________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી.
૩૯
૪. ભાઈને ચેતવણી બહેન પોતાના ભાઈને કહે છે : ભાઈ, તું ખાખરની પાછળ સંતાઈ જા. એ રોઝ જેવી એ ચકોર છે ! ભડકીને નાસી જશે !
ખારી ઓથે રીજો ભાયા !
રોઝડી ભડકતી આવે રે લોલ મારા ભાયની સાળી,
રોઝડી ભડકતી આવે રે લોલ
૫. વેવાણની છેડતી
યુવાન પોતાના મનમાં વસેલી વેવાણનો કેડો લે છે. વેવાણની ચીજ-વસ્તુઓ સંતાડે છે. વેવાણ પણ હવે એ યુવાનને જાણી ગઈ છે. એ અનાડીને હવે પોતાના મનમંદિરમાં પ્રવેશેલો જાણે છે. સવારે ઊઠીને વેવાણ યુવતી પોતાના કાપડાની કોશ (કસ) ખોળે છે. કાપડે ન જોતાં – કોણે લીધો હશે પોતાના કાપડાનો ગુચ્છો ! એવા વિચારે મનમાં નક્કી કરે છે, પેલા છેલિયાએ જ તોડી લીધો હશે - વાલોળિયા-વાડા વાડામાં !
રૂમે ઝૂમે મારી કાપડીનો ફંદો ! કોણે હેરેલો" મારી કાપડીનો ફંદો ! શેલિયે હેરેલો મારો કાપડીનો ફંદો !
૬. ગલડી
હે છેલ જુવાનડી ગલડી ! તેં લીલુડિયા રંગનો ઘાઘરો પહેર્યો છે. આજ સુધી તો નામ નહોતું જાણ્યું. હે ગલડી ! લીલી ગજિયાણીના ટોડા જેવી તું સોહામણી છે. હાય ! હાય ! ઓ ગોરી ! મારા મનનું કશું ઠેકાણું નથી ! સાવ પાગલ થઈ ગયું છે. સૂવા પડું છું તો તારાં સ્વપ્નાં સતાવે છે ! જાગતો રહું છું તો તારા ને તારા જ વિચાર આવે છે! મન એટલું બધું ઘાયલ થઈ ગયું છે કે ચાલું છું, પણ ડગલાં બરાબર પડતાં નથી ને ઠોકરો વાગે છે ! કામકાજ કરવા જાઉં છું તો તારા રૂપનું ઘેન ચડી જાય છે !
લીલુડિયા ગજનો તોરોલી ગલળી !
લીલુડિયા ગજનો તોરો રે લોલ. સૂવું તાપ સપનાં' આવેલી ગલળી !
જાગું વચાર ઘનો આવે રે લોલ, ચાલું તો ઠંહળાં વાગે'લી ગલળી !
બેશૂ° નિંદર' ઘનીર આવે રે લોલ.
૧. ખાખરની, ૨. આડે, ૩. રહેજે, ૪. ભાઈ, ૫. રોઝ-નીલગાય, ૬. ચમકીને ભાગે છે. ૭. રૂમઝૂમ થાય, લટકે છે, ૮. કાપડાનો, ૯. ફુમતું, ૧૦. હરી લીધો-ચોરી લીધો, ૧૧. ઇલિયાએ-પ્રેમીએ ૧૨. લીલી ગજયાણીનો, ૧૩. તોરો -- માથામાં લટકાવેલો ગુચ્છો, ૧૪. ગલી, ૧૫. તો ૧૬. સ્વપ્નાં, ૧૭. વિચાર ૧૮. ઘણો, ૧૯. ઠોકરો, ૨૦ બેસી રહું ત્યારે, ૨૧. નિદ્રા, ૨૨. ઘણી
For Private and Personal Use Only