________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિન્દી પરીખ
‘દૂતઘટોત્કચ’માં દુઃશલા, ગાંધારી ઇત્યાદિ નારીપાત્રોના વિલાપમાં કરુણ જ ઘૂઘવે છે. ધૃતરાષ્ટ્રની ઉક્તિ મનુસ્ત વૈધાં ન રોપતે ।'માં પણ કરુણ જ છે. દૂતઘટોત્કચનો રૂપકપ્રકાર જ ઉત્સૂષ્ટિકાંક છે કે જેમાં મુખ્ય રસ તરીકે કરુણ જ હોવાનું દશરૂપક, સાહિત્યદર્પણ વગેરે દ્વારા મનાયું છે. તૃતીય અંકમાં જ્યારે દુર્યોધન કહે છે. વયંન પૂતાતાઃ ।' ત્યારે દૂત બનીને આવેલો ઘટોત્કચ દન્તોન્ન ભીંસીને, મુઠ્ઠી ઉગામતો યોદ્ધા જ બની રહે છે, જે વીરરસને જ પ્રતિબિંબિત કરે છે. ‘કર્ણભાર’ અને ‘ઊરુભંગ'ને સંસ્કૃત સાહિત્યની ઉત્તમ ટ્રેજેડી-કરુણાંતિકા કહેવામાં આવી છે. નાટયાચાર્ય ભરત મુજબ નાટક સુખાંત હોવું જોઈએ. તેથી એરિસ્ટોટલમાં ટ્રેજેડી' અંગેનાં લક્ષણો તપાસતાં નિયતિની અવળચંડાઈને કારણે નાયકનાં પરાક્રમો વિફળ બની જતાં હોઈ ફલતઃ નાટકના રૂપમાં દયા અને ભીતિ દ્વારા એવી લાગણીનું શુદ્ધિકરણ સાધતું અનુકરણ તે tragedy. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કર્ણભાર છે.
बुध्वा मां च शशाप कालविफलान्यस्त्राणि च सन्त्विति ।
તે જ રીતે ‘ઊરુભંગ’નો ઉદાત્તીકરણ પામેલો દુર્યોધન ‘શિક્ષાન્વિત' હોવા છતાંય કૃષ્ણે પ્રેરેલા છળનો ભોગ બની મૃત્યુને વરે છે. આ છળથી ક્રોધે ભરાયેલા બલરામને શાંત પાડતાં કહે છે - વર્ ધ વિપ્રચાત્ર વયં ચ નટા: પ પશ્ચાતાપની આગમાં શેકાઈને ઉદાત્તીકરણ પામતો દુર્યોધન સહૃદયીની સહાનુભૂતિનું પાત્ર બને છે.
‘મં’ એ tragedy છે. તેથી અહીં પણ કરુણરસ જ મુખ્ય છે.
‘પંચરાત્ર’ની રૂપકસમીક્ષા કરતાં ડૉ. પુસાળકર, પં. બળદેવ ઉપાધ્યાય વગેરે વિદ્વાનો તેને સમવકાર માને છે. ‘સમવકાર’માં પ્રધાન રસ વીર હોય છે અને તે પણ ત્રણેય પ્રકારનો હોય છે તથા શૃંગાર ગૌણરૂપે પ્રયોજવામાં આવે છે. તે મુજબ ‘પંચરાત્ર’માં મુખ્ય રસ તરીકે વીરરસ છે અને તે ત્રણેય પ્રકારનો છે. દુર્યોધનનો ધર્મ વીર, દ્રોણાચાર્યનો યા વીર તથા અન્યોમાં યુદ્ધ વીરરસ છે. અહીં શૃંગાર નથી. ભીમ અને અર્જુનના અભિમન્યુ સાથેના સંવાદમાં વાત્સલ્ય તેમ જ હાસ્ય છે. તૃતીય અંકમાં અર્જુન તથા ભીમ અભિમન્યુને જાણી જોઇને ચીડવે છે. તેની માતા તથા કૃષ્ણ વિશેના પ્રશ્નોથી અભિમન્યુ ચીડાય છે. સુલમાસ્તે તે ખનના ? અપિ ાઢી ટેવવીપુત્ર: વેરાવઃ ? તેના પ્રત્યુત્તરમાં અભિમન્યુ પૂછે છે : ‘કિં મવાન્ ધર્મરાનો મે મીમસેનો ધનાયઃ ।'' અર્થાત્ તમે મારા બાપ છો કે આમ સ્ત્રીની વાત પૂછો છો ? ક્રોધને લીધે અજાણતાં સત્ય બોલી જતા આ બાળયોદ્ધાનાં વચનોથી બમણું હાસ્ય પેદા થાય છે. આમ, ‘પંચરાત્ર ને સમવકાર પ્રકારનું રૂપક લઇએ તો હાસ્યરસ જરૂરી મનાયો નથી, તો પણ ભાસે ક્યાંક ક્યાંક હાસ્ય દાખલ કર્યું છે.
પણ પંચરાત્રને તપાસતાં તેનો મૂળ હેતુ પુત્યસંગ્રહઃ પ્રવૃદ્ધઃ । છે. તેમાં દીક્ષિત થતા દુર્યોધનને નિરૂપી નાટયકારનો હેતુ ‘શમ’ સ્થાપવાનો છે અને ‘શમ' એ શાંતરસનો સ્થાયી મનાયો છે.
For Private and Personal Use Only
રામાયણ આધારિત અભિષેક અને પ્રતિમાનાટકમાં હાસ્યરસને અવકાશ જ ક્યાં છે ? તેમાં ય ‘પ્રતિમા’ કરુણરસનું નિર્વહણ કરવા જ રચાયું હોય તેમ લાગે છે. શોકથી આક્રંદ કરતા, પોતાને દોષિત ઠરાવતા, પશ્ચાતાપથી
૩.
સૂતવટાષ, શ્લોક છ
૪.
એજન, શ્લોક ૪૮
૫.
૩,રમા, શ્લોક ૩૧
૬. સમાન નાં લક્ષણો માટે જુઓ, શ્રીધનસવિરચિતં દ્વારૂપમ્, તૃતીયપ્રધારા
૭. પંચરાત્ર,તૃતીય અંક