________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવદયાનો છંદ એક અનોખી જૈન કૃતિ
ઉષા બ્રહ્મચારી
જૈન સાહિત્યના ઉદગમની કથાનો આરંભ ભગવાન મહાવીરથી થાય છે. ઉપલબ્ધ સમસ્ત જૈન સાહિત્યના ઉદ્દગમનું મૂળ મહાવીરસ્વામીની દિવ્યવાણી છે. આ વાણીને હૃદયંગમ કરીને એમના પ્રધાન શિષ્ય ગૌતમ ગણધરે બાર અંગોમાં નિબદ્ધ કરી. આ દ્વાદશાંગ' ને શ્રુત નામ આપ્યું અને ભગવાન મહાવીર તેના અર્થકર્તા કહેવાયા, જ્યારે ગૌતમ ગણધરને તેના ગ્રંથકર્તા માનવામાં આવે છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી દ્વાદશાંગરૂપ શ્રુત સાહિત્ય ગુરુ-શિષ્ય પરંપરાના રૂપમાં મૌખિકરૂપે જ પ્રવાહિત થયું.' જૈન સાહિત્યનો વિસ્તાર
જૈન સાહિત્ય ઘણું વિસ્તૃત છે. જૈન સાહિત્યમાં બહુવિધ ચર્ચા કરવામાં આવી છે. મહાવીરસ્વામીએ કોઈ ચર્ચાને ઉપેક્ષિત કરી નથી તેથી ફળ સ્વરૂપે તત્ત્વજ્ઞાન, આચાર, આગમ, છંદ, લોકવિભાગ જેવા અસંખ્ય વિષયો ઉપર લખાણ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરે તત્કાલીન લોકભાષા અર્ધમાગધીને પોતાના ઉપદેશોનું માધ્યમ બનાવ્યું તેમજ લોકપ્રિય સંસ્કૃત ભાષામાં પણ અસંખ્ય કૃતિઓની રચના કરવામાં આવી.
વિન્ટરનીસે લખ્યું છે કે ભારતીય ભાષાઓના ઇતિહાસની દૃષ્ટિએ પણ જૈનોનું સાહિત્ય બહુ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે જૈનોએ હંમેશા એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે એમની રચનાઓ વધુમાં વધુ જનતાને માટે ઉપયોગી બને. આથી આગમિક રચનાઓ અને પ્રાચીનતમ ટીકાઓ તથા વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ અને કાવ્ય લખવાનાં શરૂ કર્યા. કોઈ ગ્રંથકારોએ સરળ સંસ્કૃતમાં રચના કરી તો કોઈએ સંસ્કૃત ભાષાને કાવ્યશૈલીમાં અપનાવીને પ્રાચીન કવિઓ સાથે બરાબરી કરી. ડૉ. વિન્ટરની નોંધે છે કે જૈનધર્મ બૌદ્ધધર્મથી પ્રાચીન હોવા છતાં જૈનોનું આમિક સાહિત્ય પોતાના પ્રાચીનતમરૂપમાં આપણને પ્રાપ્ત થયું નથી. દુર્ભાગ્યથી તેનો કેટલોક ભાગ જ સુરક્ષિત રહી શક્યો છે અને તેનું વર્તમાન સ્વરૂપ અપેક્ષા મુજબ ઘણું અર્વાચીન છે.
જૈનધર્મનું સૂત્રાત્મક સાહિત્ય વ્યાખ્યાઓ, ટીકાઓ અથવા ટબાના સ્વરૂપે પણ ઉપલબ્ધ થાય છે. કોઈપણ મૂળ ગ્રંથને યોગ્ય રીતે સમજવા માટે ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓનું અધ્યયન કરવું આવશ્યક છે. જ્યાં સુધી વ્યાખ્યાનું સૂક્ષ્મ અવલોકન ન થાય ત્યાં સુધી મૂળ ગ્રંથમાં રહેલી અનેક મહત્ત્વપૂર્ણ બાબતો અજ્ઞાત રહી જાય છે. આ હેતુથી વ્યાખ્યાત્મક સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું. આ પ્રકારના સાહિત્ય દ્વારા બે પ્રયોજન સિદ્ધ થાય છે.
સ્વાધ્યાય' - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી- એપ્રિલ ૨૦૦૧, પૃ. ૮૯ થી ૯૩
પ્રાચ્યવિદ્યા મંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. મહેતા મોહનલાલ, જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ, ભાગ ૩, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, હિન્દુ યુનિવર્સિટી, વારાણસી
વિન્ટરનીટ્સ, હિસ્ટ્રી ઓફ ઈન્ડીયન લીટરેચર, ભાગ ૨, પૃ. ૪ર૭ ૩. વિન્ટરનીટ્સ, એજન, પૃ. ૪૨૬
-
ત્રિ
For Private and Personal Use Only