________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી
માટે લીમડાની ડાળખીઓથી પવન નાખવામાં આવે છે. આ અંગારા ઉપર માનતા રાખનારાં પૂર્વથી પશ્ચિમ તરફ ચાલે છે. ચૂલ-ચાલનારા ભાઈને ચૂલ ચાલવા દેશો. કોઈ રુકાવટ કરશો નહિ. તમારી નજર લાગવા દેશો નહિ !
ભાયને સૂળીએ સાલવા દીજો (૨) પાંગળાને સૂળીએ સાલવા દીજો (૨)
૧૦. શાની બાધા લીધી ? હોળી પહેલાં રોગ થાય ત્યારે તેમાંથી બચવા બાબાઈદની અથવા ઈતર દેવની માનતા લેવાય છે. વેવાણને માથું દુઃખતું હશે તે માથું દુઃખતું મટી જાય તે માટે માનતા બાધા લીધી હશે.
શાની બાધા લેધી'લી કાળી !
ખાકરી પીપેરનો પાલો રે લોલ. શાની બાધા લેધી’લી હતી !
ખાકરી પીપેરનો પાલો રે લોલ. શાનું માથું દુ:ખે 'લી મોનતી !
ખાકરી પીપેરનો પાલો રે લોલ. શાની બાધા લેધીલી નંજલી !
ખાકરી પીપેરનો પાલો રે લોલ.
૧૧. વાંદરું બેઠું ! ડુંગરમાં રહેનારું વાંદરું ગામમાં આવીને હોળી પર આવીને બેસે, તેમ ઘેરૈયો વાંદરા જેવો આવીને બેઠો.
ડુંગોર પરથું ઉતર્યું વાંદયું
હોળી પર બેઠું વાંદર્યું.
૧. માનતા, ૨. લીધી, ૩. અલી, ૪. ખાખરી-ખાખર-નાની ખાખર, ૫. પીપરવૃક્ષ, ૬. પાંદડાં * અપશબ્દપ્રયોગ પ્રસિદ્ધ કરવાનું યોગ્ય ગણ્યું નથી. – સં.
For Private and Personal Use Only