________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શંકરભાઈ સોમાભાઈ તડવી.
- ૨. વેલા તોડનારી વેવાણ ! મારા વાડામાં વાલોળના વેલા વાડે ચડાવેલા છે. વેવાણ વાલોળો વીણવા આવી છે. છાનીમાની દરરોજ વાલોળો વીણી જાય છે. આજે જોઈ લીધી. હું પાછળ પડ્યો. વેવાણ રડતી રડતી નાઠી. આ મરદ બોલાવતો બોલાવતો પાછળ પડ્યો !
વાડનો વેલો રે
ઊબી વાડે જાય છે.” વેવાણીને દોડું રે
ઊબી વાડે જય શે. કસલીને દોડું રે
ઊબી વાડે જાય છે. * * આગોળ વેવાણી રડતી જાય છે.
પાશળ મરધો બોલાવતો જાય છે. આગોળ કાશલી રડતી જાય છે પાશળ મરધો બોલાવતો જાય છે.
૩. મરદનું પરાક્રમ રોજ રોજ મારી વાલોળો વીણી જતી હતી. ચોળાના લેવા તોડી નાખતી હતી. પણ આજે તો નાસવા જતાં વેલામાં ગૂંચવાઈને પડી ગઈ ! આ મરદે (શ્રાએ) પકડી લીધી !
મારા વાડામેં જાજા વાલરિયા
વેલો તૂટી જાય, ચારો તૂટી જાય.
વાડામેં વેલો. મારા વાડામેં વેવાણી આવેલી
વેલે ગુંચાય પડી, મરઘેર ઝાલી લીધી !
વાડામેં વેલો. મારા વાડામેં ગુરકી આવેલી
વેલે ગુંચાય પડી, મરધે ઝાલી લીધી !
વાડામેં વેલો.
૧. ઊભી વાડે - વાડે વાડે - વાડ પાસે થઈને, ૨. છે, ૩. વેવાણને, ૫. આગળ, ૬. પાછળ, ૭. મરદ – શૂરવીર ૮. ઝાઝા-ઘણા-વધારે, ૧૧. ગૂંચવાઈ - વેલાથી બંધાઈ ગઈ, ૧૨. મરદે
૪. પાછળ દોડું છું - પકડવા માટે, ૯. વાલોળિયા, ૧૦. ક્યારો,
For Private and Personal Use Only