૂર્ણ વિગતો અને પ્રસંગોનું બયાન છે. અને આ કાવ્યના પ્રત્યેક પદ્યના અંતમાં વિવટોરિણા વિનવતાં વાર રાતમ્' એવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે. પૂનાના વ્રજનાથ શાસ્ત્રીકૃત ‘વિવરિયાપ્રાપ્તિઃ' (ઈ.સ. ૧૮૯૨), મુડુમ્બી વ્યંકટરામ નરસિંહાચાર્યપ્રણીત અન્ય “વિવરિયાપ્રતિઃ ' કાવ્ય, સુરેન્દ્રમોહન ટાગોર દ્વારા રચાયેલ વિવટોરિયામાખ્યમ્ (ઈ.સ. ૧૮૯૮), તથા કટત્તનાટ રવિવર્મ તબૂરાનની કાવ્યકૃતિ “વિવેરરિયાવિટાસTEવમ્' (ઈ.સ. ૧૯૮૦) વગેરેમાં મહારાણી વિક્ટોરિયાની ગુણગરિમાનું ગૌરવમંડિત આલેખન કરવામાં આવેલું છે. મહારાણી વિક્ટોરિયાના ચરિત્રને કેન્દ્રમાં રાખીને વિવિધ સર્જકોએ, વિવિધ પ્રસંગોએ કરેલી વિવિધ કાવ્યરચનાઓના સંપાદિત કરવામાં આવેલા કાવ્યસંગ્રહોમાં પણ મહદંશે મહારાણી વિક્ટોરિયાનાં જીવન અને સિદ્ધિઓનું અતિરંજિત ચિત્રાંકન પ્રાપ્ત થાય છે. આવા સંગ્રહોમાં, મહારાણી વિક્ટોરિયાના હીરક મહોત્સવ પ્રસંગે, ઉત્તર કર્ણાટક જિલ્લાના સંસ્કૃત કવિઓએ રચેલાં કાવ્યોનો સંગ્રહ, ‘બિસ્કીન' નોંધપાત્ર છે. વારાણસીના વિદ્વાન બલદેવસિંહ ‘વર્તાવિવોરિયાવિનયપત્રકુ (ઈ.સ. ૧૮૮૯)માં આવાં બીજાં સ્તુતિકાવ્યોનું સંપાદન કર્યું છે. આવો એક અન્ય નોંધપાત્ર કાવ્યસંગ્રહ “તિરૂમાંનાિ” (ઈ.સ. ૧૮૯૭) છે, જેમાં વારાણસીના કેટલાક સિદ્ધહસ્ત પંડિતોએ, મહારાણી વિક્ટોરિયાને કેન્દ્રમાં રાખીને રચેલી વિવિધ કાવ્યકૃતિઓને શ્રીકૃષ્ણચંદ્ર ગ્રંથસ્થ કરી છે. મહારાણી વિકટોરિયાના નિધનને કેન્દ્રમાં રાખીને વારાણસીના કુલચંદ્ર શર્માએ “મહાનિ (ઈ.સ. ૧૯૦૧) નામના ‘ચંપૂ” પ્રકારના ગદ્યપદ્યમય શોકકાવ્યનું પ્રણયન કર્યું છે, તો આ જ વિષયને લક્ષમાં રાખીને કલકત્તાના યાદવેશ્વર તર્કરન્ને ‘સમૃવિત્ (ઈ.સ. ૧૯૦૧)નામના શોકપ્રધાન કાવ્યનું સર્જન કર્યું છે. એડવર્ડ - સસમ વિષયક કાવ્યો : - મહારાણી વિક્ટોરિયા વિષયક રચનાઓની તુલનામાં તેમના ઉત્તરાધિકારી એડવર્ડ સપ્તમ વિષે રચાયેલી કતિઓની સંખ્યા ઓછી છે. એમાં પણ એડવર્ડ સપ્તમના જીવનચરિત્ર અને રાજ્યારોહણ-પ્રસંગને લગતી કૃતિઓની સંખ્યા સવિશેષ છે. જેમ કે, લખનૌના કવિ ઊર્વીદત્ત શાસ્ત્રી વિરચિત “ડવર્ડવંરામ્' (ઈ.સ. ૧૯૦૫)માં એડવર્ડના ચરિત્રનું નિરૂપણ છે. કોઈ અજ્ઞાત કવિ દ્વારા રચાયેલા “કંપનીuતાપમાનમ્' નામના દીર્ઘકાવ્યમાં એડવર્ડ સસ જીવનપ્રસંગોનું આલેખન મળે છે. કલકત્તાના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રચિત, “ગરીનેશ્વરર/નસૂયરાત્તિ તીવી' (ઈ.સ. ૧૯૦૮) એવું ઠીક ઠીક લાંબું શીર્ષક ધરાવતા પ્રશસ્તિકાવ્યમાં, એડવર્ડ સપ્તમનાં જીવન અને મહત્ત્વપૂર્ણ કાર્યોનું ઓજસ્વી નિરૂપણ કરવામાં આવ્યું છે. એડવર્ડ સપ્તમ પ્રત્યેના ભારોભાર ભક્તિભાવથી ભર્યાભર્યા આ કાવ્યમાં, એડવર્ડ સપ્તમને ‘રાજરાજેશ્વર' તરીકે ઓળખાવવામાં આવ્યા છે. એડવર્ડ સપ્તમ વિષે રચાયેલાં કાવ્યોમાં એમના રાજ્યાભિષેક-પ્રસંગનું નિરૂપણ કરતી કૃતિઓની સંખ્યા સવિશેષ છે. જેમ કે, શ્રીધર વિદ્યાલંકારે એડવર્ડ સપ્તમના દિલ્હીના તખ્ત પરના રાજ્યાભિષેકને વિષય બનાવીને, “વિશ્વ મહોત્સવમ્' (ઈ.સ. ૧૯૦૧) નામના પસર્ગીય પ્રશસ્તિકાવ્યનું સર્જન કર્યું છે, જેમાં દિલ્હીના પ્રસિદ્ધ દરબારનું ઝીણવટભર્યું નિરૂપણ છે. શ્રી મહેશચંદ્ર તર્કચૂડામણિએ આ જ વિષય પર ‘વર્ડનો સ્વામિનન્દનમ્' (ઈ.સ. ૧૮૮૭) નામની કાવ્યકૃતિનું સર્જન કર્યું છે. કોઈ અજ્ઞાતનામા સર્જકે આ જ વિષય પર કલમ ચલાવી ‘વિરામિમ્' (ઈ.સ. ૧૯૦૨) નામે સ-રસ કાવ્યરચના કરી છે. આ જ વિષય પર પ્રયોગનિવાસી શિવરામ પાંડેએ ‘વર્ટાન્યામરિવારમ્' (ઈ.સ. ૧૯૦૩) નામની કાવ્યકૃતિની રચના કરી છે, તો નંદકિશોર ભટ્ટ “રાનાનેશ્વરપ્રાપ્તિ ત્રમ્' (ઈ.સ. ૧૯૦૭)માં એડવર્ડ સસમને ‘રાજરાજેશ્વર' ગણાવી, એક નિતાન્ત ભક્તિભાવપૂર્ણ કૃતિનું સર્જન કર્યું છે. ઈ.સ. ૧૯૧૦માં થયેલા એડવર્ડ સમયના For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન્તિલાલ રા. દવે નિધનને વિષય બનાવીને શ્રી શિવરામ પાંડેએ ‘વારા' નામના શોકાંજલિકાવ્યની રચના કરી છે. આ જ વિષય પર શ્રી રામાવતાર શર્માએ પણ ‘Elegy on Edward VII” (ઈ.સ. ૧૯૧૦) એવા અંગ્રેજી શીર્ષક હેઠળ, સંસ્કૃતમાં એક સ-રસ કરુણપ્રશસ્તિકાવ્યનું સર્જન કર્યું છે. જ્યોર્જ-પંચમ વિષયક રચનાઓ : એડવર્ડ સપ્તમના ઉત્તરાધિકારી જ્યોર્જ-પંચમનાં જીવન અને કાર્યોને વિષય બનાવીને આધુનિક સંસ્કૃતસર્જકોએ અનેક કૃતિઓની રચના કરી છે. તે પૈકી, ‘નોનવરિતમ્' નામનાં એક જ શીર્ષકવાળા બે કાવ્યો પ્રાપ્ત થાય છે, આમાંની પ્રથમ રચના શ્રી જી.વી.પદ્મનાભ શાસ્ત્રીની છે, જે “નમuપ' એવા અમરનામથી પણ સુપ્રસિદ્ધ છે. બીજી રચના મદ્રાસના મહામહોપાધ્યાય લક્ષ્મણસૂરિની છે, જેમાં જ્યોર્જ પંચમના જીવનનાં મહત્ત્વનાં પ્રસંગો અને કાર્યોનું નિરૂપણ છે. મદ્રાસના જ શ્રી વિદ્યાનાથ કે.એસ. અચ્યાસ્વામી શાસ્ત્રી અય્યરરચિત “નોર્મવેરામાં આ જ વિષય કેન્દ્રસ્થાને છે. બિહાર રાજ્યના ગયાના રાજકીય વિદ્યાલયના પ્રાધ્યાપક હરિનંદન ભટ્ટ વિરચિત, ૧૧ સ્તબકોમાં વિભક્ત, ‘ચંપૂકાવ્ય' પ્રકારની “સમ્રરિતમ્' (ઈ.સ. ૧૯૩૩) પંચમ જ્યોર્જ પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને રચાયેલી કૃતિ છે, જેમાં સમ્રાટ પંચમ જ્યોર્જના અહોભાવપૂર્વક આલેખાયેલા જીવનપ્રસંગો ઉપરાંત, તેમણે કરેલાં પ્રારંજન અને લોકકલ્યાણનાં કાર્યોનું ઓજસ્વી આલેખન છે. તેમાં સમ્રા જ્યોર્જ, તેમનાં પિતામહી વિક્ટોરિયા. પિતા સપ્તમ એડવર્ડ અને તેમનો રાજકાળ, ભારતના સમુદ્રતટો, વારાણસી તથા લંડનનગરી વગેરેનું મહદંશે વર્ણનપ્રધાન નિરૂપણ છે આ કારણે આ કૃતિ ખાસ પ્રભાવોત્પાદક બની શકી નથી. અલબત્ત, ધર્મ અને નાસ્તિકની પ્રશ્નોત્તરી'નું લગભગ ૧૧૧૦ પદ્યોમાં કરવામાં આવેલું નિરૂપણ ખરેખર રસપૂર્ણ અને ઉચ્ચકવિત્વમંડિત છે. આ સંપૂકાવ્યની એક વિશેષતા એ ગણાવી શકાય કે, સામાન્યત: ચંપૂકાવ્યોમાં પદભાગની અલ્પતા અને ગદ્યભાગની બહુલતા હોય છે, તેના બદલે અહીં ગદ્યભાગની અલ્પતા છે. જ્યોર્જ પંચમના ભારતમાં આગમન અને તેમના રાજ્યારોહણની ખુશાલીમાં, ભારતમાં ‘પંચમ સ્વર સ્વરમાં પંચમ પ્રશસ્તિઓ દેશના વિવિધ ભાગોમાં ગંજિત થઈ ઊઠી' હોવાની વિદ્વાનોએ પણ ખાસ નોંધ લીધી છે. જ્યોર્જ પંચમના ભારતમાં આગમન અને તેમના રાજ્યાભિષેકને કેન્દ્રમાં રાખીને રચાયેલી અનેક કૃતિઓમાં, મહામહોપાધ્યાય લક્ષ્મણસૂરિ દ્વારા પ્રણીત “હિસાગ્રીમ્' (ઈ.સ. ૧૮૫૯) એક મહત્ત્વપૂર્ણ અને આસ્વાદ્ય નાટ્યકૃતિ છે. જ્યોર્જ પંચમના ભારતમાં આગમન અને રાજ્યારોહણ જેવી શકવર્તી ઘટનાનું નિરૂપણ કરતી આ પંચાંકી નાટટ્યકૃતિમાં, દ્વિતીય અંકમાં અપવાદરૂપ કેટલીક કવિકલ્પિત બાબતોને બાદ કરતાં, શેષ પ્રસંગો અને તમામ પાત્રો પૂરેપૂરાં ઐતિહાસિક છે. જર્મન વિદ્વાન હુલ્ટ જૉખ આ નાટયકૃતિ સંદર્ભમાં લખે છે : It shows that this wonderful, rich and flexible language, if handled by a master, is quite able to express modern ideas and to describe the latest European fashions and inventions in a clean and unmistakable manner, જ્યોર્જ પંચમના રાજ્યાભિષેક પ્રસંગને વિષય બનાવીને રચાયેલી અન્ય નોંધપાત્ર રચનાઓમાં, પ્રયાગના શ્રી શિવરામ પાંડેએ ‘નાં નરામિમ્' અને નૉર્નામિત્રવીર' (ઈ.સ. ૧૯૧૧) નામનાં બે સ-રસ કાવ્યોનું પ્રણયન કર્યું છે, તો ચેન્નપુરીની સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક શ્રી નારાયણદત્ત દીક્ષિતે “મુકુટામિકમ્' (ઈ.સ. ૧૯૧૨)નામના નાટકમાં ઈ.સ. ૧૯૧૧માં ભરાયેલા દિલ્હીદરબાર અને જ્યોર્જ પંચમના રાજ્યાભિષેક પ્રસંગનું તાદશ નિરૂપણ કર્યું છે. આ મહત્ત્વપૂર્ણ ઘટના વિશે તિરુપતિના આર.વી. કૃષ્ણમાચાર્યું પણ “વર્તિવત્વારિંતુ” નામની કૃતિ રચી છે. આ વિષય પરની અન્ય ધ્યાનાર્ડ રચનાઓમાં કોચા નરસિંહાચાર્યકત ‘નૉર્નમાર નવિનય’, મુકુંદરામ રચિત “નામ' (ઈ.સ. ૧૯૩૩), શ્રી ૬. ડૉ. રાધાવલ્લભ ત્રિપાઠી, સંસ્કૃત સાહિત્ય, બીસવશતાબ્દી, પૃ. ૮ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આધુનિક સંસ્કૃત સાહિત્યમાં અંગ્રેજપ્રશસ્તિ નિવાસાચાર્ય પ્રણીત ‘ઉત્તમનાનંખાયશીરતમાતા’ (ઇ.સ.૧૯૧૧), અને ભટનાથ સ્વામી, રામાવતાર શર્મા તથા પં. લાલમણિ શર્મા વિરચિત, ‘નાÉપ્રશસ્તિઃ’ એવું એકસમાન શીર્ષક ધરાવતાં ત્રણ પ્રશસ્તિકાવ્યોનો સમાવેશ કરી શકાય. આ તમામ પ્રશસ્તિકાવ્યોમાં એની અતિરંજિત સ્તુતિસંશ્લિષ્ટ શબ્દાવલીના કારણે શ્રી મહાલિંગ શાસ્ત્રી વિરચિત ‘નોખંપંચમ' સાવ જુદું તરી આવે છે. મૂળ ‘િિાિમાા' નામના કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ આ પ્રશસ્તિકાવ્યમાં, જ્યોર્જ પંચમની અતિશયોક્તિથી ભરી ભરી સ્તુતિ કરતાં તેમને પાતાળ, પૃથિવી અને સ્વર્ગમાં પણ પોતાના તેજના કારણે અત્યંત પ્રકારાતા, સૂર્યને પણ અતિક્રમી જતા તેજવાળા, ઉદધિ અને અંબરને પણ ઓળંગી જતા, તેજસંપન્ન, સહસ્ર- સહસ્ર સૂર્યના તેજથી પણ અવ્યાહત તેજયુક્ત ગણાવી, એમને સર્વજેતા બનવાની શુભચ્છાઓ પાઠવી, ‘શાશ્વતી સમા’ માટે સર્વ બાધાઓનું પ્રશમન કરીને સ્તોતાનું પરિત્રાણ કરવાની કામના વ્યક્ત કરવામાં આવી છે. પ્રકીર્ણ વિષયની રચનાઓ : एतत्काव्यमिषेण नैव विनयः प्रत्याशया ख्याप्यते येषां शक्तिरिहाश्मनोऽपि सुदृढा तेष्वेव नोऽभ्यर्थना । शक्तिस्थाः खलु ये त एव वचनं शृण्वन्तु नान्ये जनाः किं वृक्षं मधुवर्जितं मधुधिया गच्छन्ति भृङ्गादयः ।। ( ६/६४) ૩૩ પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામોત્તરકાલીન, ‘ત્રિમૂર્તિપ્રશાસકો' વિક્ટોરિયા, એડવર્ડ સમમ અને જ્યોર્જ પંચમ વિષયક થયેલી અનેક રચનાઓ ઉપરાંત બ્રિટિશ સામ્રાજ્ય અને તેની સાથે સંબંધ ધરાવતી વિશિષ્ટ વ્યક્તિઓ વિશે પણ સંસ્કૃતમાં ઠીક ઠીક પ્રમાણમાં સાહિત્યકૃતિઓની રચના થઈ છે. ઉદાહરણ તરીકે, જ્યોર્જ પંચમના અવસાન બાદ તેમના જયેષ્ઠ પુત્ર એડવર્ડ અષ્ટમે, ઉત્તરાધિકારમાં પ્રાપ્ત થયેલા સામ્રાજ્યનો પ્રિયતમા માટે ત્યાગ કર્યો, “એ નોંધપાત્ર ઘટનાને કેન્દ્રમાં રાખી શ્રી એ. ગોપાલાચાર્યે છસો શ્લોકોનું એક સંસ્કૃત કાવ્ય ‘ચતુવૃદ્ધસૌહાર્દમ્’ (ઈ.સ. ૧૯૩૭) રચીને પોતે જ એના પર સુંદર ભાષ્યની પણ રચના કરી છે. રાધાકૃષ્ણ ગોસ્વામીએ ‘વૈવાવિનમ્’(ઇ.સ. ૧૮૭૦)ના બાવીસ-પદ્યોના લઘુકાવ્યમાં ‘પ્રિન્સ ઑફ વૅલ્સ'ના વિવાહનું વર્ણન કર્યું છે. મહદંશે ચમત્કારપ્રદર્શનના લોભના કારણે નીરસતામાં સરી પડેલા આ કાવ્યમાં ભાવપ્રવણતાનો અભાવ ખટકે છે. ‘પ્રિન્સ ઑફ વૅલ્સ’ની સ્તુતિ માટે શ્રી સુરેન્દ્રમોહન ટાગોર દ્વારા રચાયેલ ‘પ્રિન્સપંચારાતન્’ (ઈ.સ. ૧૮૯૮) કાવ્યગુણની દૃષ્ટિએ, કશી વિશેષતા ધરાવતું નથી. વારાણસીથી ઈ.સ. ૧૮૭૦માં પ્રકાશિત ‘સુમનોંડ’િ નામના કાવ્યસંગ્રહમાં સંસ્કૃતના વિવિધ કવિઓ દ્વારા રચાયેલ, ‘પ્રિન્સ ઑફ વૅલ્સ' અને 'ડયૂક ઑફ એડિનબરો' વિષયક પ્રશસ્તિકાવ્યોનો સંગ્રહ કરવામાં આવેલો છે. આ બંને મહાનુભાવો વિષેનાં અન્ય પ્રશસ્તિકાવ્યોનો એક અન્ય કાવ્યસંગ્રહ બાંકીપુરથી ‘માનસોપાયનમ્” (ઈ.સ. ૧૮૯૨) નામે પ્રસિદ્ધ થયો છે. એક અન્ય સર્જક શ્રીશ્વર વિદ્યાલંકારે ‘વિલ્હીમહોત્સત્રમ્’(ઈ.સ. ૧૯૦૩)ની લૉર્ડ કર્ઝનની ભારતીય વાઈસરોય પદે નિયુક્તિના અવસરે, રચના કરી હતી, જેમાં પદે પદે અંગ્રેજોની શ્રેષ્ઠતા અને મહાનતાનાં ગુણગાન ગાવામાં આવ્યાં છે, આમ છતાં રાષ્ટ્રીયતાનું પૂરેપૂરું સન્માન પણ અહીં જોવા મળે છે, એટલું જ નહીં, આ રાષ્ટ્રવાદી સર્જકે સ્વયં લૉર્ડ કર્ઝનના મુખે, ભારતના ભવ્ય અને ગૌરવશાળી ભૂતકાળનું યશોગાન કરાવ્યું છે. કવિએ કાવ્યમાં જ સ્પષ્ટતા કરી છે કે, લૉર્ડ કર્ઝન પાસેથી કોઈ બદલો મેળવવા કે વિનય પ્રકટ કરવાનું આ રચનાનું પ્રયોજન નથી જ. તેઓ તો, જે શક્તિશાળી ભારતીયો છે, તેમને જ પોતાનું ઉદ્બોધન કરી રહ્યા છે. For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ કાન્તિલાલ રા. દવે અંગ્રેજોના ગુણાનુવાદ અર્થે જ રચવામાં આવેલી વિવિધ કૃતિઓમાં, પ્રથમ ઉલ્લેખનીય કૃતિ વિનય ભટ્ટ વિરચિત અંગેનન્દ્રિ' (ઈ.સ. ૧૮૦૧) નામનું નાટક છે. આ જ સર્જકની અન્ય નોંધપાત્ર કૃતિ “સંતકનિ’ છે, જેમાં પણ અંગ્રેજોની ભારોભાર પ્રશસ્તિનાં દર્શન થાય છે. બ્રિટિશ સામ્રાજ્ય અને તેના શાસકોની સિદ્ધિઓ વગેરેને કેન્દ્રમાં રાખીને પણ, અનેક સર્જકોએ કલમ ચલાવી છે. જેમકે, કેરલનિવાસી એ.આર.કે. રાજરાજવમ કોઈકબૂરાને ‘માં સ્ત્રી શ્રીમ્' (ઈ.સ. ૧૮૭૬) નામના ૨૩ સર્ગના મહાકાવ્યની રચના કરી છે. લંદન નગરીના વર્ણનથી આરંભાતા આ કાવ્યનો અંત ૧૮૫૮ના મહારાણી વિક્ટોરિયાના આજ્ઞાપત્ર સાથે આવે છે. અંગ્રેજોએ કુટિલ કૂટનીતિથી ભારતમાં કેવી રીતે પગદંડો જમાવ્યો એ બાબતનું નિરૂપણ કરતા આ મહાકાવ્યને, વિદ્વાનોએ એની સાદગી, સરળતા, અને ઉત્તમ ગુણભૂયિષ્ટતાના કારણે ‘સર્વાધિક સફળ’ મહાકાવ્ય ગણાવ્યું છે. અતિદીર્ઘક્લિષ્ટ વર્ણનો, પાંડિત્યપ્રદર્શન અને પરંપરાગત સંસ્કૃત મહાકાવ્યનાં દૂષણોથી મુક્ત, આ મહાકાવ્ય એક સરસ આસ્વાદ્ય મહાકાવ્ય બની શક્યું છે. આવાં અન્ય ઉલ્લેખનીય કાવ્યોમાં ગૈલોક્યમોહન ગુહ વિરચિત ૨૧ સર્ગબદ્ધ “તમારતમ્(ઈ.સ. ૧૯૦૨) તથા વૈમૂર્તિ શ્રીનિવાસ શાસ્ત્રીકૃત ‘ઢિપ્રમ' (ઈ.સ. ૧૯૧૧) આંગ્લ સામ્રાજ્ય અને મહારાણી વિક્ટોરિયાનાં જીવનકાર્યોનું નિરૂપણ કરતી રચનાઓ છે. ટી. ગણપતિશાસ્ત્રીના માં સ્ત્રસમ્રામ્' અને લક્ષ્મણસૂરિના “ટ્રિસ્ટીસામ્રાગ્યમ્' (ઇ.સ. ૧૮૫૯)માં પણ આ જ વિષયનું આલેખન કરવામાં આવ્યું છે. ભારતમાં આંગ્લ સામ્રાજ્યની સ્થાપના, પ્રચાર અને પ્રસારનું ક્રમબદ્ધ કાવ્યાત્મક આલેખન, રામસ્વામી રાજુ રચિત “રાનાં ઢમહોદ્યાન' (ઈ.સ. ૧૮૯૪)માં પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, અંગ્રેજો અને અંગ્રેજી સામ્રાજ્યનાં પ્રત્યક્ષ કે પરોક્ષ ગુણગાન ગાતી ઉલ્લેખપાત્ર કૃતિઓમાં, અમૃતસરના નરસિંહદર શર્માકૃત “Tગમમિાિ ' (ઈ.સ. ૧૯૨૯), પરવસ્તુ કૃષ્ણભાચાર્યપ્રણીત “વર્તનક્ષત્રમાિ ' (ઈ.સ. ૧૯૦૮), મદ્રાસ(ચેન્નાઈ)ના પી.વી.રામચંદ્રાચાર્ય વિરચિત “સમરાન્તિમોત્સવ:', મદ્રાસના જ એસ. નારાયણની રચના ‘રનમૂ', તિરૂમલ બુક્કપટ્ટણન શ્રીનિવાસાચાર્યની ‘કમાં સ્ત્રનર્મનીપુદ્ધમ્', બંગાળના કવિરાજ નારાયણચંદ્ર કૃત ‘નારતમ્' (ઈ.સ. ૧૮૮૨), બેંગલોરના પદ્મરાજ પંડિત રચિત ‘વિસાફસનH' (ઈ.સ. ૧૯૦૫) વગેરેને ગણાવી શકાય. આંગ્લ સામ્રાજ્ય અને અંગ્રેજ-પ્રશાસકોના ચરિત્રને કેન્દ્રમાં રાખીને રચાયેલી ‘આટલી. બધી' કૃતિઓ અને તે પણ પ્રકાશિત’ સ્વરૂપમાં, એ વિસ્મય પમાડે તેવી બિના છે. આનું રહસ્યોદ્દઘાટન કરતાં ડૉ. હીરાલાલ શુકલ જણાવે છે. अंग्रेजों के चरित्र को लेकर इस युगमें अनेकानेक खण्डकाव्य लिखे गये हैं तथा सभी काव्योंका प्रकाशन भी हो गया है । आधुनिक संस्कृत साहित्यके सम्बन्धमें ..... एक बात अविस्मरणीय है कि अंग्रेजों से सम्बद्ध कोई भी काव्य अप्रकाशित नहीं मिलता, जब कि रचनात्मक साहित्य का अधिकाधिक अंश अप्रकाशित और ताडपत्रों में है। इससे स्पष्ट है कि उन्नीसवीं शती के साहित्यकारों को विदेशी शासकों पर काव्य लिखने के लिए प्रलोभन दिया जाता रहा होगा तथा एतद्विषयक सामग्री के प्रकाशन की भी सुविधा रही होगी। ૭. સંસ્કૃત કા સમાજશાસ્ત્ર, ભારતીય વિદ્યા પ્રકાશન, દિલ્હી-વારાણસી, પ્રથમ સંસ્કરણ, ૧૯૮૯, પૃ. ૧૭૦ ૮. અંગ્રેજો અને આંગ્લ સામ્રાજ્ય વિષયક સંસ્કૃત રચનાઓના હકારાત્મક પ્રભાવની પણ ડૉ. વી. રાઘવન ('આધુનિક ભારતીય સાહિત્ય અન્તર્ગત, ‘સંસ્કૃત સાહિત્ય', અનુવાદક: જયંત બક્ષી અને મનસુખલાલ ઝવેરી, સાહિત્ય અકાદમી, ૧૯૦૬, પૃ. ૨૫૧) જેવા વિદ્વાનોએ નોંધ લેતાં લખ્યું છે કે બ્રિટિશો તરફ ઊભરાઈ પડતી વફાદારીના આ પ્રદર્શનનું આજે આપણે મન કોઈ મૂલ્ય ન હોય, તો પણ અહીં એક વાત આપણે નોંધવી જોઈએ કે આ તબક્કે સંસ્કૃત કાવ્ય અને નાટકને એક નવો વિષય મળ્યો. અને સાથે સાથે તેણે, ભારત પર બ્રિટિશોએ મેળવેલા વિજય ઉપરના સંસ્કૃત ઇતિહાસનું કામ પણ સાર્યું. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આધુનિક સંસ્કૃત સાહિત્યમાં અંગ્રેજપ્રશસ્તિ આ સમગ્ર ચર્ચા પરથી કોઈ રખે એમ માની લે કે એ કાળના બધા જ સંસ્કૃત સર્જકો અંગ્રેજ-પરસ્તીની ભાવનાથી અભિભૂત થઈ ગયા હતા. સંસ્કૃતચંદ્રિકા' અને “સૂનૃતવાદિની' નામનાં તત્કાલીન સામયિકોમાં પ્રસિદ્ધ સામગ્રીથી આ બાબતને સમર્થન મળે છે. તા. ૨-૫-૧૯૦૭ના, ‘સૂનૃતવાદિની'ના અંકમાં ક્લાઈવને લૂંટારો’ ગણાવતાં અપ્પાશાસ્ત્રીએ એક આગઝરતો સંપાદકીય લેખ લખ્યો હતો. વીસમી સદીના પ્રથમ દશકમાં મહર્ષિ અરવિંદ દ્વારા રચાયેલ અને ‘રાષ્ટ્રિય જાગરણની ગીતા'નું બિરુદ પ્રાપ્ત કરનાર, ક્રાંતિનો શંખનાદ સુણાવનાર સંસ્કૃત કાવ્ય “મવાનમારતા'માં, આવા અંગ્રેજ-પરસ્તોને ફટકારતાં ભારતમાતા કહે છે કે, એવા ભારતીયોને ધિક્કાર છે, જેઓ પોતાને બ્રાહ્મણ કહેવડાવવામાં ગર્વ માને છે પરંતુ મ્લેચ્છ અંગ્રેજોનાં ચરણ ચૂમે છે – કચ્છ પૂતરવરામૃતના गर्वं द्विजोऽस्मीति करोति कोऽयम् । આવા અન્ય કાવ્યોમાં ‘મતવાલા' નામના સામયિકમાં (વર્ષ ૩, અંક-૨૭) ઈ.સ. ૧૯૨૬માં પ્રકાશિત, શ્રી નરોત્તમ શાસ્ત્રી ‘ગાંગેય'ની રચના “સ્ત્રનતોત્રમ્’ એક અપૂર્વ, અદ્વિતીય રચના છે, જેમાં વિડંબન શૈલીમાં ઉપહાસના લહેકામાં અંગ્રેજી અને અંગ્રેજી-સામ્રાજ્ય સામે પડકાર વ્યક્ત થયો છે. શ્લેષ અલંકારના પ્રયોગ દ્વારા, અશ્લીલ અર્થની મદદથી અંગ્રેજો દ્વારા આચરવામાં આવતાં દમન, છલ, છમનીતિ વગેરેનો અહીં પર્દાફાસ કરવામાં આવ્યો છે. કાવ્યમાં પ્રયુક્ત ઉન્નત, સુરત, બલિન, છલિન, મદોન્મત્ત, મહોત્થાન, છિદ્રોવેષકમ, ઉગ્રરૂપ, મહાક્રૂર, પ્રચંડ વગેરે વિશેષણો પુરુષ શિશ્ન અને અંગ્રેજ-ઉભય પર લાગુ પાડી શકાય તેમ છે. આ રીતે આધુનિક સંસ્કૃત સાહિત્યમાં, અંગ્રેજો અને અંગ્રેજી સામ્રાજ્યની પ્રશસ્તિ અને પ્રશસ્તિકારો તથા પ્રશસ્તિ-પ્રાસોનો પ્રતિરોધ-ઉભય પ્રવૃત્તિનાં દર્શન થાય છે. આ સમગ્ર ચર્ચાના સંદર્ભમાં ડૉ. શ્રીધર ભાસ્કર વણેકરનું નિરીક્ષણ ધ્યાનાર્હ છે. તેઓ લખે છે : આ રીતે આધુનિક સંસ્કૃત સાહિત્યમાં પરકીય રાજસ્તુતિ એ પ્રકરણ કાંઈક વિકૃત છે. રાજસ્તુતિપરક કાવ્ય લખવાની પ્રાચીન પરંપરાની આ એક ખેદજનક વિકૃતિ છે, એવું જ કહેવું પડશે. ખાસ કરીને દિલ્હી દરબાર, સાતમા એડવર્ડ, પંચમ જર્જનો રાજ્યાભિષેક અને વિક્ટોરિયા રાણીનું મૃત્યુ જેવા વિષયો પર જે સંસ્કૃત કવિઓએ કાવ્યરચના કરી તે પરિસ્થિતિથી કેટલા પરામુખ હતા એ કહેવું પડે એમ નથી. આ કવિઓનાં પરકીય રાજસ્તુતિપરક કાવ્યો જે ગુણોથી અલંકૃત થયેલાં છે, તે જ ગુણો તેમનાં દેવતાસ્તુતિપરનાં કાવ્યોમાં અથવા બીજાં કાવ્યોમાં પણ વધુ ઉત્કટતાથી પ્રકટ થયેલા જોવા મળે છે. આ કારણસર પરકીય રાજસ્તુતિપરક કાવ્યો લખવામાં એમની દેશહિતવિમુખતા અથવા સ્વાર્થબુદ્ધિ જ કારણભૂત બની છે, એવો સરેરાશ આરોપ કરવો એ અન્યાયકારક છે. આ રીતે બધાને એક જ ત્રાજવે તોળવા અયોગ્ય છે. કદાચ કવિઓની નિરંકુશ વૃત્તિ જ આને માટે વધુ જવાબદાર છે એમ કહેવું વધુ ઉચિત થશે. ૯. જુઓ, પાદટીપ નં. ૨, પૃ. ૫૪ For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. & 28 FA સિંહાસનબત્રીસી - સં. ડૉ. રણજિત મો. પટેલ હમીરપ્રન્થ - સે. ડૉ. ભો. જ, સાંડેસરા અને ડૉ. સૌ.પારંપ પંચદંડની વાર્તા - સં. ડૉ. સોમાભાઈ ધૂ. પારેખ (૧૯૭૪) વાગ્ભટાલંકાર બાલાવબોધ - સં. ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા - ડૉ સુરેશ હ. જોષી ૧૨. નરહરિકૃત જ્ઞાનગીતા - ડૉ સુરેશ હ. જોષી વસ્તાના પદો - ડૉ. સુરેશ હ. જોષી સ્વ. પ્રાઁ બ. ક. ઠાકોર ગ્રન્થમાળા ૨. www.kobatirth.org પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા પ્રાચીન ફાગુ-સંગ્રહ - સંપાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સોમાભાઈ પારેખ; દેવનાગરી ટાઈપ વિદ્યાર્થી આવૃત્તિ, ગુજરાતી ટાઈપ ૧. વિવિધ વ્યાખ્યાનો ગુચ્છ ૧ વિવિધ વ્યાખ્યાનો ગુચ્છ ૨ વિવિધ વ્યાખ્યાનો ગુચ્છ ૩ ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. વર્ણક-સમુચ્ચય, ભાગ ૧-મૂલ પાઠ-સં. : ડૉ. ભો. જ. સાંડેસરા ભાલણકૃત નલાખ્યાન (ત્રીજી આવૃત્તિ) - સં. પ્રો. કે.કા. શાસ્ત્રી ભાલણ : એક અધ્યયન - લેખક : પ્રો. કે. કા. શાસ્ત્રી (૧૯૭૧) વર્ણક-સમુચ્ચય, ભાગ ૨ - સાંસ્કૃતિક અધ્યયન અને શબ્દસૂચિઓ કર્તા : ડૉ. ભોગીલાલ જ, સાંડેસરા અને ડૉ. રમણલાલ ના. મહેતા પંચાખ્યાન બાલાવબોધ, ભાગ ૧ - સંપાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સોમાભાઈ પારેખ નિરુત્તમા વિક્રમોર્વશી - (અનુવાદ : મનનિકા સહિત) પ્રવેશકો, ગુચ્છ પહેલો પ્રવેશકો, ગુચ્છ બીજો અંબડ વિધાધર રાસ મહારાં સૉનેટ (બીજી આવૃત્તિ : બીજું પુનર્મુદ્રણ) આપણી કવિતાસમૃદ્ધિ (બીજી આવૃત્તિ : છઠ્ઠું પુનર્મુદ્રણ) નવીન કવિતા વિષે વ્યાખ્યાનો (પ્રથમ આવૃત્તિ; પહેલું પુનર્મુદ્રણ) પ્રો. બ. ક. ઠાકોર ડાયરી, ભાગ ૧ - સંપાદક : ડૉ. હર્ષદ મ. ત્રિવેદી પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનન્ય પ્રો. બ. ક. ઠાકોરની ડાયરી, ભાગ ૨ - સંપાદક : ડૉ. હર્ષદ ત્રિવેદી વિવેચક - પ્રો. બલવન્તરાય ઠાકોર - ડોં હર્ષદ ત્રિવેદી પ્રો. બલવન્તરાય ઠાકોરની કવિતા - ર્યું, હર્ષદ મ. ત્રિવેદી શેષ બલવન્તરાય - ડૉ. હર્ષદ મ. ત્રિવેદી Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only 1. પે. ૧૦.૫૦ ૬.૫૦ ૯.૫૦ ૧૧.૫૦ ૮.૦૦ ૧૦.૫૦ ૨૪.૦૦ ૧૫.૫૦ ૬.૦૦ ૩૧.૦૦ ૧૨.૦૦ ૨૨.૦૦ ૩૫.૦૦ ૩૨.૦૦ ૨.૫૦ ૨.૫૦ ૬.૫૦ ૨.૫૦ ૨.૫૦ ૪.૫૦ ૩.૦૦ ૪.૦૦ ૪.૦૦ ૪.૦૦ ૪.૦૦ ૨.૦૦ ૧૫.૫૦ ૬.૭૫ ૨૫.૦૦ ૩૦,૦૦ ૮૬.૦૦ પ્રાપ્તિસ્થાન : યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, પ્રો. સી.સી. મહેતા ઑડિટોરિયમ, જનરલ ઍજ્યુકેશન સેન્ટર સામે, ડી.એન. હૉલ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે, પ્રતાપગંજ, વડોદરા - ૩૯૦ ૦૦૨. Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી શંકરભાઈ સોમાભાઈ તડવી ૧. હોળીનો હલવો હોળી ઉપર ફાગ ગવાતા હતા. પણ હવે તો કોઈ સ્થળે સાંભળવા મળતા નથી. જબુગામ-જેતપુર તરફનાં ગામોમાં હોળી ઉપર નૃત્ય થાય છે. તે વખતે ગવાતાં ગીતોને “હોળીનો હલવો' કહે છે. હોળીની “સામી ઝાળ' વીત્યા પછી લગ્નગાળો શરૂ થાય છે. આદિવાસીઓમાં સગોત્ર લગ્નનો નિષેધ હોય છે. એટલે પરગોત્રની યુવતીઓ તરફ યુવાનોની દષ્ટિ કરે છે. ભાઈ કે બહેનની સાસરીની યુવાન છોકરીઓ- વેવાણોમાંથી પોતાની પસંદગી કરે છે. નાચ વખતે તેમને સંબોધીને ગીતો ગાય છે. આ ગીતો જબુગામ-જેતપુર તરફનાં ગામોમાં રાઠવા જાતિમાં ગવાય છે. આ ગીતપાઠો કોહીવાવ તા. જેતપુર પાવી ગામેથી ઈ.