________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૦
www.kobatirth.org
અલા` લીલીપીળી પોંઈખોનું પોપટું હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા જઈ બેઠું વળલાની ડાઈળે
હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા ટેટા વાગોલે દાત કા'ળે
૨૪.
રાતી ચાંચનું પંખી
લીલીપીળી પાંખોનું લાલ ચાંચવાળું પંખી છે. એ પેલા વડ ઉપર બેઠું. તે થડના ટેટા ખાય છે અને દાંત કાઢે છે. હસે છે. વડેથી ઊડીને એ તો પેલી જુવાન વેવાણની કેડ ઉપર જઈ બેઠું ! વેવાણની કેડ પંપાળે છે ને હસે છે આનંદથી મલકાય છે !
હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા લીલીપીળી પાઁઈખોનું પોપટું હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા જઈ બેઠું વેવોણીની કેળે
હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા જઈ બેઠું કટેલીની કેળે
હેરીલાલ ! રાતી ચાંચનું હળીયાલું. અલા કેળો ખૂંપાળે દૌંત કાળે
હેરીલાલ ! રાતી ચાઁચનું હળીયાલું.
૨૫. કેદમાંથી છોડાવી લાવું
પોપીંદરું' વનળોમેં જેલું રે
પોપીંદરું બંઘીખાને પઈળું રે લોલ. હાથોનાં કડુલાં મેલું” ઘરેણે'
આદિવાસી પ્રદેશમાં જંગલ-વન છે. વનમાંથી તેઓ વનપેદાશ, પાંદડાં વગેરે વીણી લાવે છે. કંઇક ગુનાસર વહુના સાસરિયા કેદમાં પડે છે. વહુ પોતાનાં ઘરેણાં ગીરો મૂકીને તેમને છોડાવી લાવે છે.
પોપીંદરું શોડવી લાવું રે લોલ.
હાથોનાં કડુલાં મેલું ઘરેણે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સસરોને શોડવી લાવું રે લોલ. પગોનાં સૉકળાં મેલું ઘરેણે
જેઠુને શોડવી લાવું રે લોલ. કોટોના દોરલા મેલું ઘરેણે
દિયોરને શોડવી લાવું રે લોલ.
શંકરભાઇ સોમાભાઇ તડવી
For Private and Personal Use Only
૧. અલ્યા, ૨. પાંખનું-પાંખવાળું, ૩. પોપટ, પોપટ જેવું, ૪. હળિયેલ જેવું-હળિયેલ પક્ષી, ૫. વડલાની, ૬. ચાવે, ૭. દાંત કાઢે– હસે, ૮. વેવાણની, ૯. કેડે, ૧૦. પંપાળે ૧૧. પોપીંદરું-બડબડિયાં-પક્ષી, ૧૨. વનડો-વનમાં, ૧૩. ગયેલું, ૧૪. બંઘીખાને-કેદમાં, ૧૫. પડયું, ૧૬. કડલાં-કડાં, ૧૭. મૂકું, ૧૮. ગરેણ-ગીરો, ૧૯. છોડાવી, ૨૦. સાંકળાં, ૨૧. જેઠને, ૨૨. ડોકના, ૨૩. દિયરને