________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસો હાસઃ - પુનમૂલ્યાંકન
૧૫
ભરેલા દશરથની અંતિમ ક્ષણોનું હૃદયદ્રાવક ચિત્ર, તો રાજા દશરથ અને કંચુકિના વાર્તાલાપમાં કરુણ પરાકાષ્ઠાએ પહોંચે છે. કંચુકિ જ્યારે સુમન્ત પાછા આવ્યા હોવાનું જણાવે છે ત્યારે દશરથ પૂછે છે : રામ સાથે ?
કંચુકિ : ના, મહારાજ રથ સાથે. દશરથ : શું? શું ? કેવળ રથ સાથે ? અને મૂછ પામે છે.
ફરી ભાનમાં આવતાં રાજા : શું તે એમ ના કહ્યું કે સુમ– એકલા પાછા આવ્યા છે ? અહીં રાજાની પુન: પૃચ્છામાં કરૂણરસ ઘેરો બન્યો છે. ઉપરાંત કૈક્ષીના ચરિત્રનું ઉદારીકરણ કરી ભાસ તેની સાથે poetic justice કરે છે. વાસ્તવમાં આ જ નાટકનો કેન્દ્રવર્તી ઉદેશ છે.
લોકકથા પર આધારિત અવિમારકમાં કથાવસ્તુ તો પ્રણયનું છે. પરંતુ નાયકને એક વિદ્યાધર એવી જાદૂઈ વીંટી આપે છે કે જેનાથી નાયક પોતાની ઈચ્છા પ્રમાણે દશ્ય કે અદશ્ય બની શકે છે. જે અદ્ભુતરસ પૂરો પાડે છે. નગરની મધ્ય રાત્રિનું દશ્ય વિવિધ રસોનું પરિચાયક બની રહે છે. સંગીતનો આનંદ માણતું પ્રેમાળ યુગલ શૃંગારનું ઉદ્દીપક બની રહે છે. રાત્રિના સંગીની હાજરીમાં જ એકઠા થતાં ગુંડાઓ ભયનું સામ્રાજ્ય ફેલાવે છે, તો ચીસ પાડતો ઘુવડ જુગુપ્સાને પ્રેરે છે. હા, ચાદરમાં વિદૂષકના છબરડાઓ હાસ્યને સર્જે છે, પરંતુ બ્રાહ્મણ-ખાતરપાડુના ગણિકાની દાસી માટેના રંગદર્શી પ્રેમનું ગૌણ કથાવસ્તુ મુખ્ય કથાવસ્તુ સાથે એ રીતે જોડાયું છે કે તે હળવા શૃંગારને વ્યંજિત કરે છે.
“હરિવંશ' પર આધારિત ‘બાલચરિત’માં વીર, ભયાનક અને રૌદ્રની સાથે અદ્ભુત મુખ્ય રસ તરીકે નાટ્યકારને અભિપ્રેત છે. કારણ કે આરંભથી અંત સુધી અભુત તત્ત્વ જ વ્યાપેલું છે. ભયંકર શસ્ત્રો સાથે કાત્યાયિનીદેવીનું પ્રગટ થવું, બેડીઓનું આપોઆપ ખૂલી જવું, બે અર્જુનવૃક્ષોનું ઊથલાઈ પડવું, ઘેનક અને કેશિન રાક્ષસોનો નાશ, યમુનાના ધરામાં કાળીનાગનું રોમાંચક દમન, ઇત્યાદિ રોમાંચક, ચમત્કારપૂર્ણ પરાક્રમો અદ્દભુતરસનું જ નિર્વહણ કરે છે.
ઇતિહાસ પર આધારિત ‘સ્વપ્નવાસવદત્તસ’ અને ‘પ્રતિજ્ઞાયૌગન્દરાયણઆ બે ઐતિહાસિક નાટકો છે. તેમાંના ‘પ્રતિજ્ઞાયૌગન્દરાયણ'ને મીરવર્ષે તાત્ત્વિક રીતે ‘મર્દાના નાટક’ કહ્યું છે જે ખરે જ સાચું છે. કેમ કે અહીં યુદ્ધો અને
મોમાં ભય, રૌદ્ર, વીર, જુગુપ્સા જેવા રસો ઝપાઝપી કરતા હોય તેમ લાગે છે.
ઉન્મત્તકના દશ્યમાં મધમત્તાવસ્થાની ધન્યતા વર્ણવાઈ છે. જે સુરાથી પૂરેપૂરા મત્ત છે તે ધન્ય છે. જે સુરાથી અનુલિત છે તે ખરેખર ધન્ય છે. જે સુરાથી સ્નાન કરે છે તેઓ સાચે જ ધન્ય છે. તેઓ કેટલા ધન્ય છે કે જે સુરાની મૂચ્છમાં સુસ છે પ્રતિમાનાટિલ, દ્વિતીય અંક તિજ્ઞાાન્યરીય, તૃતીય અંક
For Private and Personal Use Only