________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાન્તિલાલ રા. દવે
નિધનને વિષય બનાવીને શ્રી શિવરામ પાંડેએ ‘વારા' નામના શોકાંજલિકાવ્યની રચના કરી છે. આ જ વિષય પર શ્રી રામાવતાર શર્માએ પણ ‘Elegy on Edward VII” (ઈ.સ. ૧૯૧૦) એવા અંગ્રેજી શીર્ષક હેઠળ, સંસ્કૃતમાં એક સ-રસ કરુણપ્રશસ્તિકાવ્યનું સર્જન કર્યું છે. જ્યોર્જ-પંચમ વિષયક રચનાઓ :
એડવર્ડ સપ્તમના ઉત્તરાધિકારી જ્યોર્જ-પંચમનાં જીવન અને કાર્યોને વિષય બનાવીને આધુનિક સંસ્કૃતસર્જકોએ અનેક કૃતિઓની રચના કરી છે. તે પૈકી, ‘નોનવરિતમ્' નામનાં એક જ શીર્ષકવાળા બે કાવ્યો પ્રાપ્ત થાય છે, આમાંની પ્રથમ રચના શ્રી જી.વી.પદ્મનાભ શાસ્ત્રીની છે, જે “નમuપ' એવા અમરનામથી પણ સુપ્રસિદ્ધ છે. બીજી રચના મદ્રાસના મહામહોપાધ્યાય લક્ષ્મણસૂરિની છે, જેમાં જ્યોર્જ પંચમના જીવનનાં મહત્ત્વનાં પ્રસંગો અને કાર્યોનું નિરૂપણ છે. મદ્રાસના જ શ્રી વિદ્યાનાથ કે.એસ. અચ્યાસ્વામી શાસ્ત્રી અય્યરરચિત “નોર્મવેરામાં આ જ વિષય કેન્દ્રસ્થાને છે. બિહાર રાજ્યના ગયાના રાજકીય વિદ્યાલયના પ્રાધ્યાપક હરિનંદન ભટ્ટ વિરચિત, ૧૧ સ્તબકોમાં વિભક્ત, ‘ચંપૂકાવ્ય' પ્રકારની “સમ્રરિતમ્' (ઈ.સ. ૧૯૩૩) પંચમ જ્યોર્જ પ્રત્યેના ભક્તિભાવથી પ્રેરાઈને રચાયેલી કૃતિ છે, જેમાં સમ્રાટ પંચમ જ્યોર્જના અહોભાવપૂર્વક આલેખાયેલા જીવનપ્રસંગો ઉપરાંત, તેમણે કરેલાં પ્રારંજન અને લોકકલ્યાણનાં કાર્યોનું ઓજસ્વી આલેખન છે. તેમાં સમ્રા જ્યોર્જ, તેમનાં પિતામહી વિક્ટોરિયા. પિતા સપ્તમ એડવર્ડ અને તેમનો રાજકાળ, ભારતના સમુદ્રતટો, વારાણસી તથા લંડનનગરી વગેરેનું મહદંશે વર્ણનપ્રધાન નિરૂપણ છે આ કારણે આ કૃતિ ખાસ પ્રભાવોત્પાદક બની શકી નથી. અલબત્ત, ધર્મ અને નાસ્તિકની પ્રશ્નોત્તરી'નું લગભગ ૧૧૧૦ પદ્યોમાં કરવામાં આવેલું નિરૂપણ ખરેખર રસપૂર્ણ અને ઉચ્ચકવિત્વમંડિત છે. આ સંપૂકાવ્યની એક વિશેષતા એ ગણાવી શકાય કે, સામાન્યત: ચંપૂકાવ્યોમાં પદભાગની અલ્પતા અને ગદ્યભાગની બહુલતા હોય છે, તેના બદલે અહીં ગદ્યભાગની અલ્પતા છે. જ્યોર્જ પંચમના ભારતમાં આગમન અને તેમના રાજ્યારોહણની ખુશાલીમાં, ભારતમાં ‘પંચમ સ્વર સ્વરમાં પંચમ પ્રશસ્તિઓ દેશના વિવિધ ભાગોમાં ગંજિત થઈ ઊઠી' હોવાની વિદ્વાનોએ પણ ખાસ નોંધ લીધી છે. જ્યોર્જ પંચમના ભારતમાં આગમન અને તેમના રાજ્યાભિષેકને કેન્દ્રમાં રાખીને રચાયેલી અનેક કૃતિઓમાં, મહામહોપાધ્યાય લક્ષ્મણસૂરિ દ્વારા પ્રણીત “હિસાગ્રીમ્' (ઈ.સ. ૧૮૫૯) એક મહત્ત્વપૂર્ણ અને આસ્વાદ્ય નાટ્યકૃતિ છે. જ્યોર્જ પંચમના ભારતમાં આગમન અને રાજ્યારોહણ જેવી શકવર્તી ઘટનાનું નિરૂપણ કરતી આ પંચાંકી નાટટ્યકૃતિમાં, દ્વિતીય અંકમાં અપવાદરૂપ કેટલીક કવિકલ્પિત બાબતોને બાદ કરતાં, શેષ પ્રસંગો અને તમામ પાત્રો પૂરેપૂરાં ઐતિહાસિક છે. જર્મન વિદ્વાન હુલ્ટ જૉખ આ નાટયકૃતિ સંદર્ભમાં લખે છે : It shows that this wonderful, rich and flexible language, if handled by a master, is quite able to express modern ideas and to describe the latest European fashions and inventions in a clean and unmistakable manner, જ્યોર્જ પંચમના રાજ્યાભિષેક પ્રસંગને વિષય બનાવીને રચાયેલી અન્ય નોંધપાત્ર રચનાઓમાં, પ્રયાગના શ્રી શિવરામ પાંડેએ ‘નાં નરામિમ્' અને નૉર્નામિત્રવીર' (ઈ.સ. ૧૯૧૧) નામનાં બે સ-રસ કાવ્યોનું પ્રણયન કર્યું છે, તો ચેન્નપુરીની સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક શ્રી નારાયણદત્ત દીક્ષિતે “મુકુટામિકમ્' (ઈ.સ. ૧૯૧૨)નામના નાટકમાં ઈ.સ. ૧૯૧૧માં ભરાયેલા દિલ્હીદરબાર અને જ્યોર્જ પંચમના રાજ્યાભિષેક પ્રસંગનું તાદશ નિરૂપણ કર્યું છે. આ મહત્ત્વપૂર્ણ ઘટના વિશે તિરુપતિના આર.વી. કૃષ્ણમાચાર્યું પણ “વર્તિવત્વારિંતુ” નામની કૃતિ રચી છે. આ વિષય પરની અન્ય ધ્યાનાર્ડ રચનાઓમાં કોચા નરસિંહાચાર્યકત ‘નૉર્નમાર નવિનય’, મુકુંદરામ રચિત “નામ' (ઈ.સ. ૧૯૩૩), શ્રી ૬. ડૉ. રાધાવલ્લભ ત્રિપાઠી, સંસ્કૃત સાહિત્ય, બીસવશતાબ્દી, પૃ. ૮
For Private and Personal Use Only