સ. ૧૯૭૧માં શ્રી ભગવાનભાઈ જીવાભાઈ કોળીએ સંગ્રહેલા છે. ૧. લીલા ડોળ ! વેવાણનો ભેટો ક્યાં થાય ? નિત્યનાં કાર્યો કરતાં જ થાય ને ? આદિવાસીઓનાં નિત્યકાર્યો ખેતીનાં, ઢોર ચારવાનાં અને ઉનાળામાં મહુડાં વીણવાનાં છે. વેવાણનું ત્યાં મિલન થાય છે, પોતે તેની સાથે વાતચીત કરે છે, વડછડ કરે છે અને પજવણી કરે છે. આવા ભાવ ગીતમાં છે. સૂકા મહુડાની-એકાદ ડાળ સૂકી છે એવા મહુડાની ઉપર હલા ડોળ ખાય છે ને નીચે ડોળીઓ પાડે છે. યુવાન મનમાં મનસુબો ઘડે છે. વેવાણ આવે તો આખી રાત ડોળીઓ વિણાવું ! એના પગનાં ઝાંઝર ઝમકે છે ને હું ચમકું છું ! સૂકે મૂળે લીલો ડોર ઝગ્મક ઝાઁઝરલું રે* હલીપ ચાવે લીલો ડોર ઝમ્મક ઝાઁઝરલે રે વેવાણીને ડોરીઓ વેણાવું સારી રાત ઝમ્પક ઝઝરલે રે મંજલીને ડોરીઓ વણાવું સારી રાત ઝગ્મક ઝાઁઝરલે રે ‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૩૭ થી ૬૯ • પ, આદિવાસી શોપિંગ સેન્ટર, પોસ્ટ ઓફિસ સામે, છોડાઉદપુર. ૧. સૂકાઈ જવા આવેલા, ૨. મહુડાના ઝાડે, ૩. ડોળ (મહુડાનું ફળ) ૪. ઝાંઝર, ૫. હિલો-સૂડોપોપટની જાતનું પંખી, ૬. ડોળીઓ, ૭. વિણાવું, ૮. આખી રાત For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શંકરભાઈ સોમાભાઈ તડવી. - ૨. વેલા તોડનારી વેવાણ ! મારા વાડામાં વાલોળના વેલા વાડે ચડાવેલા છે. વેવાણ વાલોળો વીણવા આવી છે. છાનીમાની દરરોજ વાલોળો વીણી જાય છે. આજે જોઈ લીધી. હું પાછળ પડ્યો. વેવાણ રડતી રડતી નાઠી. આ મરદ બોલાવતો બોલાવતો પાછળ પડ્યો ! વાડનો વેલો રે ઊબી વાડે જાય છે.” વેવાણીને દોડું રે ઊબી વાડે જય શે. કસલીને દોડું રે ઊબી વાડે જાય છે. * * આગોળ વેવાણી રડતી જાય છે. પાશળ મરધો બોલાવતો જાય છે. આગોળ કાશલી રડતી જાય છે પાશળ મરધો બોલાવતો જાય છે. ૩. મરદનું પરાક્રમ રોજ રોજ મારી વાલોળો વીણી જતી હતી. ચોળાના લેવા તોડી નાખતી હતી. પણ આજે તો નાસવા જતાં વેલામાં ગૂંચવાઈને પડી ગઈ ! આ મરદે (શ્રાએ) પકડી લીધી ! મારા વાડામેં જાજા વાલરિયા વેલો તૂટી જાય, ચારો તૂટી જાય. વાડામેં વેલો. મારા વાડામેં વેવાણી આવેલી વેલે ગુંચાય પડી, મરઘેર ઝાલી લીધી ! વાડામેં વેલો. મારા વાડામેં ગુરકી આવેલી વેલે ગુંચાય પડી, મરધે ઝાલી લીધી ! વાડામેં વેલો. ૧. ઊભી વાડે - વાડે વાડે - વાડ પાસે થઈને, ૨. છે, ૩. વેવાણને, ૫. આગળ, ૬. પાછળ, ૭. મરદ – શૂરવીર ૮. ઝાઝા-ઘણા-વધારે, ૧૧. ગૂંચવાઈ - વેલાથી બંધાઈ ગઈ, ૧૨. મરદે ૪. પાછળ દોડું છું - પકડવા માટે, ૯. વાલોળિયા, ૧૦. ક્યારો, For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી. ૩૯ ૪. ભાઈને ચેતવણી બહેન પોતાના ભાઈને કહે છે : ભાઈ, તું ખાખરની પાછળ સંતાઈ જા. એ રોઝ જેવી એ ચકોર છે ! ભડકીને નાસી જશે ! ખારી ઓથે રીજો ભાયા ! રોઝડી ભડકતી આવે રે લોલ મારા ભાયની સાળી, રોઝડી ભડકતી આવે રે લોલ ૫. વેવાણની છેડતી યુવાન પોતાના મનમાં વસેલી વેવાણનો કેડો લે છે. વેવાણની ચીજ-વસ્તુઓ સંતાડે છે. વેવાણ પણ હવે એ યુવાનને જાણી ગઈ છે. એ અનાડીને હવે પોતાના મનમંદિરમાં પ્રવેશેલો જાણે છે. સવારે ઊઠીને વેવાણ યુવતી પોતાના કાપડાની કોશ (કસ) ખોળે છે. કાપડે ન જોતાં – કોણે લીધો હશે પોતાના કાપડાનો ગુચ્છો ! એવા વિચારે મનમાં નક્કી કરે છે, પેલા છેલિયાએ જ તોડી લીધો હશે - વાલોળિયા-વાડા વાડામાં ! રૂમે ઝૂમે મારી કાપડીનો ફંદો ! કોણે હેરેલો" મારી કાપડીનો ફંદો ! શેલિયે હેરેલો મારો કાપડીનો ફંદો ! ૬. ગલડી હે છેલ જુવાનડી ગલડી ! તેં લીલુડિયા રંગનો ઘાઘરો પહેર્યો છે. આજ સુધી તો નામ નહોતું જાણ્યું. હે ગલડી ! લીલી ગજિયાણીના ટોડા જેવી તું સોહામણી છે. હાય ! હાય ! ઓ ગોરી ! મારા મનનું કશું ઠેકાણું નથી ! સાવ પાગલ થઈ ગયું છે. સૂવા પડું છું તો તારાં સ્વપ્નાં સતાવે છે ! જાગતો રહું છું તો તારા ને તારા જ વિચાર આવે છે! મન એટલું બધું ઘાયલ થઈ ગયું છે કે ચાલું છું, પણ ડગલાં બરાબર પડતાં નથી ને ઠોકરો વાગે છે ! કામકાજ કરવા જાઉં છું તો તારા રૂપનું ઘેન ચડી જાય છે ! લીલુડિયા ગજનો તોરોલી ગલળી ! લીલુડિયા ગજનો તોરો રે લોલ. સૂવું તાપ સપનાં' આવેલી ગલળી ! જાગું વચાર ઘનો આવે રે લોલ, ચાલું તો ઠંહળાં વાગે'લી ગલળી ! બેશૂ° નિંદર' ઘનીર આવે રે લોલ. ૧. ખાખરની, ૨. આડે, ૩. રહેજે, ૪. ભાઈ, ૫. રોઝ-નીલગાય, ૬. ચમકીને ભાગે છે. ૭. રૂમઝૂમ થાય, લટકે છે, ૮. કાપડાનો, ૯. ફુમતું, ૧૦. હરી લીધો-ચોરી લીધો, ૧૧. ઇલિયાએ-પ્રેમીએ ૧૨. લીલી ગજયાણીનો, ૧૩. તોરો -- માથામાં લટકાવેલો ગુચ્છો, ૧૪. ગલી, ૧૫. તો ૧૬. સ્વપ્નાં, ૧૭. વિચાર ૧૮. ઘણો, ૧૯. ઠોકરો, ૨૦ બેસી રહું ત્યારે, ૨૧. નિદ્રા, ૨૨. ઘણી For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ४० www.kobatirth.org ૭. ઘાયલ વેવાણની સારવાર સાગ, સીસમ, સેવણ, ખાખર, મહુડાના વનમાં તાડનું કુટુંબી ખજૂરીનું વૃક્ષ ઠેરઠેર ઊગે છે. નદી, વહેળા અને ઝરણાકાંઠે એનાં લીલાંછમ વન હોય છે. પછી તો પેલાં બંને-વેવાઈ યુવક-યુવતી સિંધણી વનમાં ભેગાં થઈ જાય છે. પ્રથમ મળી દષ્ટોદષ્ટ ! વેવાણ નીચું જોઈ ગઈ છે. પછી તો બંને સાવરણીઓ બનાવવા માટે સિંધણી-ખજૂરીનાં પાન કાપીને ભારા બાંધે છે. વેવાણને કાંટો વાગે છે. ખજૂરીના પાનનો. કે વેવાઈનો સંપર્ક વધારવાના મસે જાણી જોઈને વગાડે છે ? સીંધેણી વનમેં' જવું રે જવાનણી ! સીંઘેણી કૉંટો વાજ્યો રે લોલ ! બાર આથ હાળી, પંદર આથ ફેંટોઃ વેવાણની બાર હાથની સાડી છે, જો કે તેની બેવડ ઓઢણી ઓઢી છે અને યુવાનનો પોતાનો પંદર હાથનો ફેંટો છે. યુવાન નિશ્ચય કરી લે છે. આવો લાગ ફરી ફરી નથી મળવાનો ! વેવાણનો કાંટો કાઢે છે અને ચરરર દઈને પોતાનો ફેંટો ફાડી પાટો બાંધી દે છે ! ફેંટો ફાડી ન° પાટો બાંધુ રે લોલ ! લાવ રે જવાનણી ! કાડું તારો કૉંટો : Acharya Shri Kailassagarsuri Gyanmandir કૉંટો કાડીન॰ બાઁધુ પાટો રે લોલ ! શંકરભાઇ સોમાભાઇ તડવી ૮. વાંઝિયા તાડની તાડી તાડી એ આદિવાસીઓનું પ્રિય પીણું છે. ઉનાળાની મોસમ, લગ્નોની સીઝન, મેળોઓની મનમોહક હારમાળા અને મનભર મહાલી શકાય એવી નવરાશ, ભૂખનું દુઃખ ભૂલવા, મનનો આનંદ વધારવા, વહાલાંના સંબંધમાં અમીરસ વધારવા અને મજા લૂંટવા તાડી પીવાનાં આમંત્રણ અપાય છે. તાડીની અંદર પણ નર અને નારી હોય છે. જેને તાડફળ ‘ગીલળાં’ આવતાં નથી તે તાડ ‘વાંઝિયો’ કહેવાય છે. આ નર તાડની તાડી મીઠી હોય છે. સવારની તાડી નીરા જેવી મીઠી હોય છે. બપોરની અને સાંજની તાડી વાસી હોય છે, તે તાડી ખાટી લાગે છે. - ૧. સિંઘી – ખજૂરાં વૃક્ષોના જંગલમાં, ૭. ને, ૮. બાંધું ૯. કાળું, ૧૦. કાઢીને તાડી પીતાં મનની માનેલી યાદ આવે જ ને ? એના વિના તાડીનો ઘૂંટડો ગળા હેઠળ કેમ કરીને ઊતરે ? હવે તો બંને વચ્ચે ઓળખાણ થઈ ગઈ છે. યુવકને ત્યાં વાંઝિયા તાડની તાડી ઊતરે છે. હું શાં એનાં વખાણ કરું ? ઘૂંટડો ભરતાં જ વાહ વાહ બોલાઈ જાય છે ! સવારમાં વહેલી આવજે ! મીઠી મધ જેવી તાડી પીવા મળશે ! For Private and Personal Use Only ૨. જુવાનડી, ૩. કાંટો, ૪. વાગ્યો, ૫. હાથ, ૬. સાડી, Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી ૧. વાંઝિયો તાડ - ૫. પાંદડાં – પીવા માટે, ગામ અથવા તાડોવાળું ખેતર, ૧૫. ગળી, મીઠી, ૧૬. ૨૧. ના, નહિ www.kobatirth.org વૉજિયા તાડની તાડી ગળાય રે, તાડી પીવા ય તા વનમેં આવે રે, ભૂંગડામેં પૉન' ખોસી વે'લી આવે રે, તાભી પીવા ઑય તા હવારે આવે રે, ખાટી પીવા ઑય તા હૉંજે આવે રે, વાહ, વાહ ! ૯. તાડકાછલાની તાડી નદીકાંઠાની ખીણની રસાળ જમીનમાં, ફળદ્રુપ કાછલામાં તાડ ઊગેલા છે. હે વેવાણ ! તું તાડી પીવા આવજે. તારા વિના મને તાડી પીવામાં મજા આવતી નથી ! તાડકાછલોમેં જ་બુ↑ ડોલે રે,...ઝેણા મારુજી !' તાડકાછલોમેં બુ ડોલે રે, લોલ, તાડકાછલોમેં તાડ ઝોલાં' મારે રે,...ઝેણા મારુજી ! તાડકાછલોમેં તાડ ઝોલાં મારે રે લોલ વાહ, વાહ ! વાહ, વાહ ! તાડી પીવું શૉઈતો'' વનમેં આવે રે,...ઝેણા મારુજી ! તાડી પીવું શૉઈતો વનનેં આવે રે લોલ ગઈળી" પીવી શૉઈતો સવારે આવે રે...ઝેણા મારુજી ! ગઈળી પીવી શૉઈતો સવારે આવે રે લોલ જેને ફળ લાગતાં નથી તેવો –નર તાડ, ૨. હોય, ૬. તાઇ, ૭. હોય, ૧૧. જાંબુ, પાઘડી-ફેંટામાં, વાહ, વાહ ! પાગડીમઁ† પૉન ખોસી વે'લા આવે રે...ઝેણા મારુજી ! પાગડીમઁ પૉન ખોસી વે'લો આવે રે લોલ વાહ, વાહ ! વૉશ્યો'' પીવું શૉઈતો બપોરે આવે રે...ઝેણા મારુજી ! વૉશ્યો પીવું શૉઈતો બપોરે આવે રે લોલ ગજવામઁ પૉન ખાસી વે'લી આવે રે...ઝેણા મારુજી ! ગજવામઁ પૉન ખોસી વે'લી આવે રે લોલ કંદોરાË ́ પૉન ખોસી વે’લો આવે રે...ઝેણા મારુજી ! કંદોરામઁ પૉન ખોસી વે'લો આવે રે લોલ તારા વના રજરનું 'ચાલે રે, ઓ મારી વેવાણ ! તારી વના રજ નું ચાલે રે લોલ ! ૮. સવારમાં, ૯. ૧૨. ઝીણા મારુજી-રૂપાળા પુરુષ, ૧૭. વાસી, ૧૮. કેડ, For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ ૧૦. તાડકાઇલા ૩. તો, ૪. તાડીનું વાસણ ?, સાંજે-સાંજના સમયે, ૧૩. ડોલે છે, ૧૪. હોય તો, વિના, ૨૦. જરા-સહેજ, ૧૯. Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ શંકરભાઇ સોમાભાઇ તડવી ૧૦. માલવનનો હીંચકો આંગળી આપતાં કાંડુ ઝાલે જેવો ઘાટ થાય છે. તાડી પીવા આવેલી યુવતીને યુવક પોતાની સાથે હીંચકે હીંચવા પછી પોતાની સાથે નાસી છૂટવા વિનવે છે. દેવસ્થાનમાં હીંચકો બાંધેલો છે. માલૂણમાં ઝાડી છે, વળી દેવોની બીકને લીધે એમાં કોઈ નહિ આવે, એમ યુવક કહે છે. મા'લુનમેં હીંચલો બાંધેલો રે, હો 'લી જવાનણી !" હો ભૂંડી, માલુનમેં હીંચલો બોંધેલો રે લોલ. હીંચેલે હીરની દોરી * * હો 'લી જવાનણી ! હો ભૂંડી, હીંચેલે હીરની દોરી રે લોલ. હીંચેલે બેસી વાતો કરે હો 'લી જવાનણી ! હો ભૂંડી, હીંચેલે બેસી વાતો કરે રે લોલ. શૉનીબેલી વાતો કરે રે હો 'લી જવાનણી ! હો ભૂંડી, શૉની તું વાતો કરે રે લોલ ? જતાં રે'વાની વાતો કરે હો 'લી જવાનણી ! હો ભૂંડી, જતાં રેડવાની વાતો કરે રે લોલ. ૧૧. રીંછડા બેડાનો સંસાર નયને નયન મળ્યાં પછી પરિચય ધીમે ધીમે ગાઢ બનતો જાય છે. ગામમાં ને ગામમાં રહેતાં હોય અથવા નજીક નજીકના ગામનાં હોય ત્યારે દિવસનાં કામોમાં સાથે રહેવાનું બને છે, મહુડાં વીણવા કે ડોળીઓ વીણવા સાથે જવાનું થાય છે. મહુડાં સવારે, બપોરે અને મળસ્કે પણ પડતાં હોય છે. વળી ડોળીઓ વધારે વીણવા ૧. માલુણ – માલવન, ગામાત દેવદેવીઓનું સ્થાનક, ૨. હીંચકો, ૩. બાંધેલો, ૪. અલી-ઓ, ૫. જુવાનડી, ૬. નફ્ટ (હેતથી બોલે) ૭. હીંચકે, ૮. રેશમની, ૯. શાની, ૧૦. જતાં રહેવું - ગામ મૂકીને પારકા મુલકમાં જતાં રહેવું For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી મળસ્કે જવું પડે છે. પરિચય પામેલાં આવા કામ વખતે સાથ કરે છે. સાથે મળીને મહુડાં વીણવા કે ડોળીઓ વીણવા જાય છે. નિકટતા વધતાં, જાતીય જીવન પણ માણે છે. રીંછો રહેતી હતી એવા ટેકરે મહુડી છે. ત્યાં રાતે મહુડાં પડે છે. બંને સાથે મહુડાં વીણવા જાય છે. ત્યાં સહજીવન માણે છે. પછી તો બંનેને પતિપત્ની તરીકે જોડાઈ જ જવું પડે છે. સંસાર માંડીને સંસારી બને છે. બાળકો થાય છે અને બાળકોને ઉછેરવા હાલરડાં પણ ગાય છે. રીંશળે બેળે, રતુગળ મોવડી રાતની ગરેલી, રતુગળ મોવડી વેવોની આવેલી, રતુગળ મોવડી ★ રંતુગળ મોવડી Acharya Shri Kailassagarsuri Gyanmandir આ નૃત્યગીતો જેતપુર પાવી ગામેથી સાંભળીને ઊતારેલાં છે. માહિતી દાતા : શૉરાં હૈયાં લીધાં, રતુગળ મોવડી ખૉયો બોંધેલી, રતુગળ મોવડી વલો ગાવેલો રે, રતુગળ મોવડી રાતની ગરેલી, રતુગળ મોવડી ૨. રોળા રોળા એ જેતપુર પાવી અને છોટાઉદેપુર તાલુકાના પાલપ્રદેશનું હાલેણી નૃત્ય જ છે. સ્ત્રીઓ કે પુરુષો એકબીજાની કેડે હાથના કંદોરા ભીડીને ગીતો ગાતાં જઈ નાચે છે. તેને રોળા રમવા કહે છે. આ હાલેણીનૃત્યમાં સ્ત્રીઓ અગર પુરુષો આઠ-નવની સંખ્યામાં ટુકડી બનાવીને ગોળાકારે નાચે છે. આ નૃત્યમાં સ્ત્રી-પુરુષો અલગ અલગ અગર પોતપોતાનાં નોખાં જૂથમાં જોડાઈને એક જ વર્તુળમાં નાચે છે. આ રોળા નૃત્ય લગ્ન વખતે જ થાય છે. ગવાતાં ગીતોને રોળા કહે છે. ૪૩ ૧. ઝીણકીબહેન જીંગાભાઈ ૨. કાશીબહેન હતુભાઈ ૩. સવિતાબહેન અંબાલાલ ગંગાબહેન હતુભાઈ ૪. આ બધાં ગીતો સ્ત્રીઓ અને પુરુષોમાં ગવાય છે. આ ગીતોનો વિસ્તાર પૂર્વે દેવળિયા તા. છોટાઉદેપુર, પશ્ચિમે ઢેબરપુરા તા. સંખેડા, ઉત્તરે ખાંડિયા-અમાદર તા. જેતપુર પાવી, દક્ષિણે છત્રાલી તા. જેતપુર પાવી સુધી છે. For Private and Personal Use Only ૧. રીંછો રહેતી હોય એવો ટેકરો, ૨. રતુગળ મહુડી, ૩. રાત્રે મહુડાં પડેલાં, ૪. વેવાણ, ૫. છોકરાં-છૈયાં (બાળકો) થયાં, ૬. ખોય-બાળકોને સુવરાવવાની ઝોળી, ૭. બાંધેલી, ૮. હાલરડું ૯. ગાયેલું Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૪ www.kobatirth.org ૧. લીલા જાંબુના છાંયડે જાંબુનું વૃક્ષ કાયમ લીલુછમ રહે છે. કેમકે તેનાં પાંદડાં વારાફરતી ખરતાં રહે છે, ને નવાં પાન આવતાં જાય છે. આવા લીલા જાંબુની છાંયે વેવાણ આવી જાંબુ ખાવા. પવનથી વૃક્ષ પર જાંબુ હવામાં ઝૂલે છે. ૧. જાંબુડાની, ૨. છાંય-છાંયડો, ૮. પાઠાંતર : કંબોયો હીંચકો જાંબુ ખાવા વેવાણ આવી છે. તેનો બરોબરિયો ભાઇ પણ જાંબુ સાચવવા ગયો છે. વેવાણ આવે તો તેને પોતાની બનાવવાનો આવેલો લાગ ભાઈ જવા નહિ દે, વેવાણને ઝાલી લેશે – તેને પોતાની બનાવી દેશે - એવી બહેનને પોતાના ભાઈમાં શ્રદ્ધા છે. લીલા જાંબુની' શાંય રે જાંબુ જોલાં મારે. જાંબુએ કોણ સે' આવેલી રે જાંબુ જોલાં મારે. જાંબુએ વેવાણ આવેલી રે જાંબુ જોલાં મારે. જાંબુએ શનકી આવેલી રે જાંબુ જોલાં મારે. જાંબુએ કયો ભઈ જેલો રે જાંબુ જોલાં મારે. જાંબુએ ઈશોભઈ જેલો રે જાંબુ જોલાં મારે. ૨. કંબોઈનો હીંચકો ટીંબરવાની છાલની દોરીનો કંબોઈના ઝાડવે હીંચકો બાંધ્યો છે. ત્યાં ભાઈ ઝૂલે છે. હીંચકો જોઇને વેવાણને હીંચકે ઝૂલવાનું મન થયું છે. હીંચકે બેસવા મળતું નથી તેથી તે રડે છે. ભાઇ વેવાણની દયા લાવી હીંચકે બેસાડે છે. પછી તો બંને વચ્ચે સાહચર્ય વધે છે. બંને પતિપત્ની બની જાય છે. જતાં હીંચે છે પણ વળતા હીંચકામાં તો વેવાણ માતા બની બાળકના હાલા ગાતી થઇ જાય છે. ટીંબરવાની દોરી રે કંબોયનો હીંચકો ૧. કોણ સે બેસવા રળે રે કંબોયનો હીંચકો વેવાણ બેસવા રળે રે કંબોયનો હીંચકો ૩. ઝોલાં મારે-ઝૂલે છે, ર. ૩. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. છે, શંકરભાઇ સોમાભાઇ તડવી For Private and Personal Use Only ૫. ભાઈ. ૬. ગયો. ૭. ઈશ્વરભાઈ Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી www.kobatirth.org પુનકી બેસવા રળે રે કંબોયનો હીંચકો શાની શું કરવા રળે રે કંબોયનો હીંચકો કયા ભઈ બેસારે રે કંબોયનો ચકો રમેશભઈ બેસારે રે કંબોયનો હીંચકો ટીંબરવાની દોરી રે કંબોયનો હીંચકો કોણ એ બેસવા રળે રે કંબોયનો હીંચકો વેવાણ બેસવા રળે રે કંબોયનો હીંચકો શાની શું કરવા રળે રે કંબોયનો હીંચકો કયો ભઈ બેસારે રે કંબોયનો હીંચકો ઈશોભઈ બેસારે છે કંબોયનો હીંચકો જતાં નાખો હીંચકો ૪. ૫. ૬. ૭. .. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૪૫ વળતાં હાલાં ગાય ૩.૧૪. ૩. ઘૂઘરીવાળો રૂમાલ પહેલાં ખિસ્સામાં રૂમાલ રાખતા. આ રૂમાલની ચારે કોરે કાચનાં મોતી અથવા ઘૂઘરીઓ ટાંકીને સુશોભિત કરતા. અને એવા રૂમાલ મેળા અથવા લગ્નના દિવસોમાં ખમીસના ઉપલા ખિસ્સામાં ઘાલતા અથવા ગળે બાંધતા. આવો મનમોહક રૂમાલ વેવાણ જોઈ ગઈ. વેવાણ રૂમાલ માર્ગ છે. ભાઈ રૂમાલ આપે છે. આપતાં કહે છે : લે, લે. બાયડી. લે રૂમાલ, Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શંકરભાઇ સોમાભાઇ તડવી ઊંસા બાવળીયે, જીની ગુગરીયો. કીયા ભઈના ગજવામેં, જીની ગુગરીયો. રમેશભઈના ગજવામૈં, જીની ગુગરીયો. ક્યા ભઈના ગજવામેં, લાલે રૂમાલીયો. રમેશભઈના ગજવામૈં, લાલ રૂમાલીયો. કોણ સે માગે વળી, લાલે રૂમાલીયો. વેવાણ માગે વળી, લાલે રૂમાલીયો. લેલી બાયળી લેતી જા, લાલે રૂમાલીયો. ઊંસા બાવળીયે, જીની ગુગરીયો. કોણ સે માગે વળી, જુની ગુગરીયો. વેવાણ માગે વળી, જીની ગુગરીયો. શનકી માગે વળી, જીની ગુગરીયો. લે લે લેતી જા, જીની ગુગરીયો. લે 'લી બાયળી લેતી જા, જીની ગુગરીયો. ૪. શિયળ સાટે ફૂલ ! નદી કિનારે ચંપો મહોર્યો છે. ફૂલની સુગંધ જુવાન વેવાણનું મન હરી લે છે. વેવાણ ચંપાનાં ફૂલ લેવા આવે છે ત્યાં જેનુભાઈ ફૂલ સાચવવા ગયા છે. ફૂલ લેવા જાય છે ત્યાં ભાઈ વેવાણને ચોટલે ઝાલીને પાડી દે છે. બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાય છે. ફલની સોડમ લેવાની લાલચને લીધે વેવાણને પોતાના કૌમાર્ય ભંગ કરવો પડ્યો. નંદી તેરે સંપો મોરેલો. સંપાનો રખવાળ" કયો ભઈ જેલો.” સંપાનો રખવાળ જેનુભઈ જેલો. ઓ વેવાણ કોણ સે,સોરમ લેવા આવે. ઓ વેવાણ બીજલી, સોરમ લેવા આવે. નંદી તેરે સંપો મોરેલો. સંપાનો રખવાળ કયો ભઈ જેલો. સંપાનો રખવાળ ઝવોભઈ જેલો. ઓ વેવાણ કોણ સે, સોરમ લેવા આવે. ઓ વેવાણ પુનકી, સોરમ લેવા આવે. લાં આલી"ન"ર ભાયે સોટલે ઝાલેલી. સોટલે ઝાલેલી ભાયે પશાળી નાખેલી. ૧. નદી, ૨. કિનારે, ૩. ચંપો, ૪. મહોરેલો-ફૂલથી લચી પડેલો, ૫. રખેવાળ, ૬. ભાઈ, ૭. ગયેલો, ૮. છે, ૯. સોડમ-સુગંધ, ૧૦. ફૂલો-પાઠાંતર : ફુલું, ૧૧. આપી, ૧૨. ને, ૧૩. ભાઈએ, ૧૪. ચોટલે, ૧૫. પછાડી For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી ૪૭ ૫. નદી કિનારે હોટલ બં નદી કિનારે હોટલ બંધાવું. ત્યાં વેવાણને બોલાવી દઉં. હે વેવાણ, ભોજાઈ ! ધીરી ધીરી ચાલ. ચાંદોદકરનાળીમાં ટિકિટ ફડાવું. તને સીનેમા જોવા લઈ જાઉં. તને ગાડીમાં બેસાડીને ફરવા લઈ જાઉં ! નિંદી કિનારે રે, ઓટલ, બંદાવી દેમ. કોણ સે વેવાણને રે, ઓરી બોલાવી દેમ. શનકી વેવાણને રે, ઓરી બોલાવી હૅમ. શનકી વેવાણને રે, ઓર બોલાવે ભાયા ! ધીરી ધમ સાલ ભોજય ઓટલ બંદાવી દેમ. નંદી કિનારે રે, ઓટલ બંદાવી Êમ. સાંદોત© કનારીમેં રે, ટીકેટર ફડાવી દૈમ. કોણ એ વેવાણને રે, ઓરી બોલાવે ભાયા ! સંદલી વેવાણને રે, ઓરી બોલાવે ભાયા ! ધીરી ધમ સાલ ભોજાય,ઓટલ બંદાવી દે. ૬. વેવાણને ચણી લીધી ડભોઈનો કિલ્લો વાધેલા વંશના રાજ-અમલ વખતે હીરાધર કડિયાએ બાંધ્યો હતો. તેની યાદ આ ગીતમાં છે. કડિયો એવો જબરો કે એણે વેવાણને ઊભી ને ઊભી ચણી લીધી ! જોવા માટે નાની શી બારી પણ ન રાખી ! ડભોયનો કોટ" સણીપ લીધો | મારો હીરો કડિયો. હીરો કડિયો તો - મારો વાલો કડિયો. જોવાની બારી ના રાખી મારો હીરો કડિયો. વેવાણને ઊબી" સણી લીધી મારો હીરો કયિો . સદલીને ઊબી સણી લીધી | મારો હીરો કડિયો. જોવાની બારી ના રાખી | મારો હીરો કડિયો. ૧. નદી, ૨, હોટલ, ૩. બંધાવી, ૪. દઉં, ૫. છે, ૬. પાસે, ૭. ધીરી ધીરી-ધીમે ધીમે ૮. ચાલ, ૯. ભોજાઈભાભી, ૧૦, ચાંદોદ, ૧૧. કરનાળી, ૧૨. ટિકિટ, ૧૩. ચંદલી-ચંદા. ૧૪. પાઠાંતર - ડભોયો કોટ, ડભોઈ, ૧૫. ચણી, ૧૬. ઊભી ને ઊભી- ઊભી રાખીને For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ શંકરભાઇ સોમાભાઇ તડવી ૭. પરણવા માટે અડપલાં નદી કિનારે કણજીનાં વૃક્ષો છે. તેના મૂળ પાસે પાણી ભરવાની વૅરી ખોદેલી છે. એ વૅરી ભાઈ ખોદી આપે છે. પણ પેલી વેવાણ બૅરી ખોદી છે તે પૂરી પૂરી દે છે. ત્યારે પૂછે છે : આમ શા માટે કરે છે ? હા, હવે સમજ પડી. એ તો ભાઈ ઉપર મોહિત થઈ ગઈ છે. ભાઈ સાથે વાત કરવાનું બહાનું મળે તે માટે તે વૅરી પૂરવાનું અડપલું કરે છે. કણજીના મૂળીયોમેં વેરી રે ધૂઈ મારું નાનું દેવરિયું. કોણ શેલ વૅરી ખોદી આલે રે ધૂઈ મારું નાનું દેવરિયું. જવેરભઈ વૅરી ખોદી આલે રે ધૂઈ મારું નાનું દેવરિયું. ખોટું ખોટું ને પૂરી નાખે રે ધૂઈ મારું નાનું દેવરિયું. ઓલી વેવાણ ! એમ શુંકવા કરે રે ધૂઈ મારું નાનું દેવરિયું. ઓલી જમની ! એમ શુંકવા કરે રે ધૂઈ મારું નાનું દેવરિયું. ઓલી જમની! પUણવાના સાળા રે શૂઈ મારું નાનું દેવરિયું. ૮. કેરીની માયા ક્યાંકથી કાગડો કેરીની ગોટલો લાવ્યો હશે. તે ઘર પાસે પડ્યો. તે લઈને વાડમાં રોપી દીધો. એવી આશાથી, ઊછરવાનો હશે તો ઊછરશે. પણ ગોટલો બળવાન હશે તે એમાંથી ફણગો નાખ્યો ને ધીમે ધીમે આંબાનું વૃક્ષ થઈ ગયું. પછી કેરી લાગી. તે ખાવા વેવાણ આવી. ભાઈએ કાચી કેરી આપી. વેવાણને કેરી ખાધા પછી, આ કેરીઓ કાયમ ખાવા મળે એ માટે ભાઈ સાથે પ્રેમસંબંધ બાંધી દીધો. For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી www.kobatirth.org કાગળું' 'લા' ગોટું લાવેલું" મારા બાવાડેરી” ભાય છે. તે ગોટું વાળમેં ઠાંણેલું મારા બાયા હેરી ભાય રે. તે ગોટે હણગો નાખેલો મારા બાવા હેરી ભાય રે. તે આંબો મોટો થેલો મારા બાવા હેરી ભાય રે. તે આંબે મો'ર આવેલો મારા બાવા હેરી ભાય રે. તે આંબે કેરીઓ લાગેલી મારા બાવા હેરી ભાય રે. તેમાંથી કેરીઓ જવેલીઓ મારા બાવા હેરી ભાય રે. નાની મોટી ડેરીઓ વેલીઓ મારા બાવા હેરી ભાય રે. કોણ સે'લા કેરી ખાવા રળે મારા બાવા હેરી ભાય રે. હીરકી’લા કેરી ખાવા રળે મારા બાવા હેરી ભાય રે. કયો ભઈ કેરી તોડી આલે મારા બાવા હેરી ભાય રે. રમેશભાઈ કેરી તોડી આલે મારા બાવા હેરી ભાય રે. કાસી" કેરીની માયા લાગી મારા બાવા હેરી ભાય રે. ૧. કાગડો, ૨. અલ્યા, ૩. ગોટો, ૪. લાવેલો, ૫. બાવાશ્રી-પાઠાંતર : બાવાહેરી રાંમ, ૮. કૃષ્ણગો, ૯. થયેલો-થયો, ૧૦. બેઠેલી-બેઠી, ૧૧. છે, ૧૨. ૨૩, ૧૩. ભાઈ, ૧૬. મોહ-પ્રેમ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯. શોખીન ઠુમરો ડુમરો નામે જુવાન ખભે કુહાડી અને બીજા હાથમાં છાણું ઝાલીને વનમાં લાકડાં કાપવા નીકળ્યો છે. આ ડુમરો અપરિણીત છે. તેથી તે આને બાયડી કરું પેલીને બાયડી કરું એવા મનસૂબા કરતો ફરે છે. તેણે એક ઝટકો મારીને લીલો વાંસ વાઢયો. તેની ચીપો પડાવી, કંડિયો ગૂંથાવ્યો. તેમાં વેવાણને બોલાવી, પોતાની બાયડી થવા. For Private and Personal Use Only ૪૯ ૬. વાડમાં, ૭. રોપેલો, ૧૪. આપે, ૧૫. કાચી, Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૦ www.kobatirth.org ખભે કુવાળો' મેલો 'લા ડુમરા સાથમેં ઝાઈલું શૉણુંરે આ બાઈની પેલી બાઈળી કરે 'લા ડુમરા આ બાઈની પેલી બાઈની કરે રે. આવળ મેલી બાવળ મેઈલા 'લા ડુમરા વાળ્યો લીલુળિયો વાંસરો રે. વાઈળો લીલુળિયો વાંસે’લા ડુમરા વાઇળો લીલુડિયો વાંસે રે. એકે જીલ ઝટકે વાઈળો 'લા ડુમરા એકે જ ઝટકે વાઈળો રે. ઝીણી ઝીણી સીપો ઊતારે 'લા ડુમરા ઝીણી ઝીણી સીપો ઊતારે રે. 