________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નગર-સ્થળનામોની ભીતરમાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મેન્દ્ર મ. માસ્તર
વિવિધ સ્થળ-નગરનાં નામો અને તેનો વિકાસ માનવજાતિની સંરચના અને તેના વિકાસક્રમને સ્પષ્ટ કરે છે. આદિમાનવને જ્યારે અગ્નિનું જ્ઞાન થયું તો અગ્નિસ્થાનો પરથી રહેઠાણનાં નામ અપાયાં હતાં. ઘર, હાઉસ, હોમ, તથા હર્થ – એ બધાં અગ્નિસૂચક સ્થળનામ છે. ‘ઘર’માંથી ‘ગર’ વ્યુત્પન્ન થાય છે. ગ્રીષ્મ તથા ગરમી શબ્દોમાં ‘ગર’ રહેલો છે. ‘ગ્રામ’માં પણ ‘ગર’ રહેલો છે. ગામ-ગાંવ શબ્દો ગામનાં જ પ્રતિરૂપ છે. જ્યારે આદિમાનવ શાંતિ તથા સલામતી માટે ગણ (સમુદાય) સમાજમાં ગ્રથિત થયો-રહેવા લાગ્યો ત્યારે સ્થળનામો ગુણવાચક બન્યાં. પ્રકૃતિનાં વૃક્ષો, છોડ, પશુપંખી, જીવજંતુ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, પવન, વરુણ તથા અગ્નિ આદિ જુદા જુદા ગણ-સમાજોના ગણ-દેવતા બન્યા. ‘ભાગલપુર’ નગરનામમાં ‘ભાગ’ ભગનું પ્રતિરૂપ છે. બકનોર તથા બંગલોરમાં બક તથા બંગ એ બક-બુકનાં જ રૂપાંતર છે. ‘અજમેર’માં ‘અજ’ એ ‘અજા’નું પ્રતિરૂપ છે. આપણે ત્યાં નગર, મગર, પુર તથા દુર્ગ શબ્દના સંયોજનથી સ્થળગામનામો પડેલાં જોવા મળે છે. એમાં નગર, મગર, પુર તથા દુર્ગ-એ શબ્દો ગણ-સમૂહવાચક છે. નગર તથા મગર એ સમાનાર્થી શબ્દો છે. ‘નગર’ નું સમીકૃત રૂપ ‘નક્ર’ (નગ્ર) તથા ‘મગર’નું સમીકૃત રૂપ ‘મક્ર (મગ્ર)' છે. નક્ર તથા મગર એક જ અર્થ ધરાવે છે. નગ અને નાગ અલગ અલગ ગણ-સમુદાય છે. પર્વતપૂજક ગણ-સમુદાય નગ(પર્વત)ગણ છે અને સર્પપૂજક ગણ-સમુદાય નાગગણ ગણાયો, નાગપુર અને નાગાલેન્ડ નામોમાં ‘નાગ’ શબ્દ રહ્યો છે. મંગલોર તથા મગરવાડામાં મગ તથા મગર શબ્દ રહેલ છે. મગનું મૂળરૂપ મઘ છે. મઘવા એટલે ઇન્દ્ર. ઇન્દ્ર પણ મગ કહેવાય છે. મેજિક તથા માગીકોસ નામોમાં પણ મૂળરૂપે ‘મગ’ રહેલ છે. મગ ગણ તાંત્રિક ગણાય છે. મગધ તથા મહારાષ્ટ્રમાં ‘‘મગ’’ તથા ‘‘મધ’’ રહેલ છે. મહારાષ્ટ્ર મધ-રાષ્ટ્ર છે. ‘મેરઠ’નગરનામમાં ‘મે’ ‘મગ’નું પ્રતિરૂપ છે. ‘કાશ્મીર’નામમાંય ‘મીર’ (રાષ્ટ્ર) ‘મેર’નું જ રૂપાંતર છે. ‘કશ્મીર’ નામ ‘કશ’ તથા ‘મગ’ એ બે ગણોના સમન્વયરૂપ છે. બીકાનેર, અજમેર, જેસલમેર, ચાંપાનેર, વાંકાનેર, બિજનૌર આદિ સ્થળનગરનામોમાં નેર-મેર-મીર-નૌર એ રૂપો ‘નગર’ તથા ‘મગર’નાં જ સ્વીકૃત રૂપો છે.
પ્રકૃતિપદાર્થોનો પ્રભાવ
‘પુર’ શબ્દ પણ અગ્નિપૂજક ગણસમુદાય સાથે સંબંધ ધરાવે છે. ઘર, ઝર, ભર એકાર્થી શબ્દો છે. એ ત્રણેનો અર્થ થાય છે અગ્નિ. એ ત્રણે શબ્દ ત્રણ જુદા જુદા ભાષા-ગણ-સમુદાય સાથે સંબદ્ધ છે. ‘ઝવલ’માંથી ‘જવલ’ને ‘જવલ’માંથી ‘વલ’ શબ્દ નીકળશે. એ જ રીતે ‘ઝવલ’માંથી ભુલ, ભુલમાંથી બુલ શબ્દ વ્યુત્પન્ન થશે. ભુવાલી તથા ભોપાલ સ્થળનામોમાં ‘ભુવ’ તથા ‘ભુપ' શબ્દ મૂળરૂપે રહેલા છે. ‘ફ્લલ’માંથી ફલ-ફોલ, પલ-પોલ શબ્દ વ્યુત્પન્ન થશે. અંગ્રેજી શબ્દ Fuel ‘ફ્યુલ’ ફ્યૂલનું જ રૂપાંતર છે. પુલ-પુર-ઉર, ઓર-ઔર, અવર, અવલ, ઓર-ઔલ એ સઘળાં રૂપાંતર અગ્નિદ્યોતક શબ્દ ફૂલ સાથે સંબદ્ધ રહેલાં છે. ઉચ્ચારણ તથા ‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૭૧ થી ૭પ
C/o. અજય ૨. મોદી, ૮ ધવલ સોસાયટી-૧, કામનાથ મહાદેવ પાસે, સેંટ ઝેવિયર્સ સ્કૂલની સામે, નવરંગપુરા,
અમદાવાદ-૯.
For Private and Personal Use Only