________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૮
શંકરભાઇ સોમાભાઇ તડવી
એમ મનાય છે. આદિવાસીઓ હોળી ઉપર પાપડ પાપડી અને સેવો બનાવે છે. હોળીના તહેવાર ઉપર જ આ બનાવતા હોવાથી જાણે હોળી એ લાવે છે, એવો અહોભાવ દર્શાવાય છે અને હોળીનું સન્માન કરાય છે.
બાર બાર મઈને આવી રે હોળીમાતા પરદે એએએ
પાપેળીકુચો' લાવી રે
હોળીમાતા પરદેએએએ
ચીસોળિયો રંગ લાવી રે
હોળીમાતા પરદેએએએ...
કીસોળિયો રંગ લાવી રે
હોળીમાતા પરદેએએએ
૮. સારી ચાલ ચાલજો
ચૂલ ચાલનારને કહે છે, તમે સારી રીતે ચૂલ ચાલજો. લોકો વખાણે એ રીતે ચાલજો. નારણભાઈ સારી રીતે ચૂલ ચાલે છે. તેની પેઠે ચૂલ ચાલજો.
શ્રેણી ઝેણી સાલે,
સાલે રે સુકલાભાય
ઝેણી ઝેણી સાલે
સાલે રે જેસીંગભાય
નારણીયાની સાલે,
સાલે રે બૂદીયાભાય
ઝેણી ઝેણી સાલે,
સાલે રે નારસીંગભાય
દેસીંગની સાલે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાલે રે નારસીંગભાય.
૯.
ચૂલ ચાલવા દેજો
તાવ આવતો હોય, માંદા ને માંદા રહેતાં હોય તે સારાં થવા માટે ચૂલ ચાલવાની માનતા રાખે છે. હોળીની નજીક એક ખાડો ખોદવામાં આવે છે. તેમાં લાકડાં સળગાવી અંગારા પાડે છે. આ અંગારા હોલવાય ન જાય તે
૧. મહિને, ૨. પરદેશી, ૩. પાપડ-પાપડી, ૪. સેવો-ભજિયાં, ૫. કેસૂડાંનો, ૬. કેસૂડાંનો કેસરી રંગ, ૭. ધીમી ચાલ-સારી રીતે, ૮. ચાલ-ચાલવાની પદ્ધતિ
For Private and Personal Use Only