________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાયભૂષણમાં ચિત્રરૂપનિરૂપણ
કરે છે તેથી અવયવોથી ભિન્ન (તખ્તઓથી ભિન્ન) અવયવી (પટરૂપી કાર્ય) સિદ્ધ થાય છે.'
બૌદ્ધો “સ્વલક્ષણ અને પરમાણુમાં અભેદ માને છે. તેમના મતે પરમાણુઓના સમૂહના સંઘાતથી જ ઘટ, પટ વગેરે સ્થૂળરૂપે જણાય છે. તો પછી અવયવી નામનો અલગ પદાર્થ માનવાની જરૂર શી ? ‘આ ઘટ છે, આ પટ છે' એવી બુદ્ધિ પરમાણુઓ જ પેદા કરે છે. અવયવીરૂપ કોઈ સ્વતન્ચ દ્રવ્ય નથી.
આ બૌદ્ધસિદ્ધાન્તની વિરુદ્ધમાં ભાસર્વજ્ઞ ચિત્રરૂપનું જે જ્ઞાન થાય છે તે (જ્ઞાનનો) વિષય અર્થાત અવયવી બતાવવાનો ઉપક્રમ કરે છે.
બૌદ્ધો પરમાણુથી વિલક્ષણ એવા અવયવને વિષય તરીકે માને છે. આ બૌદ્ધસિદ્ધાન્તની વિરુદ્ધમાં તૈયાયિકો કહે છે કે પરમાણુને અવયવી ન કહેવાય. પરમાણુથી ભિન્ન દ્રયણુક, ચણકને અવયવી કહેવાય એટલે કે બે પરમાણુઓના સંયોગથી દ્વાણુક બને તો તેને અવયવી કહેવાય. આ દ્વયણુકમાંથી ત્રણુક જન્મે તો દ્રયણુક અવયવ બને અને વ્યણુક અવયવી બને. એક ઉદાહરણથી તેને સમજીએ. દા.ત. ૫ટ એ કાર્ય (અવયવી) છે. તખ્તઓ એનાં કારણો (અવયવો) છે. હવે આ તખ્તઓમાં તત્ત્વરેસાઓ રહે છે ત્યારે તખ્તઓ અવયવી બને અને તત્ત્વરેસાઓ અવયવ બને. ભાસર્વજ્ઞ કહે છે કે પરમાણુઓ અતીન્દ્રિય હોવાથી ચક્ષુનો વિષય બનતા નથી, પરમાણુમાં ઉદ્દભૂત રૂપ ન હોવાથી તે વિષય બનતા નથી.
નૈયાયિકોના મતે જે વસ્તુ પ્રકટ સ્વરૂપવાળી હોય તેનું જ પ્રત્યક્ષ થાય. પરમાણુમાં આવું ઉદ્ભૂત (પ્રકટ) સ્વરૂપ ન હોવાથી ચક્ષુનો વિષય બનતા નથી.
બૌદ્ધમત પ્રમાણે જે પોતાના આકારના જ્ઞાનને ઉત્પન્ન કરે તે વિષય. દા.ત. આ ટેબલ છે (વિષય). ટેબલનો જે આકાર તે જ આકાર જ્ઞાનમાં ધારણ કરે ત્યારે જ્ઞાન થાય છે.
ઉપર્યુક્ત મતની વિરુદ્ધમાં ભાસર્વજ્ઞ કહે છે કે પરમાણુ પોતાના આકારનું જ્ઞાન ઉત્પન્ન કરી શકે નહિ. દા.ત. આ ઘટ છે કે આ પટ છે એવું જે જ્ઞાન થાય છે તેમાં ઘટના કે પટના પરમાણુઓ જ્ઞાનનો વિષય બનતા નથી પરન્તુ સર્વત્ર જે જ્ઞાન થાય છે તે સ્થળ આકારરૂપે જ થાય અથતુ ઘટરૂપે જ થાય. વિલક્ષણ આકારને ११ नहि कारणमात्मानं निर्वर्तयतीति।
ન્યાયદર્શનમ્ (ભાગ, વાર્તિક-તાત્પર્યટકા વૃત્તિ સહિતબુ), શ્રીઅમરેન્દ્ર મોહનતતીર્થન તથા શ્રીતારાનાથ ન્યાયતકતીર્થોન
સંસ્કૃત, મુન્શીરામ મનોહરલાલ પબ્લિ. પ્રા. લિ., બી.આ., ૧૯૮૫, પૃ. ૪૮૦ १२. 1 सेनावनवद् ग्रहणमिति चेन्नातीन्द्रियत्वादणूनाम् । न्यायसूत्र, २.१.३७
I vમાનવ: પ્રીમતીન્દ્રિયનું સર્શિતા જ ન જ્ઞાનોત્તર: | ન્યાયસૂત્ર, ૪.૨.૧૪ ૨૩. 1 ન જ પરમાણૂનાં સ્વારિજ્ઞાનનન+મતિ, સર્વત્ર ચૂનાથી ચૈત્ર સનાતન ન્યા. ભૂ, ૧૧૪
વાચસ્પતિ મિશ્રએ તાત્પર્યટીકામાં બૌદ્ધમતનું ખંડન આ પ્રમાણે કર્યું છે. (T) ન ૧ યમાનુમસા પરમાવો વવિનં जनयन्ति तेनैव स्थूलबुद्धिम्, कृतमवयविने ति साम्प्रतम्, यदाभासा हि बुद्धिस्तदस्या आलम्बनप्रत्ययः न चेयं परस्परल्यावृत्तपरमसूक्ष्मपरमाण्वालम्बना तथा सति स्थूलभेदात् तदेकमिति न स्यात् । બૌદ્ધો કહે છે કે પરમાણુઓ જ્યારે ભેગા થાય છે ત્યારે તેમાં એક આગન્તુક ધર્મ પેદા થાય છે અને આ ધર્મ જ ઘટજ્ઞાન, પટજ્ઞાનને જન્માવે છે. અત: અવયવીને માનવાની જરૂર નથી. તેના પ્રત્યુત્તરમાં વાચસ્પતિ કહે છે ઘટ જ્ઞાન (બુદ્ધિ) પટજ્ઞાન (બુદ્ધિ) થાય છે. આ વિષયોનું કારણ હોવું જોઈએ પરસ્પરવ્યાવૃત્ત. સૂક્ષ્મ પરમાણુઓ તેમનું વિષયરૂપ કારણ ન બને, તેથી પરમાણુ સમૂહો ભેગાં મળવાથી અવયવી ઉત્પન્ન થાય તેમ માનવું જોઈએ, આમ અવયવી વિના એક સ્થળ વિષયનું જ્ઞાન થાય નહિ. પરમાણુઓ સ્થળ ન હોવાથી તેનું જ્ઞાન સંભવે નહિ. ન્યાયદર્શનમ્ (વૃત્તિસહિત), પૃ. ૫૦૨
For Private and Personal Use Only