11 તેના રૂળા ૧ કૈડિયાર ગૂંથાવે 'લા ડુમરા તેના ફળા કૈંડિયા ગૂંથાયે રે. ૐડિયોમેં કોણ સે' આવેલી 'લા ડુમરા ૐડિયોમેં કોણ સે આવેલી રે. *ડિયોમેં ગંગલી આવેલી 'લા ડુમરા ૐડિયોમેં ગંગલી આવેલી રે. *ડિયોમેં કયો ભઈજ્જ જેલો 'લા ડુમરા *ડિયોનેં કયો ભઈ જેલો રે. *ડિયોમેં ઈશોભઈ૫ જેલો ’લા ડુમરા ૐડિયોમેં ઈશોભઈ જેલો રે. ખભે કુવાળો મેલો 'લા ડુમરા સાથમેં ઝાઈલું શાણું રે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only શંકરભાઇ સોમાભાઇ તડવી ૧. પાઠાંતર : ખભે મેલો રંગત કુવાળો - કુહાડો - મોટી કુહાડી, ૨. હાથમાં, ૩. ઝાલ્યું - પકડયું, ૪. છાણું, ૫. બાઈડી-બૈરી, ૬. મૂક્યા, ૭. વાઢયો-કાપ્યો, ૮. લીલુડિયો-લીલો, ૯. ૪, ૧૦. ચીપો, ૧૧. રૂડો-સારો, ૧૨. કરંડિયો, ૧૩. છે, ૧૪. ભાઈ, ૧૫. ઈશ્વરભાઈ Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી ૧૦. ઘૂઘર ભલા સોહે ! કવાંટ આદિવાસી પ્રદેશનું બજાર છે. ખાસ કરીને આ પ્રદેશમાં લાકડાં કાપવાનો ધંધો મુખ્ય હતો. તેથી કવાંટમાં લોઢાનાં ઓજારો કુહાડી, પાળિયુ, છરી વગેરે બનાવીને વેચવાનો ધંધો ચાલે છે વળી બળદનો વેપાર ચાલે છે. તે વખતે નાચવાનાં સાધનો ઘૂઘરા પણ ત્યાંથી ખરીદાય છે. કવાંટનું હાટ મોટું હોય છે. તેમાં મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો આવે છે. તેથી આ હાટ ચૈત્રીપૂનમના મેળા જેવું મોટું હોય છે. આ હાટ જોવા જેવો હોય છે. તે જેવા જવા ને ત્યાંના ઘૂઘરા ખરીદવા વેવાણને આમંત્રણ અપાય છે. કવાંટના ઘૂઘરા કેડે બાંધીને વેવાણ નાચે છે. પાણી પીવા જતાં ઘૂઘરા ભૂલી ગઈ. ને નાચવાનો ચાળો પણ ભૂલી ગઈ ! તે આ તિલકવાડા તાલુકાની તડવી બહેનોમાં પ્રચલિત ગીત છે. ભાય ભાય કવાંટી સેટરીર ભરાયલી રે ભાય ભાય સાલો ભાયો સાટ જોવા યે રે ભાય ભાય સાલે'લી વેવાણ સાટ જોવા જીયે રે ... ભાય ભાય સાલે'લી ગંગલી સાટ જોવા જીયે રે કવાંટી સેટરી ભરાયલી રે ભાય ભાય રૂપીયાના બાર હેરી ઘૂઘરા રે ... ભાય ભાય ઘૂઘરા મૂલથી જોવે રે ... ભાય ભાય રૂપીયાના બાર હેરી ઘૂઘરા હૈ ... ભાય ભાય ખૂંટીએ ઘૂઘરા મેલેલા રે૧ ભાય ભાય બંદાવો ગંગલીની કો ઘૂઘર′ ભલો શોબે રેપ પૈસાનું ઈરે' બંદાવો રે ... ભાય ભાય તે ઈરનીં તેની દોરી બંદાવો રે ... ભાય ભાય ભાય ભાય ભાય ભાય ... તે દોરીએ ઘૂઘરો પોવરાવો રે° બંદાવો વેવાણની કેળે ઘર ભલો શોખ રે ... ભાય ભાય બંદાવો હીરકીની કેળે ઘૂઘર ભલો શોએ રે ... ભાય ભાય નાચે તેમ રમઝમ બોલે કે ધ્રુઘર ભલો શોભે રે .... ભાષ ભાય Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૫૧ ૧. કવાંટની-કવાંટ ગામમાં, ૨. ચેતરી – ચૈત્ર મહિનાની પૂર્ણિમા, ચૈત્રી પૂનમના મેળા જેવો મોટો હાટ, ૩. ભરાયેલી, ભરાઇ, ૪, ભાઈ ભાઈ ! ૫. ચાલો, ૬. હાટ, બખ્તર, છ, જઈએ, ૮. ચાલ અલી !, ૯. કિંમત પૂછી જુએ, ૧૦, જુએ, ૧૧, મૂકેલા, ૧૨. બંધાવો, ૧૩. કેડે, ૧૪. ઘૂઘરા, ૧૫. શોભે, ૧૬. હીર-રેશમ, ૧૭. પરોવરાઓ Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ ૨ શંકરભાઇ સોમાભાઇ તડવી ૧૧. તાડી પીવા આવે તાડી એ આદિવાસી પીણું છે. નદીકાંઠાની જમીનમાં તાડ ઊગેલા છે. ત્યાં તાડી પીવા આવવા વેવાણને આમંત્રણ અપાય છે. આ ગીત તિલકવાડા તાલુકાની તડવી બહેનોમાં પ્રચલિત છે. તાળકાશલામેં તાળ જેલ ખાય રે ઘેલા મારુજી". ઓ વેવાણ કોણ સે તાળી પીવા આવે રે ઘેલા મારુજી. ઓ વેવાણ કમળી તાળી પીવા આવે રે ઘેલા મારુજી. ગળી તાળી પીવું શોય“ તો સવારે વેલી આવે રે ઘેલા મારુજી. ખાટી તાળી પીવું શોય તો બપોર પશી આવે રે ઘેલા મારુજી. પીચર જોવા આવે રે. ઘેલા મારુજી. ઓ વેવાણ કોણ સે પીચર જોવા આવે રે ઘેલા મારુજી. ઓ વેવાણ પાનકી પીચર જોવા આવે રે ઘેલા મારુજી. ૧૨. જાંબુનો તોરો-કલગી પાણીમાં જાંબુનું વૃક્ષ ઊગ્યું છે. એ નદીકાંઠે ઊગે છે તેથી જળબંબુ કહેવાય છે. આ જંબુને ફૂલ અને ફળ ઝૂમખાબંધ થયાં છે. આ ફલનો માથે તોરો મૂકાવી દઉં ! કેવો શોભે છે ! ૧. તાડકાછલામાં, ૨. તાડ, ૩. ઝોલાં-ડોલે, ૪. જોલામારુજ : પાઠાંતર, ૫. છે, ૬. તાડી, ૭, પીવી, ૮, હોય તો, ૯. પછી, ૧૦. પિશ્ચર For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી. ૫૩ જળમેં કઈગો જળજીંબુ રે, જૉબુ તારો ટોળો મેલાવી દંપ વેવોઈણ મારી શું સગી લાગે રે જબ તારો ટોળી મેલાવી દૃમ. વેવોઈણ મારા સગા ભાઈની બાયળી રે. જોબુ તારો ટોળો મેલાવી દેમ. ગની મારા સગા ભઈની બાયળી રે જૉબુ તારો ટોળો મેલાવી દંમ. કટેલી મારા સગા ભાઈની બાયળી રે જૉબુ તારો ટોળો મેલાવી દૈમ. જેતપુર પાવી તરફના રાઠવામાં ગવાતો પાઠ : જળમેં ઊઈગો જળબુરે જીંબુ તારો તોળો મેલાવી દેમ ! વેવાણી મારી શું સગી લાગે રે બુ તારો તોળો મેલાવી દેમ રમતી મારી શું સગી લાગે રે જોબુ તારો તોળો મેલાવી દેમ ! ૧૩. રીંગણીની વાડી રીંગણીની વાડી કરી છે તેમાં બહારથી આણેલી રીંગણીની જાત રોપી છે. આ વાડી તેં જોઈ છે? વાડીમાં વેવાણ રીંગણાં લેવાના મસે આવી હતી. તે જોઈ હતી ? મેં નથી જોઈ પણ વેવાણ આવી હતી. રીંગણીની વાડી રે દેશાવર રીંગણી મેં નથી જોયું રે દેશાવર રીંગણી. વેવાણ 'લા, રીંગણે લેવા આવી રે ... દેશાવર રીંગણી. નાયકી 'લા રીંગણું લેવા આવી રે ... દેશાવર રીંગણી. મરચીની વાડી રે દેશાવર રીંગણી. મેં નથી જોયી રે દેશાવર રીંગણી. વેવાણ 'લા, મરચું લેવા આવી રે ... દેશાવર મરચી. બજ 'લા, મરચું લેવા આવી રે ... દેશાવર મરચી. ૧. પાણીમાં, ૨. ઊગ્યો, ૩, તોરો-લગી, ૪. મૂકાવી, ૫. દઉં, ૬. વેવાણ, ૭. થાય, ૮, ભાઈની, ૯. બૈરી, ૧૦. મેં નથી દીઠી, ૧૧. વેવાણ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શંકરભાઇ સોમાભાઇ તડવી ખેતરમાં તુવેરના છોડનો સ્વાદ તૂરો લાગે છે. હોળી લગભગ તુવેરનો પાક લેવાઈ જતાં તુવેરનાં કરાંઠાં ખોદી કાઢવામાં આવે છે. પુરુષ કરાંઠાં ખોદે અને સ્ત્રી તુવેરની વેણી વીણે છે. ઉનાળાનો સમય હોય છે. માથે તડકો તપતો હોય. ઊગળાં વળીને ચાલતાં ચાલતાં તુવેરની વેણો વીણવી પડે છે. તે વખતે તાપ લાગે છે. પરસેવો થાય છે. નાકેથી મોતીબિંદુ જેવાં પરસેવાનાં ટીપાં પડે છે. ટીપાંનો રેલો મોં ભણી આવતાં ખારા ખારા પરસેવાને ઘૂંકી નાખે છે. પરસેવો લુછી લુંછીને હાથની બાંયો પણ ખારી બની જાય છે. શરીર ઉપર પરસેવાની ખારાશ તડકાથી સુકાવાથી શરીરે ખારા સફેદ ઓગળાળા દેખાય છે. આવા સમયમાં જે જુવાન વેવાણ હાથમાં સપડાઈ જાય તો ઘરની પત્ની પેઠે કરાંઠાં વીણવાનું આકરું કામ કરાવું. - તુરી તુવેર તારાં કરોંઠા વેણાવું રે તુરી બંદ વેલો. ઓલી વેવોઈણ તને કરૌઠાં વેણાવું રે તુરી બંદ વેલો. કરોંઠાં વેણાવું તને ભારો બંધાવું રે તુરી બંદ વેલો. ભારો બંધાવું તને ભારો ચળાવું રે તુરી બંદ વેલો. જેતપુર પાવી તરફના રાઠવામાં ગવાતો પાઠ : તુરી તુવેર, તારાં કરાંઠાં વેણાવું રે, તુરી બંદ વેલો ! તુરીયાનો વેલો ભોજાય ! કરાંઠાં વેણાવું રે તુરી બંદ વેલો! ૧૫. ધમાસનો બંધ તોડ્યો ! ધમાસ નામના વેલા સીમમાં થાય છે. તે ઘણાં મજબૂત હોય છે. વેવાઈની છોકરી સ્વચ્છંદી હશે. તેથી તે નાસી ના જાય તે માટે તેને ધમાસના મજબૂત બંધથી બાંધી મૂકી હતી. પરંતુ જુવાનીના જોરમાં આવેલી, વેવાઈની છોકરી એમ સખણી રહે ? ધમાસનો મજબૂત બંધ તોડી નાખીને નાસી છૂટી ! ઓ વેવાઈ ! તેં તારી ૧. કરાંઠાં-સાંઠીઓ તુવેરની, ૨. વિણાવું - વીણવાનું કામ કરાવું, ૩. તુવેરના વેલાનો બંધ - દોરડું, ૪. વેવાણ, ૫. ચડાવું, માથે મૂકાવું, ૬. વિણાવું, ૭. તુરિયાં-શાક, ૮, તુરિયાના વેલાનો બંધ For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી છોકરીને આવડી શી બાંગડ બનાવી દીધી ! તમારા કહ્યામાં નથી. તમે બંધથી બાંધી મૂકી હતી છતાં તોડીને નાસી ગઈ ! ધમાસી બંદીયે બાંધેલી રેર ઓ વેવાઈ ! તારી સ્વચ્છંદી છોકરી જોઈ ! કોઈ હરારી ગાય વાસલમાં ચરતી ચરતી ધમપછાડા કરે તેમ તારી છોકરીએ ધમપછાડા કર્યા. મનગમતા યુવાનો સાથે સહજીવન સાધ્યું. વાસલનાં મોટાં મોટાં ઢેફાં પણ ભાંગી નાખ્યાં તારી દીકરીએ ! વેવાઈ તારી શોરી ધમાસી બંદીયે બોંધેલી રે લોલ. ધમાસી બંદ તોડી નાઈખો રે વેવાઈ તારી શોરી ધમાસી બંદ તોડી નાઈખો રે લોલ. એવેશી બંગલી મેલેલી રે વેવાઈ તારી શોરી એવેશી જંગલી મેલેલી રે લોલ. વાંસેલમેં ચરતી મેલેલી રે વેવાઇ તારી શોરી વાંસેલમેં રમતી મેલેલી રે લોલ. વાસેલી ઢળીયાં ભૉંગી નાઈખાં રે૨ વેવાઈ તારી શોરી વાસેલી ઢળીયાં ભૉંગી નાઈખાં રે લોલ. એવેશી બંગલી મેલેલી રે Acharya Shri Kailassagarsuri Gyanmandir વેવાઈ તારી શોરી એવેશી બંગલી મેલેલી રે લોલ. ૫૫ ૧૬. સરસ મેદાન અને ખાડા ટેકરા મહુડાની ડોડી સારા મેદાનમાં રોપી હોય અને તેનું વૃક્ષ સીધું ઊગી નીકળે, તેની પેઠે અમાદરા ગામ સરસ મેદાનમાં વસેલું છે. જ્યારે વેવાઈનું ગામ વણીયાદ્રી ખાડા ખાબોચિયામાં વસેલું છે. For Private and Personal Use Only ૧. ધમાસના વેલાનો બંધ - દોરડું, ૨. બાંધેલી, ૩. છોકરી-દીકરી, ૪. નાખ્યો, ૫. એવી, ૬. બાંગડ-રખડતી, - ૭. મૂકેલી, ૮. વાસલ-એક વરસ પડતર રાખેલી જમીન, ૯. મૂકેલી, ૧૦. ઢેફાં, ૧૧. ભાંગી, ૧૨. નાખ્યાં Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ શંકરભાઇ સોમાભાઇ તડવી ડોળી ઠોંધણી રે અસ્સલ મેદાનમેં (૨) અમાદરે આઈવું રેપ અસ્સલ મેદાનમેં (૨) ડોળી ઠૉઈણી રે અસ્સલ મેદાનમેં (૨) વણીયાદરી આઈવું રે ખાળે ખોબરે” (૨) ડોની ઠોંઈણી રે અસ્સલ મેદાનમેં (૨) ૧૭. સોનાનો ગુમચો ઊંચા બાવળ ઉપર સોનાનો ગુમચો લટકાવેલો છે. ત્યાં વેવાણ આવી. ઓ વેવાણ ! આ સોનાનો ગુમચો લેતી જા. ઊંચા બાવળીયે સોનાનો ગુમચો લે લી વેવાણ ! લેતી જા સોનાનો ગુમચો. ઊંચા બાવળીયે સોનાનો ગુમચો લે 'લી વેવાણ ! લેતી જા સોનાનો ગુમચો. લે'લી કોકલી! લેતી જા સોનાનો ગુમચો. ઊંચા બાવળીયે સોનાનો ગુમચો. ૧૮. જોરાવર - કમજોર પિત્તળના લોટાથી ટેકરો ના ચઢાય. અમાદરા ગામની બહેનો દોટ મૂકીને ટેકરો ચડી જાય છે. પણ પેલા વણીયાદ્રી ગામની છોકરીઓ ઢીલીઢસ છે. તેમનાથી ચઢાતું નથી. અમાદરા ગામના ભાઈ દોટ મૂકીને ચઢે છે. પણ વણીયાદ્રીના છોકરા ઢીલાઢસ છે તેમનાથી ચઢાતું નથી. અમાદરાના દાદા-પ્રૌઢ પુરુષો દોટ મૂકીને ચઢે છે પરંતુ વણીયાદ્રીના પ્રૌઢો ડોસા છે તેમનાથી ચઢાતું નથી ! ૧. ડોડી-મહુડાનું ફળ, આવેલું છે, વસેલું છે, ૨. રોપી, ૩. સરસ મેદાનમાં-સરખી જમીનમાં, ૬. વણીયાદ્રી (ગામ), ૭. ખાડા ટેકરા-ખાડા કોતર, ૪. અમાદરા (ગામ), ૫. આવ્યું, ૮, ગુચ્છો, ૯. અલી, ૧૦. કોકિલા For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી www.kobatirth.org પિતળી' લોટો ટેકરો ની ચળે રે (૨) અમાદરાની બેનો દોઇટ મેલી' ચળે રે (૨) વણીયાદરીની શોરીઓ ઢીલીયો કૈસ રે (૨) પિતેળી લોટો ટેકરો ની ચળે રે (૨) અમાદરાના વીરા દોઇટ મેલી ચળે રે (૨) વણીયાદરીના શોરા ઢીલાઢેસ રે (૨) પિતેળી લોટો ટેકરો ની ચળે રે (૨) અમાદરાના દાદા દોઇટ મેલી ચળે રે (૨) વણીયાદરીના ડોહા ઢીલા કૈસ રે (૨) ડુંડીયાં દાબેલાં'' ભેખોળસેં (૨) ડુંડીયોનો દારૂ 'લી વેવોઈણ (૨) એક વાળી' લીજોષ 'લી વેવોઈણ (૨) એક વાળી લીજો 'લી મંજલી (૨) બીજી વાળીમે લૈરાં 'લી' વેવોઈણ (૨) ત્રીજી વાળીયે લેરાં 'લી વેવોઈણ (૨) ડુંડીયાં દાબેલાં બેખોળમેં (૨) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯. દારૂ પીને છાકી ! દારૂ ગાળવાની બંધી છે તેથી દારૂ પીનારા છાનામાના દારૂ ગાળે છે. એટલે દારૂ ગાળવાનો સામાન કોતરોની ભેખડોની ગુફા-બખોલમાં સંતાડી રાખે છે. દારૂ ગાળવા માટે મહુડાં એક વાસણમાં ભરીને ભેખડમાં અથાવા મૂકી રાખ્યાં હતાં. તેનો દારૂ ગાળ્યો. પછી વેવાણને પીવા બોલાવી. વેવાણને પહેલી વાળી આપી. બીજી વાળી લેતાં વેવાણને લહેરો આવવા માંડી. ત્રીજી વાળીએ તો વેવાણ છાકી પડી. ૫૭ ૨૦. રતુગળ મહુડી ડુંગરમાં ઠેઠ ટોચે મહુડી આવેલી છે. તેનું નામ છે રતુગળ મોવડી. કેમકે તેનાં મહુડાં રાત્રે ગળે છે. એટલે કે મળસ્કુ થવા આવે તે વખતે મહુડાં પડે છે. તે વખતે રાતનું અંધારું હોય છે તેથી તે રતુગળ મહુડી કહેવાય છે. આ મહુડીનાં મહુડાં વીણી, દારૂ ગાળે છે અને બંને પીએ છે. એટલે કે વેવાણ સાથે સખ્ય જામે છે. For Private and Personal Use Only ૧. પિત્તળનો ૨. ના, નહિ, ૩. ચડે, ૪. દોટ, ૫, મૂકી, ૬. છોરીઓ-છોકરીઓ, ૭. ઢીલીઢસ, ૮. ભાઈ, ૯. ડોસા, ૧૦. દારૂ ગાળવા મહુડાં આથવાનું સાધન, ૧૧. સંતાડેલાં, ૧૨. ભેખડમાં, ૧૩. વેવાણ, ૧૪. એક માપ-કપ જેવું, ૧૫. લેજો, ૧૬. લહેર આવી બેભાન થવા લાગી – બેભાન થઈ ગઈ-ઢળી પડી Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ શંકરભાઇ સોમાભાઇ તડવી ડુંગરની મોઈર રતુગળ મોવળી આથી આવેલા રતુગળ મોવળી મોવળાં પળેલાં રતુગળ મોવળી. ટોપલો ભરેલો રતુગળ મોવળી ટોપલો ચળાઈવો રતુગળ મોવળી મોવળાં નાખેલાં રતુગળ મોવળી દારૂલો ગાળેલો રતુગળ મોવળી દેગળી ભરેલી રતુગળ મોવળી ૨૧. કોયલ બોલી ! બે પ્રેમીઓ આંબાવાડિયામાં બેઠાં બેઠાં વાતો કરે છે. યુવતી પ્રેમીને કહે છે : હું છોગાળા ! કોયલ બોલવા લાગી. પ્રેમી કહે છે : બોલે તો બોલવા દે. કશી પરવા નથી. કુંવારી પ્રેમીકા બકરાં હાંકી લાવે છે. પણ પેલી પરણેતર પાછાં હાંકી મૂકે છે. બોવાળીયોમેં કોયલ બોઈલી શોગાળીલાલ !" બોવાળીયોમેં કોયલ બોઈલી રે લોલ. બોલે તો બોલવા દીજેપશોગાળીલાલ ! બોલે તો બોલવા દીજે રે લોલ. બોવાળીયોમેં કોયલ બોઈલી શોગાળીલાલ ! બોવાળીયોમેં કોયલ બોઈલી રે લોલ. કુમારી બોકળાં લાવે શોગાળીલાલ ! પોલીષ પાશાંક વાળે રે લોલ. S ૨૨. રાયણ ખાધાં ને પ્રેમ થયો ! સુરતી રાયણનું વૃક્ષ વેવાઈના ખેતરમાં હતું. વેવાણ રાયણાં ખાવા આવી. કાચાં રાયણ ખાધાં ને તેને તૂરાં લાગ્યાં. કાચાં તૂરાં રાયણ ધૂંકી નાખ્યાં. પણ પાકાં રાયણ ખાધાં ને મીઠાં લાગ્યાં. મીઠાં રાયણ ખાધાં ને જુવાન વેવાઈની માયા લાગી. વેવાઈ સાથે બંધાયેલી માયા કેમ કરી છૂટે ? વેવાઈ સાથેનો પ્રેમ કંઈ છૂટે ! એ પ્રેમ ટકી રહે અને વેવાઈ સાથે લગ્ન થાય તે માટે તો આ જવાન વેવાણે દેવની માનતા રાખી હતી. અને માનતા ફળે તો દેવને બકરો ચઢાવવાની બાધા લીધી હતી. ૧. ટોચે, ૨. મહુડાં બેસે છે તે ડાંડા, ૩. રાતે મહુડાં પડે તેવી મહુડી, ૪. મહુડાં, ૫. પડેલાં-ગરેલાં, ૬, ચઢાવ્યો, ૭. દારૂ ગાળવા મહુડાં અથવા મૂક્યાં, ૮. નાનો ઘડો ૯. આંબાવાડિયામાં, ૧૦. બોલી, ૧૧, છોગાળીલાલ-છોગાં મૂકીને ફરતા રૂપાળા છેલ, ૧૨. દેજે, ૧૩. કુંવારી, ૧૪. બકરો, ૧૫. પરણેલી-પરણેતર, ૧૬. પાછાં-પાછો For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી ૫૯ સુરતી રોયણીનું રોયણું ભોજય વેવાણી ! સુરતી રોયણીનું રોયણું રે લોલ. કાચું ખાધું ને તુરું લાઈ> ભોજાય તેવોણી ! કાચું ખાધું ને તુરું લાઈશું રે લોલ. પાકું ખાધું ને માયા લાઈગી* ભોજાય વેવાણી ! પાકું ખાધું ને માયા લાગી રે લોલ. એ માયા કેમ કરી સૂટે ભોજાય વેવાણી ! એ માયા કેમ કરી સૂટે રે લોલ. માયાનો બોકળો મૉનેલો ભોજાય વેવાણી ! માયાનો બોકળો મૉનેલો રે લોલ. સુરતી રોયણીનું રોયણું ભોજય વેવાણી ! સુરતી રોયણીનું રોયણું રે લોલ. ૨૩. કેરી ચોરવા આવી ગોબરો ઘૂમટ જેવો આંબો હતો. ત્યાં ભાઈ રખેવાળ હતો. વેવાણ કેરીઓ પાડવા આવી. દૂરથી ઝૂડિયાં મારતી આવી. એણે તો સાત કેરીનો લુમ તોડી પાડયો. હે મારા શ્રીરામ બાવા રે ! ગોબરેશી બોમો રેલો" મારા બાવા હેરી રીંમ રે.૧૨ એ બે કણ શેણ રખવાળીy મારા બાવા હેરી રોંમ રે. એ બે મગ્નોભઈ રખવાળી મારા બાવા હેરી રૉમ રે. વેવાણી" 'લા કેરી લેવા આઈવી" મારા બાવા હેરી રૉમ રે. શેટેથી બંધ નાખતી આઈવી મારા બાવા હેરી રોંમ રે. સાતે કેરીનો લૂમ હોઈળો૦ મારા બાવા હેરી રોંમ રે. ૧. રાયણનું, ૨. રાયણ-ફળ, ૩. ભોજાઈ-ભાભી, ૪. વેવાણ, ૫. લાગ્યું, ૬. માયા લાગી-પ્રેમ થયો, ૭. છૂટે, ૮. પ્રેમનો બકરો માન્યો હતો, ૯. ગોબરો-ઘટાદાર, ૧૦. આંબો, ૧૧. મહોર્યો-ફાલ્યો, ૧૨. શ્રીરામ બાવા, ૧૩. કોણ છે ? ૧૪. રખેવાળ, ૧૫. વેવાણ, ૧૬. આવી, ૧૯. છેટેથી, દૂરથી, ૧૮, લાકડાં, ૧૯. લૂમ, ઝૂમખો, ૨૦. તોડ્યો For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૦ www.kobatirth.org અલા` લીલીપીળી પોંઈખોનું પોપટું હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા જઈ બેઠું વળલાની ડાઈળે હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા ટેટા વાગોલે દાત કા'ળે ૨૪. રાતી ચાંચનું પંખી લીલીપીળી પાંખોનું લાલ ચાંચવાળું પંખી છે. એ પેલા વડ ઉપર બેઠું. તે થડના ટેટા ખાય છે અને દાંત કાઢે છે. હસે છે. વડેથી ઊડીને એ તો પેલી જુવાન વેવાણની કેડ ઉપર જઈ બેઠું ! વેવાણની કેડ પંપાળે છે ને હસે છે આનંદથી મલકાય છે ! હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા લીલીપીળી પાઁઈખોનું પોપટું હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા જઈ બેઠું વેવોણીની કેળે હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા જઈ બેઠું કટેલીની કેળે હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા કેળો ખૂંપાળે દૌંત કાળે હેરીલાલ ! રાતી ચાઁચનું હળીયાલું. ૨૫. કેદમાંથી છોડાવી લાવું પોપીંદરું' વનળોમેં જેલું રે પોપીંદરું બંઘીખાને પઈળું રે લોલ. હાથોનાં કડુલાં મેલું” ઘરેણે' આદિવાસી પ્રદેશમાં જંગલ-વન છે. વનમાંથી તેઓ વનપેદાશ, પાંદડાં વગેરે વીણી લાવે છે. કંઇક ગુનાસર વહુના સાસરિયા કેદમાં પડે છે. વહુ પોતાનાં ઘરેણાં ગીરો મૂકીને તેમને છોડાવી લાવે છે. પોપીંદરું શોડવી લાવું રે લોલ. હાથોનાં કડુલાં મેલું ઘરેણે Acharya Shri Kailassagarsuri Gyanmandir સસરોને શોડવી લાવું રે લોલ. પગોનાં સૉકળાં મેલું ઘરેણે જેઠુને શોડવી લાવું રે લોલ. કોટોના દોરલા મેલું ઘરેણે દિયોરને શોડવી લાવું રે લોલ. શંકરભાઇ સોમાભાઇ તડવી For Private and Personal Use Only ૧. અલ્યા, ૨. પાંખનું-પાંખવાળું, ૩. પોપટ, પોપટ જેવું, ૪. હળિયેલ જેવું-હળિયેલ પક્ષી, ૫. વડલાની, ૬. ચાવે, ૭. દાંત કાઢે– હસે, ૮. વેવાણની, ૯. કેડે, ૧૦. પંપાળે ૧૧. પોપીંદરું-બડબડિયાં-પક્ષી, ૧૨. વનડો-વનમાં, ૧૩. ગયેલું, ૧૪. બંઘીખાને-કેદમાં, ૧૫. પડયું, ૧૬. કડલાં-કડાં, ૧૭. મૂકું, ૧૮. ગરેણ-ગીરો, ૧૯. છોડાવી, ૨૦. સાંકળાં, ૨૧. જેઠને, ૨૨. ડોકના, ૨૩. દિયરને Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી ૨૬. જીવ વટલાયો મકાનો બનતાં હોય ત્યાં મજૂરી કરતાં એકબીજાના પરિચયમાં આવવાનું થાય છે. દરરોજ સાથે કામ કરવાનું થતાં એકબીજા પ્રત્યે લાગણી બંધાય છે. એમાંથી પ્રેમાકુર પ્રગટે છે. ઝીણી નામની યુવતી કડિયા પ્રત્યે આકર્ષાય છે. છેવટે કડિયા સાથે નાસી છૂટે છે. કડિયાના ઘેર જતાં કડિયો પરધર્મી છે એની ખબર થાય છે. છેવટી ઝીણી કહે છે : હે કડિયા ! તે મારો ઊંચી નાતનો જીવ વટલાવ્યો. સવારમેં રોટલા કરે ની સવારમેં રોટલા કરે છની સવારમેં રોટલા. રોટલા શુંકવા કરાવે બાપા રોટેલા શંકવા કરાવે બાપા રોટલા શુંકવા કરાવે. જંગલ કાટેરવા જવાં જીની જંગલ કારવા જેવાં જીની જંગલ કરવા જવાં. દાતળાં શંકવા તપાવે બાપા દાળાં શંકવા તપાવે બાપા દાતળાં શંકવા તપાવે. ઊંસી શાવેલીયો સણાવે છની ઊંસી શાવેલીયો સણાવે જીની ઊંસી શાવેલીયો સણાવે. સવારમેં રોટલા કરે જીની સવારમેં રોટલા કરે જીની સવારમેં રોટલા કરે. સવારમેં શુંકવા કરાવે બાપા સવારમેં શેકવા કરાવે બાપા સવારમેં શેકવા કરાવે. ઊંસાં તગારાં આલે જીની ઊંસાં તગારાં આલે જીની ઊંસાં તગારાં આલે. કડિયાને તેડવા જવાં જીની કડિયાને તેડવા જવા જીની કડિયાને તેડવા જવા કડિયાને શુંકવા તેડાવે બાપા કડિયાને શુંકવા તેડાવે બાપા કડિયાને શંકવા તેડાવે. ઊંસી રાવેલીયો સણાવે છની ઊંસી શાવેલીયો સણાવે બાપા ઊંસી શાવેલીયો સણાવે. ઊંસા તગારાં આલે જીની ઊંસાં તગારાં આવે બાપા ઊંસાં તગારાં આલે. ઊંસો મેળલીયો લગાવે શેલ" ઊંસો મેળવી લગાવે શેલ ઊંસો મેળલીયો લગાવે. એમે શુંકવા કરે શેલ એમે શુંકવા કરે શેલ એમે શુંકવા કરે. ૧. ઝીણી -નામ, ૨, રોટલા, ૩. શા માટે, ૪. કાપવા, ૫. દાતરડું-બ.વ. ૬, ચી, ૭. હવેલીઓ, ૮, ચણાવે-બંધાવે ૯. આપે, ૧૦. મેડલીયો-મેડીબંધ, ૧૧. છેલ-શોખીન, ૧૨. એમ For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શંકરભાઇ સોમાભાઇ તડવી એ તો લટાયો કરી જેવું જીની એ તો લટાયો કરી જેવું છની એ તો લટાયો કરી જોવું. એવી લટાયો નથી" કરે કડિયા એવી લટાયો નથી કરે કડિયા એવી લટાયો નથી કરે. બાપો જાણે તો તને મારે કડિયા બાપો જાણે તો તને મારે કડિયા બાપો જાણે તો તને મારે. તારા શું હેવાભાવ'* કી જીની તારા શું હેવાભાવ કીજે જીની તારા શું હેવાભાવ કુ. તારી નાતોમેં શું સાલે જીની - તારી વાતોમેં શું ચાલે છની તારી વાતોમેં શું સાલે. સાંદોતનાં લાળવા સાલે કડિયા સાંદોતના લાળવા સાલે કડિયા સાંદોતના લાળવા સાલે. તારી નાતોમેં શું સાલે કડિયા તારી નાતોમેં શું સાલે કડિયા તારી નાતોમેં શું સાલે. પાળા બોકળા સાથે જીની પાળા બોકળા સાથે જીની પાળા બોકળા સાલે. સોખારુ જીવળી વટાળો " કડિયા સોખારુ જીવળો વટાળો કડિયા સોખારુ જીવળો વટાળો. ૨૭. મામા-ભાણી પ્રણય ભાણીને મામા પ્રત્યે અનુરાગ જાગે છે. તે પોતાની મામીને પૂછે છે : મામા ક્યાં ગયા ? મામી જવાબ આપે છે : બેટા ઝમકુ ! તારા મામા ખેતર સાચવવા ગયા છે. ભાણી પૂછે છે : ક્યા ખેતર ? મામી જવાબ આપે છે : ઊંચી મહુડી છે તેની ડાળો નીચે નમેલી છે, તે ખેતર ગયા છે. ભાણી તરત જ ખેતર ઊપડે છે. ભાણીને રાત્રે આવેલી જોઈ મામો કહે છે : ઝમકુ ! આટલી રાતે કેમ આવી ? ભાણી જવાબ આપે છે : વનવગળાં ૧૩. મશ્કરી, ૧૪. જોઉં. ૧૫. ના, ૧૬. મરજી, ૧૭. કહેજો-કહે, ૧૮. નાતમાં, ૧૯. ચાલે-કેવો રિવાજ ચાલે, ૨૦. ચાંદોદના, ૨૧. લાડવા-લાડુ, ૨૨. પાડા-પાડો, ૨૩. બોકડા, બકરા, ૨૪- ચોખ્ખો-ઊંચો, ૨૫. જીવડો-જીવ, ૨૬, વટલાવ્યો For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી બોલવા લાગ્યા. તેથી મને લાગ્યું કે, સવાર થઈ ગયું. એટલે આવી. પછી તો બંને વચ્ચે આપસમાં વાતો થાય છે. બંને નાસી છૂટવાનો મનસૂબો કરે છે. મોરી મામી, મારો મામલો કાં જેલો મોરી મામી, મારો મામલો કાં જેલો રે લોલ. બેટા ઝમકુ, ખેતર વાપીયે જેલો બેટા ઝમકુ, ખેતર વાહુપીયે જેલો રે લોલ. મોરી મામી, ક્યા ખેતર સૂવા જેવો મોરી મામી, કયા ખેતર સૂવા જેલો રે લોલ. બેટા ઝમકું, ઊંસી" મોળી નીસા ડાળાં બેટા ઝમકું, ઊંસી મોળી નીસાં ડાળાં રે લોલ. બેટા ઝમકું, તેયા ખેતર સૂવા જેવો બેટા ઝમકું, તેયા ખેતર સૂવા જેલો રે લોલ. બેટા ઝમકું આટલી રાતે કેમ આવી બેટા ઝમકુ, આટલી રાતે કેમ આવી રે લોલ. મોરા મામા, આંબલીયે વાગરું બોલેલું મોરા મામા, મેં જાણું મરઘોર બોલેલો રે લોલ. મોરા મામા, વાંની વાનીનો પોંક પાળે મોરા મામા, વાંની વાનીનો પોંક પાળે રે લોલ. બેટા ઝમકુ, ડોસરિયાતલીયા લાવે બેટા ઝમકે, ડોસરિયા તલીયા લાવે રે લોલ. બેટા ઝમકુ, ભેગાં બેસીને આપરે ખાશું " બેટા ઝમકુ, ભેગાં બેસીને આપરે ખાશું રે લોલ. મોરા મામા, ઉ શેનાં સીદલાં કરું મોરા મામા, ઉ શેનાં સીદલો કરું રે લોલ. બેટા ઝમકુ, શાળળી સીદલાં કરે બેટા ઝમકુ, શાળળી સીદલાં કરે રે લોલ. ૧. પાઠાંતર : મારો મામો ત-મામો, ૨ ક્યાં, ૩. ગયો, ૪. વાસુપે-ખેતર સાચવવા, ૫. ઊંચી, ૬. મહુડી-વૃક્ષ, ૭. નીચાં, ૮. તે, ૯. આટલી–મોડી, ૧૦. આંબલી ઉપર, ૧૧. વનવાગળું-વાગોળ, ૧૨. કૂકડો-કૂકડો બોલે એટલે સવાર થાય છે, તેથી સવાર થયું માનીને, ૧૩. વાની-એક જાતની પોંકની જુવાર, ૧૪. ડોચરિયા - મોટા, ૧૫. તલ, ૧૬. આપણે, ૧૭. હું, ૧૮, સીધું-મુસાફરીમાં જમવા માટેનો સામાન, ૧૯. શાળ-ડાંગર For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૪ www.kobatirth.org ૩. હોળીમાતા પરદેશી ! હોળી ગીતો - Acharya Shri Kailassagarsuri Gyanmandir શંકરભાઇ સોમાભાઈ તડવી કપાસની મોસમ પૂરી થવા આવી હોય, વસંતની વાયરીઓ વાતી હોય, બધે રંગ, રાગ અને મસ્તીનું વાતાવરણ સર્જાતું હોય. એ છે હોલિકોત્સવનું ટાણું. મેવાસ-પાલના નસવાડી, જબુગામ-જેતપુર અને છોટાઉદેપુર જેવા તાલુકાઓની વાત કરીએ તો ત્યાં મહા માસથી હોળીનો દંડ રોપવામાં આવે છે, એટલે મહાને તેઓ ‘ડાંડનો’ મહિનો કહે છે અને ફાગણને ‘હોળીનો'. હોળીનો તહેવાર આદિવાસીઓ ખૂબ ધામધૂમથી ઊજવે છે. તે દિવસે ઉપવાસ કરી ધાણીચણા અને ખજૂર-કોપરું ખાય છે. રાત્રે હોળીપૂજન પછી જમે છે. સંધ્યાટાણે આખું ગામ ગાજી ઊઠે છે. ગામમાં હોળીપૂજન માટે પટેલ વધામણું લાવે છે. આગળ ઢોલી અને પાછલ વધામણું અને તેની પાછળ ગીત ગાતી છોકરીઓ ને સ્ત્રીઓ, બધું સરઘસ હોળી પેટાવવાની જગ્યાએ આવે. હોળીની પશ્ચિમ દિશાએ ખાખરાના ઝાડની ડાળીઓના બે ખીલા રોપે. તેને ભીંડીની દોરીથી બાંધે. દોરીમાં આંબાનાં પાન, મૉર વગેરે ભરાવે. આ ખીલા આગળ ઈંડું, પાપડ-પાપડી, કેસૂડાં, દીવો વગેરે મૂકે. કૂકડાનો બલિ આપવામાં આવે, પૂજારો હોય તે પટેલને અને ગામ આગેવાનોના હાથે નાડું બાંધે અને કંકુનો ચાંલ્લો કરે. સળગતો ઘાસનો પૂરો લઈને હોળી પ્રગટાવનાર હોળીની પાંચ વાર પ્રદક્ષિણા ફરે પછી હોળી પ્રગટાવે. તે વખતે આખો જનસમૂહ ‘હો હો’ કરીને પ્રચંડ હુલુરવ કરે છે. હોળી પ્રગટે એટલે પાંચ વાર સવળી અને પાંચ વાર અવળી-જમણી ડાબી - પ્રદક્ષિણા કરવામાં આવે છે. પ્રદક્ષિણા ફરતાં ફરતાં હોળીમાં ધાણી, ચણા, આંબાનો મૉર, મરવા, મહુડાં, કેસૂડાં વગેરે નાખવામાં આવે છે. બાધા-માનતા રાખી હોય તે કોપરાની કાચલી કે નાળિયેર નાખે છે. ગઈ સાલ હોળી પછી પરણ્યા હોય તે યુવક-યુવતીઓ અને આ સાલ હોળી પહેલાં પરણ્યાં હોય તે યુવક-યુવતીઓ ઉપવાસ કરે છે. યુવક નાળિયેર હોમે છે અને યુવતીઓ કોપરાની કાચલી હોમે છે. હોળીના બળતા દાંડને ધારિયા વડે કાપે છે. દાંડની ધજા ઊડીને કઈ બાજુએ જાય છે તે ઉપરથી ગામની સુખાકારીનું અનુમાન કરવામાં આવે છે. જો ધજા ગામ ઉપર આવે તો ગામ ઉપર આફત ઊતરશે એમ મનાય છે. ઊડતી ધજાને અધ્ધરથી ઝીલી લેવા પડાપડી થાય છે. જેના હાથમાં ધજા આવે તે હોળીમાં નાખી દે છે અને બીજે વરસે પોતાના તરફથી નવી ધજા ચડાવે છે. For Private and Personal Use Only હોળી પ્રગટતાંની સાથે ઢોલ વાગે છે. સ્ત્રીઓ ગીતાવલી શરૂ કરે છે. પુરુષો મોટા ઢોલ લઈ નાચતાં નાચતાં ફરે છે. ખેડૂતો ઘાસ કે જુવારની કડબના પૂળા લઈ હોળીની જ્વાળામાં સળગાવે છે અને હોલવે છે. આમ પાંચ વખત કરે છે, અને ફરતાં ફરતાં નાચે છે. ૧. ઉગમણા દેશની દેવી આદિવાસીઓમાં દિવાળી કરતાંયે મોટો તહેવાર હોળીનો છે. આદિવાસીઓમાં અખાત્રીજ, દિવાસો અને Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી દિવાળી એ તહેવારો હિંદુ પંચાંગની તિથિ પ્રમાણે ઊજવાતા નથી. માત્ર હોળીનો તહેવાર જ હિંદુ પંચાંગની તિથિ પ્રમાણે આદિવાસીઓ ઊજવે છે. આદિવાસીઓ પરમુલકમાં કમાવા ગયા હોય, ચાકર રહ્યા હોય તે છૂટા થઈને હોળી ઉપર ઘેર આવી જાય છે. તેથી કહેવાય છે : ‘આવે હોળી, પરવારે કોળી !' ઉગમણેથી આઈવાં રે હોળી ભલે હોલિકા રાક્ષસી ઉપરથી ઉદ્ભવી હોય, પણ આદિવાસીઓ હોળીને માતા માને છે. હોળી ઉગમણેથી આવનારી ‘જોગણી’ માતા કહેવાય છે. ઓળીમાતા પરદેશી રે ! કેહુડિયો રંગ લાઈવાં રે ઓળીમાતા પરદેશી રે ! આંબા° મૂઉડાં લાવી રે ઓળીમાતા પરદેશી રે ! પાપોડ પાપડી લાવી રે ઓળીમાતા પરદેશી રે ! Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. હોળીમાતા શું લાવ્યાં ? આદિવાસી મુલકમાં ચોમાસામાં આછું પાતળું અનાજ પાકે. શિયાળો રોજી-રોટીની શોધમાં જાય. ઉનાળામાં આદિવાસીઓને પૂરક ખોરાક પૂરો પાડનારાં મહુડાં, ડોળી અને તાડી મળે. એટલે આદિવાસીઓ હોળીમાતાને સત્કારવા ખૂબ ઉત્સુક હોય છે. વનમાં અને ખેતરોમાં આંબા ફળે છે અને આદિવાસીઓને કેરીના બદલામાં નાણાં મળે છે અને દાણા પણ મળે છે. શેનોને રસ લાયવાં રે ? ઓળીમાતા પરદેશી રે ! સીહોળિયો રસ લાયવાં રે, ઓળીમાતા પરદેશી રે ! મોવડિયો રસ લાયવાં રે, ઓળીમાતા પરદેશી રે ! ૬૫ હોળીમાતા આપણે માટે રસકસ લઈને આવ્યાં છે. કેસૂડાંનો કેસરી રંગ, મહુડાંનો મધિયો રસ અને પૃથ્વી પરના અમૃતફળ-કેરીનો મીઠો રસ લાવ્યાં છે. ચાલી, આપણે હોળીમાતાને વધાવીએ ! કેરીઓ૪ રસ લાયવાં રે ઓળીમાતા પરદેશી રે ! For Private and Personal Use Only ૧. પૂર્વદિશાએથી, ૨. આવ્યાં, ૩. હોળીમાતા, ૪.પરદેશી ગણાય એવી-કેમકે એક વર્ષે આવે છે, ૫. કેસૂડાંનો કેસરી રંગ, ૬. લાવ્યાં, ૭. કેરીઓ, ૮.મહુડાં, ૯. પાપડ, ૧૦. શાનો, ૧૧. લાવ્યાં, ૧૨. ચીસોડિયો-કેસૂડિયો, ૧૩. મહુડિયો-મહુડાનો, ૧૪. કેરીઓનો Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શંકરભાઇ સોમાભાઇ તડવી ૩. હોળી ચાલી ! કેસૂડાં જેવા રંગથી ઉષા સાથિયા પૂરે છે એ ઉગમણી દિશામાંથી હોળીમાતા આવ્યાં છે. ઝટ કરો !. હોળીમાતા આ ચાલ્યાં ! પ્રકૃતિબાળ આદિવાસીઓ વસંતમાં ગાંડાં બને છે. વસંતમાં તહેવારોની હારમાળા લઈ આવતી હોળી આદિવાસીઓને મન અન્નપૂર્ણા છે. હોળી આવે ત્યારે જ, આદિવાસીઓનું પોષણ જેના પર નિર્ભર છે તે વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એટલે આદિવાસીઓ હોળીમાતાને આવકારે છે. આદિવાસીઓની તાલાવેલી તો જુઓ ! સૌ ઉત્સાહઘેલાં થઈને બોલે છે. હોળીમાતા આજે આવી છે ને કાલે તો જતી રહેશે ! ગામના પટેલ, ઝટ કર. હોળીમાતાને વધાવી લે. પટલેણ ! ઝટ ઝટ હોળીમાતાને પૂછ લે. આ જાય, આ જાય કહેતામાં તો હોળીમાતા જતાં રહેશે ! ગામના પટલિયા ઓળી ઓળી કરતા, ઓળી આ સાલી રે ! ગામના વંતરિયા, ઓની ઓળી કરતા, ઓળી આ સાલી રે ! ગામના કોટવાળ, ઓળી ઓળી કરતા, ઓળી આ સાલી રે ! ૪. હોળી વધાવો - હોળીમાતા આ ચાલ્યાં ! ઉલ્લાસભય લોકો પટેલને કહે છે : હોળી વધાવ. જોતજોતામાં હોળી જતી રહેશે. ગામના પટલ, ઓળી વધાવ, ઓળી આ ચાઈલી રે. ગામના વંતરિયા, ઓળી વધાવ, ઓળી આ ચાઈલી રે. બીજું પાઠાંતર : ઓળી આજ ને કાલ ઓળી વૈ૦ સાઈલાં રે !" ગામના પટલ, ઓળી વધાવ, ઓળી વૈ સાઈલાં રે ! ગામની પટલેણ,૧૨ ઓની વધાવ, ઓની વૈ સાઈલાં રે ! ૧. પટેલ, ૨. હોળી, ૩. ચાલી, ૪. વરતણિયા-ચોકિયાત, ૫. ભંગી અથવા ગામની ખબર પહોંચાડનાર ટપાલી, ૬. પટેલ, 9. હોળી, ૮. ચાલી, ૯. વરતણિયા-ગામ ચોકિયાત-ગામનો પટાવાળો, ૧૦. વહી, ૧૧. ચાલ્યાં, ૧૨. પટલાણી For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી www.kobatirth.org ગેરીયો હોળીમેં પડયો રે કેમ કરી કાઢશું રે કાળિયો હોળીમેં પડયો રે ૫. ઘેરૈયો પડયો ! ચૂલમાં ચાલવાનું કંઈ સહેલું છે ? મોટો રોફ મારતો ઘેરૈયો-પેલો કાળિયો ચૂલ ચાલવા ઊતર્યો. પણ ચાલતાં ચાલતાં હોળીમાં જ પડયો ! હવે એને કેમ કરીને કાઢીશું. પાછળથી દયા આવી એટલે. હોળીમાં પડેલા ઘેરૈયાને તો ઘસડીને કાઢવો પડશે. આપણાથી તો ઘસડીને નહિ કઢાય. ગધેડાં હોય તો ખેંચી કાઢે. પણ આ ગામમાં તો ગધેડાં નથી. હા, ઉદયપુર મોટું શહેર છે. ત્યાં કુંભાર અને કહારિયા(માછી)નાં ગધેડાં છે. ઉદેપુરથી ગધેડાં લાવીને ઘેરૈયાને ખેંચીને કાઢીશું. ..... હોળી આજ ને કાલ હોળી વૈ સાલ્યાં રે. હોળી આજ ને કાલ Acharya Shri Kailassagarsuri Gyanmandir કેમ કરી કાઢશું રે લાવશું ઉદાપોરીયાં ગઢેળાં એંસી ખેંસી કાઢશું રે ૬. હોળી ચાલી ! હોળી પરદેશથી આવેલી છે. કાલે હોળી હોળી કરતાં હતાં ને આજે સાંજે તો હોળી ચાલી. હોળીને વધાવવી હોય તો વધાવો. હોળી આ ચાલી ! પેલા ઘેરૈયા કયાં ગયા ? કેટલા દિવસથી હોળી હોળી કરતા હતા. આજે હોળી આવી છે ત્યારે દેખાતા નથી. સ્ત્રીઓ ઘેરૈયાને ગાળો દે છે. હોળી આ સાલ્યાં રે ★ હોળી થૈ સાલ્યાં રે. ⭑ હોળી થૈ સાલ્યાં રે. બાર મહિને આવી ૬૭ For Private and Personal Use Only ૭. હોળીનું પર્વ આદિવાસીઓને મન અનોખું પર્વ છે. હોળી બાર મહિને આવે છે. હોળીનો તહેવાર હિંદુ પંચાંગની તિથિ પ્રમાણે થાય છે. આદિવાસીઓ હોળીને બહાર-પરદેશથી આવે છે એમ કલ્પે છે. હોળી વખતે કેસૂડાં ખીલે છે. મહુડા ઉપર મહુડાં લાગે છે. આંબા પર મૉર અને મરવા બેસે છે. તેથી હોળી આ બધું લાવે છે, ૧. ઘેરૈયો, ૨. છોટાઉદેપુરનાં, ૩. ગધેડાં, ૪. ખેંચીખેંચી-ઘસડીને, ૫. વહી, ૬. ચાલ્યાં રે Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૮ શંકરભાઇ સોમાભાઇ તડવી એમ મનાય છે. આદિવાસીઓ હોળી ઉપર પાપડ પાપડી અને સેવો બનાવે છે. હોળીના તહેવાર ઉપર જ આ બનાવતા હોવાથી જાણે હોળી એ લાવે છે, એવો અહોભાવ દર્શાવાય છે અને હોળીનું સન્માન કરાય છે. બાર બાર મઈને આવી રે હોળીમાતા પરદે એએએ પાપેળીકુચો' લાવી રે હોળીમાતા પરદેએએએ ચીસોળિયો રંગ લાવી રે હોળીમાતા પરદેએએએ... કીસોળિયો રંગ લાવી રે હોળીમાતા પરદેએએએ ૮. સારી ચાલ ચાલજો ચૂલ ચાલનારને કહે છે, તમે સારી રીતે ચૂલ ચાલજો. લોકો વખાણે એ રીતે ચાલજો. નારણભાઈ સારી રીતે ચૂલ ચાલે છે. તેની પેઠે ચૂલ ચાલજો. શ્રેણી ઝેણી સાલે, સાલે રે સુકલાભાય ઝેણી ઝેણી સાલે સાલે રે જેસીંગભાય નારણીયાની સાલે, સાલે રે બૂદીયાભાય ઝેણી ઝેણી સાલે, સાલે રે નારસીંગભાય દેસીંગની સાલે, Acharya Shri Kailassagarsuri Gyanmandir સાલે રે નારસીંગભાય. ૯. ચૂલ ચાલવા દેજો તાવ આવતો હોય, માંદા ને માંદા રહેતાં હોય તે સારાં થવા માટે ચૂલ ચાલવાની માનતા રાખે છે. હોળીની નજીક એક ખાડો ખોદવામાં આવે છે. તેમાં લાકડાં સળગાવી અંગારા પાડે છે. આ અંગારા હોલવાય ન જાય તે ૧. મહિને, ૨. પરદેશી, ૩. પાપડ-પાપડી, ૪. સેવો-ભજિયાં, ૫. કેસૂડાંનો, ૬. કેસૂડાંનો કેસરી રંગ, ૭. ધીમી ચાલ-સારી રીતે, ૮. ચાલ-ચાલવાની પદ્ધતિ For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી માટે લીમડાની ડાળખીઓથી પવન નાખવામાં આવે છે. આ અંગારા ઉપર માનતા રાખનારાં પૂર્વથી પશ્ચિમ તરફ ચાલે છે. ચૂલ-ચાલનારા ભાઈને ચૂલ ચાલવા દેશો. કોઈ રુકાવટ કરશો નહિ. તમારી નજર લાગવા દેશો નહિ ! ભાયને સૂળીએ સાલવા દીજો (૨) પાંગળાને સૂળીએ સાલવા દીજો (૨) ૧૦. શાની બાધા લીધી ? હોળી પહેલાં રોગ થાય ત્યારે તેમાંથી બચવા બાબાઈદની અથવા ઈતર દેવની માનતા લેવાય છે. વેવાણને માથું દુઃખતું હશે તે માથું દુઃખતું મટી જાય તે માટે માનતા બાધા લીધી હશે. શાની બાધા લેધી'લી કાળી ! ખાકરી પીપેરનો પાલો રે લોલ. શાની બાધા લેધી’લી હતી ! ખાકરી પીપેરનો પાલો રે લોલ. શાનું માથું દુ:ખે 'લી મોનતી ! ખાકરી પીપેરનો પાલો રે લોલ. શાની બાધા લેધીલી નંજલી ! ખાકરી પીપેરનો પાલો રે લોલ. ૧૧. વાંદરું બેઠું ! ડુંગરમાં રહેનારું વાંદરું ગામમાં આવીને હોળી પર આવીને બેસે, તેમ ઘેરૈયો વાંદરા જેવો આવીને બેઠો. ડુંગોર પરથું ઉતર્યું વાંદયું હોળી પર બેઠું વાંદર્યું. ૧. માનતા, ૨. લીધી, ૩. અલી, ૪. ખાખરી-ખાખર-નાની ખાખર, ૫. પીપરવૃક્ષ, ૬. પાંદડાં * અપશબ્દપ્રયોગ પ્રસિદ્ધ કરવાનું યોગ્ય ગણ્યું નથી. – સં. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Rs. 50.00 Rs. 94.00 Rs. 70.00 Rs. 75.00 Rs. 80.00 Rs. 143.00 Rs. 53.00 Rs. 46.00 Rs. 303.00 Rs. 128.00 Rs. 275.00 THE GAEKWAD'S ORIENTAL SERIES GOS. Nos. 161 SMRTICINTAMANI - of Gangāditya - Edited by Ludo Rocher (1976) 162. VRDDHAYAVANAJĀTAKA - of Minarāja, Vol. 1 - Edited by David Pingree (1976) 164 SODHALA-NIGHANTU (Nāmasangraha and Gunasangraha) of Vaidyācārya Sodhala - Edited by Priya Vrat Sharma (1978) 167 KRTYAKALPATARU - of Bhatta Lakşmidhara : PRATIŞTHĀKĀNDA Vol. IX - Edited by Late K. V. Rangaswami Aiyangar (1979) 168 A DESCRIPTIVE BIBLIOGRAPHY OF THE PRINTED TEXTS OF THE PANCARĀTRĀGAMA - Vol. II - AN ANNOTATED INDEX TO SELECTED TOPICS by H. Daniel Smith (1980) 169 NYAYALANKĀRA of Abhayatilaka Upadhyāya - Edited by A. L. Thakur & Late J. S. Jetly (1981) 170 TRCABHASKARA by Bhaskararāya - Edited by R. G. Sathe (1982) 171 SRI GANESAVIJAYAKAVYAM - Edited by B. N. Bhatt (1984) 172 PADA INDEX OF THE CRITICAL EDITION OF VĀLMIKI RĀMAYANA Vol. 1 - Edited by R. T. Vyas (1989) 173 GANDHASĀRA - GANDHAVĀDA - Edited by R. T. Vyas (1989) 174 NYAYAKANDALİ - Edited by Late J.S. Jetly & Vasant G. Parikh (1991) 175 FATUHAT-I-ALAMGIRI-Ishwar Das Nagar's English Translation & Persian Text Translated by Prof. M.F. Lokhandwala & Sir Jadunath Sarkar - Edited by Dr. Raghubir Sinh & Quazi Karamtullah. Ist Edition (1995) 176 VIŠVĀMITRĪMĀHĀTMYA - Critically Edited with a Critical Study of the text by J. P. Thaker. Ist Edition (1997) 177 THE PADA INDEX OF THE VALMIKI RĀMAYANA Vol. II (1997) - A comprehensive Index of verse-quarters of the Critical Edition of Vālmīki Rāmāyana - Edited by R. I. Nanavati. (1997) 178 AN ALPHABETICAL LIST OF MSS IN THE ORIENTAL INSTITUTE Vol. III - Edited by P. H. Joshi & B.P. Pandya (1998) Ist Edition, 179 ANUMĀNAKHANDADŪŞANODDHĀRA of Narahari Upadhyāya - Edited by V. G. Parikh (1999) - Ist Edition. 180 GUJARAT UNDER THE MAITRAKAS OF VALABHI - Edited by H.G. Shastri (2000). 181 PADA INDEX OF THE VALMIKI RAMAYANA - Vol. III Edited by R. I. Nanavati (2001) 182 THE SŪRYAPRAKĀŠA OF SURYADĀSA - Edited by Pushpa Kumari Jain (2002) Can be had of : Co-ordinator, The University Publication Sales Unit, Pratap Gunj, Vadodara - 390 002. Gujarat, India. Rs. 287.00 Rs. 280.00 Rs. 455.00 Rs. 670.00 Rs. 155.00 Rs. 410.00 Rs. 310.00 Rs. 265.00 For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નગર-સ્થળનામોની ભીતરમાં Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મેન્દ્ર મ. માસ્તર વિવિધ સ્થળ-નગરનાં નામો અને તેનો વિકાસ માનવજાતિની સંરચના અને તેના વિકાસક્રમને સ્પષ્ટ કરે છે. આદિમાનવને જ્યારે અગ્નિનું જ્ઞાન થયું તો અગ્નિસ્થાનો પરથી રહેઠાણનાં નામ અપાયાં હતાં. ઘર, હાઉસ, હોમ, તથા હર્થ – એ બધાં અગ્નિસૂચક સ્થળનામ છે. ‘ઘર’માંથી ‘ગર’ વ્યુત્પન્ન થાય છે. ગ્રીષ્મ તથા ગરમી શબ્દોમાં ‘ગર’ રહેલો છે. ‘ગ્રામ’માં પણ ‘ગર’ રહેલો છે. ગામ-ગાંવ શબ્દો ગામનાં જ પ્રતિરૂપ છે. જ્યારે આદિમાનવ શાંતિ તથા સલામતી માટે ગણ (સમુદાય) સમાજમાં ગ્રથિત થયો-રહેવા લાગ્યો ત્યારે સ્થળનામો ગુણવાચક બન્યાં. પ્રકૃતિનાં વૃક્ષો, છોડ, પશુપંખી, જીવજંતુ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, પવન, વરુણ તથા અગ્નિ આદિ જુદા જુદા ગણ-સમાજોના ગણ-દેવતા બન્યા. ‘ભાગલપુર’ નગરનામમાં ‘ભાગ’ ભગનું પ્રતિરૂપ છે. બકનોર તથા બંગલોરમાં બક તથા બંગ એ બક-બુકનાં જ રૂપાંતર છે. ‘અજમેર’માં ‘અજ’ એ ‘અજા’નું પ્રતિરૂપ છે. આપણે ત્યાં નગર, મગર, પુર તથા દુર્ગ શબ્દના સંયોજનથી સ્થળગામનામો પડેલાં જોવા મળે છે. એમાં નગર, મગર, પુર તથા દુર્ગ-એ શબ્દો ગણ-સમૂહવાચક છે. નગર તથા મગર એ સમાનાર્થી શબ્દો છે. ‘નગર’ નું સમીકૃત રૂપ ‘નક્ર’ (નગ્ર) તથા ‘મગર’નું સમીકૃત રૂપ ‘મક્ર (મગ્ર)' છે. નક્ર તથા મગર એક જ અર્થ ધરાવે છે. નગ અને નાગ અલગ અલગ ગણ-સમુદાય છે. પર્વતપૂજક ગણ-સમુદાય નગ(પર્વત)ગણ છે અને સર્પપૂજક ગણ-સમુદાય નાગગણ ગણાયો, નાગપુર અને નાગાલેન્ડ નામોમાં ‘નાગ’ શબ્દ રહ્યો છે. મંગલોર તથા મગરવાડામાં મગ તથા મગર શબ્દ રહેલ છે. મગનું મૂળરૂપ મઘ છે. મઘવા એટલે ઇન્દ્ર. ઇન્દ્ર પણ મગ કહેવાય છે. મેજિક તથા માગીકોસ નામોમાં પણ મૂળરૂપે ‘મગ’ રહેલ છે. મગ ગણ તાંત્રિક ગણાય છે. મગધ તથા મહારાષ્ટ્રમાં ‘‘મગ’’ તથા ‘‘મધ’’ રહેલ છે. મહારાષ્ટ્ર મધ-રાષ્ટ્ર છે. ‘મેરઠ’નગરનામમાં ‘મે’ ‘મગ’નું પ્રતિરૂપ છે. ‘કાશ્મીર’નામમાંય ‘મીર’ (રાષ્ટ્ર) ‘મેર’નું જ રૂપાંતર છે. ‘કશ્મીર’ નામ ‘કશ’ તથા ‘મગ’ એ બે ગણોના સમન્વયરૂપ છે. બીકાનેર, અજમેર, જેસલમેર, ચાંપાનેર, વાંકાનેર, બિજનૌર આદિ સ્થળનગરનામોમાં નેર-મેર-મીર-નૌર એ રૂપો ‘નગર’ તથા ‘મગર’નાં જ સ્વીકૃત રૂપો છે. પ્રકૃતિપદાર્થોનો પ્રભાવ ‘પુર’ શબ્દ પણ અગ્નિપૂજક ગણસમુદાય સાથે સંબંધ ધરાવે છે. ઘર, ઝર, ભર એકાર્થી શબ્દો છે. એ ત્રણેનો અર્થ થાય છે અગ્નિ. એ ત્રણે શબ્દ ત્રણ જુદા જુદા ભાષા-ગણ-સમુદાય સાથે સંબદ્ધ છે. ‘ઝવલ’માંથી ‘જવલ’ને ‘જવલ’માંથી ‘વલ’ શબ્દ નીકળશે. એ જ રીતે ‘ઝવલ’માંથી ભુલ, ભુલમાંથી બુલ શબ્દ વ્યુત્પન્ન થશે. ભુવાલી તથા ભોપાલ સ્થળનામોમાં ‘ભુવ’ તથા ‘ભુપ' શબ્દ મૂળરૂપે રહેલા છે. ‘ફ્લલ’માંથી ફલ-ફોલ, પલ-પોલ શબ્દ વ્યુત્પન્ન થશે. અંગ્રેજી શબ્દ Fuel ‘ફ્યુલ’ ફ્યૂલનું જ રૂપાંતર છે. પુલ-પુર-ઉર, ઓર-ઔર, અવર, અવલ, ઓર-ઔલ એ સઘળાં રૂપાંતર અગ્નિદ્યોતક શબ્દ ફૂલ સાથે સંબદ્ધ રહેલાં છે. ઉચ્ચારણ તથા ‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૭૧ થી ૭પ C/o. અજય ૨. મોદી, ૮ ધવલ સોસાયટી-૧, કામનાથ મહાદેવ પાસે, સેંટ ઝેવિયર્સ સ્કૂલની સામે, નવરંગપુરા, અમદાવાદ-૯. For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૨ ધર્મેન્દ્ર મ. માસ્તર સ્થાનભેદને લીધે એ બધાં બોલી-ભેદના પરિણામરૂપ છે. જયપુર, ને જોધપુર, જબલપુર, વેજલપુર-એ સ્થળ– નામોમાં આવેલ ‘પુર’, ત્રિચીનોપલ્લી’માંનો ‘પલ્લી’, પાલી તથા પલા એ બધાં ગામ અર્થ ધરાવતા, સમાનાર્થી શબ્દો છે. ઉત્તરપ્રદેશ રાજ્યના અલીગઢ જિલ્લામાં ‘પલા’ તથા ‘પાલી’ નામનાં બે ગામ આવેલાં છે. ‘ભડૌચ’ (ભરૂચ)માં ‘ભડ’ એ ‘જ્વલ’નું જ વિકસિત રૂપ છે. આપણે ત્યાં અગ્નિવાચક અને જળવાચક શબ્દો ઘણાખરા સ્થળનગરનામોના આધારરૂપ રહેલા જણાય છે. ‘જમુનાદ’માંના ‘દહ' ને રાહુલ સાંકૃત્યાયન જળવાચક માને છે. ‘દ્’ના વર્ણવ્યત્યયરૂપે ‘દહ’ થયેલ છે. ‘જળ’ ઉપરાંત એનો બીજો અર્થ ‘અગ્નિ’ પણ થાય છે. નદીને કિનારે અગ્નિદાહ થતો હતો. એટલે એને ‘દહ’ નામ મળ્યું. આદિમાનવે શરૂઆતથી અદ્યાપિપર્યંત માનવસમાજ નિર્માણ કરવાની જેટલી લાંબી મજલ કાપી છે તે દરમ્યાન સમાજભિન્નતાને કારણે અનેકવિધ સ્થળગામનામો પાડયાં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શિકારીયુગ સાથે સંબંધ ધરાવતા અહીરાના, લુધિયાના, ભીલવાડા, ભીલોડા આદિ સ્થળગામનામો જાણીતાં છે. અહીર એ આખેટ(શિકારી)નું જ વિકસિત રૂપ છે. લુધિયાના નામ લોધે રાજપૂતો સાથે સંબંધ ધરાવતું મનાય છે. ‘લોધા’ શબ્દ ‘લુબ્ધક' પરથી આવેલો છે. એનો અર્થ થાય છે શિકારી યા પારધી. ‘ભીલવાડા’ ને ‘ભીલોડા’ નામોમાં ભીલ એ ભિલ્લ(ભાલુ)નું વિકસિત રૂપ છે. ને ‘વાડા-ઓડા’ એ ‘પાડા-આડા’નું પ્રતિરૂપ છે. સ્થળગામનામોમાં સમાજની ભૂમિકા વધુમાં વધુ કારણરૂપ અસર કરી ગયેલી જણાય છે. સિંહપુર, હસ્તિનાપુર, બાગપુર, સિદ્ધપુર, ગાઝીપુર, ચિત્તરંજન, કાછીપુરા, ગજરૌલા આદિ સ્થળનામો પણ ગણ-વ્યવસ્થા સાથે સંબંધ ધરાવે છે. હસ્તિનાપુર ‘હસ્તિ’ ગણસમૂહ સાથે સંબદ્ધ છે. ગજરૌલા નામમાં પણ ગજ શબ્દ હસ્તિનો સમાનાર્થી જ છે. સિંહપુરમાં સિંહસમૂહથી સંબંધ છે. બાગપુર વાઘ(બાઘ-બાગ)ગણ સાથે સંબંધ ધરાવે છે. સિદ્ધપુર સિદ્ધપુરુષો સાથે સંબદ્ધ છે. ચિત્તરંજન શબ્દમાં ચિત, ચિત્તા સમુદાય સાથેનો સંબંધ સૂચવાયો છે. કાછીપુરા શબ્દ કાછી જાતિસૂચક નામ કચ્છપ ગણથી સંબદ્ધ છે. ભારતમાં કૂર્મ તથા ઋક્ષ દેશ કાચબા તથા રીંછ ગણદેવતાઓ સાથે સંબદ્ધ છે. ‘કાઠિયાવાડ’ શબ્દમાં ‘કાઠી’ એ કાષ્ઠ સાથે સંબંધ ધરાવે છે. સંસ્કૃતિ સાથે સંબંધ સ્થળગામનામો વળી પ્રત્યેક સ્થળપ્રદેશની સંસ્કૃતિ જાતિ તથા સમાજ વ્યવસ્થાની અસર પણ ધરાવતાં હોય છે. મુસ્લિમ, અંગ્રેજ, તથા ભારતીય સ્થળનામ અલગ અલગ સંસ્કૃતિ, સમાજ તથા જાતિવ્યવસ્થા દર્શાવી જાય છે. પણ ભારતમાં ભારતીય સંસ્કૃતિ, સમાજ તથા જાતિવ્યવસ્થાથી ભિન્ન પ્રકારનાં સ્થળનામ પણ મળી આવે છે, કેમકે ભારતને આરબ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ, તથા અન્ય યુરોપીય દેશ-પ્રદેશો સાથે વેપારી તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાનનો સંબંધ સેંકડો વર્ષોથી રહ્યો છે. એ પ્રકારની પરસ્પર સંપર્ક, સંઘર્ષ તથા સમન્વયની પ્રક્રિયાએ ભારતનાં સ્થળનામો પર ભારે અસર કરેલી નજરે પડે છે. ભારતનાં અનેક સ્થળનામો મોગલો તથા અંગ્રેજોએ બદલી નાખ્યાં છે અને બહારના આક્રમણકારોએ વળી નવાં સ્થળો પણ વસાવ્યાં છે ને તેનાં નામો, પોતાની દૃષ્ટિએ પોતાનાં પાડયાં છે. ‘અલીગઢ’ ગામનામમાં ‘અલી’ ફારસી શબ્દ છે, ને ‘ગઢ’ એ હિંદી શબ્દ છે. અલીગઢનું પ્રાચીન નામ કોલ હતું. આજેય કોલ અલીગઢનો સૌથી જૂનો તાલુકો છે. ઔરંગાબાદનું પ્રાચીન નામ ‘દેવગિરિ’ને ‘ખિડકી’ હતાં. પણ ઔરંગઝેબનું રહેઠાણ બન્યાથી તેનું નામ ઔરંગાબાદ પાડવામાં આવ્યું. અલ્હાબાદનું પ્રાચીન નામ પ્રયાગ છે. પ્રયાગ એ ‘‘પ્રકર્ષ યજ્ઞ'' પરથી આવેલો શબ્દ પ્ર + યાગ. તેનો અર્થ એ કે સૌથી વધારે યજ્ઞ એ સ્થળે થયેલા. એ દષ્ટિએ એનું નામ પ્રયાગ પડેલું. ઇલાહીએ એને બદલીને ઇલાહાબાદ (અલ્લાહાબાદ) નામ રાખ્યું. એટલે અલ્લાહ + આબાદ = અલ્લાહનું સ્થાન. હરિયાણા રાજ્યમાં એક ગામનું નામ મુર્તજાપુર છે. એમ લાગે કે For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra નગર-સ્થળનામોની ભીતરમાં www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૩ મુસ્તજાબ યા મુતાબ નામની મુસ્લિમ વ્યક્તિના નામ પરથી આ નામ પડયું હોય. પણ સાચી વાત એ છે કે આ નામ મૃત્યુંજયપુરનું હિંદી રૂપાંતર છે. મૃત્યુંજયનો અર્થ થાય છે શિવભગવાન. ભારતના ઘણા બધા પ્રદેશોનાં ગામસ્થળનામોનાં સંકલન તથા વિશ્લેષણ-અવલોકનથી એ નિષ્કર્ષ નીકળે છે કે મોટા પ્રમાણમાં એના મૂળ ભારતીય નામ બદલીને પછીથી મુસ્લિમ તથા અંગ્રેજી નામ એને અપાયાં છે. મહદંશે મુસ્લિમ નામોના મૂળમાં ભારતીય નામ જ રહેલાં છે. રાજ્યકર્તા હોવાને કારણે એમણે મૂળ ભારતીય નામો રદ કર્યાં ને એ ક્યારે બદલ્યાં હશે તે પણ ચોક્કસ રીતે કહી શકાય તેમ છે. પરવાના, કાનૂની પટા, રાજ્યના આદેશો, આજ્ઞાપત્રો, શિલાલેખો, પુરાતત્ત્વનોંધો તથા દંતકથાઓના આધારે પ્રવર્તમાન ગામસ્થળોનાં મૂળ નામ શોધી શકાય છે. એ રીતે એની પ્રાચીનતા તથા મૂળ પરિસ્થિતિ પણ નિશ્ચિત કરી શકાય. ભારતવર્ષના દરેક રાજ્ય પ્રદેશનાં સ્થળગામનામોનું સંકલન કર્યા પછી તેનું વર્ગીકરણ ને વિશ્લેષણ કરાય તો પાછળથી પડેલાં મુસ્લિમ તથા અંગ્રેજ આદિ વિદેશી નામોનું પગેરું શોધી શકાય ને મૂળમાં કયું નામ હતું ને તે ક્યારે કઈ રીતે બદલાવા પામ્યું તેનોય ખ્યાલ મેળવી શકાય છે. એ રીતે સ્થળગામનામો પર કેટલા પ્રમાણમાં મુસ્લિમ તથા અંગ્રેજ આદિ શાસકોની અસર પડવા પામી છે તેનો ક્યાસ નીકળી શકે. આમ, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા ને સજાતીય યા વિજાતીય અસર તેના પર કેટલી થવા પામી છે, તેનો અંદાજ મળી શકે છે. વેદધર્મોનો પ્રભાવ ભારતનાં વિભિન્ન ક્ષેત્રોનાં પ્રાપ્ત સ્થળનામોએ વૈદિક, સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશ કાળનાં સ્થળનામોને સાચવી રાખ્યાં છે. ભારતના પૂર્વથી પશ્ચિમ તથા ઉત્તરથી દક્ષિણ પર્યંતનાં સ્થળગામનામોના આધારમાં એક પ્રકારની ગહન, સૂક્ષ્મ ને અદ્ભુત સમાનતા જોવા મળે છે. મથુરા, મદ્રાસ તથા મદુરાઈ સ્થળગામનામોમાં સમાનતા છે. ‘મથુરા’નું મૂળનામ ‘મધુરા’ છે. શ્રીકૃષ્ણ ભગવાનનું એક નામ માધવ છે. એ નામ માધોપુર, સવાઈ માધવપુર સ્થળગામનામોમાં સચવાયેલ છે. માધવના મૂળમાં ‘મધુ’શબ્દ છે. મધુનું અલ્પપ્રમાણ રૂપ મદ છે. મધુ માદક પણ હોય છે. મદિરા શબ્દમાં મધુનું રૂપાંતર મદ-મધુ રહેલ છે. મદ્રાસ તથા મદુરાઈ ગામનામોમાં મધુનું રૂપાંતર મદ તથા મદુ અનુક્રમે રહેલ છે. પ્રાચીન મદ્ર રાજ્ય પણ આ જ મદ શબ્દનું રૂપાંતર છે. મદ્રાસ, મદ્ર તથા મદુરાઈ કરતાંય પ્રાચીન છે મધુરા-મથુરા. એવું પ્રતીત થાય છે કે શૂરસેન ક્ષેત્રથી, આભીર તથા ગુર્જર જાતિના લોકો દક્ષિણ ભારતમાં પહોંચ્યા. ત્યાં તેમણે મધુરાના આધારે મદ્રાસ તથા મદુરાઈ જેવાં નગરોની સ્થાપના કરી. કાલીકટ તથા કલકત્તા ગામનામોમાંના કાલી તથા કલ શબ્દો શક્તિના પ્રતિરૂપ છે. બંબઈમાં ‘બંબ' એ ‘અંભ’નું વિકસિત રૂપ છે. અંભનો અર્થ થાય છે પ્રાણી. મેરઠ તથા મૈસુરમાંના મે-મૈં મધ-મહ-મય-મે-મૈં એવા વિકાસક્રમે આવ્યા છે. For Private and Personal Use Only આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતનાં સ્થળગામનામોમાં ઘણી સમાનતા રહી છે અને તે ભારતને સાંસ્કૃતિક સ્તરે સંયોજે છે. શરૂઆતમાં ગણવ્યવસ્થાના આધારરૂપ પ્રકૃતિના પદાર્થો હતા. એ પછી દેવ-દેવતા હતા. વરુણ, અરુણ, યમ, ઇન્દ્ર, જલ આદિ દેવ ગણના રૂપે મનાયા. યમપુરી, વરુણનગર, ઇન્દ્રાનગરી, ઇંદોર, જલગાંવ, ચંદ્રપુર, સૂર્યપુર (સૂરત) વગેરે સ્થળગામનામો આનાં દૃષ્ટાંતરૂપ છે. વળી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, પાર્વતી, શક્તિ, દુર્ગા, ચંડી, સરસ્વતી આદિ પણ સ્થળગામનામોના આધાર બની સંયોજિત થયાં. બ્રહ્મપુરી, બ્રહ્મદેશ, ખેડબ્રહ્મા, વિષ્ણુનગર, શિવપુર, દુર્ગાપુર, શિવરાજપુર, શિવનહાલા, ચંડીગઢ, શિવાલિક, શક્તિનગર, ચંદૌસી, અંબાલા, ગણેશપુરી, ગણેશપુરા, અંબાજી, બહુચરાજી, ચંડીસર, ચંડોલા, દેવગઢ, દેવગઢબારિયા, ગણદેવી, શિવની, Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘર્મેન્દ્ર મ. માસ્તર નારાયણગઢ વગેરે આવાં પ્રસિદ્ધ સ્થળગામનામો છે. ગણદેવતાઓ પછી દ્રષિ, મુનિઓ, ભક્તો તથા અવતારોનાં નામ પરથી અનેક સ્થળગામનામો પડેલાં મળી આવે છે. રામપુર, રામનગર, સીતાપુર, રાધાપુરી, કૃષ્ણાપુરી, ભરતપુર, હનુમાનગઢી, બુદ્ધગયા, મહારુદ્ર, વિશ્વામિત્રી, મલ્હાદપુર, નરસિંગપુર આદિ મુખ્યત્વે નોંધપાત્ર ગામનામો છે. શૈવસંપ્રદાયથી સંબદ્ધ સિદ્ધ તથા નાથ સંપ્રદાય રહ્યા છે. એના સિદ્ધો તથા નાથોનાં નામ પરથીય સ્થળગામનામો પડેલાં પ્રાપ્ત થાય છે. ગોરખપુર, જાલંધર, જાલંધરીનગર, સિદ્ધપુર આદિ એવાં સ્થળનામો છે. તત્વજ્ઞાનીઓ-સાહિત્યકારોની અસર એ જ રીતે તત્ત્વજ્ઞાનીઓ, સાહિત્યકારો તથા રાજનીતિજ્ઞ આગેવાનોનાં નામો પરથીય સ્થળગામનામો પડ્યાં છે. સૂરનગર, તુલસીનગર, તુલસીગ્રામ, ગાંધીધામ, ગાંધીગ્રામ, ગાંધીનગર, નહેરૂનગર, પ્રતાપનગર, જવાહરનગર, જયસ, વલ્લભવિદ્યાનગર, સંતરામપુર, સુભાષનગર, શિવાજીનગર, ઇંદિરાનગર, સાવરકરનગર, મહાત્મા ફૂલેનગર, શંકરાચાર્યનગર, અરવિંદનગર, દયાનંદનગર, પ્રેમચંદનગર, વિવેકાનંદનગર, પંતનગર, આંબેડકરનગર, રાજેન્દ્રનગર આદિ સ્થળગામનામો જાણીતાં છે. વળી ગલીઓ, લત્તા, ફળિયાં તથા મહોલ્લા ને માર્ગોનાં નામ પણ બહુધા સાહિત્યકારો, રાજદ્વારી નેતાઓ, ફિલસૂફો તથા કેળવણીકારોનાં નામો પરથી પાડવામાં આવેલાં જોવા મળે છે. નર્મદચકલો, કવિ નાનાલાલ માર્ગ, દયારામ ફળી, પ્રેમાનંદ ગલી, કુલપતિ ક.મા. મુનશી માર્ગ, મહાત્મા ફુલે માર્ગ, રમણ મહર્ષિ માર્ગ, સાવરકર માર્ગ, ૨.વ. દેસાઈ માર્ગ, મહારાણી શાંતાદેવી માર્ગ, સયાજીગંજ આદિ એનાં નોંધપાત્ર દષ્ટાંતો છે. જાતિસૂચક સ્થળનામો અધિક ભારતમાં સૌથી વધુ સ્થળગામનામો જાતિસૂચક રહેલાં છે. જાતિ નામોના આધારરૂપ છે ગણ-સમુદાય વ્યવસ્થા. કાળીપુરા, અમર, નગરિયા, અહીરપાડા, જટપુરા, ભટના, ઓડ, ભટિંડા, ભીલવાડા, ભિલાવરી, ભીલોડા, ચમારગામ, ભીલૌડા, કુંભારિયા, ભિલૌલી, ગુજરાનવાલા, કાઠિયાવાડ, અણહિલપુર આદિ સ્થળગામનામો જાતિસૂચક છે. કાળીપુરામાં કાછી શબ્દ કચ્છપ ગણસમુદાય સાથે સંબંધ ધરાવે છે. ચમર-ચમાર શબ્દ ચામુંડા ગણસમુદાયનો વાચક છે. અહીર શબ્દ આભીરનું વિકસિત રૂપ છે. ને આભીર અભ (અભ્ય) સાથે સંબદ્ધ છે. અભનો અર્થ થાય છે જળ, આભીરોના ગણદેવના અભ (જળ) છે. અહિનગર સ્થળનામમાં “અહિ” એ અભિ'નું વિકસિત રૂપ છે. સર્પોનો સંબંધ જળભાગ સાથે રહ્યો છે. અંગ્રેજીમાં સર્ષ માટે ‘સ્નેક' શબ્દ છે. ‘સ્નાન'માંનો ‘સ્ના” તથા “સ્નેક'માંનો ‘સ્ને’ જળવાચક છે. જટપુરામાં જટ એ જાટ શબ્દના મૂળરૂપે છે, જટનું રૂપાંતર જડ છે. સ્થૂળનો અર્થ પણ જડ ભાગ છે. સ્થૂળનો અર્થ શિવ પણ થાય છે. આભીર તથા જાટ જાતિઓના ગણદેવતા શિવ ગણાય છે. 