________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી
૧૦.
ઘૂઘર ભલા સોહે !
કવાંટ આદિવાસી પ્રદેશનું બજાર છે. ખાસ કરીને આ પ્રદેશમાં લાકડાં કાપવાનો ધંધો મુખ્ય હતો. તેથી કવાંટમાં લોઢાનાં ઓજારો કુહાડી, પાળિયુ, છરી વગેરે બનાવીને વેચવાનો ધંધો ચાલે છે વળી બળદનો વેપાર ચાલે છે. તે વખતે નાચવાનાં સાધનો ઘૂઘરા પણ ત્યાંથી ખરીદાય છે. કવાંટનું હાટ મોટું હોય છે. તેમાં મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો આવે છે. તેથી આ હાટ ચૈત્રીપૂનમના મેળા જેવું મોટું હોય છે. આ હાટ જોવા જેવો હોય છે. તે જેવા જવા ને ત્યાંના ઘૂઘરા ખરીદવા વેવાણને આમંત્રણ અપાય છે. કવાંટના ઘૂઘરા કેડે બાંધીને વેવાણ નાચે છે. પાણી પીવા જતાં ઘૂઘરા ભૂલી ગઈ. ને નાચવાનો ચાળો પણ ભૂલી ગઈ !
તે
આ તિલકવાડા તાલુકાની તડવી બહેનોમાં પ્રચલિત ગીત છે.
ભાય ભાય
કવાંટી સેટરીર ભરાયલી રે ભાય ભાય સાલો ભાયો સાટ જોવા યે રે ભાય ભાય સાલે'લી વેવાણ સાટ જોવા જીયે રે ... ભાય ભાય સાલે'લી ગંગલી સાટ જોવા જીયે રે કવાંટી સેટરી ભરાયલી રે ભાય ભાય રૂપીયાના બાર હેરી ઘૂઘરા રે ... ભાય ભાય ઘૂઘરા મૂલથી જોવે રે ... ભાય ભાય રૂપીયાના બાર હેરી ઘૂઘરા હૈ ... ભાય ભાય ખૂંટીએ ઘૂઘરા મેલેલા રે૧ ભાય ભાય બંદાવો ગંગલીની કો ઘૂઘર′ ભલો શોબે રેપ પૈસાનું ઈરે' બંદાવો રે ... ભાય ભાય તે ઈરનીં તેની દોરી બંદાવો રે ... ભાય ભાય
ભાય ભાય
ભાય ભાય
...
તે દોરીએ ઘૂઘરો પોવરાવો રે° બંદાવો વેવાણની કેળે
ઘર ભલો શોખ રે ... ભાય ભાય બંદાવો હીરકીની કેળે
ઘૂઘર
ભલો શોએ રે ... ભાય ભાય નાચે તેમ રમઝમ બોલે કે
ધ્રુઘર ભલો શોભે રે .... ભાષ ભાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૫૧
૧. કવાંટની-કવાંટ ગામમાં, ૨. ચેતરી – ચૈત્ર મહિનાની પૂર્ણિમા, ચૈત્રી પૂનમના મેળા જેવો મોટો હાટ, ૩. ભરાયેલી, ભરાઇ, ૪, ભાઈ ભાઈ ! ૫. ચાલો, ૬. હાટ, બખ્તર, છ, જઈએ, ૮. ચાલ અલી !, ૯. કિંમત પૂછી જુએ, ૧૦, જુએ, ૧૧, મૂકેલા, ૧૨. બંધાવો, ૧૩. કેડે, ૧૪. ઘૂઘરા, ૧૫. શોભે, ૧૬. હીર-રેશમ, ૧૭. પરોવરાઓ