________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘર્મેન્દ્ર મ. માસ્તર
નારાયણગઢ વગેરે આવાં પ્રસિદ્ધ સ્થળગામનામો છે. ગણદેવતાઓ પછી દ્રષિ, મુનિઓ, ભક્તો તથા અવતારોનાં નામ પરથી અનેક સ્થળગામનામો પડેલાં મળી આવે છે. રામપુર, રામનગર, સીતાપુર, રાધાપુરી, કૃષ્ણાપુરી, ભરતપુર, હનુમાનગઢી, બુદ્ધગયા, મહારુદ્ર, વિશ્વામિત્રી, મલ્હાદપુર, નરસિંગપુર આદિ મુખ્યત્વે નોંધપાત્ર ગામનામો છે. શૈવસંપ્રદાયથી સંબદ્ધ સિદ્ધ તથા નાથ સંપ્રદાય રહ્યા છે. એના સિદ્ધો તથા નાથોનાં નામ પરથીય સ્થળગામનામો પડેલાં પ્રાપ્ત થાય છે. ગોરખપુર, જાલંધર, જાલંધરીનગર, સિદ્ધપુર આદિ એવાં સ્થળનામો છે. તત્વજ્ઞાનીઓ-સાહિત્યકારોની અસર
એ જ રીતે તત્ત્વજ્ઞાનીઓ, સાહિત્યકારો તથા રાજનીતિજ્ઞ આગેવાનોનાં નામો પરથીય સ્થળગામનામો પડ્યાં છે. સૂરનગર, તુલસીનગર, તુલસીગ્રામ, ગાંધીધામ, ગાંધીગ્રામ, ગાંધીનગર, નહેરૂનગર, પ્રતાપનગર, જવાહરનગર, જયસ, વલ્લભવિદ્યાનગર, સંતરામપુર, સુભાષનગર, શિવાજીનગર, ઇંદિરાનગર, સાવરકરનગર, મહાત્મા ફૂલેનગર, શંકરાચાર્યનગર, અરવિંદનગર, દયાનંદનગર, પ્રેમચંદનગર, વિવેકાનંદનગર, પંતનગર, આંબેડકરનગર, રાજેન્દ્રનગર આદિ સ્થળગામનામો જાણીતાં છે. વળી ગલીઓ, લત્તા, ફળિયાં તથા મહોલ્લા ને માર્ગોનાં નામ પણ બહુધા સાહિત્યકારો, રાજદ્વારી નેતાઓ, ફિલસૂફો તથા કેળવણીકારોનાં નામો પરથી પાડવામાં આવેલાં જોવા મળે છે. નર્મદચકલો, કવિ નાનાલાલ માર્ગ, દયારામ ફળી, પ્રેમાનંદ ગલી, કુલપતિ ક.મા. મુનશી માર્ગ, મહાત્મા ફુલે માર્ગ, રમણ મહર્ષિ માર્ગ, સાવરકર માર્ગ, ૨.વ. દેસાઈ માર્ગ, મહારાણી શાંતાદેવી માર્ગ, સયાજીગંજ આદિ એનાં નોંધપાત્ર દષ્ટાંતો છે. જાતિસૂચક સ્થળનામો અધિક
ભારતમાં સૌથી વધુ સ્થળગામનામો જાતિસૂચક રહેલાં છે. જાતિ નામોના આધારરૂપ છે ગણ-સમુદાય વ્યવસ્થા. કાળીપુરા, અમર, નગરિયા, અહીરપાડા, જટપુરા, ભટના, ઓડ, ભટિંડા, ભીલવાડા, ભિલાવરી, ભીલોડા, ચમારગામ, ભીલૌડા, કુંભારિયા, ભિલૌલી, ગુજરાનવાલા, કાઠિયાવાડ, અણહિલપુર આદિ સ્થળગામનામો જાતિસૂચક છે. કાળીપુરામાં કાછી શબ્દ કચ્છપ ગણસમુદાય સાથે સંબંધ ધરાવે છે. ચમર-ચમાર શબ્દ ચામુંડા ગણસમુદાયનો વાચક છે. અહીર શબ્દ આભીરનું વિકસિત રૂપ છે. ને આભીર અભ (અભ્ય) સાથે સંબદ્ધ છે. અભનો અર્થ થાય છે જળ, આભીરોના ગણદેવના અભ (જળ) છે. અહિનગર સ્થળનામમાં “અહિ” એ
અભિ'નું વિકસિત રૂપ છે. સર્પોનો સંબંધ જળભાગ સાથે રહ્યો છે. અંગ્રેજીમાં સર્ષ માટે ‘સ્નેક' શબ્દ છે. ‘સ્નાન'માંનો ‘સ્ના” તથા “સ્નેક'માંનો ‘સ્ને’ જળવાચક છે. જટપુરામાં જટ એ જાટ શબ્દના મૂળરૂપે છે, જટનું રૂપાંતર જડ છે. સ્થૂળનો અર્થ પણ જડ ભાગ છે. સ્થૂળનો અર્થ શિવ પણ થાય છે. આભીર તથા જાટ જાતિઓના ગણદેવતા શિવ ગણાય છે. 'ભટૌના' તથા 'ભાટિંગા’માંનો ભટ શબ્દ ભાટ જતિ સાથે સંબદ્ધ છે. ભાટનું એક જાતિરૂપ ભાડ પણ થાય છે. નટ લોકોને ભાડ પણ કહેવામાં આવે છે. ભાટ એ ભાંડનું વિકસિત રૂપ છે. ભાંડનો અર્થ છે હસ્તકારીગરી. ભાટ એ હાથની કારીગરી કરનાર લોકજાતિ હતી. હાથકારીગરીથી કર્મ કરનાર જાતિલોકો પરથીય સ્થળનામો પડ્યાં છે. કુંભારવાડા, કુંભારપાડા, સોનીવાડા, મોચીવાડ, દરજીમહોલ્લો, ચમારવાડ, ચમારગામ, લુહારફળી, લુહારવાડ, લુહારપાડા,કાઠિયાવાડ આદિ એવાં સ્થળનામો છે. કર્મકાર એ જાતિસૂચક નામ છે. કુંભાર શબ્દમાં કુંભ અને કુંભનો અર્થ હસ્તકાર્ય-હાથ કારીગરી થાય છે. હાથથી માટીનું કામ કરનાર જાતિ કુંભાર કહેવાયા ને લોહ(લોઢા)નું કામ કરનાર જાતિના લોકો લુહાર કહેવાયા. સોનાની કારીગરી કરનાર સોની ને ચામડાની કારીગરી કરનાર ચમાર કહેવાયા. કાઠિયાવાડ તથા કાઠગોદામ શબ્દમાં કાઠ શબ્દ કાનું વિકસિત રૂ૫ છે. સ્થળગામનામોની
For Private and Personal Use Only