________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોળીનો હલવો, રોળા અને હોળીમાતા પરદેશી
શંકરભાઈ સોમાભાઈ તડવી
૧. હોળીનો હલવો હોળી ઉપર ફાગ ગવાતા હતા. પણ હવે તો કોઈ સ્થળે સાંભળવા મળતા નથી. જબુગામ-જેતપુર તરફનાં ગામોમાં હોળી ઉપર નૃત્ય થાય છે. તે વખતે ગવાતાં ગીતોને “હોળીનો હલવો' કહે છે.
હોળીની “સામી ઝાળ' વીત્યા પછી લગ્નગાળો શરૂ થાય છે. આદિવાસીઓમાં સગોત્ર લગ્નનો નિષેધ હોય છે. એટલે પરગોત્રની યુવતીઓ તરફ યુવાનોની દષ્ટિ કરે છે. ભાઈ કે બહેનની સાસરીની યુવાન છોકરીઓ- વેવાણોમાંથી પોતાની પસંદગી કરે છે. નાચ વખતે તેમને સંબોધીને ગીતો ગાય છે.
આ ગીતો જબુગામ-જેતપુર તરફનાં ગામોમાં રાઠવા જાતિમાં ગવાય છે. આ ગીતપાઠો કોહીવાવ તા. જેતપુર પાવી ગામેથી ઈ.સ. ૧૯૭૧માં શ્રી ભગવાનભાઈ જીવાભાઈ કોળીએ સંગ્રહેલા છે.
૧. લીલા ડોળ !
વેવાણનો ભેટો ક્યાં થાય ? નિત્યનાં કાર્યો કરતાં જ થાય ને ? આદિવાસીઓનાં નિત્યકાર્યો ખેતીનાં, ઢોર ચારવાનાં અને ઉનાળામાં મહુડાં વીણવાનાં છે. વેવાણનું ત્યાં મિલન થાય છે, પોતે તેની સાથે વાતચીત કરે છે, વડછડ કરે છે અને પજવણી કરે છે. આવા ભાવ ગીતમાં છે.
સૂકા મહુડાની-એકાદ ડાળ સૂકી છે એવા મહુડાની ઉપર હલા ડોળ ખાય છે ને નીચે ડોળીઓ પાડે છે. યુવાન મનમાં મનસુબો ઘડે છે. વેવાણ આવે તો આખી રાત ડોળીઓ વિણાવું ! એના પગનાં ઝાંઝર ઝમકે છે ને હું ચમકું છું !
સૂકે મૂળે લીલો ડોર
ઝગ્મક ઝાઁઝરલું રે* હલીપ ચાવે લીલો ડોર
ઝમ્મક ઝાઁઝરલે રે વેવાણીને ડોરીઓ વેણાવું સારી રાત
ઝમ્પક ઝઝરલે રે મંજલીને ડોરીઓ વણાવું સારી રાત
ઝગ્મક ઝાઁઝરલે રે
‘સ્વાધ્યાય’ - પુ. ૩૮, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૦૧, પૃ. ૩૭ થી ૬૯ • પ, આદિવાસી શોપિંગ સેન્ટર, પોસ્ટ ઓફિસ સામે, છોડાઉદપુર. ૧. સૂકાઈ જવા આવેલા, ૨. મહુડાના ઝાડે, ૩. ડોળ (મહુડાનું ફળ) ૪. ઝાંઝર, ૫. હિલો-સૂડોપોપટની જાતનું પંખી, ૬. ડોળીઓ, ૭. વિણાવું, ૮. આખી રાત
For Private and Personal Use Only