SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલિન્દી પરીખ અહીં નાટયકાર ભાસ હાસ્યકાર ભાસ બની જતા જોવા મળે છે. જ્યારે આનાથી ઊલટું “સ્વપ્નવાસવદતમાં નાટ્યતંતુથી વિક્ષિપ્ત થયેલ અત્યંત તંગ પરિસ્થિતિને નિવારવા માટે જ આવતું હાસ્ય સ-આયાસ આવેલું જણાય છે. અલબત્ત સંસ્કૃત નાટકોમાં ભાગ્યે જ જેનો જોટો જડવો મુશ્કેલ છે તેવી સાદંત સંપૂર્ણ કૃતિ તો ‘સ્વપ્નવાસવદત્તમ્' જ છે. છઠ્ઠા અંકમાં વિદૂષકને રાખવાની યુક્તિ ભાસની કરકસરની કલાને અનુમોદિત કરે છે. નાટકમાં રહેલા કાવ્યત્વને નાયવેગ પર કે નાટયવેગને કાવ્યત્વ પર હાવિ થવા દેવામાં આવ્યું નથી. આ સુંદર ગૂંથણીને કારણે જ ભાસ કવિતાસુંદરીનું હાસ્ય બની રહ્યો છે. ભાસનાં નાટકોમાં પ્રયોજાયેલી unity of place, unity of time and unity of action અજોડ અને અદ્વિતીય છે. વસ્તુનું સંવિધાન, દશ્યસંવિધાન અને રસસંવિધાન કવિતાકામિનીના હૃદયને ઝંકૃત કરી દે તેવાં છે. કથાની ગૂંથણીનું પોત એવું તો મુલાયમ અને છતાંય ઘટ્ટ છે કે ક્યાંય ખજૂરાઓ જોવા મળતા નથી. ભાસનાં નાટકો એ patch-work નથી. ઊલટું તે એવું એક દુકૂલ છે જેને ધારણ કરીને કવિતા-કામિનીનું ચિત્ત પ્રફુલ્લિત થયું હોય અને તેથી જયદેવે તેને કવિતાકામિનીનો હાસ કહ્યો હોય ઉપરોક્ત નાટકોમાં હાસ્યરસ નથી એમ કહેવાનો આશય નથી. પરંતુ ક્યાંય હાસ્ય પ્રધાન કે મુખ્ય રસ તરીકે નથી આવતો. આ બધાં જ નાટકોમાં હાસ્યરસ તો મોદક પર ભભરાવેલી ખસખસ સમાન છે. ખસખસને મોદક તો ન જ કહી શકાય ને ? તેથી, લાગે છે કે માસ સ; એટલે કવિતાકામિનીનું મધુર સ્મિત. ટી. ગણપતિશાસ્ત્રી દ્વારા અદભૂત રીતે જેની લાક્ષણિકતા દર્શાવવામાં આવી છે તે આર્ષકાવ્યોની સરળતા, પ્રૌઢતા અને પ્રાંજલતાની યાદ અપાવી જાય છે. ક્વચિત્ જ આવતા કઠિન છંદોને બાદ કરતાં અનુષ્ટ્રપની સરળતા અને મધુરતા, વિવિધ રસોનું નિર્વહણ, પાત્રોનાં મનોસંવેદન અને સંવેગોને શ્લોકોમાં નિરૂપી, શ્લોકોમાં આવતા ગેયતત્વને નિવારવા બે કકડા કરી સંવાદોમાં મૂકવાની તેની સંવાદસૂઝ, અને તેથીય વધુ sublimation of character એટલાં તો સંતર્પક બની રહે છે કે કવિતાકામિનીની સાથે સાથે સહદયનું ચિત્ત એકઘન, નિર્વિઘ્ન ચર્વણાને પામે છે. જે સહૃદયોનું આહલાદકારિત્વ છે તે જ “માસ :” છે. For Private and Personal Use Only
SR No.536149
Book TitleSwadhyay 2001 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year2001
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy