________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધુનિક સંસ્કૃત સાહિત્યમાં અંગ્રેજપ્રશસ્તિ
(૩૧
શૈલીમાં ભાવપૂર્ણ નિરૂપણ છે. મહારાણી વિક્ટોરિયાની ગોલ્ડન જ્યુબિલી પ્રસંગે, કેરલવર્મ વલિય કોઈબ્રાન વિરચિત “વિક્ટોરિયારિતમ્' (ઈ.સ. ૧૮૮૭) ૧૦૩ શ્લોકોની સ-રસ કાવ્યકૃતિ છે, જેમાં મહારાણી વિક્ટોરિયાના
વનની મહત્વપૂર્ણ વિગતો અને પ્રસંગોનું બયાન છે. અને આ કાવ્યના પ્રત્યેક પદ્યના અંતમાં વિવટોરિણા વિનવતાં વાર રાતમ્' એવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે. પૂનાના વ્રજનાથ શાસ્ત્રીકૃત ‘વિવરિયાપ્રાપ્તિઃ' (ઈ.સ. ૧૮૯૨), મુડુમ્બી વ્યંકટરામ નરસિંહાચાર્યપ્રણીત અન્ય “વિવરિયાપ્રતિઃ ' કાવ્ય, સુરેન્દ્રમોહન ટાગોર દ્વારા રચાયેલ વિવટોરિયામાખ્યમ્ (ઈ.સ. ૧૮૯૮), તથા કટત્તનાટ રવિવર્મ તબૂરાનની કાવ્યકૃતિ “વિવેરરિયાવિટાસTEવમ્' (ઈ.સ. ૧૯૮૦) વગેરેમાં મહારાણી વિક્ટોરિયાની ગુણગરિમાનું ગૌરવમંડિત આલેખન કરવામાં આવેલું છે. મહારાણી વિક્ટોરિયાના ચરિત્રને કેન્દ્રમાં રાખીને વિવિધ સર્જકોએ, વિવિધ પ્રસંગોએ કરેલી વિવિધ કાવ્યરચનાઓના સંપાદિત કરવામાં આવેલા કાવ્યસંગ્રહોમાં પણ મહદંશે મહારાણી વિક્ટોરિયાનાં જીવન અને સિદ્ધિઓનું અતિરંજિત ચિત્રાંકન પ્રાપ્ત થાય છે. આવા સંગ્રહોમાં, મહારાણી વિક્ટોરિયાના હીરક મહોત્સવ પ્રસંગે, ઉત્તર કર્ણાટક જિલ્લાના સંસ્કૃત કવિઓએ રચેલાં કાવ્યોનો સંગ્રહ, ‘બિસ્કીન' નોંધપાત્ર છે. વારાણસીના વિદ્વાન બલદેવસિંહ ‘વર્તાવિવોરિયાવિનયપત્રકુ (ઈ.સ. ૧૮૮૯)માં આવાં બીજાં સ્તુતિકાવ્યોનું સંપાદન કર્યું છે. આવો એક અન્ય નોંધપાત્ર કાવ્યસંગ્રહ “તિરૂમાંનાિ” (ઈ.સ. ૧૮૯૭) છે, જેમાં વારાણસીના કેટલાક સિદ્ધહસ્ત પંડિતોએ, મહારાણી વિક્ટોરિયાને કેન્દ્રમાં રાખીને રચેલી વિવિધ કાવ્યકૃતિઓને શ્રીકૃષ્ણચંદ્ર ગ્રંથસ્થ કરી છે. મહારાણી વિકટોરિયાના નિધનને કેન્દ્રમાં રાખીને વારાણસીના કુલચંદ્ર શર્માએ “મહાનિ (ઈ.સ. ૧૯૦૧) નામના ‘ચંપૂ” પ્રકારના ગદ્યપદ્યમય શોકકાવ્યનું પ્રણયન કર્યું છે, તો આ જ વિષયને લક્ષમાં રાખીને કલકત્તાના યાદવેશ્વર તર્કરન્ને ‘સમૃવિત્ (ઈ.