'ભટૌના' તથા 'ભાટિંગા’માંનો ભટ શબ્દ ભાટ જતિ સાથે સંબદ્ધ છે. ભાટનું એક જાતિરૂપ ભાડ પણ થાય છે. નટ લોકોને ભાડ પણ કહેવામાં આવે છે. ભાટ એ ભાંડનું વિકસિત રૂપ છે. ભાંડનો અર્થ છે હસ્તકારીગરી. ભાટ એ હાથની કારીગરી કરનાર લોકજાતિ હતી. હાથકારીગરીથી કર્મ કરનાર જાતિલોકો પરથીય સ્થળનામો પડ્યાં છે. કુંભારવાડા, કુંભારપાડા, સોનીવાડા, મોચીવાડ, દરજીમહોલ્લો, ચમારવાડ, ચમારગામ, લુહારફળી, લુહારવાડ, લુહારપાડા,કાઠિયાવાડ આદિ એવાં સ્થળનામો છે. કર્મકાર એ જાતિસૂચક નામ છે. કુંભાર શબ્દમાં કુંભ અને કુંભનો અર્થ હસ્તકાર્ય-હાથ કારીગરી થાય છે. હાથથી માટીનું કામ કરનાર જાતિ કુંભાર કહેવાયા ને લોહ(લોઢા)નું કામ કરનાર જાતિના લોકો લુહાર કહેવાયા. સોનાની કારીગરી કરનાર સોની ને ચામડાની કારીગરી કરનાર ચમાર કહેવાયા. કાઠિયાવાડ તથા કાઠગોદામ શબ્દમાં કાઠ શબ્દ કાનું વિકસિત રૂ૫ છે. સ્થળગામનામોની For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નગર-સ્થળનામોની ભીતરમાં ૭પ બાબતમાં કાષ્ઠયુગની અસર વધારે રહેલી છે. તમોલી ને તમૌલા જેવાં સ્થળનામો તામ્રયુગની યાદ આપી જાય છે. તામ્રના જ વિકસિત તથા પરવર્તી રૂપ તામ-તમ છે. ચાલીસ તથા એકતાલીસના ચ-ત ની જેમ જ તમ અને ચમ ના ત-ચ વર્ણ એકાર્થી તથા સ્વચ્છંદ પ્રયોગના વાચક છે. વિશ્વમાં નામ પરંપરા-એક તારણ માત્ર ભારતમાં જ નહિ, પણ સમગ્ર વિશ્વમાં સ્થળગામનામો પર પાષાણયુગ, તામ્રયુગ, લોહયુગ તથા કાષ્ઠયુગની અસર રહેલી છે. એ પૈકી કાષ્ઠયુગ ને પાષાણયુગ સૌથી વધુ પ્રાચીન છે. વિશ્વનાં સ્થળનામોનાં સંકલન, વર્ગીકરણ, વિશ્લેષણ તથા સમીક્ષણથી એમની પુરાતનતા પણ સ્થાપિત થઈ શકશે. અમરોહા તથા અમેરિકા (અમ્રીકા)માં “આમ-આ-અમ'' મૂળરૂપે છે. ઑસ્ટ્રેલિયા ને ઓડીસામાં “આસ્ટ્ર, ઓડ, ઉડ” એક જ શબ્દમૂળથી સંબદ્ધ છે. આસ્ટ્ર તથા ઓડનો મૂળ અર્થ થાય છે ખેતી. કૃષિ સંસ્કૃતિ અનેક સ્થળગામનામોનાં કારણરૂપ છે. અફ્રીકામાં ‘અફ-અફ’ એ સંસ્કૃત અભ-અભ્ર (વાદળ-પાણીનો ભંડાર) શબ્દનું રૂપાંતર છે. “અંબાલા' નો અંબ’ શબ્દ અભનું જ પ્રતિરૂપ છે. અભ, અફ તથા અંબ એ શબ્દો પર્યાય છે. ઈટલી, ઇટાવા, ઇટોલા ગામનામ શબ્દોમાં ઈટ-ઈટા એક જ છે. ઇટાલા એ મહાભારતકાળમાં ઈષ્ટિકાપુરી હતું. ઘરના “ગર” તથા ગ્રીષ્મના “ગ્રી”ની જેમ ગ્રીકનો ‘ગ્રી' પણ અગ્નિવાચક છે. ગુજરાતમાં આવેલું ઓડ ગામ એ ખેતીપ્રધાનતા સૂચવી જાય છે. આમ, સ્થળગામનામોમાં રહસ્યરૂપે સમાજ ને લોકાતિનો ઈતિહાસ ગૂઢરૂપે નિહિત હોય છે.* * વિવિધ લેખો તથા પ્રમાણો પર આધારિત For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Editor: Mukund Lalji Wadekar The Journal of the Oriental Institute, Baroda, is a Quarterly, published in the months of September, December, March and June every year. 1. www.kobatirth.org SPECIAL FEATURES: Articles on Indology, Vedic studies, textual and cultural problems of the Ramayana, Epics& Puranas, notices of Manuscripts, reviews of books, survey of contemporary Oriental Journals and the rare works forming the Maharaja Sayajirao University Oriental Series, are some of the special features of this Journal. 2. Contributors to Note: The Computerized or Typewritten contributions will be accepted. A copy should be retained by the author for any future reference, as no manuscript will be returned. 3. JOURNAL OF THE ORIENTAL INSTITUTE THE M. S. UNIVERSITY OF BARODA BARODA 4. 5. 6. Acharya Shri Kailassagarsuri Gyanmandir In the body of the article non-English stray words/Sanskrit/Prakrit line/verse must be written either in Devanagari or in tansliteration with proper diacritical marks. The source of citations/statements of any authority quoted should be invariably mentioned in the footnotes which must be written in the following order: (1) surname, initials of the author or editor, (2) title of the work, (underlined), (3) publisher, (4) place and year of pulication and (5) page no. Whenever an abbreviation is used in an article, its full form should be stated at the first occurrence and should not be repeated. Give running foot-note numbers from the beginning to the end of the article. The copyright of all the articles published in the Journal of the Oriental Institute will rest with the M.S. University of Baroda, Baroda. Subscription Rates: Annual: (From Vol. 40 onwards) Inland Rs. 60.00 (Post-free) Europe £10.00 (Post-free) U.S.A. $ 20.00 (Post-free) Subscription is always payable in advance. The yearly subscription is accepted from September to August every year. No subscription will be accepted for less than a year. Subscription/Articles may be sent to: The Director, Oriental Institute, Near Palace Gate, Palace Road, Vadodara 390 001, Gujarat, India Phone: (0265) 425121 For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃત નાટકોમાં વાસ્તુશાસ્ત્ર પ્રફુલ્લ એમ. પુરોહિત વાસ્તુશાસ્ત્ર અતીવ પ્રાચીન શાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ વેદો અને પુરાણોમાં પ્રાપ્ત થાય છે. જેમ કે સન્વેદમાં “વાસ્તતિ પ્રતિ નાનામાનું ''' એમ જણાવ્યું છે. તો પુરાણોમાં સ્કંદપુરાણ, અગ્નિપુરાણ, ગરુડપુરાણ, નારદપુરાણ, મત્સ્યપુરાણ વગેરેમાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રના પ્રવર્તક આચાર્યો અઢાર થઈ ગયા. તે મત્સ્યપુરાણના પ્રાસાદભવન આદિ નિર્માણ નામના અધ્યાયમાં આ પ્રમાણે છે : भृगुरत्रिर्वसिष्ठश्च विश्वकर्मा मयस्तथा । नारदो नग्नजित् चैव विशालाक्षः पुरन्दरः ।। ब्रह्मा कुमारी नन्दीशः शौनको गर्ग एव च । वासुदेवोऽनिरुद्धश्च तथा शुक्रबृहस्पती । अष्टादशैते विख्याता वास्तुशास्त्रोपदेशकाः ।। અર્થાત – ભૃગુ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વકર્મા, મય, નારદ, નગ્નજીત, વિશાલાક્ષ, પુરંદર, બ્રહ્મા, કુમાર, નન્દીશ, શૌનક, ગર્ગ, વાસુદેવ, અનિરુદ્ધ, શુક્ર અને બૃહસ્પતિ. જ્યોતિષશાસ્ત્ર સમય પર આધારિત છે અને તેનો સ્વામી કાલપુરુષ છે. તેવી રીતે વાસ્તુશાસ્ત્ર સ્થાન પર આધારિત છે અને તેનો સ્વામી વાસ્તુપુરુષ છે. મનુષ્ય શરીર પ્રકૃતિનાં પાંચ તત્ત્વોથી બનેલું છે. જેમ કે જળ, આકાશ, વાયુ, ભૂમિ અને અગ્નિ. આ પાંચ તત્ત્વોના સમાવેશથી મનુષ્ય સ્વસ્થ રહે છે. તેમજ મનુષ્યની મૂળભૂત જરૂરિયાતો ત્રણ છે. અન્ન, વસ્ત્ર, અને મકાન. આ ત્રણમાંથી મકાન અર્થાત્ ભવન પણ પાંચ તત્ત્વો પર આધારિત છે. બૃહત્સંહિતા, વિશ્વકર્મા પ્રકાશ, સમરાગણ સૂત્રધાર, માનસાર, વાસ્તુરાજવલ્લભ ઈત્યાદિ ગ્રંથોમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સંસ્કૃત નાટકોમાં ઘણી જગ્યાએ વાસ્તુશાસ્ત્રના ઉલ્લેખો થયેલા છે. ભરતમુનિ રચિતનાટ્યશાસ્ત્રમાં પણ ઘણા બધા વિષયો પ્રાપ્ત થાય છે, તેમાં વાસ્તુશાસ્ત્રની પ્રસ્તાવનામાં ડૉ. વ્રજવલ્લભ મિશ્ર લખે છે કે “જ્યોતિષ, વાસ્તુ, અધ્યાત્મ, દર્શન, ધર્મ, આયુર્વેદ, નીતિશાસ્ત્ર, વ્યાકરણ, ઇતિહાસ, ભાષાવિજ્ઞાન, ધ્વનિવિજ્ઞાન, મનોવિજ્ઞાન, ચિત્રકલા, વાસ્તુશિલ્પ, મલ્લવિદ્યા, યોગ, કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર, અભિનયશાસ્ત્ર, કામશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર ઈત્યાદિ વિષયોની સાથે વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોઈ શકીએ છીએ.” સ્વાધ્યાય' - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨O૧, પૃ. ૭૭ થી ૮૨ બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય, એમ.એસ. યુનિ. વડોદરા. તા. ૩૦, ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટ ૨૦૧ના દિવસોમાં મહર્ષિ મહેશયોગી વૈદિક વિશ્વવિદ્યાલય, જબલપુર, (મધ્યપ્રદેશ) મુકામે રાષ્ટ્રિય જ્યોતિષ સ્થાપત્ય વેદસમેલનમાં રજૂ કરેલ શોધપત્ર. કન્વેદ, ૭-૩-૫૪-૧, સ્વાધ્યાય મંડલ, કિલ્લા પારડી, ૧૯૫૭, પૃ. ૪૨૮ મત્સ્યપુરાણ, અ. ૨૫૨, ૨-૩-૪, નાગ પબ્લિશર્સ, જવાહરનગર, દિલ્હી – ૧૧%૭. नाट्यशास्त्र, अनुवादक : व्रजवल्लभ मिश्र, सिद्धार्थ पब्लिकेशन्स, १०, डी. एस. आई. डी.सी. स्कीम - II, ओरवला इंडस्ट्रियल एरिया, फेज - II, नई दिल्ही ११० ०२०, प्रथम संस्करण, १९९७, पुरोवाक्, पृ. ८ For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ७८ www.kobatirth.org પ્રફુલ્લ એમ. પુરોહિત નાટયશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં ભરતમુનિ લખે છે કે ‘એવું કોઈ જ્ઞાન, એવું કોઈ શિલ્પ, એવી કોઈ વિદ્યા અથવા કલા, એવો કોઈ યોગ અથવા કર્મ નથી કે જે નાટયમાં દેખાય નહીં. જેમ કે બ્રહ્માજીના કહેવાથી વિશ્વકર્માએ નાટ્યગૃહનું નિર્માણ કર્યું. જેમ કે ततश्च विश्वकर्माणं ब्रह्मोवाच प्रयत्नतः । कुरु लक्षणसम्पन्नं नाट्यवेश्म महामते ।। * न तज्ज्ञानं न तच न सा विद्या न सा कला । नासी योगो न तत्कर्म नाट्येऽस्मिन् यन्न दृश्यते ॥* નાટ્યમંડપ બનાવવાના સમયે વાસ્તુપૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ. યથા श्रूयतां तद्यथा यत्र कर्तव्यो नाट्यमण्डपः । तस्य वास्तु च पूजा च यथा योज्या प्रयत्नतः ॥ જ્યારે નાટયમંડપ ઇત્યાદિ કાર્યોનો આરંભ વાસ્તુરાાસ્ત્રના આધારે તેમ જ પ્રમાણાનુસાર કરવો જોઈએ. જેમ કે - નાટયશાસ્ત્ર, ૧.૧૧૬ એજન, શ્લોક ૭૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir ततो वास्तु प्रमाणेन प्रारभेत शुभेच्छया " આ સિવાય પણ નાટયશાસ્ત્રમાં અનેક સ્થાને વાસ્તુનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત શોધપત્રમાં સંસ્કૃત નાટકોમાં જ્યાં જ્યાં વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ થયેલો દેખાય છે તેને સંક્ષેપમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃતના વિદ્વાનોએ સાહિત્યને દશ્ય અને શ્રાવ્ય તેમ બે અંગોમાં વિભાજિત કરેલ છે. દૃશ્યકાવ્યમાં જેનાથી આનંદ પ્રાપ્ત થાય છે તે આનંદનું માધ્યમ દૃષ્ટિ છે. સાહિત્ય અથવા કાવ્યના આ અંગને નાટક કહે છે. જ્યારે સંસ્કૃત નાટકોની રચના કરવામાં આવી હશે ત્યારે વાસ્તુરાાસ્ત્ર ઘણું પ્રચલિત હશે. એક વાત ચોક્કસ છે કે દેશ-કાલ ક્રમથી પરિવર્તન થતું રહે છે. સંસ્કૃત નાઠકોમાં જે ભવનો(પ્રાસાદ)નાં વર્ણન પ્રાપ્ત થાય છે તે વાસ્તુશાસ્ત્ર આધારિત હોવાં જોઈએ, જે નીચે મુજબ છે. મણિહર્યુંભવન ૪. ૫. ૬. એજન, ૨.૨૪ 13. એજન મણિહર્મ્યૂભવનનો ઉલ્લેખ વિક્રમોર્વશીયમ્ નાટકમાં પ્રાપ્ત થાય છે. આ ભવનના નામથી જ ખ્યાલ આવે છે કે આ ભવનિર્માણમાં મણિમય ઉપકરણોનો ઉપયોગ ઘણો થયો હોવો જોઈએ. ખાના દાદર ગંગાની તરંગ સમાન સફેદ સ્ફટિકર્માણના બનેલા હતા. યથા— For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સંસ્કૃત નાટકોમાં વાસ્તુશાસ્ત્ર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेन गङ्गातरङ्गसश्रीकेण स्फटिकमणिसोपानेनारोहतु । આ ભવન પ્રદોષ કાળમાં ખૂબ જ રમણીય તેમજ મનમોહક લાગતું હતું. પ્રયોષાવસરરમળીય મહિત્મ્યમ્ । આ ભવનની છત ઉપરથી ચંદ્રમા અત્યંત સ્પષ્ટ દેખાતો હતો આથી વ્રતના દિવસોમાં રાણીઓ આ ભવનની છત ઉપરથી ચંદ્રમાનાં દર્શન કરતી હતી. मणिहर्म्यपृष्ठे सुदर्शनश्चन्द्र । तत्र संनिहितेन देवेन प्रतिपालयितुमिच्छामि यावद्रोहिणी इति । પી.કે. આચાર્યના મત મુજબ આની વ્યાખ્યા આ પ્રમાણે છે. “એક માળનું એક સ્ફટિકભવન, રત્નથી જડેલો પ્રાસાદ’. ૧૯ વિમાનછન્દૂક આ ભવનનો ઉલ્લેખ વિક્રમોર્વશીયમ્ નાટકમાં તેમ જ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં વિશ્વકર્માંપ્રકાશ અને બૃહત્સંહિતામાં પ્રાપ્ત થાય છે. ૮. સંસ્કૃત વાડ્યમ કોશમાં આ ભવનને જાળીદાર બારીઓ તથા એકવીસ હાથના વિસ્તારવાળું કહ્યું છે. નાટકમાં આ ભવનને જનશૂન્ય વિમાનછન્દ નામનો પ્રાસાદ કહ્યો છે. तावदेतस्मिन्विरलजनसंपाते विमानपरिच्छन्दपरिसरे स्थास्यामि । વિશ્વકર્માપ્રકાશના પ્રાસાદવિધાન નામના છઠ્ઠા અધ્યાયમાં આ ભવનને અનેક શિખરોવાળું કહેલ છે. જેમકે विमानच्छन्दकं तद्वदनेकशिखरानतः ||३ બૃહત્સંહિતાના પ્રાસાદલક્ષણાધ્યાયમાં આ પ્રમાણે વર્ણવેલ છે. जालगवाक्ष युक्तो विमानसंज्ञः ॥ ४ બૃહત્સંહિતા તેમજ વિશ્વકર્માપ્રકાશમાં જે વીસ પ્રાસાદોનાં નામ આપેલાં છે તેમાંનો આ એક છે. મેઘપ્રતિછન્દ આ પણ અન્ય પ્રાસાદોની જેમ એક વિશિષ્ટ પ્રાસાદ છે. માનસારમાં થોડું ભિન્ન છે. તે મેઘકાન્તથી વિક્રમોર્વશીયમ્, ગર્લ્સ ૩ (‘પ્રાજ્ઞ’ સંસ્કૃત-હિન્દી ક્યારણ્યોપેતમ્), શ્રી રામચંદ્ર મિશ્ર, ચૌલમ્મા સમરમારતી પ્રાણન, પો.વો. સં. ૨૩૮, વરાળ, ૨૨૨૦૦૨, ચતુર્ય સંરળ, ૨૨૮૨, પૃ. ૨૦૨ એજન ૯. ૧૦. એજન, પૃ. ૧૦૦ ૧૧. સંસ્કૃત વાડ્મય જોશ (રિમાળ લન્ડ પૂર્વાર્ધ), ડૉ. શ્રીધર મારી વર્ખેર, મારતીય માવા પરિવવ, દ્દ- શેક્સપીયર સરળી, कलकत्ता ७०००१७, पृ. ३०१ ૧૨. વિક્રમોર્વશીયમ્, અત્ત ૨, પૃ. રૂ૪ ૧૩. વિરવાંપ્રધારા, ૪. ૬-૮૭ - હેમરાન શ્રીકૃષ્ણવાસ, શ્રી વેંટેશ્વર પ્રેસ, મુંવ-૪ ૧૪.ગૃહત્સંહિતા (દ્વિતીયો માઃ), ૬. ૧-૨૨, સં. અવવિહારના ત્રિપાડી, વારાળી વિવવિદ્યાય, વારાળી, પૃ. ૬૭૨ For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ પ્રફુલ્લ એમ. પુરોહિત મેઘપ્રતિછન્દક નામનો સંકેત કરે છે, તે અનુસાર આ પ્રાસાદ દસ માળના પ્રાસાદોના વર્ગમાં આવે છે. આ પ્રાસાદનો ઉલ્લેખ અભિજ્ઞાનશાકુંતલમાં પ્રાપ્ત થાય છે. યથા– विदूषकः - आत्मानमपि किमित न भणसि यदि भवानन्तपुरः कूटवागुरातो मोक्ष्यते, तदा मेघच्छन्नप्रासादे शब्दाવિષ્ય ૧૫ આ જ નાટકમાં આગળ આને દિશાઓ જોવા માટેનું ભવન એવું વર્ણન પ્રાપ્ત થાય છે જેમ કેयोऽसौ दिगवलोकनप्रासादो मेघच्छन्नो नाम । નાટકની સંસ્કૃત ટીકામાં આ પ્રમાણે જણાવ્યું છે – दिशामवलोकनाय कश्चित् कुतश्चिद् वा राजधान्याक्रमणायागच्छति किमिति शंकायां पर्यवेक्षणाय निर्मितः प्रासादः १७ આ ભવનના નામથી જ લાગે છે કે આ ભવન ઘણું ઊંચું હોવું જોઈએ. સમુદ્રગૃહક રાજપ્રસાદો અંતર્ગત સમુદ્રગ્રહની પણ રચના કરવામાં આવતી હતી. આનો ઉલ્લેખ સંસ્કૃત નાટકોમાં માલવિકાગ્નિમિત્ર તથા સ્વપ્નવાસવદત્તભૂમાં પ્રાપ્ત થાય છે. માલવિકાગ્નિમિત્ર નાટકની હિન્દી વ્યાખ્યામાં આચાર્ય રામચંદ્ર મિશ્રના મતાનુસાર કૃત્રિમ સમુદ્ર અથવા જળાશયની નજીક વાસ્તુશાસ્ત્ર આધારિત પ્રાસાદ બનાવવામાં આવતા હતા. જેમ કે વિહાર કૃત્રિમ-ક્રીડા શૈલાદિ બનાવવામાં આવતા હતા. મત્સ્યપુરાણમાં આને ષોડશ ભૂજાવાળો બે માળનો પ્રાસાદ માનવામાં આવ્યો છે. યથા – षोडशास्रः समन्ताच्च विज्ञेयः स समुद्कः । पाश्र्वयोश्चन्द्रशालेऽस्य उच्छ्रायो भूमिकाद्वयम् ॥७ સમુદ્રગ્રહનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં, વિશ્વકર્મા પ્રકાશ તેમજ બૃહત્સંહિતામાં પ્રાપ્ત થાય છે. વિશ્વકર્મા પ્રકાશમાં – ‘‘સિંઈ વૃષ: સુવર પાલીડથ સમુદ્રના '' નું લક્ષણ આ પ્રમાણે છે. अगुलीपुटसंस्थानपञ्चाण्डकविभूषितः । षोडशास्रः समन्तात्तु विज्ञेयः स समुद्रकः ।।२० ૧૫. મિજ્ઞાનરાવુિંતમ્, મ ૬ (રિદ્ધિ સંસ્કૃતિ -ન્ટિી ચાલ્યાતિમ્), સં.ચા. શ્રી નારરર રૂાસ્ત્રી, ઉર્દૂ. આ. શ્રી રામતેગ पाण्डेय, चौखम्बा संस्कृत सीरिज, वाराणसी - १, १९७६, पृ. ४६६ ૧૬. એજન, પૃ. ૪૮૪ ૧૭. એજન ૧૮. માવામિત્ર, પ્રિન્ટી-ટી રામચંદ્ર મિશ્ર, ચવર્ષી મમરમાર પ્રારાન, વાર/સી ૧૯. મજીપુરા, . ર૬૨- ૨૮ ૨૦. વિરમપ્રારા, ૬-૮૪-૧૨ For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સંસ્કૃત નાટકોમાં વાસ્તુશાસ્ત્ર બૃહત્સંહિતામાં આ ભવનનું લક્ષણ આ પ્રમાણે આપેલ છે: वृत्तः समद्गनाम । समुद्गनाम वृतः परिवर्तुलः । वर्तुलस्तु समुद्रः स्यात् । २१ માલવિકાગ્નિમિત્રમાં સમુદ્રગૃહનો ઉલ્લેખ થયેલો છે તે આ પ્રમાણે છે: समुद्रगृहके सखीसहितां मालविकां स्थापयित्वा । १२ www.kobatirth.org સ્વપ્નવાસવદત્તમ્ નાટકમાં રાજા વિદૂષકને પૂછે છે. પદ્માવતી ક્યાં છે. તે સમયે પ્રત્યુત્તરમાં વિદૂષક કહે છે : સમુદ્રગૃહમાં. યથા – शय्याssस्तीर्णा || • આ જ નાટકમાં આગળ “ તું સમુદ્રગૃહ, ' એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પ્રતિમાનાટકમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મયૂરયષ્ટિપ્રાસાદ - Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પણ એક પ્રાસાદ હતો. - મયૂરચિત્વર્યં યયો યંત્ર સ્થાપિતા: ૬ સૌથવિશેષઃ ૫ આ વ્યુત્પત્તિ અનુસાર શક્ય છે કે આ પ્રાસાદમાં મોરના વિશ્રામ માટે લાકડાં લગાવવામાં આવતાં હશે. આમા ઘણા બધા કક્ષો હતા. પ્રતિજ્ઞાયૌગન્ધ્રરાયણ નાટકમાં મનૂયટિમુલે ।' એમ દર્શાવેલ છે. સૂર્યમુખપ્રાસાદ ૮૧ રાજભવન અંતર્ગત સૂર્યમુખપ્રાસાદનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. શ્રીગણપતિ શાસ્ત્રીએ સૂર્યમુખપ્રાસાદની सूर्या विवाहदेवता सा मंगलार्थं गजलक्ष्म्यादि देवतावत् दारुशिलाद्युत्कीर्णा मुखे यस्य વ્યુત્પત્તિ આ પ્રમાણે કરી છે प्रासादस्य सः सूर्यामुखप्रासादः | २७ समुद्रगृहके किल તેઓએ સૂર્યનો અર્થ વિવાહદેવતા કરેલો છે. તેઓના મતાનુસાર આ એવો પ્રાસાદ હશે જેનો આગળનો ભાગ પથ્થર અથવા લાકડા પર લગાડેલી વિવાહદેવતા(સૂર્ય)ની પ્રતિમાઓથી સુશોભિત હશે. स्वप्रवासवदत्तम्, पी. पी. शर्माकृत हिन्दी टीका, पृ. १८३ સંસ્કૃત નાટકોમાં પ્રાસાદ વર્ણનની સાથે-સાથે ઉપસ્યાનગૃહ, શાન્તિગૃહ, મન્ત્રશાળા, રાયના, ચશાળા, હૅસ્તિરાજા, સંગીતરાજા, ક્રીડાવેરમ, ચતુશાસ્ત્ર, મારૃ, પ્રવતરાયન ઇત્યાદિનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્રને ૨૧. વૃહત્સંહિતા, રૃ. ૬૭૨ For Private and Personal Use Only ૨૨. માનવિદ્યાગ્નિમિત્ર, અડ્ઝ ૪, પૃ. ૬૬૦ ૨૩. સ્વપ્રવાસનત્તમ્, અહ્ર બે, સં.વ્યા. ડૉ. સુધાર માનવીય, રેલ્વે સિંગ, સીતાપુર રોડ, જલન-૨૨૬૦૨૦, રૃ. ૧૨૨-૨૩૮ ૨૪. સ્વપ્રવાસવત્તમ્, એજન, પૃ. ૨૩૬ ૨૫. પ્રતિજ્ઞાયી ધરાવળ, ચહ્ન ૨, સં. ટીા પં. પિત્ઝવેવગિરિ, સૌરવમ્યા, વરાળતી, પૃ. ૬૨ ર૬. એજન ૨૭. Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રફુલ્લ એમ. પુરોહિત સ્થાપત્યકલા પણ કહે છે. આ બધાં વર્ણનોથી સ્પષ્ટ થાય છે કે સ્થાપત્યકલા તે સમયે ઘણી પ્રચલિત હશે. વર્તમાન સમયમાં પણ વાસ્તુશાસ્ત્ર પ્રચલિત થતું જાય છે એ દષ્ટિએ સંસ્કૃત નાટકોમાં પ્રાપ્ત થતાં વાસ્તુશાસ્ત્રના ઉલ્લેખો નોંધપાત્ર સાબિત થાય છે. For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગન્નાથકવિકૃત ડાકુરેશસ્તોત્ર - એક અપ્રકાશિત સ્તોત્રા મિલિન્દ એસ. જોષી પ્રાસ્તાવિક : સંસ્કૃત સાહિત્યમાં કૃષ્ણભક્તોએ જુદાં-જુદાં કૃષ્ણસ્તોત્રોની રચના કરી છે. તે કૃષ્ણસ્તોત્રોમાંના નવ શ્લોકબદ્ધ પ્રસ્તુત સ્તોત્રમાં કવિએ ડાકુરેશ ડાકોરનાથજીની સ્તુતિ કરી છે, એ વિશેષ છે. આ સ્તોત્રના રચયિતા જગન્નાથ છે તથા આ જ કવિ દ્વારા રચાયેલ અન્ય ત્રણ સ્તોત્રો મળે છે. - (૧) વિઠ્ઠલસ્તોત્ર (દસ શ્લોક), (૨) કૃષ્ણાષ્ટકમ્ (નવ શ્લોક) અને (૩) રેવાષ્ટકમ્ (નવ શ્લોક). આ ચારે સ્તોત્રો એક જ હસ્તપ્રતમાં વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં મળે છે. અન્ય સ્થાને સ્તોત્રની બીજી કોઈ પણ હસ્તપ્રત મળતી નથી. આથી આ એક હસ્તપ્રતમાં સચવાયેલ પ્રસ્તૃત સ્તોત્રનો સ્વલ્પપરિચય આપી, એનો ઉપલબ્ધ પાઠ હસ્તપ્રતના આધારે આપવાનો અહીં પ્રયત્ન કર્યો છે. હસ્તપ્રતનું વર્ણન : પ્રસ્તુત ગ્રંથ ડાકુરેશસ્તોત્ર'એ વડોદરાની પ્રાચ્યવિદ્યામંદિર સંશોધન સંસ્થામાં પ્રાપ્ત થતી એકમાત્ર હસ્તપ્રત, ક્ર. ૧૧૭૪૦માં મળે છે. તે કેવળ પાંચ પત્રોની નાનકડી હસ્તપ્રત હોઈ એમાં એક પાનામાં દશ લીટીઓ અને એક લીટીમાં ૩૫ અક્ષરો છે. સુવાચ્ય અક્ષરોમાં કાગળ ઉપર લખાયેલી આ હસ્તપ્રતમાં લહિયાનો કે લેખનનો સમય મળતો નથી. હસ્તપ્રતનો પ્રારંભ “શ્રીરાય નમઃ | શ્રી ગુરુવરમ્ય નમ: |’ એમ થાય છે. લહિયાએ એક પણ જગ્યાએ હાંસિયામાં અક્ષરો ઉમેર્યા નથી કે છૂટી પણ ગયા નથી. આથી લહિયાએ સુવ્યવસ્થિત અનુલેખન કર્યું છે. હસ્તપ્રતની લંબાઈ ૨૦ સે.મિ. અને પહોળાઈ ૧૧ સે.