________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
નિરંજન પી. પટેલ
ઉત્પન્ન કરનાર જે વિષય બને તો ચક્ષુ વગેરે પણ વિષય બને (ઈન્દ્રિયો ઇન્દ્રિયાતીત હોવાથી વિષય બનતી. નથી). પદાર્થ હોય તેના કરતાં તેનું ભિન્ન જ્ઞાન થાય તો અર્થાત્ હોય ગાય અને જ્ઞાન થાય અશ્વનું. જો આવું બને તો ગમે તે વસ્તુ ગમે તે જ્ઞાનનો વિષય બને. ઘણા બધા લાલ, અલાલ અવયવોથી ચિત્રરૂપ બને છે અને આપણને જ્ઞાન થાય છે ચિત્રરૂપનું. હવે તમે તેના વિષય તરીકે લાલ, પીળાને માનો તો મુશ્કેલી થશે કારણ કે લાલ રંગનો વિષય જુદો છે, પીળા રંગનો વિષય જુદો છે એટલે કે આપણને જ્ઞાન થાય છેચિત્રરૂપનું, તો તેનો વિષય પણ ચિત્રરૂપ જ હોવો જોઈએ.
ભાસર્વજ્ઞ કહે છે. કે ચિત્રરૂપનું જે જ્ઞાન (અવયવીનું) થાય છે તેના વિષય તરીકે ચિત્રરૂપને તમે માનતા નથી તો તમે તેનો વિષય બતાવો ? લાલ, પીળો એવું જે જ્ઞાન થાય છે તે અવયવીનો વિષય લાલ, પીળો બને અને ચિત્રરૂપનું જ્ઞાન થાય ત્યારે તેનો વિષય ચિત્રરૂપ બને, અતઃ અવયવીનો તમારે સ્વીકાર કરવો પડશે.
બૌદ્ધમત પ્રમાણે પરમાણુમાં જ એવી શક્તિ છે જે નીલાદિ આકારને ધારણ કરે છે અર્થાત્ નીલકમલના પરમાણુઓ જ્ઞાનમાં નીલરૂપને જ ઉત્પન્ન કરે અને તેથી તેને વશ વર્તીને પરમાણુ પણ વિષય બને.
ભાસર્વજ્ઞ કહે છેઃ આ મત યોગ્ય નથી કારણ કે, જે જ્ઞાન નીલાદિ આકારે અનુભવાય છે તે સ્થૂળરૂપે જ • અનુભવાય છે. પરમાણુનું જ્ઞાન થતું જ નથી. અતઃ અવયવીનો તમારે સ્વીકાર કરવો પડે. બાહ્ય સ્થળ આકારનું પ્રત્યક્ષ થાય છે તેનાથી ભિન્ન (સંયોગ ન પામ્યું હોય તેવું, જેમાં પરમાણુઓનો સંયોગ ન થયો હોય તેવા આકારનું (નીલાદિ) જ્ઞાન કોઈને થતું નથી. દા.ત. આપણને થાંભલાનું જે પ્રત્યક્ષ થાય છે તે થાંભલારૂપે જ થાય છે; પરમાણુરૂપે પ્રત્યક્ષ થતું નથી, તેથી પરમાણુઓના સંયોગથી અવયવી ઉત્પન્ન થાય છે એ સ્વીકારવું જોઈએ. અવયવી વિના એક સ્થળ વિષયનું જ્ઞાન થઈ શકે નહિ કારણ કે પરમાણુઓ સ્થળ હોતા નથી.
બૌદ્ધો પ્રશ્ન કરે છે કે નીલાદિ જ્ઞાન થાય છે તેને ઉત્પન્ન કરનારા નીલ પરમાણુઓ છે કે નીલ સ્થળ પદાર્થો છે તે કેવી રીતે નક્કી કરશો ?
ભાસર્વજ્ઞ કહે છે નીલાદિ આકાર જ્ઞાનમાં જ રહે છે. એનાથી નીલાદિ આકારથી બીજો પદાર્થ તમે (વિજ્ઞાનવાદી બૌદ્ધો) માનતા નથી અર્થાત્ ઘટનું પ્રત્યક્ષ થાય, ઘટનો આકાર જ્ઞાન ધારણ કરે પછી ઘટનું જ્ઞાન થાય તે વિજ્ઞાનને તમે સ્વીકારો છો અને બાહ્ય ઘટને તમે સ્વીકારતા નથી.
બૌદ્ધો (વિજ્ઞાનવાદી) વિજ્ઞાન(ચિત્ત)ની સત્તાને વાસ્તવિક માને છે લંકાવતારસૂત્રમાં ચિત્તની જ સત્તાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચિત્તની જ પ્રવૃત્તિ થાય છે, ચિત્તની જ વિમુક્તિ થાય, ચિત્ત સિવાય અન્યત્ર વસ્તુ ઉત્પન્ન થતી નથી, તેનો નાશ થતો નથી, ચિત્ત જ (વિજ્ઞાન) એક માત્ર તત્ત્વ છે. ચિત્ત એ જ આલયવિજ્ઞાન. યોગાચારી બૌદ્ધો બાહ્ય દશ્યજગતની સત્તાનો અસ્વીકાર કરે છે. ચિત્ત જ એકાકાર છે. તે જ આ જગતમાં અનેક રૂપે દેખાય છે. ક્યારેક દેહરૂપે તો ક્યારેક ભોગરૂપે અવભાસે છે અર્થાત્ ચિત્તની જ સત્તા છે, બાહ્ય અર્થની નહિ.૧૫ ૨૪. કુતચાર્ય વિરોષ વધાર્વતિ નીરાધાવાવ વહ્યોદ્દાનવં ન ચૂકાયાક્રાતિ ન્યા. ભૂ., પૃ. ૧૧૪
નોંધ : ઉદ્યોતકર અને વાચસ્પતિ મિશ્રએ ૨.૧.૩૬ સૂત્રની ટીકામાં આ મતનું માર્મિક વિવેચન કર્યું છે. ૧૫. ચિત્ત પ્રવર્તત નિરં વિમેવ વિમુરા
નિરં હિનાય નશ્ચિત્તમેવ નિરુધ્ધ . લંકાવતારગાથા, ૧૪૫ બૌદ્ધદર્શનમીમાંસા, બલદેવ ઉપાધ્યાય, ચૌખમ્બા ભવન, વારાણસી, ત્રીજી આવૃત્તિ, ૧૯૭૮ चित्तमालयविज्ञानं मनो यन्मननात्मकम् । J&ાતિ વિષયાન કેન વિજ્ઞાન દ્િ તત્તે || એજન,૧૦૨
For Private and Personal Use Only