________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિવાપાંજલિ
મહામહોપાધ્યાય પ્રો. ડૉ. અરુણોદય ન. જાની :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામહોપાધ્યાય પ્રો. ડૉ. અરુણોદય નટવરલાલ જાનીનો જન્મ ૨૦ નવેમ્બર ૧૯૨૧ના રોજ વડોદરામાં થયો હતો. બહુમુખી પ્રતિભા ધરાવનાર જાનીસાહેબ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાચ્યવિદ્યાનિષ્ણાત તરીકેની ખ્યાતિ ધરાવતા હતા. ૮૨ વર્ષની જૈફ વયે તા. ૧૬ મે ર૦૦૩ના રોજ એમનું અવસાન થયું.
શુક્લ યજુર્વેદની માધ્યદિની શાખા ધરાવતા ત્રિવેદી કુટુંબમાં જન્મેલા જાનીસાહેબના કુટુંબિજનો ઘણી પેઢીઓથી અમદાવાદ રહેતા હતા. જાની કુટુંબે તેમના પિતાશ્રીને દત્તક લીધા બાદ તેઓએ વડોદરા ખાતે સ્થળાંતર કર્યું. પ્રો. જાનીએ વૈદિક વિદ્યા અને તાંત્રિક વિદ્યાનો વારસો તેમના મામા પાસેથી સાધ્ય કરેલો. બી.એ., એમ.એ., પીએચ.ડી. અને ડી. લિ.ની પદવીઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી મેળવ્યા પછી જાનીસાહેબે પરંપરાગત વિદ્યાઓ; જેવી કે વેદ, તન્ત્ર, કર્મકાંડ, વેદાંત, સાહિત્યશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. તેમ જ વ્યાકરણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ અને જ્ઞાન, વિદ્યાભાસ્કર પંડિત મણિશંકર ઉપાધ્યાય પાસેથી આત્મસાત કર્યાં હતાં. તદ્દઉપરાંત તેઓએ કલકત્તા યુનિ.માંથી કાવ્યતીર્થની પદવી અને દરભંગા સંસ્કૃત યુનિ.માંથી મહામહોપાધ્યાયની માનદ પદવી પ્રાપ્ત કરી હતી. મ.સ. વિશ્વવિદ્યાલયમાંથી તેમણે જર્મન ભાષાનો ડિપ્લોમાં કોર્ષ તેમજ ફ્રેન્ચ ભાષાનો સર્ટિફિકેટ કોર્ષ કર્યો હતો. એમણે જર્મનીની હેમ્બર્ગ યુનિ.(૧૯૫૭–’૫૮)માં ‘‘જર્મન સંશોધનપદ્ધતિ''નો અભ્યાસ કર્યો હતો. વૈદિક અભ્યાસની તાલીમ તેમણે પ્રો. જી.એચ. ભટ્ટ અને ડૉ. એસ.એસ. ભાવે જેવા મહાન ગુરુવર્યો પાસેથી મેળવી હતી. પાશ્ચાત્ય વિદ્વાનો જેવા કે પ્રો. ડૉ. એલ. આન્સ્ડોર્ફ, ડૉ. જ્યોર્જ કાર્ડોના, ડૉ. ડેનિયલ સ્મિથ, ડૉ. પિટર સ્રાઈનર અને ડૉ. થૉમસ કોબુનું તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થયા હતા. વિદ્વાનોના ‘‘વિદ્વૌષધ’' તરીકે પ્રચલિત નૈષધીયચરિત વિષય ઉપરનો એમનો મહાનિબંધ મ.સ. વિશ્વવિદ્યાલયની રિસર્ચ સીરિઝ હેઠળ પ્રકાશિત થયો હતો, તો ‘‘રસકૌમુદી’’ ઉપરનો ડી. લિ. માટે તૈયાર થયેલો મહાનિબંધ ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સીરિઝ હેઠળ પ્રકાશિત થયો હતો. આ ઉપરાંત ‘“સપ્તશતી’’, ‘“કાલિકાપુરાણ’’ અને ‘‘સર્વદર્શનપ્રવેશિકા’’ નામનાં ગુજરાતી ભાષાંતર સાથેનાં પુસ્તકો ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ ગણાયાં.
વિસનગરની એમ.એન. કૉલેજમાં સંસ્કૃતના લેક્ચરર તરીકે (૧૯૪૭-’૫૧) તેમની કારકિર્દીનો પ્રારંભ થયો, ત્યારબાદ મ.સ.વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગમાં સિનિયર લેક્ચરર તરીકે (૧૯૫૧-'૬૧) જોડાયા અને તરત જ અહીં રીડર તરીકે(૧૯૬૧-'૬૭)નો વિશિષ્ટ હોદ્દો સંભાળ્યો. ત્યારબાદ આ જ વિભાગમાં ૧૯૬૭-'૮૦નાં વર્ષો દરમ્યાન પ્રોફેસર અને અધ્યક્ષ તરીકેનું પ્રતિષ્ઠાભર્યું પદ પ્રાપ્ત થયું, સાથે સાથે ૧૯૭૫ થી ૮૧ સુધી ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટના નિયામક તરીકેની નિવૃત્તિકાળપર્યંત ફરજ બજાવી. ૧૯૮૧ થી ૮૪ દરમ્યાન યુ.જી.સી.ના સિનિયર સ્કોલર તરીકે શાસ્ત્રચૂડામણિ માટે સંસ્કૃત મહાવિદ્યાલયમાં ફરજ બજાવી. ત્યારબાદ ૧૯૮૫થી ૮૬ દરમ્યાન ઉત્તરપ્રદેશના નૈમિષારણ્ય ખાતે ઇન્સ્ટિટયૂટ ઑફ વૈદિક એન્ડ પૌરાણિક સ્ટડી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિ.માં તેઓએ
‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૧૦૧ થી ૧૦૨
For Private and Personal Use Only