મિ. છે. હસ્તપ્રતમાં કોઈ પણ જગ્યાએ લેખનસ્થળનો ઉલ્લેખ મળતો નથી. પણ, કાગળની ગુણવત્તા અને લહિયાની લેખનશૈલી જોતાં હસ્તપ્રત આશરે ૨૦૦ વર્ષ જૂની હશે એમ લાગે છે. જગન્નાથકવિનો પરિચય : ડાકેશસ્તોત્રના કવિ જગન્નાથનું નામ કે સ્તોત્ર વિશેની માહિતી ન્યૂ કેટલોગસુ કેટલોગરમાં મળતી નથી. આ જગન્નાથકવિ એ પ્રસિદ્ધ ગંગાલહરીના રચયિતા ન હોઈ શકે, પરંતુ આ કોઈ અન્ય જગન્નાથકવિ છે. કવિએ પ્રત્યેક સ્તોત્રના અંતિમ શ્લોકમાં ‘નમાયેટું કૃતમ્” (ડાકુરેશસ્તોત્રમાં), ‘માન નિર્મિતમ્' (કૃષ્ણાષ્ટકમ્ અને રેવાષ્ટકમ્) અને “નાથના+' (વિઠ્ઠલસ્તોત્રમાં) આ પ્રમાણે પોતાનો નામોલ્લેખ કર્યો છે. પરંતુ તેમનો સમય, સ્થળ, આ ચાર સ્તોત્રો ઉપરાંત અન્ય કૃતિઓ વગેરે વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી. પરંતુ આ ચાર સ્તોત્રમાં એક વિઠ્ઠલસ્તોત્ર છે. વિઠ્ઠલભગવાનની સ્તુતિ મોટાભાગે મહારાષ્ટ્રમાં વિશેષ હોય “સ્વાધ્યાય' - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૮૩ થી ૮૭ પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. + ડાકોરના નામની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે – ડંકનાથપુર - ડંકપુર હંકઉર - ડાકઉર - ડાકુર અને ડાકોર For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૪ www.kobatirth.org મિલિન્દ એસ. જોષી છે. અને વળી કૃષ્ણાષ્ટકમ્માં કૃષ્ણા નદીની સ્તુતિ છે. આથી આ જગન્નાથકવિ મોટેભાગે મહારાષ્ટ્રના કવિ હશે એમ માની શકાય. આ જગન્નાથકવિ વડોદરાના અને કદાચ મહારાજા ગાયકવાડના રાજ્યકાળમાં થઈ ગયા હશે, એમ પણ માની શકાય. વડોદરાથી ડાકોર નજીક પણ છે. આથી, એમ માની શકાય કે આ કવિ વડોદરાના હશે. તથા કવિએ ‘રેવાષ્ટકમ્'ની પણ રચના કરી છે. જે રેવા એટલે કે નર્મદા નદી વડોદરાની નજીક આવેલી છે. આ એક મહત્ત્વના મુદ્દાના કારણે પણ એમ લાગે છે કે કવિ વડોદરાના જ હશે. સ્તોત્ર વિશે : ડાકુરેશસ્તોત્રમાં કુલ નવ શ્લોક છે. તેમાં ૧ થી ૮ શ્લોક શાર્દૂલવિક્રીડિત છંદમાં અને ૯મો શ્લોક શિખરિણી છંદમાં છે. જેમાં પ્રથમ શ્લોકમાં કવિ જણાવે છે કે - દ્વારિકાધીશની પ્રતિ છ માસે પોતાના હાથમાં તુલસી વાવીને, તે તુલસીપત્રથી ૬૦ વર્ષ સુધી ભગવાનની અર્ચના કરી. આ પ્રમાણે ભક્તની ભક્તિ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્ત માટે ગુર્જરપ્રદેશના ડંકપુરમાં આવીને ભક્તને ત્યાં રહ્યા. આ પ્રથમ શ્લોકમાં દ્વારિકાધીશ દ્વારાવતી (દ્વારકા)થી ડંકપુર (ડાકોર) કેવી રીતે આવ્યા તેનું વર્ણન છે. બોડાણાના આખ્યાનનો ઉલ્લેખ પ્રથમ શ્લોકમાં છે. વળી અત્રે ઉલ્લેખનીય છે કે ડંકપુરનું ડંકનાથમહાદેવનું મંદિર હાલના રણછોડરાયના મંદિર સામે ગોમતીઘાટ પર જમણા હાથે આવેલું છે. અહીં ડાકુરેશસ્તોત્ર પર ડંકપુરમાહાત્મ્યનો પ્રભાવ દેખાય છે. (૧) Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મા વગેરે દેવોથી સેવિત, કલિના દોષોને દૂર કરનારા, જ્ઞાન આપનારા, પાપીઓના સર્વ પાપ હરનારા, આનંદ આપનારા, ભક્તોને ઇષ્ટળ આપનારા, મુનિઓ વડે હૃદયકમળમાં ધ્યાન ધરાતા, સંસારનાં દુ:ખો હરનારા અને ભયને હરનારા એવા ભગવાનની, હે ભક્તો, સેવા-ભક્તિ કરો. એમ બીજા શ્લોકમાં ડાકોરનાથની સ્તુતિ કરી છે. (૨) કવિ ત્રીજા શ્લોકમાં જણાવે છે કે ભગવાનનું મુખ મુક્તા જેવું શોભિત છે, જેમના કાનનાં કુંડળના પ્રકાશથી ગાલનો પ્રદેશ શોભિત છે. જેમના કંઠમાં (ધારણા કરેલાં) કૌસ્તુભ, મોતીઓ અને માણેક ઝબૂકે છે અને જેમણે (ચાર) હાથમાં પદ્મ, ગદા, ચક્ર અને શંખ ધારણ કર્યાં છે એવા ભગવાનને ભજવા જોઈએ. આ શ્લોકમાં રણછોડરાયજીની મૂર્તિના સ્વરૂપનું વર્ણન છે. (૩) પીતામ્બર ઉપર સોનાના કંદોરાથી શોભતી સુંદર કેડવાળા, તેમના બન્ને ચરણોનાં નૂપુર, તેમની જંઘા અને બન્ને ઊરુનું ધ્યાન ધરવું જોઈએ. આ પ્રમાણેનું ધ્યાન ધરનારા બ્રહ્મપુત્રી(ગોમતી)ના ભક્તો વડે અર્ચન કરાતા શ્રીભગવાનના ચરણકમળની, હે ભક્તો, સેવા-ભક્તિ કરો. આ શ્લોકમાં ડાકોરનાથના મંદિરની સામે આવેલા ગોમતીસરોવરનો નિર્દેશ છે. (૪) વિવિધ સાધનો દ્વારા શાન્ત મનવાળા જીવોને પોતાનું આઐક્ય કરાવવા ઉઘત, (સંસારમાં) આસક્ત જનોને પોતાનામાં આસક્ત કરનારા તેમજ મુક્તજનોને પોતાનું દાસત્વ આપવા ઉદ્યત, ગોપીજનોના મનોવિલાસને કાજે કુશળ હંસ અને કેવળ સેવાભક્તિથી જ પામી શકાય તેવા ડાકુરેશને પરંબ્રહ્મસ્વરૂપ જાણીને અને દઢતાપૂર્વક માનીને આ સંસારના બુદ્ધિશાળીઓ (= સંતો) હરિની નિરંતર ભક્તિ કરે છે. (૫) જે ગરીબ અને લાચાર દર મહિને પૂર્ણિમાના ઉત્સવના દિવસે (પૂનમ ભરવા) આવે છે, તે પોતાની For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગન્નાથકવિકૃત ડાકુરેશસ્તોત્ર - એક અપ્રકાશિત સ્તોત્ર ગરીબીમાંથી મુક્તિ પામીને પુત્ર, ધન વગેરે ભોગોથી યુક્ત આ લોકમાં સર્વદા આનંદ કરે છે. અન્તે શ્રીહરિના પાર્ષદો (સેવકો) જેવા થઈને બ્રહ્મા વગેરેથી સ્તુતિ કરાતા તેમજ સર્વોત્તમ એવા ગરુડની ઉપર સવારી કરીને વૈકુંઠમાં જાય છે. આ શ્લોકમાં આવતા ‘પ્રતિમાસમ્ મર:' (પ્રતિમાસ આવે છે) પ્રયોગ પરથી આ સ્તોત્રના રચયિતા જગન્નાથ ડાકોરનિવાસી હોય એ સંભવિત છે. (૬) ૮૫ અહીં (ડાકોરમાં) આવીને અન્નનો એક સમાહ ત્યાગ કરીને જે બ્રાહ્મણશ્રેષ્ઠ શ્રીમદ્ભાગવતનો ભક્તિપૂર્વક અને નિષ્કામ રહીને પાઠ કરે તેના ઉપર તૃપ્તિ પામેલા પિતા, દાદા વગેરે પિતૃઓ, દેવો તેમજ ઋષિઓ આશીર્વાદ વરસાવે છે અને ઋણત્રયમાંથી મુક્ત થવાથી તેનું મન મોક્ષમાં આસક્ત થાય છે. આ શ્લોકમાં આવતાં ‘ગત્રાાત્ય’ (અહીં આવીને), દ્વિનોત્તમઃ’ (બ્રાહ્મણશ્રેષ્ઠ) અને ‘શ્વેત્ મળવત્ પતિ’ (જો શ્રીમદ્ભાગવતનું પઠન કરે) પદોથી અનુમાન થઈ શકે કે આ સ્તોત્રના રચયિતા જગન્નાથ બ્રાહ્મણ જ્ઞાતિના હશે અને ડાકોર જઈને શ્રીમદ્ભાગવતનો પાઠ કરતા હોવા જોઈએ. (૭) લોકોનું શરણ અને તેમના મૃત્યુને હરનારા, ભોગ અને મોક્ષ આપનારા, ભક્તો પર કૃપા કરવા તત્પર, મગધાધિપતિ(જરાસંધ)થી ત્રાસેલા તેમજ રણમેદાન છોડીને ભાગેલા, ગંગાગોમતીના કાંઠે વસનારા અને યાત્રોત્સવના સમયે વડના ઝાડ નીચે વિશ્રામ કરીને નગરજનો સાથે નિજમંદિરમાં જનારા શ્રીડાકુરેશને હું ભજું છું. આ શ્લોકમાં ડાકોરનાથ રણછોડરાયનું નામ સાર્થક કરવામાં આવ્યું છે અને વળી યાત્રોત્સવમાં નીકળતી પાલખીનો નિર્દેશ છે જે બતાવે છે કે કવિ જગન્નાથ તે સમયે હાજર રહેતા હોવા જોઈએ. (૮) આમ (ઉપર પ્રમાણેની) શ્રીકૃષ્ણની સ્તુતિયુક્ત નિર્મળ સ્તોત્ર જગન્નાથે ગુરુજનના આનંદ માટે અચળ ભક્તિપૂર્વક રચ્યું છે. તેનો પાઠ શ્રીડાકુરેશની મૂર્તિસમક્ષ સવારે અને સાંજે જે કોઈ માણસ કરશે તે પુણ્યશ્લોક થશે અને તે દેવરાજ ઇન્દ્ર થશે. (૯) ઉપસંહાર : આ સ્તોત્રની ઉપર સમગ્રતયા અભ્યાસ કરવાથી એવું તારવી શકાય કે વડોદરાનિવાસી મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ કવિશ્રી જગન્નાથ વૈષ્ણવ કૃષ્ણભક્ત હતા અને ડાકોરની અવાર-નવાર યાત્રા કરતા અને તે દરમ્યાન ત્યાં શ્રીમદ્ભાગવતનાં પારાયણો કરતા હતા. વળી ‘અન્નનો ત્યાગ કરીને એક સપ્તાહ શ્રીમદ્ભાગવતનું પારાયણ'' (શ્લોક-૭) પરથી નિશ્ચિત થાય છે કે તે કવિ વિદ્વાન કૃષ્ણભક્ત હતા, પણ એક કથાકાર તરીકે તેમણે પોતાની ઓળખાણ આપી નથી. For Private and Personal Use Only આ સ્તોત્રની રચના ગુરુજનોના આનંદને માટે કરી છે એવો નિર્દેશ પણ કવિશ્રીનો માતાપિતા વગેરે ગુરુજનો પ્રત્યેનો ભક્તિભાવ બતાવે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ८९ www.kobatirth.org ॥ डाकुरेशस्तोत्रम् ॥ श्रीद्वारावतियात्रयातिविकलः षण्मासि मास्यच्युतं नित्यं षष्टिसमाः करस्थतुलसीपत्रैः समर्च्याभवत् । दृष्ट्वा भक्तजरां कृपार्द्रहृदयः कृष्णः स्वकीयां पुरीं हित्वा गुर्जरङ्कनाथनिकटे दासालयं त्वाश्रितः || १॥ तं ब्रह्मादिनिषेवितं कलिमलप्रध्वंसकं ज्ञानदं सर्वेषामघकारिणामघहरं स्वात्मानमानन्ददम् । भक्ताभीष्टफलप्रदं मुनिवरैर्ध्यातं हृदम्भोरुहे संसारार्णवतारकं भयहरं सेवध्वमत्युत्सुकाः ||२|| श्रीमच्चारुमुखाम्बुजोपरिलसन्नासाग्रमुक्ताफलं कर्णद्योतितलोलकुण्डलतडिद्गलश्रिया शोभितम् । कण्ठे कौस्तुभमौक्तिकैर्मरकतैश्चञ्चत्प्रभाभासुरं हस्तैः कञ्जगदासुदर्शनदरान्नित्यं वहन्तं भजेत् || ३ || काञ्चीदामविभूषितं कटितटं पीताम्बरं सुन्दरं ध्यायेन्नूपुरनादितं पदयुगं जङ्घोरुजानुद्वयम् । एवं ध्यानपरा विरचितनया भक्तैः समभ्यर्चितं सेवन्तो भगवत्पदाब्जयुगलं नित्यं स्थिताः सन्निधौ ||४|| नानासाधनश्रान्तजीवमनसां स्वात्मैकतामुद्यतं कर्तुं रागिषु रागितां स्वविषये मुक्तेषु दास्यात्मताम् । हंस गोपिमनोविलासकुशलं सेवैकगम्यं परं यो रङ्कः प्रतिमासमागमकरो राकोत्सवे रङ्कतां ज्ञात्वा लोकविचक्षणा भुवि हरिं भक्त्या भजन्तेऽनिशम् ||५|| त्यक्त्वा पुत्रधनादिभोगसहितां लोके सदा मोदते । अन्ते गच्छति वैनतेयरहणं चारुह्य सर्वोत्तमं वैकुण्ठं हरिपार्षदैः समकृतिर्ब्रह्मादिभिः संस्तुतः ||६|| Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only મિલિન્દ એસ. જોષી Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગન્નાથકવિકૃત ડાકુરેશસ્તોત્ર - એક અપ્રકાશિત સ્તોત્ર ८७ अत्रागत्य द्विजोत्तमः पठति चेत्सप्ताहमन्धस्त्यजन् भन्नाया भागवतं तद िमनसा निष्कामतामाश्रितः । तृप्तास्तातपितामहादिपितरो देवर्षयश्चाशिष यच्छन्त्यस्य ऋणत्रयापकरणान्मोक्षे मनः सज्जति ।।७।। लोकानां शरणं कृतान्तहरणं भुक्तिप्रदं मुक्तिदं भक्तानुग्रहकातरं मगधपादीतं रणानिर्गतम् । गङ्गागोमतिसेवितं वटतले विश्रम्य यात्रोत्सवे यान्तं पौरजनैः समं स्वसदने तं डाकुरेशं भजे ।।८।। इति श्रीकृष्णस्य स्तवनघटितं स्तोत्रममलं जगनाथेनेदं कृतमचलभक्त्या गुरुमुदे । यदा सायं प्रातः पठति मनुजो देवपुरतः स्थितः पुण्यश्लोकः स भवति सुराणामधिपतिः ।।९।। ॥ इति डाकुरेशस्तोत्रम् ॥ For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org JOURNAL OF THE M.S. UNIVERSITY OF BARODA The Journal is published every year in three parts. These parts are devoted respectively to topics relating to (i) Humanities, (ii) Social Sciences and (iii) Science Advertisement tariff will be sent on request. Communications pertaining to the Journal should be addressed to: THE EDITOR Journal of the M.S. University of Baroda (Humanities/Social Sciences/Science) Acharya Shri Kailassagarsuri Gyanmandir Faculty of Arts Compound, Vadodara - 390 002 (India) For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવદયાનો છંદ એક અનોખી જૈન કૃતિ ઉષા બ્રહ્મચારી જૈન સાહિત્યના ઉદગમની કથાનો આરંભ ભગવાન મહાવીરથી થાય છે. ઉપલબ્ધ સમસ્ત જૈન સાહિત્યના ઉદ્દગમનું મૂળ મહાવીરસ્વામીની દિવ્યવાણી છે. આ વાણીને હૃદયંગમ કરીને એમના પ્રધાન શિષ્ય ગૌતમ ગણધરે બાર અંગોમાં નિબદ્ધ કરી. આ દ્વાદશાંગ' ને શ્રુત નામ આપ્યું અને ભગવાન મહાવીર તેના અર્થકર્તા કહેવાયા, જ્યારે ગૌતમ ગણધરને તેના ગ્રંથકર્તા માનવામાં આવે છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી દ્વાદશાંગરૂપ શ્રુત સાહિત્ય ગુરુ-શિષ્ય પરંપરાના રૂપમાં મૌખિકરૂપે જ પ્રવાહિત થયું.' જૈન સાહિત્યનો વિસ્તાર જૈન સાહિત્ય ઘણું વિસ્તૃત છે. જૈન સાહિત્યમાં બહુવિધ ચર્ચા કરવામાં આવી છે. મહાવીરસ્વામીએ કોઈ ચર્ચાને ઉપેક્ષિત કરી નથી તેથી ફળ સ્વરૂપે તત્ત્વજ્ઞાન, આચાર, આગમ, છંદ, લોકવિભાગ જેવા અસંખ્ય વિષયો ઉપર લખાણ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરે તત્કાલીન લોકભાષા અર્ધમાગધીને પોતાના ઉપદેશોનું માધ્યમ બનાવ્યું તેમજ લોકપ્રિય સંસ્કૃત ભાષામાં પણ અસંખ્ય કૃતિઓની રચના કરવામાં આવી. વિન્ટરનીસે લખ્યું છે કે ભારતીય ભાષાઓના ઇતિહાસની દૃષ્ટિએ પણ જૈનોનું સાહિત્ય બહુ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે જૈનોએ હંમેશા એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે એમની રચનાઓ વધુમાં વધુ જનતાને માટે ઉપયોગી બને. આથી આગમિક રચનાઓ અને પ્રાચીનતમ ટીકાઓ તથા વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ અને કાવ્ય લખવાનાં શરૂ કર્યા. કોઈ ગ્રંથકારોએ સરળ સંસ્કૃતમાં રચના કરી તો કોઈએ સંસ્કૃત ભાષાને કાવ્યશૈલીમાં અપનાવીને પ્રાચીન કવિઓ સાથે બરાબરી કરી. ડૉ. વિન્ટરની નોંધે છે કે જૈનધર્મ બૌદ્ધધર્મથી પ્રાચીન હોવા છતાં જૈનોનું આમિક સાહિત્ય પોતાના પ્રાચીનતમરૂપમાં આપણને પ્રાપ્ત થયું નથી. દુર્ભાગ્યથી તેનો કેટલોક ભાગ જ સુરક્ષિત રહી શક્યો છે અને તેનું વર્તમાન સ્વરૂપ અપેક્ષા મુજબ ઘણું અર્વાચીન છે. જૈનધર્મનું સૂત્રાત્મક સાહિત્ય વ્યાખ્યાઓ, ટીકાઓ અથવા ટબાના સ્વરૂપે પણ ઉપલબ્ધ થાય છે. કોઈપણ મૂળ ગ્રંથને યોગ્ય રીતે સમજવા માટે ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓનું અધ્યયન કરવું આવશ્યક છે. જ્યાં સુધી વ્યાખ્યાનું સૂક્ષ્મ અવલોકન ન થાય ત્યાં સુધી મૂળ ગ્રંથમાં રહેલી અનેક મહત્ત્વપૂર્ણ બાબતો અજ્ઞાત રહી જાય છે. આ હેતુથી વ્યાખ્યાત્મક સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. આ પ્રકારના સાહિત્ય દ્વારા બે પ્રયોજન સિદ્ધ થાય છે. સ્વાધ્યાય' - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી- એપ્રિલ ૨૦૦૧, પૃ. ૮૯ થી ૯૩ પ્રાચ્યવિદ્યા મંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. મહેતા મોહનલાલ, જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ, ભાગ ૩, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, હિન્દુ યુનિવર્સિટી, વારાણસી વિન્ટરનીટ્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડીયન લીટરેચર, ભાગ ૨, પૃ. ૪ર૭ ૩. વિન્ટરનીટ્સ, એજન, પૃ. ૪૨૬ - ત્રિ For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ ઉષા બ્રહ્મચારી વ્યાખ્યાકાર પોતાની કલમ દ્વારા ગ્રંથકારના અભીષ્ટ અર્થનું વિશ્લેષણ કરવામાં અસીમ આત્મોલ્લાસ અનુભવે છે તથા ક્યારેક પોતાની માન્યતાને પણ પ્રસ્તુત કરે છે. ૨. પાઠકને ગ્રંથના ગૂઢાર્થ સુધી પહોંચવા માટે અનાવશ્યક શ્રમ કરવો નથી પડતો. જૈન આગમોની સંસ્કૃત તથા ગુજરાતી વ્યાખ્યાઓનું આગમિક સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જૈન આચાર્યોએ પોતાના પ્રાચીનતમ સાહિત્ય ઉપર સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતીમાં ટીકાઓ લખવાનું શરૂ કર્યું. આ ટીકાઓમાં પ્રાચીન નિર્યુક્તિઓ, ભાગ્યો તથા ચૂર્ણિ, છંદોની સામગ્રી હેતુઓનો સમાવેશ થાય છે, તેમજ તર્કો અને અનુભવો દ્વારા એ સામગ્રી પુષ્ટ પણ કરી.' આગમોની સંસ્કૃત ટીકાઓની બહુલતા થવાથી પછીના અનુગામી આચાર્યોએ જનહિતની દષ્ટિએ લોકભાષાઓમાં સરળ અને સુબોધ વ્યાખ્યાઓ લખી છે. આનું પ્રયોજન કોઈ વિષયની ગહનતામાં ન ઉતરતા સાધારણ પાઠકોને માત્ર બોધાત્મક શૈલીમાં મૂળ ઉપદેશ કે અનુભવને રજૂ કરવાનું હતું. આને માટે આવશ્યક હતું કે આ પ્રકારની રજૂઆતો સાહિત્યિક સંસ્કૃત ભાષામાં ન કરતાં લોકભાષામાં અર્થાત્ ગુજરાતીમાં વ્યક્ત કરવામાં આવે. આ પ્રકારની શબ્દાર્થાત્મક ટીકાઓથી રાજસ્થાની અને ગુજરાતી જૈનપ્રેમીઓને વિશેષ લાભ થયો. આ પ્રકારનું કેટલુંક જૈન સાહિત્ય પ્રાચ્યવિદ્યા મંદિરની જૈન હસ્તપ્રતોમાં સંગૃહીત થયેલું છે. ખૂબ જ સરળ ભાષામાં ધર્મનો ઉપદેશ, જીવદયાની વાત કે પછી વાસ્તવિક જીવનમાં અનુભવેલી ઉપદેશાત્મક વાતોનું વર્ણન પ્રાપ્ત થાય છે. આવી એક વિશિષ્ટ પ્રકારની જૈન હસ્તપ્રત વિષે અહીં વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. આ હસ્તપ્રતો વડોદરાના યતિશ્રી હેમચંદ્રજી દ્વારા પ્રાચ્યવિદ્યા મંદિરને ભેટ અપાયેલ છે. નામ : જીવદયાનો છંદ હસ્તપ્રત નં. : ૧૫૮૩૫ માપ : ૨૬ x ૧૨ સે.મી. ભાષા : ગુજરાતી, લિપિ : દેવનાગરી કર્તા : ભૂદર, સ્થળ : પેથાપુર પાન : ૧, ગ્રંથસંખ્યા : ૨૮ હસ્તપ્રતની શરૂઆત દૂહાથી કરવામાં આવી છે : શ્રી જિનવાણી પાયનની સમરી જે સરસત્ય જીવદયા પ્રતિયાચવા માતર્દિનું મુઝ મત્ય ત્યારબાદ કુલ અગિયાર છંદમાં જીવદયાની વાતનું વર્ણન કર્યું છે. રયણિ(રજની) વિના ચંદ્ર, ચંદ્ર વિના રાણી .. કામની(કામિની) વિના કંત(કંથ) કંત વિના કામની ૪. શાસ્ત્રી કેલાશચંદ્ર, જૈન સાહિત્યનો ઈતિહાસ, ભાગ-૧, જૈન ગ્રંથમાળા પ્રકાશ, વારાણસી For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “જીવદયાનો છંદ’ એક અનોખી જૈન કૃતિ કામ વિહુણો પુરુષ કીસો(કેવો) ... તુરિ વિના વેગ, જલ વિના સરોવર પ્રાણ વિહુણો પંડ(શરીર) કિસો ઈમ(એમ) ઉત્તમ નર આચાર વિચાર જીવદયા વિના ધર્મ કિસ્યો(કેવો) ... ... ... ... ... ફૂલ વિના વૃક્ષ પોષ(પાંખ) વિના પંપી(પંખી) ગ્રહગુણ વિના ગયણ કિસ્યો ... ... ... . પુષ વિના બાંણ ગુણ વિના સંઘયણ ગુણ વિના ગુણપાત્ર કિસ્સો... ... ... .. ગુરુ વિના જ્ઞાન અક્ષર વિના પુસ્તક કંઠ વિહણો ગાન કિસ્યો ... ... ... ... ... વાસ વિના સાક પાષ(પાક) વિના લવણ(મીઠું) સુંદરી વિના સેજ સેજ વિના સુંદરી ... પાણિ(સી) વિના મુષ(ખ) કમળ કિસ્યો .. વસ્ત્ર વિના માણસ સહસ્ત્ર વિના સુરો(શૂરવીર) હાથ વિના હથિયાર કિસ્સો ... અસ્ત્રિ(સ્ત્રી) વિના સુષ(સુખ) કૃપા(દયા) વિના તપસિ વિત્ત વિના વેપાર ... મંત વિના મંત્રી આઉધ(આયુધ) વિના ધ્યત્રી(ક્ષત્રીય) સુર(શૂર) વિના સંગ્રામ કિસ્યો ... વિદ્યા વિના સદ્ગુરુ સભા વિના પંડિત સેન વિના સાહિબ કિસ્યો ... ... .. સુગંધ વિના કુસુમ કુસુમ વિના વાડી અંગ વિના આભૂષણ કિસો ... ... ... લક્ષમી(લક્ષ્મી) વિના ભોગ જોગ વિના જોગી આણા વિના અધિકાર કિસો ..... ... ... .. સત્ય વિના વાત ગીત વિના ગાયન અર્થ વિના ગુણગ્રંથ કિસો ... ઉંબા(ઉ) વિના યંત્ર વિષહર વિના મંત્ર યૌવન વિના શણગાર કિસ્સો દેવ વિના દેવલ આંણ(આજ્ઞા) વિના રાજા સેના વિના રાજા કિસ્યો ... For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૨ www.kobatirth.org વસ્તુ વિના હાટ હાટ વિના પાટણ થાંનક(સ્થાનક) પાવૈં(નજીક) ગૃહ કિસ્સો ... પય વિના ધેનુ મેઘ વિના મહિયલ મન જીત્યા વિના મુની(નિ) કિસ્સો ... શાસ્ત્ર વિના અભ્યાસ કિસ્સો સંઘ વિના સિદ્ધિ રળ્યા(કમાયા) વિના રિદ્ધિ અરિહંત વિના બીજો જાપ કિસ્સો ... વાસ(વસ્તિ) વિના ગ્રામ હાક વિના ઠાકુર છંદ વિહુણો કવિન કિસ્સો ... તેલ વિના દીપ દીપ વિના મંદિર " લક્ષ્યમી(લક્ષ્મી) વિના જેમ ગૃહ કિસો ડરસણ(દર્શન) વિના મુ(ખ) રસ વિના વાણી આપ્યા વિના ઉપગાર(ઉપકાર) કિસો જલ વિના કમલ કમલ વિના કાયા ઉત્તમ વિના આચાર કિસો કુમકુમ વિના કામ વિઘન(વિઘ્ન) વિના દામનિ મદ્દ વિના માતંગ કિસો ... વાંસ વિના સિબિકા ગુણ વિના ગુણિકા દાન વિના દાતાર કિસો ... માય(યા) વિના માત(તા) માત વિના બાળક પુત્ર વિના પયપાન કિસો ... સંયમ વિના સિ(શિ)ક્ષા ગુરુ વિના દીક્ષા અન્ન વિના આયત કિસો ... પ્રજા વિના કરણ(રાજા) પુત્ર વિના વંસજૂ(વંશજ) ભેષ(ખ) વિના દરીસણ(દર્શન) કિસો ફલશ જીવદયા વના ધર્મ જીવન પ્રાણ જમ(જેમ) પંડ ન રાખે(ખે) જીવન નાવડું સઢ વિહુણો જીવ ... જિન ચરણદાસ ભૂદર કહે સો વીતરાગ વાણી લહે ઇતિ શ્રી જીવદયા ઉપર છંદ સંપૂર્ણ પેથાપુર મેં લીપી(ખી) કૃત્ય ... Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ઉષા બ્રહ્મચારી પ્રસ્તુત ‘જીવદયાનો છંદ' નામક જૈન હસ્તપ્રતમાં જીવનની વાસ્તવિકતાને તળપદી ગુજરાતી ભાષા અને શબ્દોમાં ખૂબ જ સહજતાપૂર્વક સરળ રીતે રજૂ કરી છે. દરેક વસ્તુ કે વ્યક્તિનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તે અહીં Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવયાંનો છંદ' એક અનોખી જૈન કૃતિ વ્યક્ત કર્યું છે. પ્રત્યેક એકબીજાના પૂરક છે તેવું દર્શાવવા ઘણાં બધાં દષ્ટાંતો રજૂ કર્યા છે. દા.ત. ચંદ્ર અને રાત્રી, પત્ની અને પતિ, અશ્વ અને વેગ, પાણી અને સરોવર, પ્રાણ અને શરીર એ જ પ્રમાણે જે વ્યક્તિ ઉત્તમ હોય અને તેનામાં આચાર વિચાર સાથે જીવદયા ન હોય તો તેનો ધર્મ નિરર્થક છે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમજ જીવનમાં જીવદયાનું મહત્ત્વ દર્શાવ્યું છે. બીજાં કેટલાંક જાણીતાં દષ્ટાંતો આપ્યાં છે જેમકે, ફળ વિના વૃક્ષ, પાંખ વિના પંખી, ગુરુ વિના જ્ઞાન અને અક્ષર વિના પુસ્તક, કંઠ વગરનું ગાન, મીઠા વગરનું ભોજન, સુંદરી વિનાની સેજ, વસ્ત્ર વિના મનુષ્ય, સ્ત્રી વિના સુખ તેમ કૃપા(દયા) વિના તપસ્વી નકામો છે. એકબીજા વિના અધૂરી એવી અન્ય યાદીમાં આયુધ વિના ક્ષત્રિય, શૂર વિના સંગ્રામ, વિદ્યા વિના સદ્દગુરુ, સભા વિના પંડિત, સુગંધ વિના ફુલ, અંગ વિના આભૂષણ, અર્થવિહીન ગુણગ્રંથ, પય વિના ધેનુ તેમજ મન જીત્યા વગરના મુનિનું મહત્ત્વ નથી. વધુમાં જણાવ્યું છે કે શાસ્ત્ર શિખ્યા વિનાનો અભ્યાસ, સંપ વગર્ની સિદ્ધિ અને કમાયા વગરની રિદ્ધિ નકામી છે. જીવનમાં મહત્ત્વની એવી સિદ્ધિ-રિદ્ધિ મેળવવા સંપ અને મહેનત અનિવાર્ય જૈનધર્મનું મહત્ત્વ દર્શાવતાં જણાવ્યું છે કે અરિહંતના નામ સિવાયનો બીજો જાપ કેવો? જેમ તેલ વિનાનો દીવો અને દવા વિનાનું મંદિર નકામું છે તેમ લક્ષ્મી વગરનું ઘર પણ અધૂરું છે. રસ વિનાની વાણી તેમજ કોઈને કંઈ આપ્યા વગર ઉપકાર કેવી રીતે શક્ય છે. આગળ દર્શાવ્યું છે કે દાન વગરનો દાતાર પણ કેવો હોય ? જેમ માતા અને બાળક એકબીજા વિના અધૂરાં છે તેમ બાળક વગરનું પયપાન પણ અશક્ય છે. સંયમ અને શિક્ષા, ગુરુ અને દિક્ષા પણ એકબીજો માટે મહત્ત્વનાં છે. જેમ પ્રજા વિના રાજા અને પુત્ર વિના વંશ શક્ય નથી તે મુજબ ભેખ ધર્યા વગર દેવનાં દર્શન પણ દુર્લભ છે, એ મુજબ જીવદયા વગરનો ધર્મ પણ અશક્ય છે. આમ જીવનમાં જીવદયા અનિવાર્યપણે આવશ્યક છે. શરીરમાં જો પ્રાણ ન હોય તો તે જીવનની નાવ સઢ વિનાની નાવ સમાન છે એમ અંતમાં જણાવ્યું છે. જિનના ચરણદાસ એવા ભૂદર કહે છે કે વીતરાગવાણીથી સઘળું પામી શકાય છે. પેથાપુર ગામમાં આ હસ્તપ્રત લખવામાં આવી છે એમ પણ અંતે છે. આ હસ્તપ્રતમાં જીવદયા વિષયક અગિયાર છંદમાં મનુષ્યજીવનમાં એકબીજો સાથે સંકળાયેલાં, પરસ્પરનાં પૂરક એવાં અગત્યનાં દૃષ્ટાંતો આપી જીવદયાનું મહત્ત્વ પુરવાર કર્યું છે. કેટલાક જૂની ગુજરાતી ભાષાના શબ્દો જેવા કે રયણ, કંત, અસ્ત્રી, આઉધ, લષમી, આણ, હાટ, થાનક, લક્ષ્યમી, ડરસણ, ઉપગાર, વંસજૂ વગેરે પ્રયોજાયો છે. અહીં “ખ” ને બદલે ‘ષ” અને “શ’ને બદલે ‘સ' નો પ્રયોગ પણ કરાયો છે જે લહિયાની ખાસિયત દર્શાવે છે. આમ પ્રાચ્યવિદ્યા મંદિરના હસ્તપ્રતસંગ્રહમાંથી પ્રાપ્ત થતી ઉપરોક્ત કૃતિ સદ્દગુણોનું મહત્ત્વ દર્શાવે છે. જૈનધર્મમાં આચાવિચારની સાથે જીવદયાનું સ્થાન અગત્યનું છે એ વાત પ્રસ્તુત હસ્તપ્રતની દરેક કાવ્યપંક્તિમાં સ્પષ્ટપણે દષ્ટિગોચર થાય છે. કૃતિની ભાષા સરળ અને પ્રવાહી છે. જે કહેવાનું છે એ ભારપૂર્વક પણ સહજતાથી કહેવાયું છે. સામાન્યજન પણ સમજી શકે એવી ભાષા-લોકભાષાનો પ્રયોગ ધ્યાનાર્હ છે. મધ્યકાલીન કૃતિમાં જોવા મળતો ભક્તિનો રંગ અહીં સચોટપણે પ્રગટ થયો છે. દેશ-દેશ, મનુષ્ય-મનુષ્ય વચ્ચે આંતરધ્વંદ્વ વધતાં જાય છે, માનવીનાં મન ટૂંકાં થતાં જાય છે, ત્યારે આવા કપરા-સાંપ્રત સમયમાં, જૈનધર્મના અભ્યાસી અને સૌ કોઈને રસ પમાડે એવી, પ્રાસાદિક શૈલીમાં લખાયેલ આ કૃતિ નોંધપાત્ર મૂલ્ય ધરાવે છે. For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોરબંદર નરોત્તમ પલાણ ભગવાન શ્રીકૃષ્ણના સહપાઠી બ્રાહ્મણશ્રેષ્ઠ સુદામાની સંસ્કારનગરી તરીકે પોરબંદર સદીઓથી પ્રખ્યાત છે. એનું સ્થાન સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે સોમનાથ અને દ્વારકાની કંઠમાળ વચ્ચે મૂલ્યવાન માણેક સમું છે. ધીંગેશ્વર અને ચહાડેશ્વર જેવાં દોઢ દોઢ હજાર વર્ષ પ્રાચીન મંદિરો આજે પણ આ ધરતીને વિભૂષિત કરી રહ્યાં છે. પુરાતત્ત્વવિદો કહે છે કે સુદામાજીની કુળદેવી ચામુંડાજીનું મંદિર અગિયારસો વર્ષ જૂનું છે, જ્યારે હાલ સુદામા મંદિરમાં આવેલી વિશાળ હનુમાનમૂર્તિ, ઓડદરમાં આવેલી હનુમાનપુત્ર મકરધ્વજની મૂર્તિ અને દરિયાકિનારે સ્મશાનઘાટમાં આવેલી શનિ મહારાજની મૂર્તિ છેલ્લાં એક હજાર વર્ષનાં કિંમતી શિલ્પો છે. ઇતિહાસની ચોક્કસ તવારિખની નોંધ લઈએ તો “પોરબંદર'(પૌરવેલાકુળ)નો લેખિત ઉલ્લેખ આપતું તાંબાનું એક પતરું હાલ જામનગરના લાખોટા મ્યુઝિયમમાં સંગ્રહાયેલું છે. આ તામ્રપત્ર ધૂમલીના જેઠવા રાજવી બાલદેવજી (લખુજી મહારાજ)નું છે અને તે વિક્રમ સંવત ૧૦૪૬ની શ્રાવણી પૂનમનું (તા. ૨૨ ઑગસ્ટ ૯૯૦) છે. આ હિસાબે આજે પોરબંદરને એક હજાર અને તેર-ચૌદ વર્ષ થાય છે ! પ્રભાસપાટણ નગર છે અને વેરાવળ એનું બંદર છે, દ્વારકા નગર છે અને રૂપેણ એનું બંદર છે, જામનગર નગર છે અને બેડી-રોઝી એનાં બંદર છે, તેમ સુદામાપુરી નગર છે અને પોરબંદર એનું બંદર છે. સુદામાપુરી તો પૌરાણિક નગરી છે, જ્યારે ધૂમલીના જેઠવા રાજવીઓએ એના બંદરને વિકસાવ્યું તેની તારીખ ૨૨ ઑગસ્ટ ૯૯૦ છે ! આ પછીના સમયના જે શિલાલેખો મળે છે અને તે બધા શિલાલેખો હાલ પોરબંદરમાં મોજૂદ છે તેના આધારે આ પ્રમાણે પોરબંદરનું ચિત્ર ઊભું થાય છે : (૧) ઈ.સ. ૧૨૪૮નો વાસુપૂજ્યનું જૈનમંદિર બંધાયાનો પ્રતિમા લેખ. શિલાલેખ ધરાવતાં કુલ ચાર જૈન મંદિરો પોરબંદરમાં છે, તેમાંથી જૂનામાં જૂનો લેખ ૧૨૪૮નો છે. –આ સમયથી પોરબંદરમાં જૈન છે. ૫ નગરી છે. હજાર વર્ષ જૂના ‘પૌરવેલાકુળમાં ‘વેલાકુળ” “પોર્ટ માટેનો સંસ્કૃત શબ્દ છે, જ્યારે ‘પૌર’ ‘વેપારી' વાચક શબ્દ છે. પોરબંદરનો વેપાર સૌ પ્રથમ ભાટિયાના હાથમાં હોવાના ઉલ્લેખો છે. સિંધિયા સ્ટીમવાળા નરોત્તમ મોરારજી પોરબંદરના ભાટિયા છે, તેમજ દેશના. બેંક'નું સર્જન કરનાર દેવકરણ નાનજી પણ પોરબંદરના ભાટિયા છે. ભાટિયા પછી જૈનવાણિયા અને વૈષ્ણવવાણિયા પોરબંદરમાં નગરશેઠ રહ્યા છે, જેમાંથી શેઠશ્રી ગોવિંદજી પારેખ, બંદરી વેપાર માટે મુઘલ સમ્રાટ શાહજહાં(ઈ.સ. ૧૬૦૮-૧૬૫૮)ની સહીવાળો રૂક્કો (દંડિકામાં વીંટાળી શકાય તેવું ખતપત્ર) ધરાવે છે. આ રૂક્કો આજે પણ એમના વંશજ પાસે છે, જે ઈ.સ. ૧૯૫૩નો છે. જૈનવાણિયા વેપારીઓએ ખજૂર વગેરે સુકા મેવાના વેપારમાં ઘણી નામના મેળવ્યાની વાતો છે. પોરબંદરના કવિ સુધાંશુ(દામોદર “સ્વાધ્યાય - ૫. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી–એપ્રિલ ૨૦૦૧, પૃ. ૯૫ થી ૯૯ - ૩, વાડી પ્લોટ, પોરબંદર – ૩૬૦૫૭૫. For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૬ નરોત્તમ પલાણા ભટ્ટ)એ ‘હલેસાં' નામનો એક વાર્તાસંગ્રહ (પ્ર.આ. ૧૯૬૬) આપ્યો છે, તેમાં આ વેપારીઓએ કહેલી સત્યઘટનાઓનો સમાવેશ પણ થાય છે. ભાટિયા અને વાણિયા પછી લોહાણા વેપારીઓ(નાનજી કાલિદાસ મહેતા, ભાણજી લવજી ઘીવાળા)એ પોરબંદરનું નામ દેશવિદેશમાં ગુંજતું રાખ્યું છે. લોહાણા બાળાશ્રમના સ્થાપક શેઠશ્રી હરિદાસ ભીમજી પ્રાગજી પણ બંદર સાથે જોડાયેલા લોહાણા વેપારી હતા. (૨) ઈ.