________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૨
ધર્મેન્દ્ર મ. માસ્તર
સ્થાનભેદને લીધે એ બધાં બોલી-ભેદના પરિણામરૂપ છે. જયપુર, ને જોધપુર, જબલપુર, વેજલપુર-એ સ્થળ– નામોમાં આવેલ ‘પુર’, ત્રિચીનોપલ્લી’માંનો ‘પલ્લી’, પાલી તથા પલા એ બધાં ગામ અર્થ ધરાવતા, સમાનાર્થી શબ્દો છે. ઉત્તરપ્રદેશ રાજ્યના અલીગઢ જિલ્લામાં ‘પલા’ તથા ‘પાલી’ નામનાં બે ગામ આવેલાં છે. ‘ભડૌચ’ (ભરૂચ)માં ‘ભડ’ એ ‘જ્વલ’નું જ વિકસિત રૂપ છે. આપણે ત્યાં અગ્નિવાચક અને જળવાચક શબ્દો ઘણાખરા સ્થળનગરનામોના આધારરૂપ રહેલા જણાય છે. ‘જમુનાદ’માંના ‘દહ' ને રાહુલ સાંકૃત્યાયન જળવાચક માને છે. ‘દ્’ના વર્ણવ્યત્યયરૂપે ‘દહ’ થયેલ છે. ‘જળ’ ઉપરાંત એનો બીજો અર્થ ‘અગ્નિ’ પણ થાય છે. નદીને કિનારે અગ્નિદાહ થતો હતો. એટલે એને ‘દહ’ નામ મળ્યું. આદિમાનવે શરૂઆતથી અદ્યાપિપર્યંત માનવસમાજ નિર્માણ કરવાની જેટલી લાંબી મજલ કાપી છે તે દરમ્યાન સમાજભિન્નતાને કારણે અનેકવિધ સ્થળગામનામો પાડયાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિકારીયુગ સાથે સંબંધ ધરાવતા અહીરાના, લુધિયાના, ભીલવાડા, ભીલોડા આદિ સ્થળગામનામો જાણીતાં છે. અહીર એ આખેટ(શિકારી)નું જ વિકસિત રૂપ છે. લુધિયાના નામ લોધે રાજપૂતો સાથે સંબંધ ધરાવતું મનાય છે. ‘લોધા’ શબ્દ ‘લુબ્ધક' પરથી આવેલો છે. એનો અર્થ થાય છે શિકારી યા પારધી. ‘ભીલવાડા’ ને ‘ભીલોડા’ નામોમાં ભીલ એ ભિલ્લ(ભાલુ)નું વિકસિત રૂપ છે. ને ‘વાડા-ઓડા’ એ ‘પાડા-આડા’નું પ્રતિરૂપ છે. સ્થળગામનામોમાં સમાજની ભૂમિકા વધુમાં વધુ કારણરૂપ અસર કરી ગયેલી જણાય છે. સિંહપુર, હસ્તિનાપુર, બાગપુર, સિદ્ધપુર, ગાઝીપુર, ચિત્તરંજન, કાછીપુરા, ગજરૌલા આદિ સ્થળનામો પણ ગણ-વ્યવસ્થા સાથે સંબંધ ધરાવે છે. હસ્તિનાપુર ‘હસ્તિ’ ગણસમૂહ સાથે સંબદ્ધ છે. ગજરૌલા નામમાં પણ ગજ શબ્દ હસ્તિનો સમાનાર્થી જ છે. સિંહપુરમાં સિંહસમૂહથી સંબંધ છે. બાગપુર વાઘ(બાઘ-બાગ)ગણ સાથે સંબંધ ધરાવે છે. સિદ્ધપુર સિદ્ધપુરુષો સાથે સંબદ્ધ છે. ચિત્તરંજન શબ્દમાં ચિત, ચિત્તા સમુદાય સાથેનો સંબંધ સૂચવાયો છે. કાછીપુરા શબ્દ કાછી જાતિસૂચક નામ કચ્છપ ગણથી સંબદ્ધ છે. ભારતમાં કૂર્મ તથા ઋક્ષ દેશ કાચબા તથા રીંછ ગણદેવતાઓ સાથે સંબદ્ધ છે. ‘કાઠિયાવાડ’ શબ્દમાં ‘કાઠી’ એ કાષ્ઠ સાથે સંબંધ ધરાવે છે.
સંસ્કૃતિ સાથે સંબંધ
સ્થળગામનામો વળી પ્રત્યેક સ્થળપ્રદેશની સંસ્કૃતિ જાતિ તથા સમાજ વ્યવસ્થાની અસર પણ ધરાવતાં હોય છે. મુસ્લિમ, અંગ્રેજ, તથા ભારતીય સ્થળનામ અલગ અલગ સંસ્કૃતિ, સમાજ તથા જાતિવ્યવસ્થા દર્શાવી જાય છે. પણ ભારતમાં ભારતીય સંસ્કૃતિ, સમાજ તથા જાતિવ્યવસ્થાથી ભિન્ન પ્રકારનાં સ્થળનામ પણ મળી આવે છે, કેમકે ભારતને આરબ, ફ્રાંસ, ઇંગ્લેન્ડ, તથા અન્ય યુરોપીય દેશ-પ્રદેશો સાથે વેપારી તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાનનો સંબંધ સેંકડો વર્ષોથી રહ્યો છે. એ પ્રકારની પરસ્પર સંપર્ક, સંઘર્ષ તથા સમન્વયની પ્રક્રિયાએ ભારતનાં સ્થળનામો પર ભારે અસર કરેલી નજરે પડે છે. ભારતનાં અનેક સ્થળનામો મોગલો તથા અંગ્રેજોએ બદલી નાખ્યાં છે અને બહારના આક્રમણકારોએ વળી નવાં સ્થળો પણ વસાવ્યાં છે ને તેનાં નામો, પોતાની દૃષ્ટિએ પોતાનાં પાડયાં છે. ‘અલીગઢ’ ગામનામમાં ‘અલી’ ફારસી શબ્દ છે, ને ‘ગઢ’ એ હિંદી શબ્દ છે. અલીગઢનું પ્રાચીન નામ કોલ હતું. આજેય કોલ અલીગઢનો સૌથી જૂનો તાલુકો છે. ઔરંગાબાદનું પ્રાચીન નામ ‘દેવગિરિ’ને ‘ખિડકી’ હતાં. પણ ઔરંગઝેબનું રહેઠાણ બન્યાથી તેનું નામ ઔરંગાબાદ પાડવામાં આવ્યું. અલ્હાબાદનું પ્રાચીન નામ પ્રયાગ છે. પ્રયાગ એ ‘‘પ્રકર્ષ યજ્ઞ'' પરથી આવેલો શબ્દ પ્ર + યાગ. તેનો અર્થ એ કે સૌથી વધારે યજ્ઞ એ સ્થળે થયેલા. એ દષ્ટિએ એનું નામ પ્રયાગ પડેલું. ઇલાહીએ એને બદલીને ઇલાહાબાદ (અલ્લાહાબાદ) નામ રાખ્યું. એટલે અલ્લાહ + આબાદ = અલ્લાહનું સ્થાન. હરિયાણા રાજ્યમાં એક ગામનું નામ મુર્તજાપુર છે. એમ લાગે કે
For Private and Personal Use Only