________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરંજન પી. પટેલ
(સાધ્ય)
ભાસર્વજ્ઞ કહે છે કે ભિન્ન-ભિન્ન જાતિવાળા રૂપથી ઉત્પન્ન થયેલું એવું જે અવયવી રૂપ (ચિત્રરૂપ) તે અનેક જાતિનું અધિકરણ બને છે. આ અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. અવયવીનું રૂપ
(પક્ષ) નીલત્વ વગેરે અનેક જાતિથી યુક્ત એવું અવયવીરૂપ (સાધ્ય) તે તે જાતિવાળા રૂપને ઉત્પન્ન કરતું હોવાથી
(હેતુ) શ્વેત રેશમી વસ્ત્રના રૂપની જેમ
(ઉદાહરણ) અત: નીલત્વ વગેરે અનેક જાતિઓથી યુક્ત એવું અવયવીનું રૂપ છે.
(નિગમન) ચિત્રપટને ચિત્રરૂપ હોય છે.
(પક્ષ) તે એક છે. અવયવીનું રૂપ હોવાથી
(હેતુ) નીલકમળનું રૂપ હોય તેમ
(ઉદાહરણ) તેથી ચિત્રપટનું એક જ ચિત્રરૂપ હોય છે.
(નિગમન) આમ, અનુમાન પ્રમાણથી ચિત્રરૂપની એકતા સાધવામાં આવે છે. પૂર્વપક્ષ (બૌદ્ધો) કહે છે કે બુદ્ધિ અનેક આકારોને ધારણ કરે છે (ચિત્રાકારા હોય છે.). બૌદ્ધો માને છે કે અનેક જાતની વાસના થી ભરેલી એવી બુદ્ધિ ચિત્રકાર હોય છે. (કોઈ પણ વસ્તુનું જ્ઞાન આપણને થાય ત્યારે તે જ્ઞાનની મન ઉપર છાપ પડે છે. તેને સંસ્કાર વાસના કહે છે. અનાદિ જ્ઞાન પ્રવાહમાં કે સંતાનમાં પૂર્વેક્ષણનું જ્ઞાન તે વાસના), આ વાસનાને લીધે જ નીલ પદાર્થના આકારવાળું જ્ઞાન એમ જ્ઞાનમાં ભેદ થાય છે. જાતિભેદોથી વ્યાવૃત્તિભેદ (ઘટ શબ્દનો અર્થ અપોહવાદ પ્રમાણે ઘટેતર ભિન્ન પદાર્થ એવો થાય છે) અને શક્તિભેદ (વાસનાત્મક) થાય છે.
ભાસર્વજ્ઞ કહે છે કે જે લોકો (બૌદ્ધો) અવયવીનો સ્વીકાર કરતા નથી તેમને પણ ચિત્રરૂપનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનનો વિષય પણ કહેવો પડશે અર્થાત અવયવી બતાવવો પડશે. અવયવો જોડાતા તે અવયવોમાંથી જે ઉત્પન્ન થાય છે તેને નૈયાયિકો અવયવી કહે છે. આ અવયવી અવયવોનો સમૂહમાત્ર નથી, પરંતુ અવયવોથી ભિન્ન એક નવો જ સ્વતન્ત પદાર્થ છે. દા.ત. પટ કાર્ય છે. તેનાં કારણો તખ્તઓ છે. હવે કોઈ કારણ પોતે પોતાને ઉત્પન્ન કરી શકે નહિ. તત્ તત્ત્વને ઉત્પન્ન કરી શકે નહિ અર્થાત્ તતુ તખ્તને ઉત્પન્ન ન કરતાં પટને ઉત્પન્ન ૮. પુચ મિનેનાતીય વ્ય વસ્થાને નાધિકાર સન્મતે, ..... નાિિત | ન્યાયભૂષણ, પૃ. ૧૧૩ ९. यथैव बुद्धिर्भवता चित्राकारोपगम्यते ।
તવૈવ ઢિ યાહ્યોf fષતત્ર જિં ત: I પ્રમાણવાર્તિક, ૩/૨૦૯ અપોહ શબ્દ બૌદ્ધદર્શનનો પારિભાષિક શબ્દ છે તેનો અર્થ સદ્-વ્યાવૃત્તિ-
તમિત્ર એવો થાય છે. દસ ઘટ વ્યક્તિઓમાં ઘટ: ઘટ: આ પ્રકારની અનુગત પ્રતીતિ થાય છે. તેનું કારણ મટવૃત્તિ ‘ઘટfમમિત્રત્વ' છે. એટલે ઘટતર ભિન્ન પદાર્થ તે ઘટ. જ્યારે નૈયાયિકો દસ ઘટ વ્યક્તિઓમાં ઘટ: ધટ: એવી એકાકાર પ્રતીતિના કારણરૂપે ‘ઘટત્વ સામાન્યને માને છે. તેમના મતે સામાન્ય એક અને નિત્ય છે જ્યારે બૌદ્ધો ક્ષણભંગવાદમાં માને છે. તેમના મતે બધા જ પદાર્થો ક્ષણિક છે તેથી ‘સામાન્યને તેઓ માનતા નથી. તેના સ્થાને ઘટ ઘટ એવી અનુગત પ્રતીતિના કારણરૂપે “અપોહ'ને માને છે.
For Private and Personal Use Only