________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાયભૂષણમાં ચિત્રરૂપનિરૂપણ
- ૧૯
- ભાસર્વજ્ઞ કહે છે કે બધી ક્રિયાઓ જીવોના અદટ (સૂક્ષ્મ સંસ્કાર) ઉપર આધાર રાખે છે. અવયવોનાં જે રૂપો દેખાય છે એ સૃષ્ટિની ઉત્પત્તિમાં રૂપનો આધાર જીવનાં અદષ્ટો છે. તેવી રીતે “રૂપ' ઉત્પન્ન થવામાં પુરુષાર્થનો ઉપયોગ નથી એમ ન માનવું."
પૂર્વપક્ષ કહે છે કે સર્વત્ર એ પ્રમાણે (જીવનાં અદષ્ટોને આધારે) રૂપ ઉત્પન્ન થાય એમ માનીએ તો પુનઃ વિશેષ રૂપની પ્રાપ્તિનો વિરોધ આવે છે.
પૂર્વપક્ષનો ઉત્તર આપતા ભાસર્વજ્ઞ કહે છે કે આ બધી આપત્તિઓને છોડીને ચિત્રરૂપ જ ઉત્પન્ન થાય છે એમ માનો કારણ કે તેનું બાધ વિના પ્રત્યક્ષ થાય છે."
પૂર્વપક્ષ કહે છે કે એક બાજુ તમે એક રૂપ ઉત્પન્ન થાય છે એમ કહો છો અને પાછું ચિત્રરૂપ કહો છો, આ પરસ્પર વિરોધી બાબત હોવાથી વિરોધ આવે છે. - ભાસર્વજ્ઞ કહે છે, આવું માનવામાં વિરોધ આવશે નહિ કારણ કે ચિત્રરૂપના જ્ઞાનનો સંભવ હોવાથી એક જ અવયવી નીલ, પીત, રક્ત વગેરે ધર્મોનું અધિકરણ બને છે. જેમ કે, ગેરુ વગેરે રંગથી રંગાયેલું કપડું ચિત્રપટરૂપે જણાય છે.
પૂર્વપક્ષ કહે છે કે નીલ રંગ, પત રંગનો (નીલત્વ, પીતત્વ જાતિઓ) પરસ્પર વિરોધી હોવાથી તેમનો એક જ અધિકરણમાં સમવાય થાય એ ઉચિત લાગતું નથી.*
ભાસર્વજ્ઞ તેના પ્રત્યુત્તરમાં કહે છે નીલત્વ-પીતત્વ વગેરે જાતિઓ એક જ અધિકરણમાં કેવી રીતે રહે શકે એવો તમે (બૌદ્ધો) જે વિરોધ કરો છો તે વિરોધ સિદ્ધ થતો નથી.
પૂર્વપક્ષ કહે છે કે એક બિન્દુ પર બન્ને નીલ, પીત (રંગ) તથા નીલત્વ, પતિત્વ (જાતિ) રહેતી હોય તે • દેખાતું નથી.
ભાસર્વજ્ઞ ઉપર્યુક્ત મતનો પરિહાર આ પ્રમાણે કરે છે. નીલકમળમાં ઉત્પલત્વ (સામાન્ય) અને તેમાં રહેલો નીલ રંગ (નીલત્વ જાતિ) એક બિંદુમાં રહે છે. આમ, નીલત્વ, ઉત્પલત્વ વિરોધી જાતિ પણ એક જ બિન્દુમાં રહે છે તેથી તેમાં વિરોધ આવતો નથી.
૪. તિવ, સમસ્યાદાયત્તત્વદમ્ય = પુરુષાર્થોપોાિનામવાન્ એજન, પૃ. ૧૧૩ . ૩થવા વિમેવ તદ્રુપમુત્રં ચૈવવિધિતમસાત્ એજન ૬. 1 નીત્વારિત્રાતીના વિરુદ્ધતાત્ર સમવાયો ન પુ રૂતિ વેત્ | એજન
તથા 1 नीलादिश्चित्रविज्ञाने ज्ञानोपाधिरनन्यभाक् ।
મરાન ઉતર્યું વિવેચનું | પ્રમાણવાર્તિક, ૨/૨૨૦, પૃ. ૧૬૨ અન્યત્ર સનિત્સિદ્ધિતિ વેત્ | ન્યા. ભૂ., પૃ. ૧૧૩ अथैकायतनत्वेऽपि नानेकं दृश्यते सकृत् ।। સાવમાસ: કિં વિયુગુ તિરુઢિપુ પ્રમાણવાર્તિક, ૨/૧૯૭, પૃ. ૧૬૦
For Private and Personal Use Only