________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગર-સ્થળનામોની ભીતરમાં
૭પ
બાબતમાં કાષ્ઠયુગની અસર વધારે રહેલી છે. તમોલી ને તમૌલા જેવાં સ્થળનામો તામ્રયુગની યાદ આપી જાય છે. તામ્રના જ વિકસિત તથા પરવર્તી રૂપ તામ-તમ છે. ચાલીસ તથા એકતાલીસના ચ-ત ની જેમ જ તમ અને ચમ ના ત-ચ વર્ણ એકાર્થી તથા સ્વચ્છંદ પ્રયોગના વાચક છે. વિશ્વમાં નામ પરંપરા-એક તારણ
માત્ર ભારતમાં જ નહિ, પણ સમગ્ર વિશ્વમાં સ્થળગામનામો પર પાષાણયુગ, તામ્રયુગ, લોહયુગ તથા કાષ્ઠયુગની અસર રહેલી છે. એ પૈકી કાષ્ઠયુગ ને પાષાણયુગ સૌથી વધુ પ્રાચીન છે. વિશ્વનાં સ્થળનામોનાં સંકલન, વર્ગીકરણ, વિશ્લેષણ તથા સમીક્ષણથી એમની પુરાતનતા પણ સ્થાપિત થઈ શકશે. અમરોહા તથા અમેરિકા (અમ્રીકા)માં “આમ-આ-અમ'' મૂળરૂપે છે. ઑસ્ટ્રેલિયા ને ઓડીસામાં “આસ્ટ્ર, ઓડ, ઉડ” એક જ શબ્દમૂળથી સંબદ્ધ છે. આસ્ટ્ર તથા ઓડનો મૂળ અર્થ થાય છે ખેતી. કૃષિ સંસ્કૃતિ અનેક સ્થળગામનામોનાં કારણરૂપ છે.
અફ્રીકામાં ‘અફ-અફ’ એ સંસ્કૃત અભ-અભ્ર (વાદળ-પાણીનો ભંડાર) શબ્દનું રૂપાંતર છે. “અંબાલા' નો અંબ’ શબ્દ અભનું જ પ્રતિરૂપ છે. અભ, અફ તથા અંબ એ શબ્દો પર્યાય છે. ઈટલી, ઇટાવા, ઇટોલા ગામનામ શબ્દોમાં ઈટ-ઈટા એક જ છે. ઇટાલા એ મહાભારતકાળમાં ઈષ્ટિકાપુરી હતું. ઘરના “ગર” તથા ગ્રીષ્મના “ગ્રી”ની જેમ ગ્રીકનો ‘ગ્રી' પણ અગ્નિવાચક છે. ગુજરાતમાં આવેલું ઓડ ગામ એ ખેતીપ્રધાનતા સૂચવી જાય છે.
આમ, સ્થળગામનામોમાં રહસ્યરૂપે સમાજ ને લોકાતિનો ઈતિહાસ ગૂઢરૂપે નિહિત હોય છે.*
* વિવિધ લેખો તથા પ્રમાણો પર આધારિત
For Private and Personal Use Only