________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી
છોકરીને આવડી શી બાંગડ બનાવી દીધી ! તમારા કહ્યામાં નથી. તમે બંધથી બાંધી મૂકી હતી છતાં તોડીને નાસી ગઈ !
ધમાસી બંદીયે બાંધેલી રેર
ઓ વેવાઈ ! તારી સ્વચ્છંદી છોકરી જોઈ ! કોઈ હરારી ગાય વાસલમાં ચરતી ચરતી ધમપછાડા કરે તેમ તારી છોકરીએ ધમપછાડા કર્યા. મનગમતા યુવાનો સાથે સહજીવન સાધ્યું. વાસલનાં મોટાં મોટાં ઢેફાં પણ ભાંગી નાખ્યાં તારી દીકરીએ !
વેવાઈ તારી શોરી
ધમાસી બંદીયે બોંધેલી રે લોલ. ધમાસી બંદ તોડી નાઈખો રે
વેવાઈ તારી શોરી
ધમાસી બંદ તોડી નાઈખો રે લોલ.
એવેશી બંગલી મેલેલી રે
વેવાઈ તારી શોરી એવેશી જંગલી મેલેલી રે લોલ.
વાંસેલમેં ચરતી મેલેલી રે
વેવાઇ તારી શોરી
વાંસેલમેં રમતી મેલેલી રે લોલ.
વાસેલી ઢળીયાં ભૉંગી નાઈખાં રે૨
વેવાઈ તારી શોરી
વાસેલી ઢળીયાં ભૉંગી નાઈખાં રે લોલ.
એવેશી બંગલી મેલેલી રે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેવાઈ તારી શોરી
એવેશી બંગલી મેલેલી રે લોલ.
૫૫
૧૬. સરસ મેદાન અને ખાડા ટેકરા
મહુડાની ડોડી સારા મેદાનમાં રોપી હોય અને તેનું વૃક્ષ સીધું ઊગી નીકળે, તેની પેઠે અમાદરા ગામ સરસ મેદાનમાં વસેલું છે. જ્યારે વેવાઈનું ગામ વણીયાદ્રી ખાડા ખાબોચિયામાં વસેલું છે.
For Private and Personal Use Only
૧. ધમાસના વેલાનો બંધ - દોરડું, ૨. બાંધેલી, ૩. છોકરી-દીકરી, ૪. નાખ્યો, ૫. એવી, ૬. બાંગડ-રખડતી,
-
૭. મૂકેલી, ૮. વાસલ-એક વરસ પડતર રાખેલી જમીન, ૯. મૂકેલી, ૧૦. ઢેફાં, ૧૧. ભાંગી, ૧૨. નાખ્યાં