________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકરભાઇ સોમાભાઇ તડવી
ખેતરમાં
તુવેરના છોડનો સ્વાદ તૂરો લાગે છે. હોળી લગભગ તુવેરનો પાક લેવાઈ જતાં તુવેરનાં કરાંઠાં ખોદી કાઢવામાં આવે છે. પુરુષ કરાંઠાં ખોદે અને સ્ત્રી તુવેરની વેણી વીણે છે. ઉનાળાનો સમય હોય છે. માથે તડકો તપતો હોય. ઊગળાં વળીને ચાલતાં ચાલતાં તુવેરની વેણો વીણવી પડે છે. તે વખતે તાપ લાગે છે. પરસેવો થાય છે. નાકેથી મોતીબિંદુ જેવાં પરસેવાનાં ટીપાં પડે છે. ટીપાંનો રેલો મોં ભણી આવતાં ખારા ખારા પરસેવાને ઘૂંકી નાખે છે. પરસેવો લુછી લુંછીને હાથની બાંયો પણ ખારી બની જાય છે. શરીર ઉપર પરસેવાની ખારાશ તડકાથી સુકાવાથી શરીરે ખારા સફેદ ઓગળાળા દેખાય છે. આવા સમયમાં જે જુવાન વેવાણ હાથમાં સપડાઈ જાય તો ઘરની પત્ની પેઠે કરાંઠાં વીણવાનું આકરું કામ કરાવું.
- તુરી તુવેર તારાં કરોંઠા વેણાવું રે
તુરી બંદ વેલો. ઓલી વેવોઈણ તને કરૌઠાં વેણાવું રે
તુરી બંદ વેલો. કરોંઠાં વેણાવું તને ભારો બંધાવું રે
તુરી બંદ વેલો.
ભારો બંધાવું તને ભારો ચળાવું રે
તુરી બંદ વેલો.
જેતપુર પાવી તરફના રાઠવામાં ગવાતો પાઠ :
તુરી તુવેર, તારાં કરાંઠાં વેણાવું રે,
તુરી બંદ વેલો ! તુરીયાનો વેલો ભોજાય ! કરાંઠાં વેણાવું રે
તુરી બંદ વેલો!
૧૫. ધમાસનો બંધ તોડ્યો ! ધમાસ નામના વેલા સીમમાં થાય છે. તે ઘણાં મજબૂત હોય છે. વેવાઈની છોકરી સ્વચ્છંદી હશે. તેથી તે નાસી ના જાય તે માટે તેને ધમાસના મજબૂત બંધથી બાંધી મૂકી હતી. પરંતુ જુવાનીના જોરમાં આવેલી, વેવાઈની છોકરી એમ સખણી રહે ? ધમાસનો મજબૂત બંધ તોડી નાખીને નાસી છૂટી ! ઓ વેવાઈ ! તેં તારી
૧. કરાંઠાં-સાંઠીઓ તુવેરની, ૨. વિણાવું - વીણવાનું કામ કરાવું, ૩. તુવેરના વેલાનો બંધ - દોરડું, ૪. વેવાણ, ૫. ચડાવું, માથે મૂકાવું, ૬. વિણાવું, ૭. તુરિયાં-શાક, ૮, તુરિયાના વેલાનો બંધ
For Private and Personal Use Only