સ. ૧૨૬૦નો ગધે ખાંભો, જે હાલ પુરાતત્વખાતાં દ્વારા રક્ષિત રાણા સરતાનજીના ચોરામાં સંગ્રહાયેલો છે. “ગધે ખાંભો’ આપણા સમાજના લોકમાનસનું પ્રતિબિંબ છે, તે એક પ્રકારની ગાળ છે. દાનમાં અપાયેલી જમીન ઉપર તે મૂકવામાં આવે છે. એનો સૂચિતાર્થ એવો છે કે “અમે આ જમીન દાનમાં આપી છે, હવે એની ઉપર જે હાથ નાખે તેને ગધેડે ગાળ છે.' અદ્યાપિ સૌરાષ્ટ્રમાં આવા કુલ સોળ પાળિયા નોંધાયાની જાણ મોહનપુરી ગોસ્વામીએ કરેલી છે. ('અતીતની આંખે', પૃ. ૨૮) (૩) ઈ.સ. ૧૨૭૦નો કેદારેશ્વર મંદિરની ભગ્ન વિષ્ણુપ્રતિમાનો લેખ. આ મૂર્તિ હાલ કેદારેશ્વર મંદિરની સામે આવેલા કેદારકુંડમાં પડેલી છે. આ કેદારકુંડ, કેદારેશ્વર મહાદેવ અને અસ્માવતી ઘાટના ઉલ્લેખો “સ્કંદપુરાણ'માં મળે છે. -શિવ, શક્તિ, હનુમાન અને જૈન પછી પોરબંદરમાં પ્રાપ્ત વિષ્ણુ (વૈષ્ણવ) સંદર્ભે આ પ્રથમ અવશેષ (૪) ઈ.સ. ૧૨૭૫ - ખારવાવાડમાં પદમાણી(લક્ષ્મી)માતાનું મંદિર બન્યું તેનો લેખ, જે હાલ તે જ મંદિરમાં આવેલો છે. પદમાણીનો સીધો સંબંધ વેપાર સાથે છે. પોરબંદરમાં ખાડીકાંઠે આવેલું પોરાવમાતાનું મંદિર પણ મહાલક્ષ્મીમંદિર છે. જેમ ‘ચોર' ઉપરથી ‘ચોરાવ' તેમ ‘પોર' ઉપરથી ‘પોરાવ’ છે. ઘણા ઇતિહાસ લેખકો પોરાવમાતા ઉપરથી ‘પોરબંદર' નામ આવ્યાનું વિધાન કરે છે. તે “ચોરાવ' ઉપરથી ‘ચોર' આવ્યા જેવી અવળી ગતિ છે ! (૫) ઈ.સ. ૧૩૩૫નો પાળિયો. આ પાળિયો વહાણવટી વેપારીઓ અને ખારવાઓનો પાળિયો છે, હાલ ખારવા પૂજે છે. જ્યુબિલી પુલ નો'તો ત્યારે નાનાં વહાણો ખાડીમાં અંદર પોરાવમાતાના મંદિર સુધી આવતાં, ત્યાં ખાડીકાંઠે આ પાળિયો આવેલો છે. અહીં વંચાતો ‘કુમારપાલી સોલંકીકુમારપાળ ન હોઈ શકે કારણ કે તે ૧૧૪૨ થી ૧૧૭૨ વચ્ચે પાટણની ગાદીએ છે. જ્યારે અહીં ૧૩૩૫ સ્પષ્ટ છે એટલે માંગરોળનો ગોહિલ કુમારપાલ છે. પોરબંદરમાં ‘ગોહિલ' ખારવાઓ છે. (૬) ઈ.સ. ૧૫૭૪નો રાણા રામદેવજીનો પાળિયો, જે સુદામામંદિરના પટાંગણમાં નાની ડેરીમાં આવેલો છે. ધૂમલીના જેઠવાવંશના રાણા રામદેવજીનો જામનગરમાં ઘાત થયેલો. જામનગરની ગાદીએ જામ સતાજી (ઈ.સ. ૧૫૬૯-૧૫૯૨) હતા. સતાજી અને રામદેવજી સગા મામા-ભાણેજ હતા, ત્યારે ધૂમલીભંગ થઈ ગયેલો અને જેઠવાની ગાદી રાણપરમાં હતી. રાણપુરની ગાદીએ ઈ.સ. ૧૫૫૯માં રામદેવજી આવ્યા ત્યારે જામનગરની ગાદીએ જામ વિભાજી (ઈ.સ. ૧૫૬૨-૧૫૬૯) છે. વિભાજીની પુત્રી બાઈજીબા રાણપુરના ખીમાજી વેરે પરણેલ છે, તેનો દીકરો રામદેવજી, ખીમાજીના મૃત્યુ પછી ગાદીએ આવેલો છે, ત્યારે જામનગરમાં વિભાજીના મૃત્યુ પછી જામ સતાજી (બાઈબાનો ભાઈ) ગાદીએ આવેલ છે. એને રાજની સીમા વધારવાનો ભારે અભરખો છે, આ કારણે ભાણેજને જામનગર બોલાવી, રાજમહેલમાં જ ઘાત કરેલ છે. રામદેવજીના ચારણ લાગીદાસે જામનગરના પાદરમાં ત્રાગું કરેલ છે. રામદેવજીના યુવરાજ ભાણજી પોતાની પત્ની કલાંબાઈ અને બાળ ખીમાજીને લઈને રાણપુરથી ભાગેલા For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પોરબંદર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- છે, તે આશરે ચારેક માસ છૂપાતા રહ્યા છે. – અને પોરબંદરમાં આજના કમલાબાગ પાછળ ત્રવડાની જગ્યામાં મૃત્યુ પામેલ છે. વિધવા કલાંબાઈએ બાળ ખીમાજીને છાયાની ગાદીએ બેસાડી, પોતાના પિયરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પ્રણાલી મુજબ ગો. શ્રી ગોપાલલાલજીના હાથે રાજતિલક કરાવેલ છે. કલાંબાઈ સમર્થ રાજમાતા છે. જામ સતાજી ઈ.સ. ૧૫૯૨માં ભૂચર મોરીના યુદ્ધમાં હાર્યો કે તુરત એ તકનો લાભ લઈને દરિયા કિનારે મિયાણી સુધીનો અને બરડાપ્રદેશમાં રાણપુર સુધીનો પ્રદેશ હસ્તગત કરી લીધો છે ! જે ૧૯૪૭ (આઝાદી) સુધી પોરબંદરના હાથમાં રહ્યો છે. ૯૦ ૧૫૭૪નો રામદેવજીનો પાળિયો એના પુત્ર ભાણજીએ અને માત્ર ચાર માસ પછી મૃત્યુ પામેલ ભાણજીનો પાળિયો ત્રવડામાં (જે જગ્યા આજે સાયન્સ કોલેજના ખૂણામાં હયાત છે) તેના બાળ પુત્ર ખીમાજીએ, છાયાની ગાદીએ આવ્યા પછી સ્થાપેલ છે. (૭) ઇ.સ. ૧૭૩૬ પોરબંદરમાં શ્રીનાથજીની હવેલીની સ્થાપનાનો શિલાલેખ, હાલ આ શિલાલેખ શીતળાચોક પાસેના દરબારગઢમાં આવેલો હોવાની નોંધ મળે છે. (આ લેખકે હજુ સુધી આ શિલાલેખ જોયો નથી.) પોરબંદરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય, એના આદ્ય સ્થાપક મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્યજીથી અસ્તિત્વમાં આવી ગયેલ છે. ઇ.સ. ૧૫૩૧માં શ્રીમહાપ્રભુજીના દેહવિસર્જન પછી પચાસ વર્ષે તેમના પૌત્ર શ્રીયદુનાથજી મહારાજે ‘શ્રીવલ્લભ દિગ્વિજય’ નામના સંસ્કૃત ગ્રંથમાં શ્રીમહાપ્રભુજી પોરબંદરના ‘સુદામાપોર ઉપવન'માં પધાર્યા હોવાની નોંધ કરી છે. વળી ૧૫૭૪માં ખીમાજીનો રાજ્યાભિષેક અને ૧૯૨૬માં રાણા વિકમાતજીનો રાજ્યાભિષેક ગોસ્વામી બાળકોના હસ્તે થયેલો છે એટલે ઈ.સ.ની સોળમી સદીથી જ પોરબંદરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનાં કુટુમ્બો છે એમ માનવું યોગ્ય રહેશે. - (૮) ઈ.સ. ૧૭૮૫થી પોરબંદર રાજધાની બની. છાયામાં જેઠવાવંશની રાજધાની ૨૧૧ વર્ષ રહ્યા પછી ૧૦૮૫થી પોરબંદર રાજધાની બને છે, આ સમયનો કોઈ અભિલેખ હજુ સુધી પ્રકાશમાં આવ્યો નથી, પરંતુ રાજદફ્તરની નોંધ અમુક બાંધકામ તથા રામઝરૂખાની ગાદી પરંપરા ૧૭૮૫નો સમય આપે છે. છાયાથી પોરબંદરમાં રાજગાદી ફેરવનાર રાણા સરતાનજી (બીજા) છે. સરતાનજી ૧૭૫૭માં છાયાની ગાદીએ આવ્યા, તેમના પરદાદા સરતાનજી પહેલાએ ૧૬૮૬માં પોરબંદરને કિલ્લો બાંધ્યો હતો. પોરબંદરના દરિયાઇ વેપારનું મહત્ત્વ સમજીને જે કિલ્લો બંધાયો તે બધી રીતે સમૃદ્ધિ લાવનાર બની રહ્યો. સલામતી જોઇને વિદેશી વેપારીઓ આકર્ષાયા, બંદરમાં વહાણ બાંધવાનું કામ વિકસ્યું અને મૂડી રોકાણ વધતાં આવક વધી આ કારણોથી રાણા સરતાનજી(બીજા)એ રાજગાદી પોરબંદર ફેરવી. સરતાનજીએ કુલ ૫૬ વર્ષ રાજ કર્યું, જેમાંથી ૨૮ વર્ષ છાયામાં અને બીજા ૨૮ વર્ષ પોરબંદરમાં છે. આ સરતાનજી વ્રજભાષાના સારા કવિ તથા અધ્યાત્મસાધક છે, તેમણે ૧૮૧૨માં ‘કાવ્યપ્રકાશ’ની રચના કરી. આ ગ્રંથની મૂળ હસ્તપ્રત હાલ પોરબંદરમાં કવિશ્રી રતિલાલ છાયાના નિજી સંગ્રહમાં ઉપલબ્ધ છે. બીજી રચના ‘અલંકારમાલા' છે, જેમાં અલંકારોની પદ્યમાં રજૂઆત છે. સરતાનજીએ ૧૮૧૩માં પોતાની ૭૦ વર્ષની ઉંમરે સ્વેચ્છાએ વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો હતો અને આજના સુદામામંદિર પાસે ‘સુરતાનબાગ' બનાવી તેમાં પોતાનો નિવાસ રાખ્યો હતો. આ બાગમાં એક હોજ અને એક ગ્રીષ્મભવનની રચના પણ આ સમય પહેલાં કરવામાં આવી હતી, જેમાંથી જયપુરી બાંધણીના હોજમાં આજે પેટ્રોલપંપ થઈ ગયો છે અને ગ્રીષ્મભવન પુરાતત્ત્વખાતાં નીચે રક્ષિત છે. * આ ગ્રીષ્મભવનની ૨૪ * આ ગ્રીષ્મભવન બચાવવા માટે કવિશ્રી રતિલાલ છાયાએ ઉપવાસ આંદોલન કરેલું તેની સાદર નોંધ લેવી ઘટે. For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરોત્તમ પલાણ પ્રતિમાઓ જુદા જુદા અલંકાર અને છંદોની પ્રતીક રચના હોવાનું માનવામાં આવે છે. મધ્યકાળમાં ઉદ્દભવેલી કાછશિલ્પની પરંપરામાં આ પથ્થરની પ્રતિમાઓ છે. અહીં બેસીને રાજવી સરતાનજીએ પોતાના કાવ્યગ્રંથોની તથા છૂટક પદોની રચના કરી હતી. જીવનનાં છેલ્લાં આઠ વર્ષ સરતાનજી અહીં રહ્યા છે. રાજવહીવટ કુંવર હાંલોજીએ સંભાળ્યો છે, જેનાં તામ્રપત્રો મળે છે. છેલ્લા વર્ષમાં હાંલોજી અકસ્માત અવસાન પામે છે અને સરતાનજીને રાજવહીવટ હાથમાં લેવો પડે છે. બીજા જ વર્ષે પૌત્ર અથીરાજજીને રાજતિલક કરી સરતાનજી દેહ છોડે છે. સુદામામંદિર અને પાછળ સરતાનબાગની વચ્ચે પોરબંદરમાં રાજધાની આવી તેના મંગલ આરંભ તરીકે રાણા સરતાનજીએ રામમંદિરની સ્થાપના કરી છે, જે રામઝરૂખા તરીકે પ્રસિદ્ધ છે. રામઝરૂખાની ગાદી પરંપરા ૧૭૮પથી મળે છે. (૯) ઈ.સ. ૧૮૩૧-આ સમયથી રાજમાતા રૂપાળીબા અને તેમના પુત્ર મહારાજ વિકમાતજીનું દીર્ઘ શાસન પોરબંદરમાં આરંભ પામે છે. આ શાસનના કુલ છ શિલાલેખો પ્રાપ્ત છે. પોરબંદરને રાજધાની બનાવનાર રાજવી કવિ સરતાનજીનો ૧૮૧૩માં દેહવિલય થયો તે પછી તેનો પૌત્ર અથીરાજજી “ખીમાજ' નામથી પોરબંદરની ગાદીએ આવ્યો. કુછડી ગામ પાસે આવેલાં પ્રાચીન મંદિરોનો જિર્ણોદ્ધાર કરી આ ખીમાજીએ પોતાના નામથી ‘ખીમેશ્વર' એવું નવું નામ આપ્યું ! કુલ ૧૮ વર્ષના શાસન પછી ખીમાજી મૃત્યુ પામ્યા ત્યારે બાળ ભોજરાજની ઉંમર આઠ વર્ષની હતી, તેને ‘વિકમાતજી' નામ આપી ગાદીએ બેસાડ્યો અને રાજમાતા રૂપાળીબાએ રાજગાદી સંભાળી. ૧૮૩૧થી ૧૮૪૧ના દશ વર્ષ રૂપાળીબાના છે, તે સમય દરમિયાન તેમણે પોરબંદરના વિકાસનાં અગત્યનાં કાર્યો કર્યા અને રાજ્યની બન્ને સીમા ઉપર - ઓખામઢીમાં સત્યનારાયણ મંદિર અને માધવપુરમાં માધવરાયજીની હવેલી નવાં બંધાવી આપ્યાં. પોરબંદરમાં ૧૮૩૫માં રામેશ્વરમંદિરને સહાયનો શિલાલેખ, ૧૮૩૭માં ઝુંડાળામાં બહુચરમાતાજીનું નવું મંદિર બંધાવી આપ્યાનો શિલાલેખ, ૧૮૩૯માં કેદારેશ્વરમંદિરના જિર્ણોદ્ધારનો શિલાલેખ અને ૧૮૪૦માં પોતાના પુત્ર ભોજરાજજી ઉપરથી પોરબંદરના પાદરમાં ‘ભોજરાજસર’ નામથી મીઠા પાણીનું તળાવ, જેનો શિલાલેખ હાલ જૂનાગઢના સક્કરબાગ સંગ્રહાલયમાં સચવાયેલો છે, વગેરે લેખો છે. આ રૂપાળીબા સામે જ મહાત્મા ગાંધીજીના દાદા ઓતમચંદ ગાંધીને વાંધો પડ્યાની વાત, ખાસ કરીને ગાંધીજીનું જીવનચરિત્ર લખનાર પ્રભુદાસ ગાંધી વગેરે કરે છે, પરંતુ તે વાતમાં કંઈ તથ્ય જણાતું નથી ! ૧૮૪૧માં રૂપાળીબાનું અવસાન થયું તે પછી ૧૯ વર્ષ રાણા વિકમાતજી પોરબંદરની ગાદીએ રહ્યા છે. વિકમાતજીના જીવનમાં બનેલી એક મહત્ત્વની ઘટના તે તેમણે કરેલું ધર્મપરિવર્તન છે ! જેઠવાવંશ પોતાને હનુમાનપુત્ર મકરધ્વજના વંશજ ગણાવે છે, છેવટ સુધી એમની રાજધજામાં હનુમાનજી રહ્યા છે. આ હિસાબે એમનો રાજધર્મ રામભક્તિ સુવિદિત છે, પરંતુ રાજવી કવિ સરતાનજી સિવાય અદ્યાપિ કોઈ જેઠવા રાજવીએ રામમંદિર બનાવ્યાનો ઉલ્લેખ નથી ! જેનાથી સાલવાર ઇતિહાસ મળે છે તે ઘૂમલીના સિંહ જેઠવા છે. આ સિંહ ગાદીએ બેઠા ત્યારથી આ પંથકમાં “શ્રીસિંહ સંવત’ નામનો એક પ્રાદેશિક સંવત પણ ચાલ્યો હોવાના શિલાલેખો મળે છે. સદભાગ્યે ઘણા શિલાલેખોમાં વિક્રમ સંવત સાથે સિંહ સંવત મળે છે એટલે સિંહ સંવત ક્યારે ચાલુ થયો તે નક્કી કરી શકાય છે. આ હિસાબે વિક્રમ સંવત ૧૧૭૦માં સિંહ સંવત-૧ છે. આ સિંહે ઘૂમલીમાં નવલખા મંદિર, જે એના શિલ્પસ્થાપત્યથી ગુજરાતભરનું એક અદ્વિતીય મંદિર ગણાય છે તે મહાદેવ મંદિર બંધાવેલું છે. બીજા અનેક રાજવીઓએ શિવમંદિર બંધાવ્યાં છે, જ્યારે રાજમાતા ફલાંજીબાઈએ પોરબંદરમાં શ્રીનાથજીની હવેલી અને રૂપાળીબાએ પુષ્ટિ સંપ્રદાય મુજબની વૈષ્ણવ હવેલી માધવપુરમાં બંધાવ્યાનો શિલાલેખીય પુરાવો છે. છાયાની ગાદીએ જે પ્રથમ રાજવી For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોરબંદર ૯૯ થયા તેનું રાજતિલક ગોસ્વામીબાલકના હાથે સંપન્ન થયાની નોંધ મળે છે. આમ છાયાથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ રહેલો આ રાજવંશ રાણા વિકમાતજીથી પરિવર્તન પામે છે. કહેવાય છે કે વિકમાતજીએ ૧૮૩૭માં નર્મદા કિનારે જઈને શૈવધર્મ સ્વીકાર્યો અને નર્મદામાંથી પોતાની સાથે શિવલિંગ પધરાવી આવી પોરબંદરમાં ‘ભોજેશ્વર મહાદેવ'ની સ્થાપના કરી. અકસ્માત એ છે કે કથા અને મંદિર હોવા છતાં એમાં શિલાલેખ નથી ! રૂપાળીબાની ક્યાતીમાં આ ધર્મપરિવર્તન થયું છે. ગાંધીજીના દાદા ઓતમચંદ ગાંધી સાથેના ઝઘડાનું એક કારણ ધર્મ હોય તો ગાંધીકટ્રબ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે એટલે રૂપાળીબાએ અને વિકમાતજીએ વૈષ્ણવમાંથી શૈવ બનવાનું પસંદ કર્યું હોય ! રમુજી કથા એવી છે કે નિયમ મુજબ કચેરીએ જતા પહેલાં વિકમાતજી શ્રીનાથજીની હવેલીમાં દર્શન કરવા ગયા ત્યારે તેમની ભેટાઈમાં જમૈયો ખસેલો હતો, આ જોઈને મુખિયાજીએ કહ્યું કે “શ્રીઠાકોરજી બાલસ્વરૂપ છે, જમૈયો બહાર કાઢીને આવો પ્રભુ ડરી જાય !' આ સાંભળતાં વિકમાતજી તુરત જ પાછા ફરી ગયા ! જમૈયાથી ડેરે એવો ભગવાન મારે ન જોઈએ !' તે દિવસે જ નર્મદા કિનારે રવાના થયા અને શૈવધર્મ સ્વીકાર્યો ! અત્યાર સુધી રાજફરમાનમાં ‘શ્રીનાથજી સેવક રાણા' લખાતું હતું ત્યાં આ સમયથી “શ્રીબીલનાથ સેવક રાણા' લખાવું શરૂ થયેલ છે! ૧૮૩૭ પછી બે વર્ષ બાદ ૧૮૩૯માં પોરબંદરમાં કેદારેશ્વર મહાદેવ મંદિર અને ૧૯૮૦માં ભાવેશ્વર મહાદેવનું મંદિર રાજ તરફથી બંધાયાના શિલાલેખો મળે છે. ૧૯૦૦માં વિકમાતજીનું અવસાન થયું તે પહેલાં તેમની બન્ને રાણીઓ અને બન્ને કમારોનાં અવસાન થયેલાં છે એટલે વિકમાત પછી પોરબંદરની ગાદીએ એમનો પૌત્ર ભાવસિંહજી આવે છે, તે વર્ષ છપ્પનિયા દુકાળનું છે. છપ્પનિયા દુકાળના રાહતકામ નિમિત્તે ભાવેશ્વર મહાદેવ મંદિર, ભાવસિંહજી હાઇસ્કૂલ, ભાવસિંહજી હોસ્પિટલ, હજૂર કૉર્ટની ઈમારત, ગામબહાર ખંભાળા તળાવ અને ભાવપરા ગામ વગેરે ૧૯૦૪ સુધીમાં પૂરાં થયાં. ૧૯૦૮માં ભાવસિંહજીનું અવસાન થાય છે ત્યારે રાજકુમાર નટવરસિંહજી આઠ વર્ષના છે, તેથી રાજવહીવટ અંગ્રેજશાસન નીચે મુકાય છે. ૧૯૨૦માં નટવરસિંહજી પોરબંદરની ગાદીએ આવ્યા અને ૨૭ વર્ષનો સુંદર વહીવટ આપી ૧૯૪૭માં આઝાદ ભારતમાં પોરબંદરરાજ્ય વિલીન પામે છે. આમ રાજધાની તરીકે પોરબંદર કુલ ૧૬ર વર્ષ રહ્યું છે. રાજધાની દરમિયાન ૧૮૯૧-૯૨માં સ્વામી વિવેકાનંદ, ૧૯૨૩માં કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને ‘મહાત્મા’ બન્યા પછી કુલ બે વાર ૧૯૧૫ અને ૧૯૨૮માં ગાંધીજીએ પોરબંદરની મુલાકાત લીધી છે. For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવાપાંજલિ મહામહોપાધ્યાય પ્રો. ડૉ. અરુણોદય ન. જાની : Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામહોપાધ્યાય પ્રો. ડૉ. અરુણોદય નટવરલાલ જાનીનો જન્મ ૨૦ નવેમ્બર ૧૯૨૧ના રોજ વડોદરામાં થયો હતો. બહુમુખી પ્રતિભા ધરાવનાર જાનીસાહેબ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાચ્યવિદ્યાનિષ્ણાત તરીકેની ખ્યાતિ ધરાવતા હતા. ૮૨ વર્ષની જૈફ વયે તા. ૧૬ મે ર૦૦૩ના રોજ એમનું અવસાન થયું. શુક્લ યજુર્વેદની માધ્યદિની શાખા ધરાવતા ત્રિવેદી કુટુંબમાં જન્મેલા જાનીસાહેબના કુટુંબિજનો ઘણી પેઢીઓથી અમદાવાદ રહેતા હતા. જાની કુટુંબે તેમના પિતાશ્રીને દત્તક લીધા બાદ તેઓએ વડોદરા ખાતે સ્થળાંતર કર્યું. પ્રો. જાનીએ વૈદિક વિદ્યા અને તાંત્રિક વિદ્યાનો વારસો તેમના મામા પાસેથી સાધ્ય કરેલો. બી.એ., એમ.એ., પીએચ.ડી. અને ડી. લિ.ની પદવીઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી મેળવ્યા પછી જાનીસાહેબે પરંપરાગત વિદ્યાઓ; જેવી કે વેદ, તન્ત્ર, કર્મકાંડ, વેદાંત, સાહિત્યશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. તેમ જ વ્યાકરણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ અને જ્ઞાન, વિદ્યાભાસ્કર પંડિત મણિશંકર ઉપાધ્યાય પાસેથી આત્મસાત કર્યાં હતાં. તદ્દઉપરાંત તેઓએ કલકત્તા યુનિ.માંથી કાવ્યતીર્થની પદવી અને દરભંગા સંસ્કૃત યુનિ.માંથી મહામહોપાધ્યાયની માનદ પદવી પ્રાપ્ત કરી હતી. મ.સ. વિશ્વવિદ્યાલયમાંથી તેમણે જર્મન ભાષાનો ડિપ્લોમાં કોર્ષ તેમજ ફ્રેન્ચ ભાષાનો સર્ટિફિકેટ કોર્ષ કર્યો હતો. એમણે જર્મનીની હેમ્બર્ગ યુનિ.(૧૯૫૭–’૫૮)માં ‘‘જર્મન સંશોધનપદ્ધતિ''નો અભ્યાસ કર્યો હતો. વૈદિક અભ્યાસની તાલીમ તેમણે પ્રો. જી.એચ. ભટ્ટ અને ડૉ. એસ.એસ. ભાવે જેવા મહાન ગુરુવર્યો પાસેથી મેળવી હતી. પાશ્ચાત્ય વિદ્વાનો જેવા કે પ્રો. ડૉ. એલ. આન્સ્ડોર્ફ, ડૉ. જ્યોર્જ કાર્ડોના, ડૉ. ડેનિયલ સ્મિથ, ડૉ. પિટર સ્રાઈનર અને ડૉ. થૉમસ કોબુનું તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થયા હતા. વિદ્વાનોના ‘‘વિદ્વૌષધ’' તરીકે પ્રચલિત નૈષધીયચરિત વિષય ઉપરનો એમનો મહાનિબંધ મ.સ. વિશ્વવિદ્યાલયની રિસર્ચ સીરિઝ હેઠળ પ્રકાશિત થયો હતો, તો ‘‘રસકૌમુદી’’ ઉપરનો ડી. લિ. માટે તૈયાર થયેલો મહાનિબંધ ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સીરિઝ હેઠળ પ્રકાશિત થયો હતો. આ ઉપરાંત ‘“સપ્તશતી’’, ‘“કાલિકાપુરાણ’’ અને ‘‘સર્વદર્શનપ્રવેશિકા’’ નામનાં ગુજરાતી ભાષાંતર સાથેનાં પુસ્તકો ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ ગણાયાં. વિસનગરની એમ.એન. કૉલેજમાં સંસ્કૃતના લેક્ચરર તરીકે (૧૯૪૭-’૫૧) તેમની કારકિર્દીનો પ્રારંભ થયો, ત્યારબાદ મ.સ.વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગમાં સિનિયર લેક્ચરર તરીકે (૧૯૫૧-'૬૧) જોડાયા અને તરત જ અહીં રીડર તરીકે(૧૯૬૧-'૬૭)નો વિશિષ્ટ હોદ્દો સંભાળ્યો. ત્યારબાદ આ જ વિભાગમાં ૧૯૬૭-'૮૦નાં વર્ષો દરમ્યાન પ્રોફેસર અને અધ્યક્ષ તરીકેનું પ્રતિષ્ઠાભર્યું પદ પ્રાપ્ત થયું, સાથે સાથે ૧૯૭૫ થી ૮૧ સુધી ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટના નિયામક તરીકેની નિવૃત્તિકાળપર્યંત ફરજ બજાવી. ૧૯૮૧ થી ૮૪ દરમ્યાન યુ.જી.સી.ના સિનિયર સ્કોલર તરીકે શાસ્ત્રચૂડામણિ માટે સંસ્કૃત મહાવિદ્યાલયમાં ફરજ બજાવી. ત્યારબાદ ૧૯૮૫થી ૮૬ દરમ્યાન ઉત્તરપ્રદેશના નૈમિષારણ્ય ખાતે ઇન્સ્ટિટયૂટ ઑફ વૈદિક એન્ડ પૌરાણિક સ્ટડી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિ.માં તેઓએ ‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૧૦૧ થી ૧૦૨ For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૨ www.kobatirth.org મુ.લા. વાડેકર સંશોધક પ્રોફેસર તરીકેનો હોદ્દો સંભાળ્યો. પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન ૧૩થી વધારે પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને તેમણે વિવિધ શાસ્ત્રોમાં માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત તેઓ ખૂબ સારા વક્તા હતા, માનીતા ગુરુ હતા અને નિપુણ સૈદ્ધાન્તિક તાંત્રિક હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૫૭-૫૮ દરમ્યાન તેઓને એલેક્ઝાન્ડર ફૉન હુમ્બોલ્ડ ફાઉન્ડેશન દ્વારા રિસર્ચ ફેલો તરીકે આમંત્રિત કરાયા હતા. આ જ ફાઉન્ડેશન દ્વારા તેમને જર્મન યુનિ.ના પ્રાચ્યવિદ્યાના પ્રોફેસરોની મુલાકાત માટે ૧૯૭૩માં પુનઃ આમંત્રિત કરાયા. ૧૯૮૪માં તેમણે ધાર્મિક પ્રવચનોના હેતુથી ઝામ્બીઆ(આફ્રિકા)ની મુલાકાત લીધી હતી. ૬ પુસ્તકો અને ૧૦૦થી પણ વધુ સંશોધનલેખો એ એમની કારકિર્દીનું જમાપાસું છે. તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સામાજિક અને ધાર્મિક રીતે સંકળાયેલા હતા. ૧૯૮૭માં તેઓશ્રીને રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કૃત કરીને સન્માનપત્ર એનાયત થયું હતું. અનેક સામાજિક સંસ્થાઓમાં એમના નારદભક્તિસૂત્ર, કાલિકાપુરાણ, ગુરુલીલામૃત જેવા ગ્રંથો ઉપર વારંવાર એમની પ્રવચનશ્રેણીઓ/સપ્તાહોનું આયોજન થયું હતું. પ્રો. જાનીસાહેબ વિવિધ શાસ્ત્રોના નિષ્ણાત અને કુશળ અધ્યાપક હતા, તેમ છતાં નિરભિમાની, ઉદાર, મૃદુભાષી, સહૃદયી, ઉમદા વ્યક્તિત્વ અને વર્તણૂક ધરાવનાર, વિદ્યાર્થીઓના માનીતા ગુરુ હતા. પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. તેમના દુઃખદ અને અચાનક નિધનને લીધે સાક્ષરજગતમાં ન પૂરાય એવી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અને સદ્ગતિ અર્પે. For Private and Personal Use Only મુ.લા. વાડેકર Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન ભિન્નરુચિ:- લેખક : રશ્મિકાન્ત મહેતા, પ્રકાશક : લેખક સ્વયં, ૭૭૮-૧, શિવાંજલિ, મધુરમ્ ફ્લેટ, સેક્ટર-૨૧, ગાંધીનગર, ૨૦૦૧, પૃષ્ઠ ૪+૧૨૯, મૂલ્ય રૂ. ૮૦. લેખોના સંગ્રહને પુસ્તકસ્વરૂપે પ્રકાશિત કરવાનો વાયરો ચાલી રહ્યો છે ત્યારે ડૉ. રશ્મિકાન્ત મહેતાએ પણ પ્રસ્તુત પુસ્તક દ્વારા આ દિશામાં પદાર્પણ કર્યું છે. સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની આર્થિક સહાયથી પ્રકાશિત થયેલી આ કૃતિ ‘ભિન્નરુચિ'માં ૨૪ લેખોનો સમાવેશ થયેલો છે. આ કૃતિના વિષયની પરિસીમા વ્યાપક છે. વેદથી માંડી વિદૂષકનાં લક્ષણો સુધીની અભ્યાસયાત્રા લેખકે કરી છે. પરિસંવાદોમાં રજૂ થયેલા આ તમામ લેખોમાં લેખકના પરિશ્રમનું પ્રતિબિંબ આપણને જોવા મળે છે. પરંતુ, ‘પ્રથમપ્રાસે મક્ષિકાપાત:' સ્વરૂપે પ્રથમ લેખની પ્રથમ પંક્તિમાં જ આવતા મુદ્રણદોષો (hymhal, unsual) આકસ્મિક રીતે આપણને નિરાશ કરી દે છે. એની સાથે સાથે અન્ય પુસ્તકોમાંથી ઉદ્ધૃત કરેલાં અવતરણોની વચ્ચે લેખકના મૌલિક વિચારોને શોધવાની મથામણ પણ આપણને અકળાવી મૂકે છે. ‘મહર્ષિ વાલ્મીકિનું જીવનદર્શન' લેખની સંક્ષિપ્ત રજૂઆત વિષયને ન્યાય આપવામાં અસમર્થ રહે છે. ‘ભગવદ્ગીતામાં શૈક્ષણિક નિર્દેશો' લેખ થોડો ઉત્સાહજનક છે જ પણ આજની શૈક્ષણિક સમસ્યાઓના સંદર્ભમાં ગીતાના નિર્દેશો કેટલા ઉપયોગી છે એ ચર્ચા આવશ્યક હતી. મૂળ ગ્રંથના સંદર્ભોનું સ્થાન લેખમાં જ રાખ્યું હોત તો રજૂઆત વધારે અસરકારક બનત. એ જ પ્રમાણે ‘માલવિકાગ્નિમિત્રમાં અગ્નિમિત્રસમસ્યા' લેખ, જે ફક્ત ચાર પૃષ્ઠોમાં સમાયેલો છે, તેમાં દસ જેટલા વિદ્વાનોનાં અવતરણોની કતારમાં મૂળ સ્રોતને અગ્રિમ સ્થાન આપવાની તાર્કિક સૂઝ લેખકે દાખવી નથી. કાલિદાસવિષયક અન્ય લેખ ‘કાલિદાસનાં નાટકોમાં નાયિકાઓની નાયક’તા'માં લેખક એક અવતરણ આપતા નોંધે છે. – ‘‘રાયડરે માત્ર નાટક જ નહિ, કાલિદાસની બધી નાટિકાઓને માટે પણ કહ્યું છે'' (પૃ. ૪૦). અહીં નાટક અને નાટિકાઓના સ્થાને નાયક અને નાયિકાઓ શબ્દ અભિપ્રેત છે. વાક્યના અર્થઘટનમાં મુદ્રણદોષો કેવી રમૂજ ઉત્પન્ન કરે છે તેનું આ સચોટ દૃષ્ટાંત છે. ગ્રંથગૌરવદોષથી ભયભીત થયા વિના મૂળ નાટકોમાંથી પુરાવાઓ રજૂ કરી લેખ તૈયાર થયો હોત તો વધુ ઉપયોગી થાત. ‘કાલિદાસનાટકચક્રમાં કાલિદાસકથા' લેખમાં પ્રથમ તો નાટકચક્ર એટલે શું તે નક્કી કરવાની આવશ્યકતા હતી. ભાસનાટકચક્ર કે પરીક્ષિન્નાટકચક્ર જેવું આ નાટકચક્ર નથી. આ રીતે નાટકચક્ર સ્વીકારીએ તો અસંખ્ય નાટકચક્રો ઊભાં થાય. ડૉ. સત્યવ્રત શાસ્રીનાં બે પુસ્તકો : (1) Kalidāsa In Modern Sanskrit Literature (Pub : Eastern Book Linkers, Delhi, 1991) (2) New Experiments in Kālidāsa (Pub : Eastern Book Linkers, Delhi 1994) નો લાભ લેવાનું લેખક ચૂકી ગયા છે. ‘કાલિદાસોત્તર કાલિદાસ' લેખમાં માહિતીની પ્રચુરતા પરથી લેખકની મહેનત અને ખંતની પ્રતીતિ થાય છે. હનુમન્ત્રાટક, પ્રબોધચંદ્રોદય, મુદ્રિતકુમુદચંદ્રપ્રકરણ, નેમિદૂત, હીરસૌભાગ્યમ્ જેવી ઉચ્ચ કક્ષાની સાહિત્યકૃતિઓની માત્ર બે-ત્રણ પૃષ્ઠમાં સમાવાતી તદ્દન નબળી અને અધૂરી સમીક્ષાથી કોઈ પણ પ્રકારનો અપેક્ષિત લાભ મળી શકે એમ નથી. ‘હીરસૌભાગ્યમ્’ લેખમાં સુશીલકુમાર દેના અંગ્રેજી ભાષામાં અવતરણ બાદ તેનો જ ગુજરાતીમાં અનુવાદ આપી કરેલું પુનરાવર્તન હાસ્યાસ્પદ લાગે છે. કૃતિનો વ્યવસ્થિતપણે કથાસાર આપ્યો હોત તો પણ કંઈક પ્રાપ્ત કર્યાનો સંતોષ વાચકપક્ષે થાત. દરેક સામાન્ય ચર્ચામાં સંદર્ભનોંધ (પૃ. ૯૦, નોંધ - ૧૧, ૧૪) આપવી શું જરૂરી છે ? છેવટે ‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૧૦૩ થી ૧૧૦ For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્વેતા પ્રજાપતિ પુસ્તકના અંત તરફ પ્રયાણ કરતા તરસ્યાને બે બુંદ પાણી મળ્યા જેટલો સંતોષ જરૂર અનુભવાય છે. ‘Øપરસો’ અને ‘દ્વિસન્તાનળાવ્ય’ જેવા લેખોમાં નવા મુદ્દા આપણા ધ્યાનમાં આવે છે. લેખકની રજૂઆત પરથી તે પ્રકારની સાહિત્યકૃતિઓનો આસ્વાદ કરવાની પ્રેરણા મળે છે એ પ્રશંસનીય છે. ‘વક્રોક્તિવિભાવના’ લેખમાં જોઈ શકાય છે કે મૂળ સંસ્કૃત કારિકાઓ અને ઉદાહરણોને સંદર્ભનોંધમાં નાખી દઈ સમસ્ત લેખમાં તેના અનુવાદો જ વ્યાપ્ત થયેલા છે. મૂળ પાઠની અવગણના કર્યા વગર ગુજરાતી ભાષાનો માત્ર માધ્યમ તરીકે ઉપયોગ થવો જોઈએ. ‘નાટયશાસ્ત્રીય ગ્રંથોમાં રસસંખ્યાવિવાદ' લેખમાં ઘણા પાયાના ગ્રંથોનો અભ્યાસ લેખકે રજૂ કર્યો છે પરંતુ માત્ર રસવિષયક એવા રસપ્રદીપ, રસતરંગિણી, રસાર્ણવસુધાકર જેવા ગ્રંથોનું ગભીર અધ્યયન અને તેની સમાલોચના અહીં અપેક્ષિત રહે છે. ‘હાસ્યન સમાપયેત્’ ન્યાયપ્રમાણે વિદૂષકનાં લક્ષણોવાળા લેખથી પુસ્તક સમાપ્ત થાય છે. ગ્રંથાવલોકન કરતી વખતે નિમ્નલિખિત મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા છે : (૧) લેખોની વ્યવસ્થિતપણે માંડણી, ગતિ અને સમાપનની ચોક્કસ પદ્ધતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. પરિસંવાદોના શીઘ્ર આમંત્રણને નકારી ન શકાય પરંતુ પ્રકાશન સમયે શીઘ્રતાનો આગ્રહ છોડી વિષયને ન્યાય આપવો આવશ્યક છે. (ર) સંદર્ભગ્રંથોનો અભ્યાસ કરવો અને પોતાના સિદ્ધાંતના સમર્થન માટે તેમાંથી અવતરણો નોંધવાં એ સંશોધનની પ્રક્રિયાનો ભાગ જરૂર છે, પણ તે જ મુખ્ય ધ્યેય બની ન જાય તેની કાળજી અનિવાર્યપણે રાખવી જોઈએ. (જો કે લેખક તેમના લેખોને સંશોધનલેખો હોવાનો દાવો કરતા નથી. પુસ્તકના મુખપૃષ્ઠ પર અભ્યાસલેખો હોવાની સ્પષ્ટતા કરે છે.) સંદર્ભગ્રંથોની લાંબી સૂચિ આપવા પાછળ વાચકોને અભિભૂત કરવાનો લેખકનો આશય હોય એમ લાગતું નથી. (૩) સંદર્ભસૂચિ, સંદર્ભગ્રંથો અને પાદટીપની ત્રિરૂપ વિવિધતાથી દૂર રહી એકરૂપતાનો આગ્રહ લેખકે રાખવો જોઈતો હતો. Ibid કે op.cit. જેવી યુક્તિઓનો પ્રયોગ ન કરી આખીને આખી માહિતીનું પુનરાવર્તન (પૃ. ૮૧, નોંધ૬, ૭) અને કેટલીક અધૂરી માહિતીની વિસંગતતા નિરાશાજનક છે. કેટલાક સંદર્ભહીન લેખો સમાચારપત્રના વાંચનથી વિશેષ આનંદદાયક નથી બની શક્યા. સંદર્ભનોંધોમાં દરેક સ્થળે ડૉ., શ્રી, શ્રીમતી, પ્રા., પ્રો., સ્વ., આચાર્ય, પં., મ.