________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૪
www.kobatirth.org
મિલિન્દ એસ. જોષી
છે. અને વળી કૃષ્ણાષ્ટકમ્માં કૃષ્ણા નદીની સ્તુતિ છે. આથી આ જગન્નાથકવિ મોટેભાગે મહારાષ્ટ્રના કવિ હશે એમ માની શકાય. આ જગન્નાથકવિ વડોદરાના અને કદાચ મહારાજા ગાયકવાડના રાજ્યકાળમાં થઈ ગયા હશે, એમ પણ માની શકાય. વડોદરાથી ડાકોર નજીક પણ છે. આથી, એમ માની શકાય કે આ કવિ વડોદરાના હશે. તથા કવિએ ‘રેવાષ્ટકમ્'ની પણ રચના કરી છે. જે રેવા એટલે કે નર્મદા નદી વડોદરાની નજીક આવેલી છે. આ એક મહત્ત્વના મુદ્દાના કારણે પણ એમ લાગે છે કે કવિ વડોદરાના જ હશે.
સ્તોત્ર વિશે :
ડાકુરેશસ્તોત્રમાં કુલ નવ શ્લોક છે. તેમાં ૧ થી ૮ શ્લોક શાર્દૂલવિક્રીડિત છંદમાં અને ૯મો શ્લોક શિખરિણી છંદમાં છે.
જેમાં પ્રથમ શ્લોકમાં કવિ જણાવે છે કે - દ્વારિકાધીશની પ્રતિ છ માસે પોતાના હાથમાં તુલસી વાવીને, તે તુલસીપત્રથી ૬૦ વર્ષ સુધી ભગવાનની અર્ચના કરી. આ પ્રમાણે ભક્તની ભક્તિ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભક્ત માટે ગુર્જરપ્રદેશના ડંકપુરમાં આવીને ભક્તને ત્યાં રહ્યા. આ પ્રથમ શ્લોકમાં દ્વારિકાધીશ દ્વારાવતી (દ્વારકા)થી ડંકપુર (ડાકોર) કેવી રીતે આવ્યા તેનું વર્ણન છે. બોડાણાના આખ્યાનનો ઉલ્લેખ પ્રથમ શ્લોકમાં છે. વળી અત્રે ઉલ્લેખનીય છે કે ડંકપુરનું ડંકનાથમહાદેવનું મંદિર હાલના રણછોડરાયના મંદિર સામે ગોમતીઘાટ પર જમણા હાથે આવેલું છે. અહીં ડાકુરેશસ્તોત્ર પર ડંકપુરમાહાત્મ્યનો પ્રભાવ દેખાય છે. (૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મા વગેરે દેવોથી સેવિત, કલિના દોષોને દૂર કરનારા, જ્ઞાન આપનારા, પાપીઓના સર્વ પાપ હરનારા, આનંદ આપનારા, ભક્તોને ઇષ્ટળ આપનારા, મુનિઓ વડે હૃદયકમળમાં ધ્યાન ધરાતા, સંસારનાં દુ:ખો હરનારા અને ભયને હરનારા એવા ભગવાનની, હે ભક્તો, સેવા-ભક્તિ કરો. એમ બીજા શ્લોકમાં ડાકોરનાથની સ્તુતિ કરી છે. (૨)
કવિ ત્રીજા શ્લોકમાં જણાવે છે કે ભગવાનનું મુખ મુક્તા જેવું શોભિત છે, જેમના કાનનાં કુંડળના પ્રકાશથી ગાલનો પ્રદેશ શોભિત છે. જેમના કંઠમાં (ધારણા કરેલાં) કૌસ્તુભ, મોતીઓ અને માણેક ઝબૂકે છે અને જેમણે (ચાર) હાથમાં પદ્મ, ગદા, ચક્ર અને શંખ ધારણ કર્યાં છે એવા ભગવાનને ભજવા જોઈએ. આ શ્લોકમાં રણછોડરાયજીની મૂર્તિના સ્વરૂપનું વર્ણન છે. (૩)
પીતામ્બર ઉપર સોનાના કંદોરાથી શોભતી સુંદર કેડવાળા, તેમના બન્ને ચરણોનાં નૂપુર, તેમની જંઘા અને બન્ને ઊરુનું ધ્યાન ધરવું જોઈએ. આ પ્રમાણેનું ધ્યાન ધરનારા બ્રહ્મપુત્રી(ગોમતી)ના ભક્તો વડે અર્ચન કરાતા શ્રીભગવાનના ચરણકમળની, હે ભક્તો, સેવા-ભક્તિ કરો. આ શ્લોકમાં ડાકોરનાથના મંદિરની સામે આવેલા ગોમતીસરોવરનો નિર્દેશ છે. (૪)
વિવિધ સાધનો દ્વારા શાન્ત મનવાળા જીવોને પોતાનું આઐક્ય કરાવવા ઉઘત, (સંસારમાં) આસક્ત જનોને પોતાનામાં આસક્ત કરનારા તેમજ મુક્તજનોને પોતાનું દાસત્વ આપવા ઉદ્યત, ગોપીજનોના મનોવિલાસને કાજે કુશળ હંસ અને કેવળ સેવાભક્તિથી જ પામી શકાય તેવા ડાકુરેશને પરંબ્રહ્મસ્વરૂપ જાણીને અને દઢતાપૂર્વક માનીને આ સંસારના બુદ્ધિશાળીઓ (= સંતો) હરિની નિરંતર ભક્તિ કરે છે. (૫)
જે ગરીબ અને લાચાર દર મહિને પૂર્ણિમાના ઉત્સવના દિવસે (પૂનમ ભરવા) આવે છે, તે પોતાની
For Private and Personal Use Only