________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૨
www.kobatirth.org
મુ.લા. વાડેકર
સંશોધક પ્રોફેસર તરીકેનો હોદ્દો સંભાળ્યો. પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન ૧૩થી વધારે પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને તેમણે વિવિધ શાસ્ત્રોમાં માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત તેઓ ખૂબ સારા વક્તા હતા, માનીતા ગુરુ હતા અને નિપુણ સૈદ્ધાન્તિક તાંત્રિક હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫૭-૫૮ દરમ્યાન તેઓને એલેક્ઝાન્ડર ફૉન હુમ્બોલ્ડ ફાઉન્ડેશન દ્વારા રિસર્ચ ફેલો તરીકે આમંત્રિત કરાયા હતા. આ જ ફાઉન્ડેશન દ્વારા તેમને જર્મન યુનિ.ના પ્રાચ્યવિદ્યાના પ્રોફેસરોની મુલાકાત માટે ૧૯૭૩માં પુનઃ આમંત્રિત કરાયા. ૧૯૮૪માં તેમણે ધાર્મિક પ્રવચનોના હેતુથી ઝામ્બીઆ(આફ્રિકા)ની મુલાકાત લીધી હતી. ૬ પુસ્તકો અને ૧૦૦થી પણ વધુ સંશોધનલેખો એ એમની કારકિર્દીનું જમાપાસું છે. તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સામાજિક અને ધાર્મિક રીતે સંકળાયેલા હતા. ૧૯૮૭માં તેઓશ્રીને રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કૃત કરીને સન્માનપત્ર એનાયત થયું હતું. અનેક સામાજિક સંસ્થાઓમાં એમના નારદભક્તિસૂત્ર, કાલિકાપુરાણ, ગુરુલીલામૃત જેવા ગ્રંથો ઉપર વારંવાર એમની પ્રવચનશ્રેણીઓ/સપ્તાહોનું આયોજન થયું હતું.
પ્રો. જાનીસાહેબ વિવિધ શાસ્ત્રોના નિષ્ણાત અને કુશળ અધ્યાપક હતા, તેમ છતાં નિરભિમાની, ઉદાર, મૃદુભાષી, સહૃદયી, ઉમદા વ્યક્તિત્વ અને વર્તણૂક ધરાવનાર, વિદ્યાર્થીઓના માનીતા ગુરુ હતા.
પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
તેમના દુઃખદ અને અચાનક નિધનને લીધે સાક્ષરજગતમાં ન પૂરાય એવી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અને સદ્ગતિ અર્પે.
For Private and Personal Use Only
મુ.લા. વાડેકર