________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
ઉષા બ્રહ્મચારી
વ્યાખ્યાકાર પોતાની કલમ દ્વારા ગ્રંથકારના અભીષ્ટ અર્થનું વિશ્લેષણ કરવામાં અસીમ આત્મોલ્લાસ
અનુભવે છે તથા ક્યારેક પોતાની માન્યતાને પણ પ્રસ્તુત કરે છે. ૨. પાઠકને ગ્રંથના ગૂઢાર્થ સુધી પહોંચવા માટે અનાવશ્યક શ્રમ કરવો નથી પડતો.
જૈન આગમોની સંસ્કૃત તથા ગુજરાતી વ્યાખ્યાઓનું આગમિક સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જૈન આચાર્યોએ પોતાના પ્રાચીનતમ સાહિત્ય ઉપર સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતીમાં ટીકાઓ લખવાનું શરૂ કર્યું. આ ટીકાઓમાં પ્રાચીન નિર્યુક્તિઓ, ભાગ્યો તથા ચૂર્ણિ, છંદોની સામગ્રી હેતુઓનો સમાવેશ થાય છે, તેમજ તર્કો અને અનુભવો દ્વારા એ સામગ્રી પુષ્ટ પણ કરી.'
આગમોની સંસ્કૃત ટીકાઓની બહુલતા થવાથી પછીના અનુગામી આચાર્યોએ જનહિતની દષ્ટિએ લોકભાષાઓમાં સરળ અને સુબોધ વ્યાખ્યાઓ લખી છે. આનું પ્રયોજન કોઈ વિષયની ગહનતામાં ન ઉતરતા સાધારણ પાઠકોને માત્ર બોધાત્મક શૈલીમાં મૂળ ઉપદેશ કે અનુભવને રજૂ કરવાનું હતું. આને માટે આવશ્યક હતું કે આ પ્રકારની રજૂઆતો સાહિત્યિક સંસ્કૃત ભાષામાં ન કરતાં લોકભાષામાં અર્થાત્ ગુજરાતીમાં વ્યક્ત કરવામાં આવે. આ પ્રકારની શબ્દાર્થાત્મક ટીકાઓથી રાજસ્થાની અને ગુજરાતી જૈનપ્રેમીઓને વિશેષ લાભ થયો. આ પ્રકારનું કેટલુંક જૈન સાહિત્ય પ્રાચ્યવિદ્યા મંદિરની જૈન હસ્તપ્રતોમાં સંગૃહીત થયેલું છે. ખૂબ જ સરળ ભાષામાં ધર્મનો ઉપદેશ, જીવદયાની વાત કે પછી વાસ્તવિક જીવનમાં અનુભવેલી ઉપદેશાત્મક વાતોનું વર્ણન પ્રાપ્ત થાય છે. આવી એક વિશિષ્ટ પ્રકારની જૈન હસ્તપ્રત વિષે અહીં વિગતે વર્ણન કરવામાં આવ્યું છે.
આ હસ્તપ્રતો વડોદરાના યતિશ્રી હેમચંદ્રજી દ્વારા પ્રાચ્યવિદ્યા મંદિરને ભેટ અપાયેલ છે.
નામ : જીવદયાનો છંદ
હસ્તપ્રત નં. : ૧૫૮૩૫
માપ : ૨૬ x ૧૨ સે.મી.
ભાષા : ગુજરાતી, લિપિ : દેવનાગરી
કર્તા : ભૂદર, સ્થળ : પેથાપુર
પાન : ૧, ગ્રંથસંખ્યા : ૨૮
હસ્તપ્રતની શરૂઆત દૂહાથી કરવામાં આવી છે :
શ્રી જિનવાણી પાયનની સમરી જે સરસત્ય જીવદયા પ્રતિયાચવા માતર્દિનું મુઝ મત્ય
ત્યારબાદ કુલ અગિયાર છંદમાં જીવદયાની વાતનું વર્ણન કર્યું છે.
રયણિ(રજની) વિના ચંદ્ર, ચંદ્ર વિના રાણી .. કામની(કામિની) વિના કંત(કંથ) કંત વિના કામની
૪. શાસ્ત્રી કેલાશચંદ્ર, જૈન સાહિત્યનો ઈતિહાસ, ભાગ-૧, જૈન ગ્રંથમાળા પ્રકાશ, વારાણસી
For Private and Personal Use Only