મ. જેવી ઉપાધિઓ દર્શાવવામાં બિનજરૂરી ચીવટ દાખવી છે. (૪) નાટકોના નામાભિધાનના ટૂંકા સ્વરૂપના પ્રયોગમાં એકરૂપતા જળવાઈ નથી (પૃ. ૭૯-૮૧). આવા સમયે M. Srimannarayana Murtiના 'Methodology In Indological Research' (Pub : Bharatiya Vidya Prakashan, Delhi, 1991) જેવાં પુસ્તકોની આવશ્યકતા અને યથાર્થતાનો અનુભવ થાય છે. For Private and Personal Use Only (૫) નામ કરણનો (પૃ. ૨), સ્પષ્ટતા ની (પૃ. ૫), નિઘંટ્ (પૃ. ૬૮), ગવરાવતો (પૃ. ૩૧), બનાવરાવેલા (પૃ. ૯૧), બનાવરાવ્યો (પૃ. ૯૮) (જોડણીકોશમાં ‘ર’ અને ‘ડ’નો વિકલ્પ છે. આ પ્રકારના પ્રયોગ સામાન્ય બોલીમાં ભલે થતા હોય પણ પુસ્તકમાં ઉપહાસને પાત્ર બને છે.) જેવા ગુજરાતીના અને વાલ્મીò મવઃ (પૃ. ૧૨), જ્ઞાનનુર્વિદ્યા મં (પૃ. ૨૪), હું માતુ: સરૂ મન (પૃ. ૩૨, એક અક્ષર ઓછો), રાન્તાવન્ય પશ્ય (પૃ. ૪૭),કૃતિ (પૃ. ૫૦), મેઽસ્તુ (પૃ. ૧૦૮, અષ્ટદલપદ્મબંધની આકૃતિ) જેવા સંસ્કૃતના અઢળક મુદ્રણદોષો પાને પાને વ્યાપેલા છે. નો, ની, નુ, ના જેવા સંબંધસૂચક પ્રત્યયોનો ખોટો ઉપયોગ, અલ્પવિરામ અને પૂર્ણવિરામ આપવાની બેકાળજી અને એક જ શબ્દની જોડણીની વિવિધતા ખેદ ઉપાવે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન ૧૦૫ (૬) ભાષા (માતૃભાષા !) પરત્વેની બેદરકારી વિચારોની સ્પષ્ટતામાં બાધારૂપ બને છે. (૭) અનુક્રમણિકા જેવા તદ્દન સાદા અને સરળ કાર્યમાં ક્ષતિ એટલે હદ જ ગણાય. આ પુસ્તકના પુન: સંસ્કરણનો પ્રસંગ ઊભો થાય ત્યારે હકારાત્મક વલણ અપનાવી ઉપરોક્ત વિગતો ધ્યાનમાં રાખીને સુધારા-વધારા કરવામાં આવે તો પ્રસ્તુત પુસ્તક “જિજ્ઞાસુવર્ગને નિઃશંક ઉપયોગી નીવડશે. જિજ્ઞાસુવર્ગને પરિતોષ થાય તેમાં આ સર્જનકર્મનું સાર્થક્ય છે" એમ લેખક પ્રસ્તાવનામાં જણાવે છે. આ ‘જિજ્ઞાસુવર્ગ” લેખકે સ્વયં જ નક્કી કરવો રહ્યો. પ્રસ્તુત પુસ્તકને પ્રકાશન માટે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની આર્થિક સહાયતાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ આશ્ચર્યની ઘટના કહી શકાય. પ્રાચ્યવિદ્યામંદિર, શ્વેતા પ્રજાપતિ મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. વાસંતસોપાનમ્ - ભાગ ૧-૪, લેખક : મુકુન્દરાય સોમેશ્વર પાઠક, પ્રકાશક : વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાનમ, ગુર્જર પ્રદેશ શાખા, શ્રીઅરવિંદ નિવાસ, દાંડિયા બજાર, વડોદરા, ભાગ ૧ : દ્વિતીય આવૃત્તિ, ર૦૧, પૃ. ૨૮; ભાગ ૨ : પ્રથમ આવૃત્તિ, ર૦૦૦, પૃ. ૨૨; ભાગ ૩ : પ્રથમ આવૃત્તિ રજી, પૂ. ૩૨; ભાગ ૪ : પ્રથમ આવૃત્તિ, ૨૦૦૨, પૃ. ૨૯, મૂલ્ય : રૂા. ૫ (પ્રત્યેક ભાગનું) શ્રી મુકુન્દરાય પાઠક લિખિત પુસ્તકો સંસ્કૃતસોપાનમ્ મા. ૨-૪ ‘તુ સંસ્કૃતમ્, નયત સંસ્કૃતિનું સૂત્રને ચરિતાર્થ કરે છે. બાળકો અને દરેક માનવીને સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ ઉત્પન્ન કરી સંસ્કૃતમાં બોલતા કરવા તે લેખક અને પુસ્તકનો ઉદ્દેશ છે. “સંસ્કૃતભાષાનું વ્યાકરણ અઘરું છે' એવી જનમાનસમાં ઘર કરી ગયેલી ગ્રન્થિને દૂર કરી વગર વ્યાકરણે સંસ્કૃત શિખવાડવાની ક્ષમતા આ પુસ્તક ધરાવે છે એ વાત લેખકે સિદ્ધ કરી બતાવી છે. ગીર્વાણભાષા જેટલી સહજતા અને સરળતા આ સોપાનમાં જોવા મળે છે. બાલ સોપાનમ્ કેવળ બાલ સોપાન” નહીં પરંતુ જન સોપાન બનવા યોગ્ય છે. આબાલવૃદ્ધ સૌને સંસ્કૃતભાષા પ્રત્યે રુચિ અને રસ જાગ્રત કરતું આ પુસ્તક સ્વયં શિક્ષકની ગરજ સારે છે. સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાનું લેખકનું સ્વપ્ન અહીં સિદ્ધ થતું દેખાય છે. લેખક પોતે એન્જિનિયર હોવા છતાં નિવૃત્ત થયા પછી સંસ્કૃતનો અભ્યાસ કરી, વ્યવહારમાં લોકભાષા તરીકે સંસ્કૃતનો પ્રયોગ કર્યા પછી સમાજને આ પુસ્તકોની ભેટ ધરે છે. સંસ્કૃતભાષાને સરળ શૈલીમાં લોકભોગ્ય બનાવી લેખકે ખરેખર મૂલ્યવાન સેવા કરી છે. પુસ્તકોનો બહોળો પ્રચાર અને પ્રસાર તેની મહત્તા અને વિશિષ્ટતા દર્શાવે છે. આવાં જનસમાજોપયોગી પુસ્તકોનું લેખન અને પ્રકાશન કરવા બદલ લેખક અને વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાનમ્ને ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યમાં પણ આવાં પુસ્તકોનું પ્રકાશન થતું રહે એ જ અભ્યર્થના. પ્રાચ્યવિદ્યામંદિર, મીના પાઠક મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃતમ-જ્ઞાનાનિ - સંપાદક : ડૉ. જે. કે. ભટ્ટ, પ્રકાશક : વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાનમ્, ગુર્જર પ્રદેશ શાખા, શ્રીઅરવિંદ નિવાસ, દાંડિયા બજાર, વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૩, પૃષ્ઠ : ૪ + ૮૨, મૂલ્ય : રૂા. ૧૭ મીના પાઠક સંસ્કૃતભાષા વિશ્વની સમગ્ર ભાષાઓનું મૂળ છે. સંસ્કૃતભાષા સંપૂર્ણ ભાષા છે. વેદો, ઉપનિષદો, પુરાણોથી માંડીને સંસ્કૃત સાહિત્યનું સર્જન અવિરતપણે થતું આવ્યું છે. કોઈ સાહિત્યવિભાગ એવો નથી કે જેમાં સંસ્કૃતનો સ્પર્શ ન હોય. વીસમી સદીને ‘આધુનિક સંસ્કૃત સાહિત્યના યુગ' તરીકે ઓળખીએ તો એમાં કશું જ ખોટું નથી. અનેક મૂર્ધન્ય વિદ્વાનોએ ગુજરાતી, ઉર્દૂ સાહિત્યની સમકક્ષ સંસ્કૃતમાં ગઝલો, હાઇકુ, દુહા, કવ્વાલી, ભાંગડા, ગરબા વગેરની રચના કરી સંસ્કૃત વાડ્મયને સમૃદ્ધ બનાવ્યું છે. સંસ્કૃત ગરબાની રચના સૌ પ્રથમ વડોદરાના શ્રી પંડિત પંચાનન બદરીનાથ શાસ્ત્રી દ્વારા થઈ. ‘સંસ્કૃતભાષામાં ગરબા રચાયેલા નથી તેથી સંસ્કૃતભાષા સંપૂર્ણ ન કહેવાય' એવી એક ભાઈ દ્વારા ટકોર કરાતાં શ્રીશાસ્ત્રીજીએ એ ભાઈને બેસાડીને ૩ થી ૪ મિનિટમાં જ ગરબાની રચના કરી તેમને ગાઈ સંભળાવ્યો. ગરબાના શબ્દો હતા :- ‘તીર સ્મરામિક ગોવિન્દ્ર યામુન તર સ્મરામિ'. ત્યાર પછી આજ સુધી અનેક ગરબાઓની રચના થઈ. બધા વિદ્વાનોરચિત ગરબાઓનું જો સંકલન કરવામાં આવે તો સંખ્યા લગભગ ર૦૦ ઉપર પહોંચી જાય. ખરેખર ગરબો ગુજરાતની વિશિષ્ટતા છે તો સંસ્કૃત ગરબો વડોદરાનું નજરાણું છે. પ્રકાશિત પુસ્તક ‘સંસ્કૃતમહાનાનિ'માં ગરબાઓમાં ઘણું જ વૈવિધ્ય જોવા મળે છે. તેમાં કૃષ્ણલીલા, દત્તોપાસના, શિવોપાસના, માતાજીની સ્તુતિ, દેશપ્રેમ, રાષ્ટ્રભક્તિ તેમ જ રાસ, લોકગીતો વગેરે વિવિધ વિષયોને આવરી લેતા ગરબાઓનું સંકલન કરવામાં આવ્યું છે. સંસ્કૃત ગરબા ફિલ્મીગીતો અને પ્રસિદ્ધ ગુજરાતી ગરબાના રાગ અને તાલમાં રચાયેલાં હોવાથી ગેય અને ગમ્ય છે. સંસ્કૃત ગરબા છેલ્લા ૨૦-૨૫ વર્ષથી ગૂંજતા બંધ થઈ ગયા હતા. જો કે તેનું સર્જન ચાલુ હતું પરંતુ ગલીએ ગલીએ તેનું ગાન બંધ થઈ ગયું હતું, તે હવે નવી ૨૧મી સદીમાં ફરીથી ગૂંજવા લાગ્યો છે. આનો શ્રેય વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાન, ગુર્જર પ્રદેશ શાખા, અરવિંદ નિવાસને ફાળે જાય છે. વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાને સંસ્કૃત ગરબાનો ભાવાર્થ, ટીપ્પણી સહિત પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરી સમાજની ખૂબ મોટી સેવા કરી છે. અરવિંદ આશ્રમના પ્રાણ સમાન શ્રી રમણભાઈ પાઠકે ખૂબ પરિશ્રમ વેઠી ગરબામાં પ્રાણ પૂરી તેને ઘૂમતો કર્યો છે. પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમી રહેલું વિશ્વસંસ્કૃત પ્રતિષ્ઠાન, અરવિંદ નિવાસ વિશ્વસ્તરે ઉચ્ચ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે અને વડોદરાનો ગરબો વિશ્વમાં ઘૂમતો રહે એવી અભ્યર્થના. ગુજરાત । ગૌરવદિન નિમિત્તે પ્રકાશિત પુસ્તક ખરા અર્થમાં ગુજરાતનું ગૌરવ બની રહ્યુ છે. સર્વ સંસ્કૃત વિદ્વાનો પોતાની લેખનીમાં પ્રાણ પૂરી સંસ્કૃતની યશગાથા ચરમસીમાએ પહોંચાડે એ જ અપેક્ષા. For Private and Personal Use Only મીના પાઠક Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન ૧૦૭ સંત સમાગમ કીજે ... – લેખક : ભરત પંડ્યા, પ્રકાશક : જય ગુરુદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, 'કર્મયોગ', ડી/૫૮, શાસ્ત્રીનગર, નાના મવા રોડ, રાજકોટ-૫, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૧, પૃ. ૫૮, મૂલ્ય રૂ. ૫૦૦ “સંત સમાગમ કીજે ...' એ ડૉ. ભરત પંડ્યાનું પ્રથમ પુસ્તક છે. ગુરુવર્યશ્રી ડૉ. બળવંત જાની અને ડૉ. ઊર્મિલાબેન શુક્લને અપર્ણ કરાયેલ આ પુસ્તકમાં લેખક સ્વામીનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓમાંના એક એવા ભક્તકવિ શ્રી બ્રહ્માનંદ સ્વામીના જીવન, કાર્ય, સાહિત્ય અને એમની સાથે જોડાયેલ કેટલીક વાતો/પ્રસંગોનો સમીક્ષાત્મક અભ્યાસ રજૂ કરે છે. પુસ્તક કુલ ત્રણ પ્રકરણોમાં વહેંચાયેલ છે : (૧) બ્રહ્માનંદ સ્વામીનું જીવનવૃત્તાંત, (૨) બ્રહ્માનંદ સ્વામીનું સર્જનવિશ્વ : એક દષ્ટિપાત અને (૩) બ્રહ્માનંદનાં પદો : ઇયત્તા અને ગુણવત્તાની દષ્ટિએ ઉત્કૃષ્ટ રચનાઓ. - પ્રથમ પ્રકરણ બ્રહ્માનંદ સ્વામીને જન્મ અને બાળપણ, બહુવિધ જ્ઞાનપ્રાતિ, જીવનપરિવર્તન, દીક્ષા, મંદિર નિર્માણ પ્રવૃત્તિ, સહજાનંદ સ્વામી સાથે સખાભાવ, સહજાનંદ સ્વામીનો વિયોગ, બ્રહ્માનંદ સ્વામીનો દેહવિલય જેવા મુદ્દાઓને આવરી લે છે. નાનપણમાં લાડુદાન એવા લાકડા નામથી ઓળખાતા બ્રહ્માનંદ સ્વામીનો જન્મ વિક્રમ સંવત ૧૮૮૨ના મહાસુદ, પાંચમના શુભ દિવસે ચારણકુળમાં થયો હતો. બાળવયે જ ઈશ્વરભક્તિ, કવિત્વશક્તિ અને અનેક વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું, “પારખું લિધા વિના કોઈની પ્રતિભાથી ન અંજાતા” બ્રહ્માનંદ સ્વામીની મંદિરનિર્માણ જેવી વિભિન્ન પ્રવૃત્તિઓ અને લાક્ષણિકતાઓને લેખકે વિસ્તારથી તારવી આપી છે. બીજા પ્રકરણના આરંભે ગુજરાતના મધ્યકાલીન ભક્તિસાહિત્યને સમૃદ્ધ કરનાર આ સંપ્રદાયનું પ્રદાન વિશેષ રહ્યું છે એવો ઉલ્લેખ કર્યા પછી લેખક શ્રી બ્રહ્માનંદ સ્વામીનો ઉત્કૃષ્ટ કોટિનો ગ્રંથ “બ્રહ્મવિલાસ”નો પરિચય આપે છે. ત્યારબાદ શ્રીસુમતીપ્રકાશ, નીતિપ્રકાશ, બ્રહ્માનંદ છંદરત્નાવલિ, ધર્મવંશપ્રકાશ, સંપ્રદાયપ્રદીપ, સતીગીતા, શિક્ષાપત્રી જેવા અદ્વિતીય ગ્રંથોનો કૃતિલક્ષી અભ્યાસ પ્રાપ્ત થાય છે. ત્રીજા પ્રકરણમાં બ્રહ્માનંદનાં પદોમાંથી ઇયત્તા અને ગુણવત્તાની દષ્ટિએ કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓને મૂલવવાનો સફળ પ્રયત્ન થયો છે. બ્રહ્માનંદનાં પદોમાં જોવા મળતું છંદ અને ઢાળનું વૈવિધ્ય, ભાષાસૌંદર્ય, ઓજસ, માધુર્ય અને પ્રાસાદિકતા જેવા કાવ્યગુણો તેમજ એમની ભાષામાં જોવા મળતાં એક પ્રકારનાં જોમ અને ખુમારીની લેખકે સદષ્ટાંત ચર્ચા કરી છે. આગળનાં બંને પ્રકરણો માહિતીપ્રચુર છે જ્યારે ત્રીજા પ્રકરણમાં લેખકે બ્રહ્માનંદનાં કેટલાંક પદોમાંથી ઉત્તમ પંક્તિઓ તારવીને સરળ ભાષામાં સમજૂતી આપી છે. “ઝૂલત શ્યામ હિંડોળે, રાધે સંગ ઝૂલત શ્યામ હિંડોળે- દશ્ય જોતાં જ બંને સખી મંત્રમુગ્ધ બની ગઈ હશે, ઘવાયેલી ગોપીનો આનંદ ક્યાંય સમાતો નહીં હોય, આનંદવિભોર બનીને પાસે ઊભેલી સખીને (કદાચ ચૂંટી ભરીને) કહ્યું હશે : સખી જોને શોભા ઘનશ્યામની'' (પૃ. ૫૦). આ પ્રકારનાં રમ્ય અને જીવંત શબ્દચિત્રો વડે ગોપીઓના મુગ્ધ ભાવોને લેખકે હળવી શૈલીમાં અંકિત કર્યા છે. પુસ્તકમાં કેટલીક જગ્યાએ જોવા મળતાં પુનરાવર્તન અને વિગતદોષો વાચકમનમાં દ્વિધા ઊભી કરે છે. દા.ત., “તેમની પાસેથી ૮O૦ જેટલાં છૂટક પદો મળ્યાં છે (પૃ. ૧૧); તેમની કાવ્યરાશિમાં આઠથી દસ હજાર પદો દષ્ટિગોચર For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ જયંત ઉમરેઠિયા થાય છે (૫. ૪૫); તેમનું કવિકર્મ માત્ર ગુજરાતી ભાણ પૂરતું સીમિત ન રહેતા હિન્દી, વ્રજ, ચારણી, રાજસ્થાની અને કચ્છી ભાષામાં વિસ્તર્યું છે (પૃ. ૧૧), વ્રજ, કચ્છી, મારવાડી, હિન્દી જેવી અનેક ભાષાના જાણકાર ... (પૃ. ૪૫); આમ અનેક છન્દોમાં વ્રજ, કચ્છી, મારવાડી, હિન્દી અને ગુજરાતીમાં કાવ્ય રચીને .... (પૃ. ૪૬).” આ ઉપરાંત જોડણીવિષયક જોવા મળતી ખામીઓ સંગણક યંત્રનો દોષ હોઈ શકે, પણ એ સુધારવી જરૂરી છે. દા.ત., પંડ્યા (પંડયા-ટાઈટલ પેજમાં), ઈયતા (ઇયત્તા-અનુક્રમણિકામાં), ખુબ (ખૂબ-પૃ. ૭), વિસ્તર્યું (યું-પૃ. ૧૧), યાજ્ઞવાક્ય (યાજ્ઞવ-પૃ. ૨૧), તેના કાર્યો (પૃ. ૨૦), એવા વચનો (પૃ. ૨૧), વર્ગના લક્ષણો (પૃ. ૨૧), એકસરખુ (પૃ. ૫૭) વગેરેમાં ‘ના’, ‘વ’ અને ‘ખું ઉપર અનુસ્વાર અનિવાર્ય. પ્રગટ્યા, રડ્યા, રાજ્ય જેવા શબ્દોમાં અક્ષરોને જોડવા જરૂરી છે. અલબત્ત, પુસ્તકમાં જોવા મળતી કેટલીક વિગતો સાનંદાશ્ચર્ય ઉપજાવે છે - મધ્યકાળમાં શામળ આદિ કવિઓ રાજ્યાશ્રયે રહીને સાહિત્યસર્જન અને રાજામહારાજાનાં સ્તુતિગાન કરતા, જ્યારે બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢના નવાબની-પોતાની પ્રશંસા વિશેનું-એકમાત્ર પદ રચવાની વિનંતીના જવાબમાં સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દે છે કે “આ જીભ ઈશ્વરનાં ગુણગાન ગાવા માટે છે, રાજા મહારાજાની સ્તુતિ માટે નહીં.” ગુણગાન ગાવાં તો માત્ર ઈશ્વરનાં, અન્યનાં નહીં એવી દઢ હરિભક્તિ ધરાવનાર સ્વામીનારાયણ સંપ્રદાયના સૂર્યમંડળનું તેજસ્વી નક્ષત્ર' એવા બ્રહ્માનંદ સ્વામી વિશેની વિવિધ વિગતો પીરસતો લેખકનો આ પ્રયત્ન બિરદાવવા યોગ્ય છે. ધર્મલાભ સાથે સાહિત્યને સાંકળી લેતાં, પુસ્તકનું મહત્વે બેવડાય છે. લેખકની સાહિત્યપ્રીતિ અને સૂઝ ભવિષ્યમાં અનેક પરિમાણો સિદ્ધ કરે એવી શુભેચ્છા. સ્વામીનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ ભક્તિસાહિત્યમાં રસ ધરાવતા સૌ કોઈ માટે પ્રસ્તુત પુસ્તકનું રસપાન “બ્રહ્માનંદ”ની ગરજ સારશે એવી શ્રદ્ધા છે. પ્રાચ્યવિદ્યામંદિર, જયંત ઉમરેઠિયા મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. હૃદય-નિર્ઝરણ - લેખક (સ્વ.) શ્રી જયસુખરાય પુરુષોત્તમ જોશીપુરા, સંપા. ડૉ. કૃષ્ણકાંત કડકિયા, પ્રકા. કૃષ્ણકાંત કડકિયા ટ્રસ્ટ, એમ-૮૨/૩૮૫, “સ્વરૂપ”, સરસ્વતીનગર સોસાયટી, અમદાવાદ-૧૫, પ્રથમ આવૃત્તિ, ૨૦૨, પૃ. ૪૦ + ૧૯૨, મૂલ્ય રૂ. ૧૪૦.૦ | ‘હૃદય-નિર્ઝરણએ કવિશ્રી જયસુખરાય પુરુષોત્તમ જોશીપુરાનાં સમગ્ર કાવ્યોનો સંગ્રહ છે. પુસ્તકની શરૂઆતમાં પ્રકાશકીય અને શ્રી જોશીપુરાના હસ્તાક્ષરમાં લખાયેલું “વિશ્વનાથ વિસ્મરણ' નામનું કાવ્ય જોવા મળે છે. “હૃદયનિર્ઝરણ-ને લગતું” શીર્ષકસ્થ દીર્ઘ અભ્યાસલેખમાં શ્રી જોશીપુરાનાં કાવ્યોની સમીક્ષાત્મક આલોચના તેમજ કેટલીક મહત્ત્વની વિગતોનો આલેખ સાંપડે છે. કાવ્યકલિકા (૧૯૧૦), નવમાલિકા (૧૯૩૮), વનજ્યોત્સના (૧૯૭૦) અને મધુધારા (૨૦૨) નામના કાવ્યસંગ્રહો અને સ્મરણાંજલિ (૧૯૧૯) નામે રચાયેલ દીર્ઘકાવ્ય-એમ સમગ્ર કાવ્યોને એક જ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યાં છે. For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકના ૧૦૯ પ્રથમ કાવ્યસંગ્રહ “કાવ્યકલિકા”માં કુલ ૧૮ રચનાઓ છે, એમાં પ્રકૃતિકાવ્યો ઝાઝાં છે. અહીં કવિ પ્રકૃતિમાં માનવભાવોનું આરોપણ કરે છે, એ વર્ડ્ઝવર્થની યાદ અપાવે છે. દા.ત.-- તું ક્યાં જશે ? શું તે દિશે ? ખોલી હૃદય તું બોલને ? વરદાયિની નભચારિણી! વ્હાલી કને જૈ બોધને. વાદળીને કરાયેલ ગગનચર ઉપકારિણી, પ્રિયવાદિની, મૃદુભાષિણી, શ્યામલી વગેરે સંબોધનો “મેઘદૂત”ની યાદ તાજી કરાવે છે. તો વળી– પ્રિયે તારી વિના રહેવું! ન જાણે કેમ તે હેવું કહે કોની કને કહેવું કહીને શું પુનઃ લેવું? જેવી પંક્તિઓમાં વ્યક્ત થયેલી વ્યથામાં કલાપીની અસર જોવા મળે છે. અહીં મૈત્રીસ્તોત્ર, પક્ષીયુગ્મ, તરૂશાખા અને પંખી, સરિતા, આશાહોડી જેવાં કાવ્યો નોંધપાત્ર છે. “સ્મરણાંજલિ'-પત્નીના મૃત્યુબાદ લખાયેલ દીર્ઘકાવ્ય છે. દર્દીની અંતિમ ક્ષણોમાં પોતાની આસપાસની સુંદર પ્રકૃતિ, એનાથી દર્દીના દિલ પર થતી વિવિધ અસર અને દર્દીની સાત્વિક ચેષ્ટાઓ આદિનું સ્મરણ કાવ્યનો વિષય છે. “નવમાલિકા સંગ્રહનાં કાવ્યો છંદોબદ્ધ છે. દરેક કાવ્યારંભે વાગીશ્વરી, ભેરવી, તિલંગ, પીલુ, કાલિંગડો, બિભાસ ઈત્યાદિ રોગો અને ત્રિતાલ, દાદરા, કૈહરવા આદિ તાલ નોંધ્યા છે તે કવિનું વિષય પરનું પ્રભુત્વ દર્શાવે છે. કુલ ૬૭ કાવ્યો ધરાવતા આ કાવ્યસંગ્રહમાં કવિની અધ્યાત્મ તરફની ગતિ જોવા મળે છે. અહીં પ્રકૃતિપ્રેમની સાથે સાથે પ્રભુપ્રેમ સમાંતરે વ્યક્ત થયો છે. કેટલાંક કાવ્યોમાં અપાયેલો ઉપદેશ અસરકારક છે. – દા.ત. જીવનનો આ જંગ, લડી લે જીવનનો આ જંગ, બહુવિધ તેના રંગ, લડી લે જીવનનો આ જંગ કાયાથી, મનથી વળી વચનથી થાવું સદા સંયમી વિદ્યા ને વિનય વિભૂષિત કરી તે રહેવું રમી - જેવી કાવ્યપંક્તિઓ સંસ્કૃત સુભાષિતોની યાદ અપાવે છે. અંતિમ કાવ્યસંગ્રહ “મધુધારામાં પણ ગેય રચનાઓ પ્રાપ્ત થાય છે. કુલ ૪૭ કાવ્યો સમાવતો આ કાવ્યસંગ્રહ વિષયવૈવિધ્યની દષ્ટિએ અલગ તરી આવે છે. ઊઠ તું! ઊંઘને છોડી, રાત રહી છે થોડી, થોડી ! ... વીતી જાશે વખત નકામો: હે પ્રભુમાં મન જેડી, જોડી .. For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ જયંત ઉમરેઠિયા અદ્ભુત રસ લે ચાખી મનવા ! અદભુત રસ લે ચાખી. વ્રજ શી છાતી રાખી, મનવા ! અદ્ભુત રસ લે ચાખી -જેવી કાવ્યપંક્તિઓમાં કવિ મનુષ્યને ઉપદેશાત્મક વાણીમાં સજાગ થવાની સલાહ આપે છે. બદલાયેલા સમયની તાસીરને “વર્તમાનકાળ'' કાવ્યમાં કવિ આ રીતે નિરૂપે છે. આ યુગલક્ષણ એવું કેવું માનસ અવળું થાય ! આદર્શો ભુલાય ! ... આ યુગલક્ષણ કામી તે પ્રેમી લેખાતા ! શૂર-રૂપ શઠ હા ! પૂજાતા વિકારપોષક વચનો જેનાં . વક્તા શા વખણાય ! --- આ યુગલક્ષણ “હૃદય-નિર્ઝરણ”નાં “સમગ્ર” કાવ્યોમાં જોવા મળતું કવિનું દર્શન, છંદ, પ્રાસ, સંગીત વગેરે કાવ્યોની જમા બાજુઓ છે. અહીં વૃક્ષ, પક્ષી, નદી, તારા, આકાશથી માંડીને જન્મ, સમય, જગત, મૃત્યુ આદિ કાવ્યોનો વિષય બન્યાં છે અને પ્રકૃતિકાવ્યોમાં તો કવિની પ્રતિભા હોરી ઉઠે છે, એટલે જ પ્રકૃતિ સાથે તાદાભ્ય સાધતું કવિમન વારંવાર દષ્ટિગોચર થાય છે. હળવે રહી પછી છેડલે આંસુ પ્રિયાના લૂછજે, મુજ નામથી હળવે રહી સહુ ખબરઅંતર પૂછજે. કેટલીક પંક્તિઓ સુવિચારરૂપે સંઘરી રાખવા જેવી છે. દા.ત. અર્થ વિના જે જે ઓપતી અર્થ વિનાની આપ મૈત્રી જે એવી બની હરશે દિલનો તાગ દડદડ, ભડભડ, ટપટપ જેવા રવાનુકારી શબ્દો અને ટમટમ ટપકે, મઠમ ઠમકે જેવી પંક્તિઓમાં વર્ણાનુપ્રાસનો ઉપયોગ એ કાવ્યોને તાજગી બક્ષે છે. કવિશ્રી જોશીપુરાનાં “સમગ્ર” કાવ્યો એક જ ગ્રંથરૂપે ઉપલબ્ધ થાય છે એ દષ્ટિએ હરકોઈ અભ્યાસ માટે આ પુસ્તકનું મહત્ત્વ વધી જાય છે. “હૃદય-નિર્ઝરણ'નાં કાવ્યોમાંથી પસાર થતાં ભાવક મન હરખાઈ ઉઠશે ! કવિકર્મ અહીં લેખે લાગ્યું છે. સંપાદક ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા તેમજ કડકિયા ટ્રસ્ટને આવું મૂલ્યવાન ભાથું ઉપલબ્ધ કરી આપવા બદલ અભિનંદન. પ્રાચ્યવિદ્યામંદિર, જયંત ઉમરેઠિયા મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભાર-સ્વીકાર (૧) યુગદષ્ટા સયાજીરાવ : (ગાયકવાડ તૃતીયનાં ભાષણો) સં. બંસીધર શર્મા, સાર્થક પ્રકાશન, 100 એ, ગૌતમનગર, નવી દિલ્હી-૧૧૦૦૪૯, પ્ર.આ. ૨૦૦૧, પૃ. રર૦, કિંમત : રૂા. ર૦૦=૦૦ સંધ્યારાગ: લે. અને પ્ર. પ્રિયવદન ન. પાઠક, ‘તપોવન', ૪૩ર સ્વીની શિવાનંદ માર્ગ, ભાવનગર-૩૬૪ ૧૦૧, પ્ર.આ. ૨૦૦૦, પૃ. ૮૪ કિંમત : રૂ. ૬૦=૦ (૩) વડોદરાનગરીનો પ્રાચીન ઇતિહાસ : ઇમારત અને અવશેષો : લે. રમેશ જોષી, પ્ર. ગુજરાત પુસ્તકાલય સહાયક સ. મંડળી લી., મોતીભાઈ અમીન માર્ગ, સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા-૧, બી.આ. ૨૦૩, પૃ. ૨૧૬, કિંમત : રૂ. ૮૦=0 (૪) સ્મૃતિવનમાં : લે. અવિનાશ મણિયાર, પ્ર. ઉપર મુજબ, પ્ર.આ. ૨૦૨, પૃ. ૧૧૬ કિંમત : રૂ. ૧૧૬=0 પાટ : લે. રાજન જયસ્વાલ, પ્ર. ઉપર મુજબ, પ્ર.આ. ૨૦૦૨, પૃ. ૫૦, કિંમત : રૂા. ૬૦=૦૦ (૬) રૂબાઈયાતે શામિલ : લે. મનહર શામિલ', પ્રભાત પ્રકાશન, C/2 A, સાટમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ચકાલા રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૯૯, પ્ર.આ. ૨૦૦૨, પૃ. ૧૬૪, કિંમત : રૂા. ૧૦૦=૦૦ શ્રીસુબોધિનીજી : (તૃતીયસ્કંધ - અધ્યાય ૧ થી ૩૩) પ્ર. વલ્લભ સત્સંગ મંડળ, વલ્લભ મંદિર, સંખેડા, કિંમત : છાપેલ નથી (૮) શ્રીસુબોધિનીજી : (જન્મ પ્રકરણ, અધ્યાય ૧ થી ૪) પ્ર. ઉપર મુજબ, કિંમત છાપેલ નથી (૯) શ્રીસુબોધિનીજી : (ગુર્જરાનુવાદ સહિત દશમસ્કંધ) (અધ્યાય ૫ થી ૩૨) પ્ર. ઉપર મુજબ, કિંમત : છાપેલ નથી For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Statement about the ownership and other particulars about newspapers SVADHYAYA (स्वाध्याय) FORM IV (See Rule 8) 1. Place of the Publication : Oriental Institute, M. S. University of Baroda, Vadodara-390 002. 2. Periodicity of its Publication : Y Three Months Vasanta - Pañcami, Aksayatritiya, Janmastami, Dipotsavi Printer's Name : Nationality Address : Prof. M.L. Wadekar Yes Shri Ram Complex, Pade Shastri Nivas, Mangal Bazar, Vadodara - 390 001. Prof. M.L. Wadekar Publisher's Name : Nationality Address : Yes Shri Ram Complex, Pade Shastri Nivas, Mangal Bazar, Vadodara - 390 001. Editor's Name : Nationality Address : Prof. M.L. Wadekar Yes Shri Ram Complex, Pade Shastri Nivas, Mangal Bazar, Vadodara - 390 001. Names & Addresses of Individuals who own the newspaper and partners or shareholders holding more than one percent of the total capital The M. S. University of Baroda Vadodara - 390 001. University Road, I, M.L. Wadekar, hereby declare that the particulars given above are true to the best of my knowledge and belief. Prof. M.L. Wadekar Signature of Publisher For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. 9219/63 Aceh કાજ ORIENTAL INSTITUTE [પ્રાચ્યવિદ્યામંદિરની એક જૈન હસ્તપ્રત “લોકપ્રકાશ', ક્રમાંક 2914] સંપાદક અને પ્રકાશક: ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વતી પ્રો. ડૉ. મુકુંદ લાલજી વાડેકર, કાર્યકારી નિયામક, પ્રાચ્યવિદ્યામંદિર,મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. મુદ્રક : શ્રી પ્રહલાદ નારાયણ શ્રીવાસ્તવ, મેનેજર, ઘી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા પ્રેસ (સાધના પ્રેસ), રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા - 390 001, ઑક્ટોબર-૨૦૦૩. For Private and Personal Use Only