________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાયભૂષણમાં ચિત્રરૂપનિરૂપણ
નિરંજન પી. પટેલ ન્યાય-વૈશેષિક દર્શનમાં અવયવીને અવયવોથી સંપૂર્ણ ભિન્ન પદાર્થ માનવામાં આવે છે. ન્યાયમતે કાર્ય કરતાં કારણ તદ્દન ભિન્ન વસ્તુ છે. દા.ત. પટ કાર્ય છે. તેનાં કારણો તખ્તઓ છે. અવયવીનું રૂપ અવયવોના રૂપથી ભિન્ન હોય છે. પટરૂ૫ તન્તરૂપથી ભિન્ન છે કારણ કે, - પટરૂપ અને તન્દુરૂપનાં કારણો ભિન્ન છે. પટરૂપનું સમવાયિકારણ પટ છે. તખ્તરૂપ તેનું અસમાયિકારણ છે. પટના સમવાધિકારણ તખ્તઓમાં કેટલાક તખ્તઓ લાલ, લીલા, પીળા વગેરે રંગના હોય છે. આ તખ્તઓ વડે બનેલા પટમાં તે બધાં રૂપો સ્વીકારવાં પડે. પરન્તુ લાલ કે પીળાં રૂપો સમગ્ર પટને વ્યાપીને રહેતાં નથી. તખ્તને વ્યાપીને રહેતાં હોવાથી તેને તખ્તનાં રૂપો કહેવાય, પટનાં રૂપો ન કહેવાય. તો તખ્તરૂપથી ભિન્ન પટરૂપ હોવું જોઈએ, તો આ રૂપ કયું ? આ સમસ્યાના સમાધાનરૂપે વૈશેષિકો કહે છે કે પટને એક ચિત્રરૂપ હોય છે.' શુક્લ, નીલ, પીત, રક્ત, હરિત, કપિશ એ ૬ રૂપપ્રકારોની જેમ સાતમો સ્વતંત્ર રૂપ પ્રકાર તે ચિત્રરૂપ. ભિન્ન ભિન્ન રંગોના મિશ્રણથી બનેલું એક રૂપ તે ચિત્રરૂપ.
ચિત્રરૂપનું નિરૂપણ કરતાં પહેલાં આ ચર્ચામાં ઉપયોગી બે શબ્દોના અર્થો સ્પષ્ટ કરી લઈએ. ન્યાય-વૈશેષિક દર્શનમાં ગુણોના બે પ્રકાર છે. (૧) વ્યાપ્યવૃત્તિગુણ (૨) અવ્યાખ્યવૃત્તિગુણ. જે ગુણ પોતાના આધાર રૂપ દ્રવ્યમાં સંપૂર્ણ રીતે વ્યાપીને રહે તે વ્યાપ્યવૃત્તિગુણ. દા.ત. પટમાં રહેલો લાલ રંગ સમગ્ર પટને આવરીને રહે છે તેથી તે લાલ રંગને વ્યાપ્યવૃત્તિગુણ કહેવાય. જે ગુણ પોતાના આધારરૂપ દ્રવ્યમાં સંપૂર્ણ રીતે વ્યાપીને ન રહે તે અવ્યાપ્યવૃત્તિગુણ. દા.ત. કપિ-વૃક્ષ સંયોગ. કપિનો સંયોગ વૃક્ષની સાથે નહિ પણ ડાળ સાથે છે. આખા વૃક્ષને વ્યાપીને રહેતો નથી. તેથી કપિ-વૃક્ષ સંયોગને અવ્યાપ્યવૃત્તિગુણ કહેવાય.
ન્યાયસારમાં અયૌગિપ્રત્યક્ષના નિરૂપણ પ્રસંગે યૂકાર્યમ્ (પ્રત્યક્ષ)ના સંદર્ભમાં અવયવિ-ની ચર્ચા આરંભાય છે. તેના અન્વયે ચિત્રરૂપની ચર્ચાનો પૂર્વપક્ષ ઊભો થાય છે.
બૌદ્ધો અવયવીરૂપ દ્રવ્યને સ્વતંત્ર પદાર્થ તરીકે સ્વીકારતા નથી. આ સંદર્ભમાં તેઓ ચિત્રરૂપનો અસ્વીકાર કરે છે, તેઓ તૈયાયિકની સામે પ્રશ્ન કરે છે કે લાલ અને અલાલ એવા તંતુઓથી અવયવી પટ ઉત્પન્ન થાય ત્યારે તેનું રૂપ કેવું માનવું ?” અર્થાતુ અનેક રૂપો એક ચિત્રરૂપને કેવી રીતે ઉત્પન્ન કરે ?
સ્વાધ્યાય' - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૧, પૃ. ૧૭ થી ૨૫ • ડી-૧૨, યુનિ. સ્ટાફ કોલોની, નાનાબજાર, વલ્લભવિદ્યાનગર (જિ. આણંદ). 9. Annambhasta, Tarka Samgraha, Athalye & Bodas, Bombay, Sanskrit Series, No. LV, 1963, pp. 151 to 153 ___ I यस्तर्हि रक्तारक्तैरेवावयवैरवयवी निष्पादितस्तस्य किं रूपमिति ?
ન્યાયભૂષણ, ભાસર્વજ્ઞ, સંપા. સ્વામી યોગીન્દ્રાનન્દ, પદર્શન પ્રકાશન પ્રતિષ્ઠાન, વારાણસી, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮, પૃ. ૧૧૨ I Rવં નિત્રત કાઢિ પં વા દર થKI
चित्रं तदेकमिति चेदिदं चित्रतरं ततः ।। २/२०० तत्रावयवरूपं चेत् केवलं दृश्यते तथा। 'नीलादीनि निरस्यान्यचित्रं यदीक्षसे ।। २/२०२ પ્રમાણવાર્તિક (મનોરથ નન્દિની વૃત્તિ), ધર્મકીર્તિ, સંપા. સ્વામી દ્વારકાદાસ શાસ્ત્રી, બૌદ્ધભારતી, વારાણસી, ૧૯૮૪
For Private and Personal Use Only