________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
પ્રફુલ્લ એમ. પુરોહિત
મેઘપ્રતિછન્દક નામનો સંકેત કરે છે, તે અનુસાર આ પ્રાસાદ દસ માળના પ્રાસાદોના વર્ગમાં આવે છે. આ પ્રાસાદનો ઉલ્લેખ અભિજ્ઞાનશાકુંતલમાં પ્રાપ્ત થાય છે. યથા–
विदूषकः - आत्मानमपि किमित न भणसि यदि भवानन्तपुरः कूटवागुरातो मोक्ष्यते, तदा मेघच्छन्नप्रासादे शब्दाવિષ્ય ૧૫
આ જ નાટકમાં આગળ આને દિશાઓ જોવા માટેનું ભવન એવું વર્ણન પ્રાપ્ત થાય છે જેમ કેयोऽसौ दिगवलोकनप्रासादो मेघच्छन्नो नाम । નાટકની સંસ્કૃત ટીકામાં આ પ્રમાણે જણાવ્યું છે – दिशामवलोकनाय कश्चित् कुतश्चिद् वा राजधान्याक्रमणायागच्छति किमिति शंकायां पर्यवेक्षणाय निर्मितः प्रासादः १७ આ ભવનના નામથી જ લાગે છે કે આ ભવન ઘણું ઊંચું હોવું જોઈએ.
સમુદ્રગૃહક
રાજપ્રસાદો અંતર્ગત સમુદ્રગ્રહની પણ રચના કરવામાં આવતી હતી. આનો ઉલ્લેખ સંસ્કૃત નાટકોમાં માલવિકાગ્નિમિત્ર તથા સ્વપ્નવાસવદત્તભૂમાં પ્રાપ્ત થાય છે. માલવિકાગ્નિમિત્ર નાટકની હિન્દી વ્યાખ્યામાં આચાર્ય રામચંદ્ર મિશ્રના મતાનુસાર કૃત્રિમ સમુદ્ર અથવા જળાશયની નજીક વાસ્તુશાસ્ત્ર આધારિત પ્રાસાદ બનાવવામાં આવતા હતા. જેમ કે વિહાર કૃત્રિમ-ક્રીડા શૈલાદિ બનાવવામાં આવતા હતા. મત્સ્યપુરાણમાં આને ષોડશ ભૂજાવાળો બે માળનો પ્રાસાદ માનવામાં આવ્યો છે. યથા –
षोडशास्रः समन्ताच्च विज्ञेयः स समुद्कः ।
पाश्र्वयोश्चन्द्रशालेऽस्य उच्छ्रायो भूमिकाद्वयम् ॥७ સમુદ્રગ્રહનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં, વિશ્વકર્મા પ્રકાશ તેમજ બૃહત્સંહિતામાં પ્રાપ્ત થાય છે. વિશ્વકર્મા પ્રકાશમાં – ‘‘સિંઈ વૃષ: સુવર પાલીડથ સમુદ્રના '' નું લક્ષણ આ પ્રમાણે છે.
अगुलीपुटसंस्थानपञ्चाण्डकविभूषितः । षोडशास्रः समन्तात्तु विज्ञेयः स समुद्रकः ।।२०
૧૫. મિજ્ઞાનરાવુિંતમ્, મ ૬ (રિદ્ધિ સંસ્કૃતિ -ન્ટિી ચાલ્યાતિમ્), સં.ચા. શ્રી નારરર રૂાસ્ત્રી, ઉર્દૂ. આ. શ્રી રામતેગ
पाण्डेय, चौखम्बा संस्कृत सीरिज, वाराणसी - १, १९७६, पृ. ४६६ ૧૬. એજન, પૃ. ૪૮૪ ૧૭. એજન ૧૮. માવામિત્ર, પ્રિન્ટી-ટી રામચંદ્ર મિશ્ર, ચવર્ષી મમરમાર પ્રારાન, વાર/સી ૧૯. મજીપુરા, . ર૬૨- ૨૮ ૨૦. વિરમપ્રારા, ૬-૮૪-૧૨
For Private and Personal Use Only