સ. ૧૯૦૧)નામના શોકપ્રધાન કાવ્યનું સર્જન કર્યું છે. એડવર્ડ - સસમ વિષયક કાવ્યો : - મહારાણી વિક્ટોરિયા વિષયક રચનાઓની તુલનામાં તેમના ઉત્તરાધિકારી એડવર્ડ સપ્તમ વિષે રચાયેલી કતિઓની સંખ્યા ઓછી છે. એમાં પણ એડવર્ડ સપ્તમના જીવનચરિત્ર અને રાજ્યારોહણ-પ્રસંગને લગતી કૃતિઓની સંખ્યા સવિશેષ છે. જેમ કે, લખનૌના કવિ ઊર્વીદત્ત શાસ્ત્રી વિરચિત “ડવર્ડવંરામ્' (ઈ.સ. ૧૯૦૫)માં એડવર્ડના ચરિત્રનું નિરૂપણ છે. કોઈ અજ્ઞાત કવિ દ્વારા રચાયેલા “કંપનીuતાપમાનમ્' નામના દીર્ઘકાવ્યમાં એડવર્ડ સસ જીવનપ્રસંગોનું આલેખન મળે છે. કલકત્તાના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રચિત, “ગરીનેશ્વરર/નસૂયરાત્તિ તીવી' (ઈ.સ. ૧૯૦૮) એવું ઠીક ઠીક લાંબું શીર્ષક ધરાવતા પ્રશસ્તિકાવ્યમાં, એડવર્ડ સપ્તમનાં જીવન અને મહત્ત્વપૂર્ણ કાર્યોનું ઓજસ્વી નિરૂપણ કરવામાં આવ્યું છે. એડવર્ડ સપ્તમ પ્રત્યેના ભારોભાર ભક્તિભાવથી ભર્યાભર્યા આ કાવ્યમાં, એડવર્ડ સપ્તમને ‘રાજરાજેશ્વર' તરીકે ઓળખાવવામાં આવ્યા છે. એડવર્ડ સપ્તમ વિષે રચાયેલાં કાવ્યોમાં એમના રાજ્યાભિષેક-પ્રસંગનું નિરૂપણ કરતી કૃતિઓની સંખ્યા સવિશેષ છે. જેમ કે, શ્રીધર વિદ્યાલંકારે એડવર્ડ સપ્તમના દિલ્હીના તખ્ત પરના રાજ્યાભિષેકને વિષય બનાવીને, “વિશ્વ મહોત્સવમ્' (ઈ.સ. ૧૯૦૧) નામના પસર્ગીય પ્રશસ્તિકાવ્યનું સર્જન કર્યું છે, જેમાં દિલ્હીના પ્રસિદ્ધ દરબારનું ઝીણવટભર્યું નિરૂપણ છે. શ્રી મહેશચંદ્ર તર્કચૂડામણિએ આ જ વિષય પર ‘વર્ડનો સ્વામિનન્દનમ્' (ઈ.સ. ૧૮૮૭) નામની કાવ્યકૃતિનું સર્જન કર્યું છે. કોઈ અજ્ઞાતનામા સર્જકે આ જ વિષય પર કલમ ચલાવી ‘વિરામિમ્' (ઈ.સ. ૧૯૦૨) નામે સ-રસ કાવ્યરચના કરી છે. આ જ વિષય પર પ્રયોગનિવાસી શિવરામ પાંડેએ ‘વર્ટાન્યામરિવારમ્' (ઈ.સ. ૧૯૦૩) નામની કાવ્યકૃતિની રચના કરી છે, તો નંદકિશોર ભટ્ટ “રાનાનેશ્વરપ્રાપ્તિ ત્રમ્' (ઈ.સ. ૧૯૦૭)માં એડવર્ડ સસમને ‘રાજરાજેશ્વર' ગણાવી, એક નિતાન્ત ભક્તિભાવપૂર્ણ કૃતિનું સર્જન કર્યું છે. ઈ.સ. ૧૯૧૦માં થયેલા એડવર્ડ સમયના
For Private and Personal Use Only