SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગન્નાથકવિકૃત ડાકુરેશસ્તોત્ર - એક અપ્રકાશિત સ્તોત્રા મિલિન્દ એસ. જોષી પ્રાસ્તાવિક : સંસ્કૃત સાહિત્યમાં કૃષ્ણભક્તોએ જુદાં-જુદાં કૃષ્ણસ્તોત્રોની રચના કરી છે. તે કૃષ્ણસ્તોત્રોમાંના નવ શ્લોકબદ્ધ પ્રસ્તુત સ્તોત્રમાં કવિએ ડાકુરેશ ડાકોરનાથજીની સ્તુતિ કરી છે, એ વિશેષ છે. આ સ્તોત્રના રચયિતા જગન્નાથ છે તથા આ જ કવિ દ્વારા રચાયેલ અન્ય ત્રણ સ્તોત્રો મળે છે. - (૧) વિઠ્ઠલસ્તોત્ર (દસ શ્લોક), (૨) કૃષ્ણાષ્ટકમ્ (નવ શ્લોક) અને (૩) રેવાષ્ટકમ્ (નવ શ્લોક). આ ચારે સ્તોત્રો એક જ હસ્તપ્રતમાં વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં મળે છે. અન્ય સ્થાને સ્તોત્રની બીજી કોઈ પણ હસ્તપ્રત મળતી નથી. આથી આ એક હસ્તપ્રતમાં સચવાયેલ પ્રસ્તૃત સ્તોત્રનો સ્વલ્પપરિચય આપી, એનો ઉપલબ્ધ પાઠ હસ્તપ્રતના આધારે આપવાનો અહીં પ્રયત્ન કર્યો છે. હસ્તપ્રતનું વર્ણન : પ્રસ્તુત ગ્રંથ ડાકુરેશસ્તોત્ર'એ વડોદરાની પ્રાચ્યવિદ્યામંદિર સંશોધન સંસ્થામાં પ્રાપ્ત થતી એકમાત્ર હસ્તપ્રત, ક્ર. ૧૧૭૪૦માં મળે છે. તે કેવળ પાંચ પત્રોની નાનકડી હસ્તપ્રત હોઈ એમાં એક પાનામાં દશ લીટીઓ અને એક લીટીમાં ૩૫ અક્ષરો છે. સુવાચ્ય અક્ષરોમાં કાગળ ઉપર લખાયેલી આ હસ્તપ્રતમાં લહિયાનો કે લેખનનો સમય મળતો નથી. હસ્તપ્રતનો પ્રારંભ “શ્રીરાય નમઃ | શ્રી ગુરુવરમ્ય નમ: |’ એમ થાય છે. લહિયાએ એક પણ જગ્યાએ હાંસિયામાં અક્ષરો ઉમેર્યા નથી કે છૂટી પણ ગયા નથી. આથી લહિયાએ સુવ્યવસ્થિત અનુલેખન કર્યું છે. હસ્તપ્રતની લંબાઈ ૨૦ સે.મિ. અને પહોળાઈ ૧૧ સે.મિ. છે. હસ્તપ્રતમાં કોઈ પણ જગ્યાએ લેખનસ્થળનો ઉલ્લેખ મળતો નથી. પણ, કાગળની ગુણવત્તા અને લહિયાની લેખનશૈલી જોતાં હસ્તપ્રત આશરે ૨૦૦ વર્ષ જૂની હશે એમ લાગે છે. જગન્નાથકવિનો પરિચય : ડાકેશસ્તોત્રના કવિ જગન્નાથનું નામ કે સ્તોત્ર વિશેની માહિતી ન્યૂ કેટલોગસુ કેટલોગરમાં મળતી નથી. આ જગન્નાથકવિ એ પ્રસિદ્ધ ગંગાલહરીના રચયિતા ન હોઈ શકે, પરંતુ આ કોઈ અન્ય જગન્નાથકવિ છે. કવિએ પ્રત્યેક સ્તોત્રના અંતિમ શ્લોકમાં ‘નમાયેટું કૃતમ્” (ડાકુરેશસ્તોત્રમાં), ‘માન નિર્મિતમ્' (કૃષ્ણાષ્ટકમ્ અને રેવાષ્ટકમ્) અને “નાથના+' (વિઠ્ઠલસ્તોત્રમાં) આ પ્રમાણે પોતાનો નામોલ્લેખ કર્યો છે. પરંતુ તેમનો સમય, સ્થળ, આ ચાર સ્તોત્રો ઉપરાંત અન્ય કૃતિઓ વગેરે વિશે કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી. પરંતુ આ ચાર સ્તોત્રમાં એક વિઠ્ઠલસ્તોત્ર છે. વિઠ્ઠલભગવાનની સ્તુતિ મોટાભાગે મહારાષ્ટ્રમાં વિશેષ હોય “સ્વાધ્યાય' - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૮૩ થી ૮૭ પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. + ડાકોરના નામની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે – ડંકનાથપુર - ડંકપુર હંકઉર - ડાકઉર - ડાકુર અને ડાકોર For Private and Personal Use Only
SR No.536149
Book TitleSwadhyay 2001 Vol 38 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year2001
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy