________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોરબંદર
નરોત્તમ પલાણ
ભગવાન શ્રીકૃષ્ણના સહપાઠી બ્રાહ્મણશ્રેષ્ઠ સુદામાની સંસ્કારનગરી તરીકે પોરબંદર સદીઓથી પ્રખ્યાત છે. એનું સ્થાન સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે સોમનાથ અને દ્વારકાની કંઠમાળ વચ્ચે મૂલ્યવાન માણેક સમું છે. ધીંગેશ્વર અને ચહાડેશ્વર જેવાં દોઢ દોઢ હજાર વર્ષ પ્રાચીન મંદિરો આજે પણ આ ધરતીને વિભૂષિત કરી રહ્યાં છે. પુરાતત્ત્વવિદો કહે છે કે સુદામાજીની કુળદેવી ચામુંડાજીનું મંદિર અગિયારસો વર્ષ જૂનું છે, જ્યારે હાલ સુદામા મંદિરમાં આવેલી વિશાળ હનુમાનમૂર્તિ, ઓડદરમાં આવેલી હનુમાનપુત્ર મકરધ્વજની મૂર્તિ અને દરિયાકિનારે સ્મશાનઘાટમાં આવેલી શનિ મહારાજની મૂર્તિ છેલ્લાં એક હજાર વર્ષનાં કિંમતી શિલ્પો છે.
ઇતિહાસની ચોક્કસ તવારિખની નોંધ લઈએ તો “પોરબંદર'(પૌરવેલાકુળ)નો લેખિત ઉલ્લેખ આપતું તાંબાનું એક પતરું હાલ જામનગરના લાખોટા મ્યુઝિયમમાં સંગ્રહાયેલું છે. આ તામ્રપત્ર ધૂમલીના જેઠવા રાજવી બાલદેવજી (લખુજી મહારાજ)નું છે અને તે વિક્રમ સંવત ૧૦૪૬ની શ્રાવણી પૂનમનું (તા. ૨૨ ઑગસ્ટ ૯૯૦) છે. આ હિસાબે આજે પોરબંદરને એક હજાર અને તેર-ચૌદ વર્ષ થાય છે !
પ્રભાસપાટણ નગર છે અને વેરાવળ એનું બંદર છે, દ્વારકા નગર છે અને રૂપેણ એનું બંદર છે, જામનગર નગર છે અને બેડી-રોઝી એનાં બંદર છે, તેમ સુદામાપુરી નગર છે અને પોરબંદર એનું બંદર છે. સુદામાપુરી તો પૌરાણિક નગરી છે, જ્યારે ધૂમલીના જેઠવા રાજવીઓએ એના બંદરને વિકસાવ્યું તેની તારીખ ૨૨ ઑગસ્ટ ૯૯૦ છે !
આ પછીના સમયના જે શિલાલેખો મળે છે અને તે બધા શિલાલેખો હાલ પોરબંદરમાં મોજૂદ છે તેના આધારે આ પ્રમાણે પોરબંદરનું ચિત્ર ઊભું થાય છે :
(૧) ઈ.સ. ૧૨૪૮નો વાસુપૂજ્યનું જૈનમંદિર બંધાયાનો પ્રતિમા લેખ. શિલાલેખ ધરાવતાં કુલ ચાર જૈન મંદિરો પોરબંદરમાં છે, તેમાંથી જૂનામાં જૂનો લેખ ૧૨૪૮નો છે. –આ સમયથી પોરબંદરમાં જૈન છે. ૫ નગરી છે. હજાર વર્ષ જૂના ‘પૌરવેલાકુળમાં ‘વેલાકુળ” “પોર્ટ માટેનો સંસ્કૃત શબ્દ છે, જ્યારે ‘પૌર’ ‘વેપારી' વાચક શબ્દ છે. પોરબંદરનો વેપાર સૌ પ્રથમ ભાટિયાના હાથમાં હોવાના ઉલ્લેખો છે. સિંધિયા સ્ટીમવાળા નરોત્તમ મોરારજી પોરબંદરના ભાટિયા છે, તેમજ દેશના. બેંક'નું સર્જન કરનાર દેવકરણ નાનજી પણ પોરબંદરના ભાટિયા છે. ભાટિયા પછી જૈનવાણિયા અને વૈષ્ણવવાણિયા પોરબંદરમાં નગરશેઠ રહ્યા છે, જેમાંથી શેઠશ્રી ગોવિંદજી પારેખ, બંદરી વેપાર માટે મુઘલ સમ્રાટ શાહજહાં(ઈ.સ. ૧૬૦૮-૧૬૫૮)ની સહીવાળો રૂક્કો (દંડિકામાં વીંટાળી શકાય તેવું ખતપત્ર) ધરાવે છે. આ રૂક્કો આજે પણ એમના વંશજ પાસે છે, જે ઈ.સ. ૧૯૫૩નો છે. જૈનવાણિયા વેપારીઓએ ખજૂર વગેરે સુકા મેવાના વેપારમાં ઘણી નામના મેળવ્યાની વાતો છે. પોરબંદરના કવિ સુધાંશુ(દામોદર
“સ્વાધ્યાય - ૫. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી–એપ્રિલ ૨૦૦૧, પૃ. ૯૫ થી ૯૯ - ૩, વાડી પ્લોટ, પોરબંદર – ૩૬૦૫૭૫.
For Private and Personal Use Only