________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસોહાસ -પુનર્મૂલ્યાંકન
કાલિન્દી પરીખ
- ૧રમી સદીમાં જયદેવે ભાસને કવિતાકામિનીના હાસ તરીકે વર્ણવ્યો છે. મારું હાસ: વિર: રિસે વિE: . અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે માસ ટ્રાસ: એટલે ભાસનાં નાટકોમાં નિરૂપાયેલો હાસ્યરસ કે કવિતારૂપી કામિનીનો હાસ? જે રીતે કાલિદાસનાં નાટકોમાં શૃંગાર અંગભૂત હોય છે તે રીતે ભાસનાં નાટકોમાં હાસ પ્રધાનપણે જોવા મળતો નથી. કાલિદાસનાં નાટકોમાં શૃંગાર જ મુખ્ય હોય છે તેથી તેમના માટે દ્રિા વિસ: કહેવામાં કશું અનૌચિત્ય નથી.
જ્યારે કોઈ કવિ/નાટ્યકારના રસને પ્રસવામાં આવતો હોય ત્યારે તે રસ પ્રધાનપણે જ નિરૂપાયેલો હોવો જોઈએ, નહીં કે ગૌણરૂપે. અહીં ભાસનાં નાટકોમાં આવતો હાસ્યરસ ગૌણ સ્વરૂપે જોવા મળે છે. બહુધા વીર અને કરુણરસનું જ નિરૂપણ થયેલું છે. ભાસનાં મહાભારત પર આધારિત છે નાટકો છે મધ્યમવ્યાયોગ, દૂતવાક્ય, દૂતઘટોત્કચ, કર્ણભાર, ઉમંગ અને પંચરાત્ર. મધ્યમ-વ્યાયોગના પ્રારંભમાં - પ્રથમ દશ્યમાં ઘટોત્કચને યુગાન્ત ભગવાન શિવની ભયંકર મૂર્તિ જેવી કે પક્ષીઓ માટે બાજ જેવો, પ્રાણીઓ માટે સિંહ જેવો અને સાક્ષાત મૃત્યુ જેવો એમ અનેક રીતે વર્ણવવામાં આવે છે. ઘટોત્કચની વિપ્રપરિવારમાંના કોઈ એકની આહાર માટે લઈ જવાની વાત કેશવદાસ સહિત સમગ્ર પરિવાર માટે ભયપ્રદ બની રહે છે. ભીમ અને ઘટોત્કચના મલ્લયુદ્ધ, વગેરેમાં વીરરસ જ ઝળકે છે. બંનેના સંવાદમાં કિંચિત હાસ્યનું નિર્વહણ થયેલું જોવા મળે છે. અંતમાં તૃતીય દશ્યમાં હિડિમ્બા-ભીમનું મિલન ભયના ઓથારમાંથી હળવારામાં પરિણમે છે. પરંતુ આ હળવાશ ભીમ- હિડિમ્બામાં હાસ્યરૂપે નહીં પણ શૃંગારમાં પર્યવસિત થાય છે. જે હાસ્ય જ નિરૂપવું હોત તો “ નો પ્રયોગ ભાસ શા માટે કરત? “દૂતવાક્યમ દુર્યોધનના સંવાદો એ ગરમાગરમ વાર્તાલાપ જ છે. શ્રીકૃષ્ણ દુર્યોધનને, પાંડવોને અર્થે રાજ્ય આપવાનું કહે છે ત્યારે તે કહે છે -
प्रहरति यदि युद्ध मारुतो भीमरूपी प्रहरति यदि साक्षात् पार्थरूपेण शक्रः । परुषवचनदक्ष त्वद्रचोभिर्न दास्ये
तृणमपि पितृभुक्ते वीर्यगुप्ते स्वराज्ये ।। તથા શ્લોક ૪૦, ૪૧ વગેરેમાં પણ વીરરસ જ ધોતિત થાય છે. અંતમાં શ્રીકૃષ્ણ દ્વારા સુદર્શન વગેરે વિવિધ આયુધોને બોલાવવામાં આવે છે તેમાં અદ્ભુતરસનું પોષણ થાય છે.
“સ્વાધ્યાય' - પૂ. ૩૮, અંક ૧- ૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૧૩ થી ૧૬ • ૩, દેનાબેંક સોસાયટી, અમરેલી-૩૬૫૬૦૧.
મધ્યમવ્યારા, શ્લોક ૬ તૂતવાક્ય, શ્લોક ૩૫
For Private and Personal Use Only