________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
નિરંજન પી. પટેલ
અહીં ન્યાયપક્ષનો કોઈક એકદેશી ઉત્તર આપે છે – વિવિધ રંગના તંતુઓથી ઉત્પન્ન થયેલા પટમાં કોઈ વિશિષ્ટ રૂપ હોતું નથી દા.ત. પટ અવયવી (કાર્યો છે. તેના અવયવો (કારણરૂપ) નીલ, પીત વગેરે વિરુદ્ધ
રપ ઉત્પન્ન થાય છે એમ માનીએ તો વિરોધ આવે. તન્તુ શ્વેત હોય તો પટ પણ શ્વેત જ ઉત્પન્ન થાય. તન્તનું રૂપ (કારણરૂ૫) પટરૂપ(કાર્યરૂપ)ને જન્માવે. આમ, પટમાં વિશેષ રૂપ ઉત્પન્ન ન થાય.
એકદેશી કહે છે- નીલ, પીત વગેરેમાં રૂપ– (સામાન્ય) તો રહે છે. તેથી રૂ૫ સામાન્ય માનવામાં વિરોધ નથી. જેમ બધી ગાયોમાં ગોત્ર (સામાન્ય) રહે છે તેમ નીલ, પીત વગેરે તખ્તઓમાં રૂપ– (સામાન્ય) તો રહે
શંકા કરે છે કે રૂપ સામાન્ય રહે છે એમ તમે કેવી રીતે કહો છો. તેના જવાબમાં એકદેશી કહે છે- સામાન્યરૂપ ઉત્પન્ન થાય છે તે અવયવીના દર્શનથી જ જણાય છે.
પૂર્વપક્ષ કહે છે કે આ બધી માથાકૂટ મૂકી દ્રવ્યને નીરૂપ જ માનો તો શો વાંધો ? તૈયાયિક એકદેશી કહે છે કે જો દ્રવ્યને રૂ૫ રહિત માનવામાં આવે તો તેનું પ્રત્યક્ષ થશે નહિ અને ચાક્ષુષ પ્રત્યક્ષમાં રૂપ' અનિવાર્ય છે. દ્રવ્યનું પ્રત્યક્ષ થતું હોવાથી તેને નીરૂપ કેવી રીતે માની શકાય ? વળી, જે દ્રવ્યને નીરૂપ માનીશું તો એક મોટી આપત્તિ એ આવશે કે એકના રૂપથી બીજી વસ્તુ દેખાશે એટલે કે પ્રત્યક્ષ થાય, એકરૂપનું જણાય. અન્ય વસ્તુ પ્રત્યક્ષ થશે. ઘટનું રૂપ જણાશે. પટનું રૂપ આમ અતિપ્રસંગ થાય, વાસ્તવમાં આમ બનતું નથી. નૈયાયિક એકદેશી બીજી આપત્તિ તરફ નિર્દેશ કરતાં કહે છે કે જો દ્રવ્યને નીરૂપ માનીશું તો – જે રૂપ ઉત્પન્ન થાય છે તેનો વિશેષરૂપથી નિર્દેશ થશે નહિ. એટલે કે લાલ ઘોડો, શ્વેત ઘોડો એવો નિર્દેશ થશે નહિ. અત: એમ સિદ્ધ થાય છે કે પટનું રૂપ નીલ, પીત વગેરે વિશેષ રહિત રૂપ સામાન્યને ઉત્પન્ન કરે છે.
નૈયાયિક એકદેશી કહે છે કે સ્ફટિકની પાસે રક્તમણિ મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ સ્ફટિકમાં પડે છે તેથી એક ક્ષણ સ્ફટિક પણ રક્તવર્ણનો હોય તેમ જણાય છે. પરન્તુ મણિને સ્ફટિક પાસેથી લઈ લેવામાં આવે તો સ્ફટિક તેના સ્વરૂપમાં જણાય છે, તેમ જુદા જુદા અવયવોનો સમ્બન્ધ થવાથી જુદા જુદા રંગનાં નીલ, પીત વગેરે રૂપો દેખાય છે પરંતુ વાસ્તવમાં આવું બનતું નથી. તેથી અવયવીમાં ચિત્રરૂપ જ જણાય છે.
બૌદ્ધો કહે છે કે જો ઉપર્યુક્ત મત માનવામાં આવે તો એક આપત્તિ એ આવશે કે પરમાણુનાં રૂપો જુદાં જુદાં હોય છે. દા.ત. બે પરમાણુઓ ભેગા થાય ત્યારે દ્વાણુક (અવયવી) બને અને તેમાં વિશેષરૂપથી ભિન્ન રૂપ ઉત્પન્ન થાય અર્થાત્ યણુક પણ પરસ્પર વિરોધી એવા વિશેષરૂપવાળા પરમાણુમાંથી ઉત્પન્ન થાય છે. તેથી દ્વયણુકના રૂપનો નિર્દેશ થશે નહિ.
આનો પ્રત્યુત્તર આપતા નૈયાયિક એકદેશી કહે છે કે પરમાણુનું રૂપ અતીન્દ્રિય છે, તેથી રૂપ વિશેષ દેખાશે જ નહિ.
ભાસર્વજ્ઞ એકદેશીના ઉપર્યુક્ત સમાધાનને અટકાવીને ચિત્રરૂપ એક સ્વતન્ત રૂપ છે એ સિદ્ધ કરવાનો ઉપક્રમ કરે છે. . વિરોષરમે તુ વિરોધો ન સામાન્યામે નીતારિપુ સર્વત્ર પત્મિન: સમવતુ | ન્યાયભૂષણ, પૃ. ૧૧૨
For Private and Personal Use Only